________________
તા. ૧૬-૧૦-૨૪
પ્રબુદ્ધ જીવન
સ ંયુકત જૈન
✩
વિદ્યાથી ગૃહ
✩
(સંસ્થાના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ તરફથી મળેલાં બે પરિપત્રો નીચે પ્રગટ કરવામાં આવે છે.) ઉચ્ચ શિક્ષણ લાન-સ્કેાલરશીપ ફંડ આપની પાસે ‘ફૂલ નહિ તે ફ ુલની પાંખડી' રૂપે આપનો નીચેની રીતે સહકાર માગીએ છીએ:—
૧. નાટકની વધુમાં વધુ ટિકિટ ખરીદીને.
૨. ‘ઉત્સવદિને’ પ્રકટ થનાર પુસ્તિકામાં જાહેરખબર આપીને. ૩. આર્થિક સહાય કરીને.
શ્રી સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ'ની પ્રવૃત્તિથી આપ વાકેફ છે. અત્યાર સુધી આ વિદ્યાર્થીગૃહમાં શિવ ખાતે ૭૪ અને પ્રિન્સેસ સ્ટ્રીટ ખાતે ૩૮ વિદ્યાર્થીઓને માત્ર રહેવાની સગવડ અપાય છે આથી કાર્યવાહક સમિતિને કેટલાંક વર્ષોથી એમ લાગ્યા કરતું હતું કે જ્યારે મધ્યમ વર્ગના કુટુંબને આર્થિક અસહ્ય બોજો ઉપાડવા પડે છે તેમ જ પોતાના પરિવારને ઉચ્ચ કેળવણી અપાવવા માટે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ત્યારે યોગ્ય વિદ્યાર્થીઆને આર્થિક રીતે પણ આ સંસ્થા કઈક ઉપયોગી થઈ શકે એ આવશ્યક છે.
ટિકિટ તથા જાહેર-ખબરના ભાવ આ સાથે આપ્યા છે. આશા છે કે, આપ અમારા કાર્યક્રમમાં સહકાર આપી, મે જે કાર્ય ઉપાડયું છે એને સરળ બનાવશો. ટિકિટના દર
આ વિચારથી પ્રેરાઈ, ચાલુ વર્ષથી, શ્રી સંયુકત જૈન વિદ્યાર્થીગૃહમાં રહી ઉચ્ચ અભ્યાસ કરવા ઈચ્છતા યોગ્ય વિદ્યાર્થીને, સહાયભૂત થવાની દ્રષ્ટિથી ‘શ્રી સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ ઉચ્ચ શિક્ષણ લોન, સ્કોલરશીપ ફંડ'ની શરૂઆત કરી છે, આ યોજના અનુસાર કાર્યવાહક સમિતિએ યોગ્ય વિદ્યાર્થીને દર વર્ષે વધુમાં વધુ પાંચસા રૂપિયા સુધી લાન સ્કોલરશીપ આપવાના અને તે માટે પાંચ વર્ષ સુધી દર વર્ષે પાંચસો રૂપિયા આપે એવી એકાવન વ્યકિતઓ પાસેથી પચાસ લેાન-સ્કોલરશીપ મેળવવાના નિર્ણય કર્યો છે.
વિદ્યાર્થીને આપવામાં આવેલી આ લાન સ્કોલરશીપના છેલ્લા વર્ષથી માંડીને વધુમાં વધુ સાત વર્ષ સુધીમાં વિદ્યાર્થીએ પૂરેપૂરી ભરપાઈ કરવાની રહેશે અને આ રીતે પાછી આવેલી રકમ ‘ઉચ્ચ શિક્ષણ્ લાન સ્કોલરશીપ ફંડ’માં જમા થશે. એ જ રકમ ત્યાર બાદ યોગ્ય વિદ્યાર્થીઓને સહાયભૂત થવા માટે ઉપયોગમાં લેવાશે.
આપ, કેળવણીના ક્ષેત્રે રસ લઈ રહ્યા છે, એથી આ પત્રથી આપને મળવાની તક લઈએ છીએ અને આ ‘ફંડ’ના વિકાસ માટે આપના સહકાર વાંછીએ છીએ. આપને જાણીને આનંદ થશે કે, અત્યાર સુધીમાં અમને એકવીસ વચના મળી ચૂકયાં છે, અને વર્ષ પૂરું થાય ત્યાં સુધીમાં બીજા ત્રીસ વચના મેળવવાની અમારી શ્રાદ્ધા છે. આ અંગે નકકી કરવામાં આવેલ કાર્ડ મંગાવીને આપ એ ભરીને જો મોકલશે તો અમે ઉપકૃત થઈશું. ઉત્સવ–સમિતિ
આપ જાણો છે એ મુજબ મુંબઈમાં આવેલ ‘શ્રી સંયુકત જૈન વિદ્યાર્થીગૃહ’ છેલ્લાં સુડતાલીસ વર્ષથી જૈનસમાજના કોઈ પણ વિદ્યાર્થીને, મુંબઈ રહી ઉચ્ચ અભ્યાસ કરવા માટે રહેવાની સગવડ આપે છે. ચાલુ વર્ષથી યોગ્ય વિદ્યાર્થીને દર વર્ષે વધુમાં વધુ પાંચસો રૂપિયા સુધી લોન—સ્કોલરશીપ આપવાની પણ યોજના કરવામાં આવી છે.
શરૂઆતનાં વર્ષોમાં પ્રિન્સેસ સ્પ્રીંટ ખાતે ૩૮ વિદ્યાર્થીઓને રહેવાની સગવડ અપાતી હતી. છેલ્લાં બાર વર્ષથી ‘શિવ ખાતે નવું મકાન બંધાતાં ત્યાં વધુ ૭૪ વિદ્યાર્થીઓને રહેવાની સગવડ કરવામાં આવી છે. આમ હોવા છતાં. મુંબઈ શહેરના વિસ્તરવાની સાથે તેમ જ મુંબઈમાં ઉચ્ચ અભ્યાસ માટે વિશિષ્ટ પ્રકારની કેળવણીની સંસ્થાઓ હોવાને કારણે મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી જ નહિ, પરંતુ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મદ્રાસ તેમ જ આફ્રિકાથી પણ વિદ્યાર્થીગૃહમાં પ્રવેશ મેળવવા માટે દર વર્ષે માંગણીઓ
આવ્યા કરે છે.
આથી શ્રી સંયુકત જૈન વિદ્યાર્થીગૃહની કાર્યવાહક સમિતિએ ‘શિવ’ ખાતેના અત્યારનાં નવા મકાનની બાજુમાં આવેલી પેાતાની ખાલી જગા પર બીજું નવું મકાન બાંધવાના નિર્ણય કર્યો છે, અને આ કાર્યને વેગ આપવા માટે તા૦ ૨૧-૭-’૬૪ના રોજ મળેલી સંસ્થાની કાર્યવાહક સમિતિએ ‘શ્રી સંયુકત જૈન વિદ્યાર્થીગૃહ ઉત્સવ-સમિતિ’ની નિમણૂક કરી છે. આ સમિતિએ તા. ૩૦-૧૧-’૬૪ ને સામવારે સાંજે ‘બિરલા માતૃશ્રી સભાગૃહ'માં એક નાટક રજૂ કરવાનું નક્કી કર્યું છે.
આ સંસ્થાએ ઉપાડેલ કાર્ય સરળ બને એ માટે અમે
રૂા. ૨૫૦, રૂા. ૧૦૦, રૂા. ૫૦, ૫. ૨૫, અને ગ઼. ૧૦. જાહેરખબરના દર
"
સુવેનિર: સાઈઝ ૧૦”×૭ ૧/૨”
ગ્લેઈડ આર્ટ-પેપર આખું પાનું... ટાઈટલ છેલ્લું પાનું
ટાઈટલ બીજું અને ત્રીજું પાનું શ. આખું પાનું અડધું પાનું પા પાનું
પત્રવ્યવહાર તથા વધુ માહિતી માટે સરનામાં:— ૧. શ્રી રમણિક્લાલ મણિલાલ શાહ, મંત્રી મેસર્સ આર. એમ. શાહની કું।. ૮૧, નાગદેવી ક્રોસ લેન. મુંબઈ-૩
D
૧૫
૨. શ્રી. ધીરજલાલ ધનજીભાઈ શાહ, મંત્રી મેસર્સ બી. ત્રિકમલાલની કુંડ, પ્રાઈવેટ લિ. ૧૯૬, પ્રિન્સેસ સ્ટ્રીટ.
મુંબઈ-૨
રૂા. ૧૦૦૦
રૂા.
૧૦૦ ૩
રા.
૭૫૦
રૂા. ૫૦૦ ૉ. ૨૫૦
રૂા. ૧૨૫
ફોન નં. ૩૨૪૧૦૨
ફોન નં. ૩૯૧૧૯
પૂરક નોંધ
આ બંને વિજ્ઞપ્તિઓને મારું હાર્દિક અનુમાદન તેમ જ સમર્થન છે. આ સંસ્થાનો હું ઉપપ્રમુખ છું. જૈન સમાજની એકતાના વિચારનું આ સંસ્થા એક પ્રતીક છે, કારણ કે જ્યારે જૈનાના જુદા જુદા ફિરકાના આગેવાનો અલગ અલગ છાત્રાલયો ઊભા કરવા મંડયા ત્યારે સ્વ. વાડિલાલ મોતીલાલ શાહના દિલમાં બધા ફિરકાના વિદ્યાર્થીઓને આવકારતું એવું આ United Jain Students' Home સંયુકત જૈન વિદ્યાર્થીગૃહ—ઊભું કરવાના વિચાર આવ્યો અને તેમના મિત્ર, સાથી તથા ભાગીદાર સ્વ. મણિલાલ મેકમચંદ શાહના સાથ મેળવીને આ સંસ્થાની તેમણે આજથી ૪૭ વર્ષ પહેલાં પ્રિન્સેસ સ્રીટ ખાતે શરૂઆત કરી. સ્વ. મણિલાલ મેકમચંદ શાહ મારા મુરબ્બી, સહકાર્યકર અને મુંબઈ જૈન યુવક સંઘના પ્રેરક પ્રાણસ્વરૂપ હતા. તેમણે આ સંયુકત જૈન વિદ્યાર્થીગૃહને વિકસાવ્યું અને શિવ ખાતે નવી શાખા ઊભી કરી. આ સંસ્થા કેવળ જૈન વિદ્યાર્થીઓ પૂરતી સીમિત રહી નથી. તેમાં કેટલાંક વર્ષથી જૈનેતર વિદ્યાર્થીઓને પણ પ્રવેશ આપવામાં આવે છે. આ સંસ્થામાં ભણતા વિદ્યાર્થીઓ માટે કરવામાં આવેલી ઉચ્ચ શિક્ષણ લાન-સ્કોલરશીપ ફંડની યોજના સર્વ પ્રકારના ઉત્તેજનને પાત્ર છે અને કોઈ પણ સારી સ્થિતિની વ્યક્તિ આ યોજનામાં સહેલાઈથી જોડાઈને સંસ્થામાં રહેતા વિદ્યાર્થીને મદદરૂપ થઈ શકે છે. વળી શિવ ખાતેના સંસ્થાના મકાનની બાજુએ વધારે વિદ્યાર્થીઓને સમાવી શકાય એ હેતુથી ઊભું કરવા ધારેલ નવા મકાન માટે જોઈતું નાણું મેળવવાના હેતુથી તા. ૩૦-૧૧-૬૪ ના રોજ બિરલા માતુશ્રી સભાગૃહમાં જે નાટક રજુ કરવાની યાજના વિચારવામાં આવી છે તેમાં સંસ્થાના ઉદ્શો અને ભાવનાને સ્વીકારનાર નાની મોટી કોઈ પણ વ્યકિત તે વિજ્ઞપ્તિમાં દર્શાવેલી રીતામાંથી કોઈ પણ એક રીતને પોતાને સહકાર અને ફાળા આપી શકે છે. તો આશા રાખું છું કે અનેક ભાઇબહેને—ખાસ કરીને જૈન ભાઈબહેન પોતાના ઉદાર હાથ લંબાવીને આ યોજનાને સંપૂર્ણ રીતે સફળ બનાવશે. પરમાન ૩