SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ 1 ૧૨૦ પ્રબુદ્ધ જીવન પ્રકીર્ણ નોંધ સ્વપ્નાની ખેાલીના નિય જૈન શ્વે. મૂ. સમાજમાં પર્યુષણ પર્વ દરમિયાન વંચાતા કલ્પસૂત્રમાં ભ. મહાવીરના જન્મપ્રસંગના વાચન વખતે, ભગવાનના ગર્ભકાળ દરમિયાન ભગવાનની માતાને જે ચૌદ વસ્તુઓનાં સ્વપ્ન આવે છે તે ચૌદ વસ્તુ ચાંદીની બનાવીને એક પછી એક ઝુલાવવામાં આવે છે અને આ પ્રકારનાં સ્વપ્નાં ઉતારવા માટે અથવા તા ઝુલાવવા માટે ઉછાણી બોલવામાં આવે છે અને તેની સારા પ્રમાણમાં થતી આવક કેટલાંક સ્થળોએ સંપૂર્ણતયા સાધારણ ખાતામાં, કેટલાક ઠેકાણે અડધી આવક સાધારણ ખાતામાં અને અડધી આવક દેવદ્રવ્ય ખાતામાં જમે કરાવવામાં આવે છે, જ્યારે મુંબઈ-માટુંગા ખાતે વિરાજતા શ્રી વિજયરામચંદ્રસૂરિ આ આખી આવકને દેવદ્રવ્યમાં લઈ જવી જોઈએ એવા આગ્રહ સેવે છે, એટલું જ નહિ પણ, પોતે જ્યાં સ્થિર થાય છે તે સ્થળના સંઘ પાસે પોતાના આ આગ્રહ સ્વીકારવા માટે સારા પ્રમાણમાં દબાણ લાવે છે, જેની વિગતવાર ચર્ચા તા. ૧૬-૮-૬૪ના તથા તા. ૧૬-૯-૬૪ના પ્રબુદ્ધ જીવનમાં કરવામાં આવી છે. આ સંબંધમાં તેમના દાદા ગુરુ અથવા તે ગુરુશિષ્યના સંબંધે પ્રપિતામહ સમા જૈન શ્વે. મૂ. સમાજના એક ભારે પ્રતિભાશાળી ખ્યાતનામ આચાર્ય શ્રી આત્મારામજી મહારાજ જેમણે ઈ. સ. ૧૮૯૩માં શિકાગો ખાતે ભરાયેલી સર્વ ધર્મ પરિષદમાં પોતાના પ્રતિનિધિ તરીકે સ્વ, શ્રી વીરચંદ રાઘવજી ગાંધીને માકલ્યા હતા તેઓ ઉપર . જણાવેલ સ્વપ્નાની બોલીની આવકને ક્યા ખાતે લઈ જવી એ પ્રશ્ન સંબંધમાં શું અભિપ્રાય ધરાવતા હતા તે તાજેતરમાં જાણવામાં આવેલી નીચેની વિગત ઉપરથી સ્પષ્ટ થશે: સ્વપ્નાની ખેાલીને નિર્ણય શ્રી આત્માનંદ જૈન મહાસભા (અંબાલા શહેર, પંજાબ) તરફથી ઈ. સ. ૧૯૫૭માં પ્રગટ કરવામાં આવેલી અને શ્રી વિજયવલ્લભસૂરિ રચિત “ન્યાયયભાનિધિ શ્રીમદ્ વિજ્યાનંદસૂરિ શ્રી આત્મારામજી મહારાજની જીવનકથા”માં “સ્વપ્ના કી બોલી કા નિર્ણય” એ મથાળાના અધ્યાયમાંના હિંદી લખાણના ગુજરાતી અનુવાદ નીચે આપવામાં આવે છે: ‘પર્યુષણ પર્વની આરાધનમાં ૧૪ સ્વપ્ન ઉતારવાની આવશ્યકતા પ્રતીત થતાં ત્યાંના (એટલે કે રાધનપુરના) શ્રી સંઘે સાધારણ ખાતા દ્વારા સ્વપ્નાં બનાવવા તથા તેની ઉપજ સાધારણ ખાતામાં લઈ જવાના ઠરાવ–પ્રસ્તાવ પસાર કરીને ગુરુદેવને (એટલે કે વિ. સ. ૧૯૪૩- ઈ. સ.૧૮૮૭ની સાલમાં ચાતુર્માસ માટે રાધનપુર ખાતે બિરાજતા શ્રી આત્મારામજી મહારાજને) પૂછ્યું કે “મહારાજ, આમ કરવામાં કોઈ હરકત તો નથી ને? એટલે કે કોઈ શાસ્ત્રીય બાધ તા નથી ને ?” ત્યારે આચાર્યશ્રીએ ફરમાવ્યું કે“આમાં હરત જેવી કંઈ બાબત છે? સંઘની ચીજ છે, સંઘ ઠરાવ કરે છે અને સંઘે જ તેના અમલ કરવાના છે તે પછી આમાં કોઈ પણ પ્રકારની હરકતનો પ્રશ્ન જ રહેતા નથી.” આચાર્યશ્રીના એ મુજબ ફરમાંવવા બાદ સર્વશ્રી સંધે એકમત થઈને નક્કી કર્યું કે સ્વપ્નની બાલી દ્વારા જે ઉપજ થાય તે સાધારણ ખાતામાં જમે કરવામાં આવે. આ ઠરાવને સંઘના ચાપડામાં દાખલ કરવામાં આવ્યો. શ્રી. સાંધે જે ઠરાવ પસાર કરીને ચાપડામાં લખ્યા તેની અક્ષરશ: નકલ નીચે મુજબ છે : “રાધનપુર શ્રી સાગર ગચ્છ સંવત ૧૯૪૧થી ૧૯૪૪નું ધની. ચાપો પાનું ૩૩ શ્રી વતરાગ દેવનમાં, સંવત ૧૯૪૩ના ભાદવ શુદ ૧ તથા ૨ ન વટશનઉ. શ્રી વિગત ખાતા “બાબતા શરવણ વદ × ૦))ના જન્મના દિવસ વીજે વખાણ મધ સપનાનું સાગર સગન અવસર મન દિવરા શ્રી મહાવર સર્જિન જન્મ વચણ પલ રુપના ચઉદ મહારાજ આત્મારામ અવત Co તા. ૧૬-૧૦-૨૪ વંર પસવરા ઉત્તર તબર શ્રી સંઘ મલતા સપન છઉન ચઢવ કરત છઓ શ્રી સછરણ ખતન કરવછ ત ઘ મણ ૧ ન. રૂ૦ રા લણ ઢખ કરત ત્ત શ્રી સાધારણ ખાતે જમાં પાનું ૫. પાનું ૩૦૪ શ્રી વિગત ખાતે ઘી મણ સવાસાલને કૈ સેર તંબોલી સેરીની ધર્મશાળા ભાદરવા શુદ ૪ના વચ્છરી પડિક્કમણ મધે બોલાણું તે જૂસણના ખાતે જમા." આના ગુજરાતી ભાવાર્થ નીચે મુજબ છે: શ્રી વીતરાગાય નમ: “ સંવત ૧૯૪૩ ( હિંદી ૧૯૪૪) ભાદરવા વદ ૧ તથા ૨ શનિવાર શ્રી વિગતવાર ખાતુ, “શ્રાવણ વદિ અમાવાસ્યાના દિવસે શ્રી મહાવીર સ્વામી -જિનેશ્વરના જન્મવાળા દિવસે બીજા વ્યાખ્યાનમાં જન્મ વાચનની પહેલાં ચાંદીનાં ૧૪ સ્વપ્નો, સાગરગચ્છીય શ્રી સંઘના ઉપાશ્રયમાં શ્રી મુનિ મહારાજશ્રી આત્મારામજી પધાર્યા ત્યારે સૌથી પહેલાં ઉતારવામાં આવ્યાં હતાં. . આ સ્વપ્ન ઉતારવાના વખતે બાલવામાં આવેલી ઘીની બોલીની ઉપજ-આમદનીને સાધારણ ખાતામાં લઈ જવાના ઠરાવ શ્રી સંઘ કરે છે અને ઘી મણ એના રૂા. રાના હિસાબથી લેવાના નિશ્ચય કરે છે. આ સાધારણ ખાતામાં જમે કરવું. (પાનું ૫). પાના ૩૦૪ શ્રી વિગત ખાતે ઘી મણ ૧૬ા અને બે શેર તંબાલી શેરીની ધર્મશાળામાં ભાદરવા શુદ ૪ વછરી પ્રતિક્રમણમાં બોલવામાં આવ્યું. આ શ્રી પર્યુષણ ખાતે જમે કરવું.” “આ રીતે સ્વપ્નોની બોલીનું ઘી સાધારણ ખાતે જમે થવા લાગ્યું.” આ રીતે એક જેમના માટે વખત બંધાયેલા વિચારની પકડથી મુકત થવું અશક્ય છે એવા શ્રી વિજયરામચંદ્રસૂરિના અભિપ્રાય કે વલણમાં જરા પણ ફેરફાર થવાની આશા રાખવી કે અપેક્ષા કરવી એ વધારેપડતું છે, પણ જેમનાં દિલ આ બાબતમાં ડામાડોળ થયાં હોય તેવાં અન્ય જૈન ભાઈ-બહેનોને ઉપર જણાવેલ ઘટનામાંથી સ્પષ્ટ માર્ગદર્શન મળશે, અને તે ઉપરાંત સ્વપ્નાની બાલીની આવકને સાધારણ ખાતામાં લઈ જવાનો વિચાર આજ કાલના નથી, પણ તે વિચાર અને તે પ્રકારના અમલ લગભગ પોણાસા વર્ષ જેટલા જુના છે અને તેને શ્રી આત્મારામજી મહારાજ જેવા એક યુગપ્રવર્તક આચાર્યશ્રીએ પ્રમાણિત કરેલ છે–એવી એક નક્કર હકીક્ત આપણને જાણવા મળે છે. સ્વામિવાત્સલ્યના નવા પ્રશસનીય વિકલ્પ જેવી રીતે પ્રબુદ્ધજીવનના છેલ્લા અંકમાં જણાવવામાં આવ્યું છે તે મુજબ, વીલે પારલેના જૈન શ્વે. મૂ. સંઘમાં આજના અન્નતંગીના સમયમાં સ્વામિવાત્સલ્ય–એટલે કે પર્યુષણના અંતે કરવામાં આવતા સામુદાયિક મિષ્ટાનભાજન-નો પ્રશ્ન ઊભો થયો હતો તેવી રીતે ભાવનગરના જૈન શ્વે. મૂ. શ્રી સંઘ સમક્ષ પણ આ જ પ્રશ્ન ઉપસ્થિત થયેલા. દર વર્ષે આ મુજબ સ્વામિ વાત્સલ્ય કરવામાં આવે છે અને તે પાછળ દશથી બાર હજાર રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, જે તે નિમિત્તે એકઠું કરવામાં આવેલ ભંડોળમાંથી પૂરું કરવામાં આવે છે. આ વખતે આ ભંડોળને ન અડતાં, નવા જ રૂા. ૧૨,૦૦૦ની રકમ અંદર અંદર એકઠી કરવામાં આવી, અને તેના સામુદાયિક મિષ્ટાન્નભાજનમાં ઉપયોગ કરવાને બદલે, તે સંબંધમાં એવો ઠરાવ કરવામાં આવ્યો કે પ્રસ્તુત રામુદાયમાંના જે કુટુંબને જરૂર હોય તેને, તે કુંટુંબના રૅશન કાંર્ડ મુજબ વ્યક્તિદીઠ નાનાં મોટાં દરેકને રૂા. ૩ રોકડા આપવા. આ ઠરાવના પિરણામે એ પ્રકારની જરૂરિયાત ધરાવતાં કુટુંબમાં આશરે રૂ।. ૧૨,૦૦૦ વહે ચી દેવામાં આવ્યા અને એ રીતે જે કુટુંબને જે કાંઈ પાંચપંદર કે પચ્ચીશ રૂપિયા મળ્યા તે ચાલુ ખર્ચને પહોંચી વળવા માટે ભારે રાહતરૂપ નીવડયા. એમાં કોઈ શક નથી કે જ્યાં સુધી આવી ભીંસ ચાલુ છે ત્યાં સુધી સ્થળ સ્થળના સંધાને આ નવા પ્રકારનું સ્વામિવાત્સલ્ય અનુકરણયોગ્ય માલુમ પડશે. સ્વામિવાત્સલ્યનો આવા નવા વિક્લ્પ નિર્માણ કરવા માટે ભાવનગરના શ્રી સંઘને ધન્યવાદ ઘટે છે. પરમાનદ
SR No.525949
Book TitlePrabuddha Jivan 1964 Year 25 Ank 17 to 24 and Year 26 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1964
Total Pages276
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy