SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૧૦-૧૪ જણાવ્યું હતું કે સેક્રેટીસની વિચારસરણી એથેન્સને તો ન બચાવી શકી, પણ પાછળના સમયમાં એ વિચારસરણીને સારે પ્રભાવ યુરોપ ઉપર પડયો હતો એ હકીકત છે. અને ગાંધીજીએ જ સેક્રેટીસને પહેલે સત્યાગ્રહી કહ્યો હતો. સમય સાથે પરિસ્થિતિ બદલાતી જાય અને નવા પ્રશ્ન ઊભા થતા જાય, પણ માનવનું અંતિમ સ્વરૂપ એનું એ જ રહે અને રહ્યું છે–ત્યાં સુધી સિદ્ધ પૂર્વગામીઓએ દર્શાવેલા માર્ગ સાચી દિશામાં જ લઈ જાય એ દેખીતું છે. ઈતિહાસ નિરુપયોગી નથી. વ્યાખ્યાનમાળાને પ્રારંભ શ્રી સત્યેન્દ્રકુમાર ડેના “શ્રી માર્ટીન લ્યુથર કીંગ અને હબસીઓનું મુકિતઆંદોલન’ વિષેના વ્યાખ્યાનથી થયો હતો. એક ડચ નાગરિક હબસીઓને દક્ષિણ અમેરિકામાં ગુલામ તરીકે લઈ આવ્યો ત્યારથી શરૂઆત કરીને અમેરિકાના પ્રજાજીવનમાં આર્થિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે કળા વિરુદ્ધ ગોરાને પ્રશ્ન ઉત્તરોત્તર કેવું ઉગ્ર રવરૂપ ધારણ કરતે ગયો તેનું વિગતે આપીને શ્રી ડેએ નિરૂપણ કર્યું હતું. ૧૯૫૪માં શ્રી માર્ટીન લ્યુથર કંગ હબસીઓને મુકિત અપાવવાના આંદોલનને આરંભ કર્યો. શ્રી કીંગ ઉપર અમેરિકન વિચારક થોરે, રશિયન ટૅલèય અને ભારતીય ગાંધીજીની ગાઢ અસર પડી છે. શ્રી. ગે અહિંસક આંદોલન દ્વારા દબાયેલી હબસી પ્રજામાં આત્મવિશ્વાસ અને નીડરતાને સંચાર કર્યો. આપણે ત્યાંના હરિજન જેવી જ સ્થિતિ ભાગવતા હબસીઓને શ્રી કંગ પોતાના અધિકાર પ્રાપ્ત કરવાને અહિરાક માર્ગ દર્શાવ્યો–આ પ્રવચનમાં વ્યાખ્યાનમાળાને સ્થાયી સૂર મળી રહ્યો. પ્રમુખ કેનેડીનું બલિદાન જે પ્રશ્નની વેદી ઉપર થયેલું મનાય છે તેનું ઉગ્ર સ્વરૂપ શ્રી બારી ગોલ્ડવૉટરની પ્રમુખપદ માટેની ઉમેદવારીથી વધુ સ્પષ્ટ થાય છે. ગેલ્ડવૉટર સફળ થાય તો અમે રિકામાં હબસીઓને પ્રશ્ન કેવું રૂપ ધારણ કરશે એ કલ્પવું જ રહ્યું. ' આ વર્ષે આપણા પ્રસિદ્ધ કેળવણીકાર અને સાહિત્યકાર શ્રી મનુભાઈ પંચોળીનાં બે વ્યાખ્યાન યોજવામાં આવ્યાં હતાં, એક સેક્રેટીસ ઉપર અને બીજું પ્લેટ ઉપર. સેક્રેટીસ પ્રાચીનકાળના ગ્રીસનો સંત છે. સંતમાં ઈશ્વરમાં શ્રદ્ધા અને ઈન્દ્રિયનિગ્રહ આ બે લક્ષણો હોય છે અને દેશવિદેશના સંતોનાં જીવન અને જીવનકાર્ય આપણને માર્ગદર્શક થાય એમ આરંભ કરીને શ્રી દર્શકે સોક્રેટીસના સમયના આથાના પ્રજાજીવનને ખ્યાલ આપ્યો. (૧) આથેન્સમાં લોકશાહી પણ તાબાના ટાપુઓ ઉપર સામ્રાજ્યશાહી, (૨) વિજ્ઞાનની પ્રવૃત્તિ જેણે જગત અણુમાંથી ઉત્પન્ન થાય છે અને આત્મા જેવું કોઈ તત્ત્વ નથી એમ પ્રતિપાદન કર્યું, અને (૩) આવી વિચાર-ભૂમિકામાંથી જન્મેલે ચાર્વાક્વાદ જેવા ઈહલોકવાદ–આ ત્રણ બળે આથેન્સમાં પ્રવર્તતાં હતાં. સોક્રેટીસે આ બળાને પડકાર્યો. તેના સંવાદોએ અને ઉપદેશે રાજસત્તાને સુબ્ધ કરી. પિતાના સિદ્ધાંતના આગ્રહ માટે મરવાનું સ્વીકારીને પણ સોક્રેટીસે જીવનમાં નૈતિક મૂલ્યની સ્થાપના કરી. સમકાલીન થેન્સને તે બચાવી ન શક્યા, પણ જગતને અત્યંત પ્રેરક વિચારસરણી આપતે ગયો. બીજા વ્યાખ્યાનમાં સેક્રેટીસ અને પ્લેટની વિચારસરણિમાં રહેલા ભેદનું શ્રી દર્શકે વિવરણ કર્યું હતું. સોક્રેટીસ સમકાલીન લોકશાહીને સ્વીકારતો હતો અને તે સત્તાએ આપેલા ન્યાય નિર્ણયને તેણે સ્વીકાર્યો હતો. જે લોકશાહીમાં ગમે તે વ્યકિત ગમે તે સત્તાસ્થાન ઉપર પોતાના વારા પ્રમાણે આવે તે લોક શાહીની પદ્ધતિ પ્લેટને માન્ય ન હતી. રાજ્યસત્તા પણ જીવનનાં અન્ય ક્ષેત્રની પેઠે અધિકારી પુરુષના હાથમાં હોવી જોઈએ. આ વાતનું સમર્થન તેણે પોતાના આદર્શવાદના સિદ્ધાંત દ્વારા સમર્થિત કર્યું હતું. શ્રી દર્શકનાં બંને વ્યાખ્યામાં સહજસરળ શૈલીની મનહારિંતા હતી અને વિષયનિરૂપણ વિશદ હતું. ' શ્રી દલસુખભાઈ માલવણીઆએ ભગવાન મહાવીર અને બુદ્ધ' એ વિષય નિરૂખે હતે. ધાર્મિક રહેવા માટે અંધશ્રદ્ધાની જરૂર નથી, એટલું જ નહીં, અંધશ્રદ્ધા સાચી ધર્મદષ્ટિમાં વિદનરૂપ બને છે. શ્રી માલવણીઆ બહુકૃત વિદ્વાન છે અને તેમને હાથે ભગવાન મહાવીર અને બુદ્ધ જેવી સમકાલીન વિભૂતિઓના સામ્યવૈષમ્યનું નિરૂપણ ઐતિહાસિક દષ્ટિની તટસ્થતાથી થાય છે એ સ્વાભાવિક છે. શ્રી માલવણીઆએ મહાવીર અને બુદ્ધના જન્મપ્રસંગ, તે વિષેની માન્યતાઓ, સાંસારિક જીવન, સંસારના વમળમાંથી મુકિત મેળવવા માટેના પ્રયત્ન, તપ અને ધ્યાન વગેરે મુદ્દાઓનું તારતમ્ય સ્પષ્ટ કર્યું હતું. બુદ્ધ તપ દ્વારા સંતોષ ન થતાં ધ્યાન દ્વારા અંતિમ જ્ઞાન મેળવ્યું તે વિગત કહીને જૈન ધર્મમાં તપનું મહત્ત્વ છે. તે કઈ રીતે છે તે પણ સ્પષ્ટ કર્યું હતું. બંને દર્શનમાં આત્મતત્ત્વ, કર્મવાદ વગેરેનું વિવરણ પણ કર્યું હતું. આવાં રાગદ્વેપરહિત અને સમભાવપૂર્વક વ્યાખ્યાને જાય તો આપણે ત્યાં પ્રવર્તતી અનેક સંપ્રદાયની સંકુચિતતા ટાળી શકાય. શ્રી તારાબહેન શાહે આચાર્યશ્રી હરિભદ્રસૂરિ વિષે અભ્યાસપૂર્ણ પ્રવચન કર્યું. શ્રી હરિભદ્રસૂરિના જીવનની આછી રૂપરેખા આપીને તેમની આચાર્ય તરીકેની વિશિષ્ટતાઓનું કંઈક વિગતે તેમણે નિરૂપણ ક્યું. ક્યાકાર તરીકે, દાર્શનિક તરીકે અને કેગના અભ્યાસી તરીકે આચાર્યશ્રીની લાક્ષણિકતાઓ સ્પષ્ટ કરી. દાર્શનિક તરીકે શ્રી હરિભદ્રસૂરિએ કરેલું અન્ય દર્શનને ઊંડે અભ્યાસ, તેમની નિષ્પક્ષવૃત્તિ, પરપક્ષ પ્રત્યે ઉદાર સમભાવ, સમન્વય દષ્ટિ વગેરે મુદ્દાઓનું ઉદાહરણ સાથે પ્રતિપાદન કર્યું હતું. શ્રી હરિભદ્રસૂરિએ ભગવદગીતામાંથી અને બૌદ્ધ દર્શનમાંથી ઉત્તમ તો સ્વીકાર્યા હતાં તેને પણ નિર્દેશ કર્યો હતો. વ્યાખ્યાનમાં અભ્યાસ અને સ્વસ્થતા નજરે આવતાં હતાં. શ્રી મૃણાલિની દેસાઈ ‘ગુરુદેવ ટાગોર' વિશે બેલ્યાં હતાં. પિતાના બાળપણથી ટાગોરની પડેલી અસર અને ટાગોર પ્રત્યેનું આકર્ષણ પિતાની ઉપર ઉત્તરોત્તર શી રીતે ગાઢ બનતાં ગયાં તેનું સરસ કથન મૃણાલિનીબહેને કર્યું હતું. ટાગોરની સાંદર્યસૃષ્ટિમાં મુગ્ધ બનેલા આત્માએ ‘ગુરુદેવ અને હું એ વિષય ઉપર વ્યાખ્યાન આપ્યું એમ કહેવાય. * - આ શ્રેણીનાં મહત્ત્વનાં વ્યાખ્યામાં વિશિષ્ટતાવાળું વ્યાખ્યાન શ્રી એસતેર સેલમનનું ‘ભારતની તાર્કિકતા’ વિષેનું હતું. વિષય દેખીતી રીતે જ અનાકર્ષક અને શુષ્ક હતો. પણ એ નીરસ ભાસતા વિષયને જે રીતે શ્રી સેલેમને નિરૂપ્યો તે તેની વકતા તરીકેની સિદ્ધિ ગણાય. ભારતીય પ્રજા અંધશ્રદ્ધાળું છે; તે બુદ્ધિને ઉપયોગ કરતી જ નથી એવી સામાન્ય માન્યતા છે તે ખાટી છે એમ આરંભમાં કહીને શ્રી સેલેમને પ્રાચીન ગ્રીસમાં જેમ ઉમરાવોના પુત્રોને વકતૃત્વનું શિક્ષણ અપાતું, ચર્ચાઓ યોજાતી, તેમાંથી સોફિસ્ટ જેવો તર્ક-સંપ્રદાય ઉદ્દભવ્યો. આ વિચારવિનિમય અને તર્કવૃત્તિઓ સેકેટીસ અને પ્લેટો જેવા વિચારકોને જન્મ આપ્યો; તેમ ભારતમાં પણ જીવનના, સૃષ્ટિના, ઈશ્વરના સ્વરૂપ અને સંબંધ વિશે જિજ્ઞાસા અને કુતૂહલ છેક વેદકાલમાં નજરે આવે છે. બ્રાહ્મણકાળમાં ચર્ચાઓ ખૂબ થતી, પણ તેને વિષય યજ્ઞ અને યજ્ઞની વિગતે જ હતો. આ ચર્ચાઓમાંથી વાદવિવાદનું–ચર્ચાનું–શાસ્ત્ર ઉત્પન્ન થયું. ન્યાયશાસ્ત્રમાં તે વાદવિવાદમાં પ્રતિંવાદીની સાથે વાદ કરવાનો અને તેને મહાત કરવાના ઉપાયોનું નિરૂપણ કરાયું છે. બૌદ્ધ અને જૈન સંપ્રદાયમાં વાદનું અત્યન્ત મહત્ત્વ હતું. પરમતખંડન અને સ્વમનસ્થાપનના ઉદેશથી સંપ્રદાયપ્રવર્તક અને આચાર્યો દેશવિદેશમાં ફરતા, ચર્ચાઓ કરતા, દિગ્વિજય કરતા. આ નિરૂપણ કરતાં કરતાં બહેન એસ્તેરે ઉપનિષદો, રામાયણ, મહાભારત, જૈનાગમો અને બૌદ્ધ સાહિત્યના વિશાળ સાગરમાંથી પ્રસ્તુત અને સુંદર ઉદાહરણ આપ્યાં હતાં. તેણે વાદ, જાપ અને વિતષ્ઠા . જેવા શાસ્ત્રીય-પારિભાષિક-શબ્દોનું સામાન્ય માણસ સમજી શકે તેવી શૈલીમાં વિવેચન કર્યું હતું. આવા જટિલ અને નિરસ વિષયનું સુંદર નિરૂપણ સર્વથા અભિનંદનને પાત્ર છે. બહેન શ્રી ઉષા મલજીએ “શિક્ષણ અને સમાજને વિષય સ્વીકાર્યો હતી. શિક્ષણનો અર્થ અને તેનું ધ્યેય શું હોવું જોઈએ તે દર્શાવીને
SR No.525949
Book TitlePrabuddha Jivan 1964 Year 25 Ank 17 to 24 and Year 26 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1964
Total Pages276
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy