________________
प्रबद्ध भवन પ્રભુન
શ્રી મુખઇ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નક્લ ૨૦ પૈસા
REGD. No. B-4288
વાર્ષિક લવાજમ રૂા. ૪
‘પ્રબુદ્ધ જૈન'નું નસકરણ ૨૬: અર્ક ૧૩
વર્ષ
મુંબઇ, નવેમ્બર ૧, ૧૯૯૪, રવિવાર આફ્રિકા માટે શિલિંગ ૮
તંત્રી પરમાનંદ કુંવરજી કાપડિયા
What Is Culture? સંસ્કૃતિ એટલે શુ?
(૧૯૫૦ના એપ્રિલ માસની ૯મી તારીખે ‘Indian council for cultural relations'ના ઉદ્ઘાટન પ્રસંગે ભારતના મહા અમાત્ય પં. નેહરુએ કરેલા મંગળ પ્રવચનના અનુવાદ નીચે આપવામાં આવે છે. આ પ્રવચન તત્કાળપ્રાપ્ત સ્ફ ુરણાઓનો શાબ્દિક આવિષ્કાર છે, એક પ્રકારનું પ્રગટ ચિંતન છે. આ કોઈ સંસ્કૃતિ ઉપરના સુશ્લિષ્ટ નિબંધ નથી. આ દષ્ટિએ આ પ્રવચનને વાંચવા—ગ્રહણ કરવા વિનંતી છે. એક તંત્રી તરીકે સાધારણ રીતે ‘પ્રબુદ્ધ જીવન' માટે મળતા લેખો તેમ જ અનુવાદોનું જરૂરી સંમાર્જન કરવાનું હેાય જ છે, એમ છતાં પણ, આ અનુવાદને સરખા કરવામાં મે' ઠીક ઠીક મદદ કરી છે એમ આ અનુવાદ પ્રગટ થાય ત્યારે મારે ખાસ જણાવવું એવા અનુવાદકના આગ્રહ છે. પ્રમાનંદ)
ફકત આજુબાજુના પૂર્વ અને પશ્ચિમના દેશો સાથે જ નહિ પણ બહારની બહાળી દુનિયા સાથેના ભારતના સાંસ્કૃતિક સંબંધોને વિક્સાવવાની હું હંમેશાં ખૂબ આતુરતા સેવું છું અને તેથી આજે હું અહીં ખૂબ આનંદ સાથે આવ્યો છું.
આવા સાંસ્કૃતિક સંબંધો અપેક્ષિત છે અથવા ઈચ્છવાયોગ્ય છે એવા કોઈ પ્રશ્ન નથી. પ્રશ્ન તો એવી પરિસ્થિતિની આવશ્યતાનો છે જે, જો તે માટે કંઈ કરવામાં નહિ આવે . તે, બગડતી જશે એવી ભીતિ રહે છે. સાંસ્કૃતિક સંબંધો વિકસાવવા માટેની ભારતની આ સંસ્થા આપણા લકો અને બીજા દેશના લે!કો વચ્ચે વધુ સારી સમજ ઊભી કરે તેમ હું અંત:કરણપૂર્વક આશા રાખું છું.
મારા મનમાં આ વિષે ઘણી મથામણ ચાલે છે અને તે શું છે તે હું ખરેખર રજૂ કરવા માગું છું. આપણી આજુબાજુની દુનિયામાં જે ચાલી રહ્યું છે તેમાંથી ઘણી જાતના મૂળભૂત પ્રશ્નો ઉદ્દ્ભવે છે. પ્રજાઓ, વ્યકિતએ અને રામૂહો એકબીજાને સમજવાની વાત કરે છે, લે.કોએ એકબીજાને સમજવાનો પ્રયત્ન કરવા જોઈએ અને એકબીજા પાસેથી શીખવું જેઈએ તે તા ચાખી વાત છે. છતાંય, જ્યારે હું ઈતિહાસના પૃષ્ઠો પર નજર નાખું છું, અથવા વર્તમાન પ્રસંગાના અભ્યાસ કરું છું, ત્યારે મને લાગે છે કે, આ જે લે!કો એકબીજાને ખૂબ સારી રીતે ઓળખતા હોય છે તેખા જ પરસ્પર ઝઘડે છે. યુરોપ અથવા એશિયાના દેશ, જે એકબીજાના પડોશી છે અને એકબીજાને બરોબર જાણતા હોય છે તેઓ એકબીજા સાથે ખોટી રીતે ઘર્ષણમાં આવે છે. આમ, ફકત એકબીજા વિષેની સારી જાણકારી જ વધુ સહકાર અથવા મિત્રતા સાધે છે તેવું નથી,
આ નવી વાત નથી. ઈતહાસના લાંબા પૃષ્ઠો પણ તે જ બતાવે છે. શું આ વ્યકિતગત દેશમાં જ કંઈક ખાટું રહેલુ છે? અથવા આ પ્રશ્ન અંગેના તેમના અભિગમમાં જ કંઈક ભૂલ ભરેલું છે? અથવા બીજું એવું કંઈક છે કે જે જેમ થવું જોઈએ તેમ નથી થયું? જ્યારે આપણે સાંસ્કૃતિક સંબંધોની વાત કરીએ છીએ
ત્યારે એક પ્રશ્ન મારા મનમાં તરત ઉદ્ભવે છેકે, લોકો જેના વિષે ખૂબ વાતો કરે છે તે આ ‘સંસ્કૃતિ' ખરેખર છે શું? જ્યારે હું નાનો હતો ત્યારે જર્મન સંસ્કૃતિ અને આક્રમણ દ્વારા અન્યનો પરાજય કરીને અથવા બીજી રીતે તે સંસ્કૃતિના ફેલાવા કરવાના જર્મનોના પ્રયાસ વિષે મેં વાંચેલું તે મને યાદ આવે છે. આ સંસ્કૃતિના ફેલાવા માટે અને તેના સામને કરવા માટે મેટી લડાઈ થયેલી. દરેક દેશ અને દરેક વ્યકિતને સંસ્કૃતિ વિષે કંઈક વિચિત્ર ખ્યાલો હોય તેમ લાગે છે. જ્યારે સાંસ્કૃતિક સંબંધાની વાત થાય છે ત્યારે—જો કે તત્ત્વમાં તે ઘણી સારી વાતો હાય છે તો પણ— વાસ્તવમાં તો આ બધા વિચિત્ર ખ્યાલો વિષે ઘર્ષણ જ ચાલતું હોય છે અને પરિણામે વધુ મિત્રતા નિર્માણ થવાને બદલે પરસ્પર વધુ અળખામણાપણુ–અલગપણું—પેદા થાય છે, તે મૂળભૂત પ્રશ્ન એ છે કે આ સંસ્કૃતિ શું છે? અને હું પોતે તેની વ્યાખ્યા આપી શકું તેમ નથી, કારણ કે મને એ વ્યાખ્યા હજી સુધી પ્રાપ્ત થઈ નથી. સંસ્કૃતિના વિકાસ કેમ થાય છે?
આપણે જોઈ શકીએ છીએ કે સેંકડો અને હજારો વર્ષો પહેલાંની પેઢીઓમાં જેનાં મૂળ છે તેવી સંસ્કૃતિને દરેક પ્રજા અને દરેક સભ્યતા ઉત્પન્ન કરે છે. જે પ્રેરણાથી આ સભ્યતાની શરૂઆત થાય છે તે જ પ્રેરણાથી આ પ્રજા ખૂબ ઘડાઈ છે. આ ખ્યાલા ઉપર બીજા ખ્યાલાની અસર થાય છે અને આમ જુદા જુદા ખ્યાલા વચ્ચે આઘાત–પ્રત્યાઘાતની પરંપરા નજરે પડે છે. હું ધારું છું કે દનિયામાં કોઈ સંસ્કૃતિ એવી નથી કે જે સાવ શુદ્ધ અને બીજી સાંકૃતિઓથી અલિપ્ત હોય. જેમ કોઈ એમ ન કહી શકે કે તે તે સાએ સો ટકા એક જ જાતિના છે તેમ આ પણ બની ન જ શકે, કેમકે સેંકડો અને હજારો વર્ષો દરમિયાન તેમાં અનિવાર્ય અને અચૂક ફેરફારો અને મિશ્રણા થતાં રહ્યાં હોય છે.
તેથી, જો કે અમુક પ્રજાની સંસ્કૃતિનું મૂળ તત્ત્વ પ્રાધાન્ય ભાગવે, તો પણ સંસ્કૃતિમાં થોડી ઘણી ભેળસેળ તો થવાની જ. જો આવી ભેળસેળ શાંતિથી થયા કરે તો એમાં કોઈ નુકસાન થવાનો સંભવ નથી. પણ ઘણી વખત તેમાંથી સંઘર્ષો પેદા થાય છે. કોઈ વખત એક સમૂહને એમ બીક લાગવા માંડૅ છે કે તેમની સંસ્કૃતિ ઉપર બહારનાં તત્ત્વોનું અથવા તો પ્રતિકૂળ તત્ત્વોનું આક્રમણ થાય છે. આમ બને છે ત્યારે તેઓ પોતાને એક કોક્ડામાં સંકોચી લે છે અને તેના પરિણામે તેઓ બીજાથી અલગ પડી જાય છે અને પોતાના વિચારોને બહાર જતાં અટકાવે છે. આ એક નાદુરસ્ત પરિસ્થિતિ છે, કેમ કે કોઈ પણ બાબતમાં અને ખાસ કરીને સંસ્કૃતિના વિષયમાં સ્થગિતતા એ સૌથી ખરાબ વસ્તુ છે.
સંસ્કૃતિમાં, જો એની શી કિંમત હોય તો, કંઈક ઊંડાણ જોઈએ. એમાં અમૂક પ્રગતિશીલ તત્ત્વ પણ જોઈએ. આખરેં,