SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬૧૦-૨૪ પ્રબુદ્ધ જીવન આજની સામાજિક સ્થિતિ અને વૃત્તિ આજની શિક્ષણની સ્થિતિ માટે કેટલી જવાબદાર છે તે તેમણે બતાવ્યું હતું. ઘર અને શાળા બંને એકસૂત્રે પ્રવૃત્તિ કરે તે જ શિક્ષણના પ્રશ્નો ઉકેલી શકાય. પેાતાના કાર્યક્ષેત્રમાં રસ લેનાર સહ્રદય શિક્ષિકાની દષ્ટિ બહેન ઉષાના પ્રવચનમાં સ્પષ્ટ રીતે દેખાતી હતી. શ્રી જ્યોતીન્દ્ર દવે ‘સાહિત્ય અને સંસ્કાર' વિષે બોલ્યા હતા. શ્રી જ્યોતીન્દ્રની હાસ્યપ્રધાન શૈલીમાં સામાન્ય તાજન મુગ્ધ બની જાય અને તેના પ્રવચનમાં નિરૂપાતા જતા મુદ્દાઓ તેના ધ્યાન બહાર રહી જાય એવા મોટો સંભવ હોય છે. કદાચ શુકનિયિા શિશુનિવઔષધમ્—એ ન્યાયે આ પ્રવચનમાં પણ હાસ્યનાં છાંટણાં વેરતાં વેરતાં તેમણે સાહિત્યનું સ્વરૂપ, તેનું સર્જન, સહૃદયતા, સાહિત્યમાંથી નિષ્પન્ન થતા આનંદ વગેરે અગત્યના મુદ્દાઓ સ્પર્શી લીધા હતા. શ્રી સુરેશ જોષીએ ‘સંસ્કૃતિ-વિનાશક આજની સાધનસંપન્નતા ઉપર પ્રવચન કર્યું હતું. શ્રી સુરેંશ જેપી બહુશ્રુત સર્જક અને વિવેચક છે—પ્રધાનપણે ક્લા અને સાહિત્યમીમાંસક છે. તે જોતાં તેમના પ્રવચનના વિષય તેમના વિશિષ્ટ— ક્ષેત્રની બહારના હોય એમ પહેલેથી મને લાગ્યું હતું. પણ તેમનું સમગ્ર નિરૂપણ સાહિત્યકારો અને વિવેચકોની દૃષ્ટિ ઉપર જ અવલંબેલું હતું. રિલ્કે, કાફકા વગેરે અર્વાચીન સાહિત્યસર્જકોની ઉકિતઆનાં અવતરણથી આખું વ્યાખ્યાન સભરભર્યું હતું. તેમણે કેવા સુંદર પ્રસંગઆલેખનથી પેાતાના પ્રવચનના પ્રારંભ કર્યો હતા તે તો આપણે ઉપર જોઈ ગયા છીએ. આજે ટેકનોલાજીના જમા નામાં મંત્ર--સામગ્રીનાં પ્રભાવ અને વર્ચસ્વ પાસે માનવ પોતાનું વ્યકિતત્ત્વ ખોઈ બેઠો છે. તે faceless man બની ગયો છે. યંત્રપ્રધાન જીવનવ્યવસ્થામાં માનવ ગૌણ બન્યો છે તેની શકિત અને વૃત્તિઓને મોકળાશથી સ્વેચ્છાએ વાળવાને કે વિક્સાવવાને માટૅ તેને અવકાશ રહ્યો નથી. માણસે સ્વાાયી બનવું જોઈએ, તે દ્વારા તેના સર્વાંગીણ વિકાસ શક્ય છે એવું ટૅલિસ્ટાયે કરેલું વિધાન આજે શક્ય નથી. માનવ યંત્રની મદદથી ચંદ્રલાક સુધી પહોંચવાની એષણા સેવે છે. અત્યારની માનવ–સ્થિતિ (Human situation)ને આપણે સમજવી જોઈએ. શ્રી સુરેશ જોષીના પ્રવચનમાં આવતાં અવતરણા કે પ્રસંગોની વ્યંજનાએ ઘણા શ્રેાતાજનોને તો સમજવી મુશ્કેલ બની હશે. શ્રી સુરેશ જોષીનાં અન્ય પ્રવચન જેવું જ હતું. આ પ્રવચન—બહુશ્રુત પણ પડેલા ચીલા પ્રત્યે આછા આદર સેવનાર સાહિત્યઉપાસકનું. શ્રી ભાગીલાલ ગાંધી વ્યાખ્યાનમાળામાં વ્હેલી જ વાર આવ્યા હતા. તેમના વિષય હતા ‘સામ્યવાદમાંથી સર્વોદય તરફ હું કેમ વળ્યા?' પોતાની જીવનયાત્રામાં કેવાં કેવાં બળા પ્રેરક બનતાં ગયાં અને ક્રમેક્રમે વિચાર—પરિવર્તન અને દર્શનપરિવર્તન થતું આવ્યું તેનું નિરૂપણ શ્રી ગાંધીએ કર્યું. ૧૯૨૬માં ગાંધીવાદ તરફ વળ્યા, ૧૯૩૪માં સમાજવાદમાં જોડાયા અને ૧૯૩૯થી ૧૯૫૬ સુધી સામ્યવાદી રહ્યા. કુટુંબ ઉપર ગાંધીવાદની અસર હતી. ૧૯૨૬માં કાચી જેલ પણ ભાગવી હતી. સામ્યવાદનું પ્રબળ આકર્ષણ શાને લીધે છે તે સમજાવતાં તેમણે કહ્યું કે મૂડીવાદમાં Haves અને Have-nots ના ગજગ્રાહ હંમેશાં રહેવાના. હેલું વિશ્વ યુદ્ધ આ કારણે જ થયું હતું. વર્સાઈલની સંધિમાં પણ મૂડીવાદી પકડ જેમની તેમ જ રહી હતી. ૧૯૨૯-'૩૦માં મોટી આર્થિક મંદી આવી અને એ જ અરસામાં હિટલરની આપખુદી શાસનપદ્ધતિએ લેાકશાહીને પડકારી. મૂડીવાદ નિર્બળ બન્યો હતો. આ પરિસ્થિતિમાં સામાન્ય માનવીના ઉદ્ધાર માટે રશિયામાં જન્મેલા સામ્યવાદ જ સમર્થ લાગ્યો. સામ્યવાદના પ્રત્યક્ષ પરિચય થતાં તેમાં રહેલાં દૂષણો નજરે આવ્યાં: ખાવાપીવાનું મળે, રહેવાનું મળે પણ સામ્યવાદમાં વિચારસ્વાતંત્ર્ય નહીં વ્યકિતસ્વાતંત્ર્ય નહીં. સામ્યવાદમાં ભય, હિંસા વગેરે દ્વારા પણ સાધ્યસિદ્ધિ કરવાની: રટેટ અને પાર્ટી જ સર્વોપરિ. સામ્યવાદમાં આર્થિક અસમાનતા પણ પેસવા લાગી. શકાય શ્રી ગાંધીએ ઊમેર્યું કે સામ્યવાદમાંથી સહેલાઈથી નીકળી નહીં...નીકળવા માગે તે એકદિવસ ઘેર પાછે ન ફરે 3 ૧૧૯ એવી ભીષણતા સામ્યવાદમાં રહી છે. કુટુંબ તરફથી અને ગાંધીજી તરફથી મળેલી પ્રેરણાને બળે હું બચી ગયા. સામ્યવાદ, સમાજવાદ, ગાંધીવાદ—બધા વાદોનું લક્ષ્ય એક જ છે—માનવને માનવ તરીકે જીવવાની તક આપવી. પણ જેમ એ સૌનાં શાસ્ત્રો ભિન્ન છે તેમ તેનાં દર્શન પણ ભિન્ન છે. ગાંધી-વાદ આધ્યાત્મવાદ અને વ્યવહારના સમન્વય શોધે છે – વ્યવહારનાં દરેકદરેક અંગની રચના અને વિકાસ આધ્યાત્મિક જીવન-મૂલ્યોના પાયા ઉપર યોજવા પ્રયત્ન કરે છે. સમાજવાદ વ્યકિત અને સમાજનું આર્થિક અને ભૌતિક જીવન સુધારવાનું સ્વપ્ન સેવે છે—વ્યકિત સ્વાતંત્ર્યમાં માને છે. વ્યાવહારિક દષ્ટિએ નૈતિક મૂલ્યો સ્વીકારે છે પણ અધ્યાત્મ વિષે ઉપેક્ષા સેવે છે. સમાજવાદ Pragmatic છે. સામ્યવાદ પણ ગાંધીવાદ જેવું જ લક્ષ્ય સ્વીકારે પણ તેનું સ્વરૂપ તદ્ન વિરુદ્ધ રૂપનું 39. જનતાના ઉદ્ધાર માટે વૈર રઅને સોંધર્ષના આાય લેવા અને સામ્યવાદી પક્ષનું બળ જમાવતા જવું. નામથી વ્યકિતત્વ સ્વાતંત્ર્ય સૂચવે છે પણ હકીકતે વ્યકિતના સંપૂર્ણ લેપ એ જ સામ્યવાદની સિદ્ધિ છે. આધ્યાત્મિક કે વ્યાવહારિક દષ્ટિએ નૈતિક મૂલ્યોને તે સ્વીકારતા નથી. માનવના આધ્યાત્મિક સ્વાતંત્ર્ય(free spirit of man) ના ઈનકાર કરનાર સામ્યવાદ વિકૃત અને ધાર રૂપનું જીવનદર્શન છે. આજે આ પ્રકારના સામ્યવાદને પુરસ્કાર ચીન અને તેના અનુયાયીઓ તરફથી થાય છે: રશિયા ચીનની સરખામણીએ માનવતા તરફ વળ્યું છે. ગુજરાતના પ્રજાસમાજવાદી નેતા શ્રી ઈશ્વરભાઈ દેસાઈએ ‘સર્વોદય અને સમાજવાદ' ઉપર આપેલા પ્રવચનમાં ઐતિહાસિક બળાબળાની પશ્ચાદ્ભૂમિમાં સામ્યવાદ, સમાજવાદ ` અને સર્વોદયનિષ્ઠ સમાજવાદનું નિરૂપણ કર્યું. શ્રી ભાગીલાલ ગાંધી અને શ્રી દેસાઈ વિષય સમાન જ હતા—દષ્ટિકોણ જૂદો હતો. શ્રી ગાંધીએ વૈયકિતક દષ્ટિએ અને શ્રી દેસાઈએ સામાન્ય સિદ્ધાંતનિરૂપણની દષ્ટિએ સર્વોદયવાદી સમાજવાદ અથવા ગાંધીવાદનું સ્વરૂપ સમજાવ્યું હતું. શ્રી જમુભાઈ દાણીના પ્રવચનના વિષય હતા “આજના અંધારયુગમાં પણ દેખાતી ઉજજવળ રેખાઓ” શ્રી દાણીએ આજની કથળી ગયેલી જીવનવ્યવસ્થાને પુન: સ્વસ્થતા અપે એવાં સત્ય, શિવ અને મંગળ તત્ત્વો આજે પણ પ્રવર્તી રહ્યાં છે તે દર્શાવ્યું. તેમની ભાષા અને શૈલી કવિ ન્હાનાલાલની શૈલીના સંસ્કાર જગાડે તેવી હતી. ભારતના સુપ્રસિદ્ધ અર્થશાસ્ત્રી પ્રા. સી. એન. વકીલે ‘વણનોંધાયલા નફો અને સદાચાર' વિષે બાલતાં unaccounted gain અને unaccounted money વચ્ચેના ભેદ સ્પષ્ટ કર્યો હતો. નાણું કેટલું ચલણમાં છે તેની નોંધ રિઝર્વ બેંક પાસે હોય જ છે; પણ માણસ પાસે નફા તરીકે આવેલું નાણુ નોંધાયા વિના રહે, તેનો ઉપયોગ અનેક રીતે અનેકરૂપે થઈ જાય એ મુદદ્દાઓ સ્પષ્ટ કર્યા હતા. આવકવેરો અને બીજા વેરાઓ ન ભરવાની વૃત્તિ થાય તેનાં કારણે ગણાવતાં સરકારી કરવેરાઓની જંજાળનો ઉલ્લેખ પણ કર્યો હતો. વણનોંધાયેલું નાણું અનાવશ્યક રૂપે અને રીતે વપરાતું રહે અને તેથી પ્રજાજીવન કેમ વિકૃત બનતું ચાલે તે પણ વિગતો સાથે સમજાવ્યું હતું. આપણા આજના જીવનના મુંઝવતા પ્રશ્ન વિષેનું સુંદર વ્યાખ્યાન સાંપડયું હતું. છેલ્લે ઉલ્લેખ કરવાના છે પૂ. પાંડુરંગ શાસ્ત્રીજીના પ્રવચનના અને શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના ‘જૈન દર્શન’ વિષેના પ્રવચનનો. પૂ. શાસ્ત્રીજીએ ‘જીવનદૃષ્ટિ’ સમજાવતાં ઈતર પ્રાણીઓ અને માનવ વચ્ચેના જીવનમાં દષ્ટિનો ભેદ છે અને હોવા જોઈએ એ સમજાવ્યું હતું અને જીવનમાં સંયમ, વિવેકદષ્ટિ, સમર્પણ અને ઈન્દ્રિયનિગ્રહ ઉપર માનવનું સાચું જીવન પ્રતિષ્ઠિત છે એમ પ્રતિપાદન કર્યું હતું. શ્રી ચીમનભાઈએ જૈનદર્શનની જીવનદર્શન તરીકે વિશિષ્ટતાએ સમજાવી હતી અને સિદ્ધાંત અને વ્યવહારમાં તેના સમન્વય આજે પણ આવશ્યક છે તે સમજાવ્યું હતું. તેમણે જૈન પ્રાણીશાસ્ત્ર (jain biology) ને અભ્યાસશાસ્ત્રીય રીતે થાય તે સારું એવી આશા વ્યકત કરી હતી. આઠ દિવસ ચાલેલા આ જ્ઞાનસત્રમાં જીવનનાં અનેક ક્ષેત્રને અને અંશને પ્રકાશિત કરે એવા હતો. આ વિચાર-સંભાર એક વર્ષ માટે જ ભાથું બની રહે એવી આશા સેવીએ. વિચારસ્તંભાર મળ્યો નહીં પણ જીવનભરનું ગારીપ્રસાદ ચુ. ઝાલા.
SR No.525949
Book TitlePrabuddha Jivan 1964 Year 25 Ank 17 to 24 and Year 26 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1964
Total Pages276
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy