SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧૦-૨૪ પ્રબુદ્ધ જીવન પર્યુષણ વ્યાખ્યાનમાળા: સમાલાચના ✩ (શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી આ વખતે તા. ૩ સપ્ટેમ્બરથી તા૦ ૧૦ સપ્ટેમ્બર સુધી એમ આઠ દિવસ માટે યોજાયલી પર્યુષણ વ્યાખ્યાનમાળાના પ્રમુખસ્થાને સેન્ટ ઝેવિયર્સ કાલેજના સંસ્કૃત ભાષાના અધ્યાપક શ્રી ગૌરીપ્રસાદ ચુનીલાલ ઝાલાને નિયુકત કરવામાં આવ્યા હતા. આ નિયુકિતના પરિણામે તેમણે આઠે દિવસની વ્યાખ્યાનસભાઓમાં આરંભથી અંત સુધી હાજરી આપી હતી, જરૂર મુજબ વ્યાખ્યાતાઓનો તેમણે પરિચય આપ્યા હતા અને થયેલાં વ્યાખ્યાનોની અવારનવાર આલેચના કરી હતી, એટલું જ નહિ પણ, એ સમગ્ર વ્યાખ્યાનમાળાની તેમણે એક વિચારપ્રેરક સમાલાચના લખી આપી છે, જે નીચે પ્રગટ કરતાં ઘણો આનંદ થાય છે. આમ સંઘની પર્યુષણ વ્યાખ્યાન માળાના પ્રમુખ તરીકેની જવાબદારી ભારે નિષ્ઠાપૂર્વક અદા કરવા બદલ તેમજ પ્રમુખ તરીકેની નિયુકિતને સર્વ પ્રકારે સાર્થક કરવા બદલ શ્રી ઝાલા સાહેબનો સંઘ જેટલા આભાર માને તેટલા ઓછા છે. પર્યુષણ વ્યાખ્યાનમાળાની કાર્યવાહી સંભાળનાર આવા સુકાની સંઘને મળે એ સંઘનું મોટું સદ્ભાગ્ય છે. આ વખતની વ્યાખ્યાનમાળામાં કુલ ૧૫ વ્યાખ્યાતાઓએ ભાગ લીધો હતો તેમાં ૪ બહેનો હતી. છ વ્યાખ્યાતાઓ અધ્યાપક દલસુખભાઈ માલવાણિયા તથા બહેન એસ્તેરસાલામન અમદાવાદી, શ્રી ભોગીલાલ ગાંધી તથા અધ્યાપક સુરેશ જોષી વડોદરાથી, શ્રી ઈશ્વરભાઈ દેસાઈ સૂરતથી અને શ્રી મનુભાઈ પંચાળી સણાસરાથી આવ્યા હતા. અન્ય વ્યાખ્યાતાઓ સ્થાનિક હતા. આ ભૂખ્યાતાઓનાં વ્યાખ્યાનોની શ્રી ઝાલા સાહેબે લખી આપેલી મિતાક્ષરી સમાલાચના તરફ હવે આપણે વળીએ. તંત્રી) શ્રી મુંબઈ યુવકરાંઘ તરફથી નિયમ પ્રમાણે આ વર્ષે પણ પર્યુષણ પર્વના અનુસંધાનમાં સપ્ટેમ્બરની ત્રીજી તારીખથી દસમી તારીખ સુધી વ્યાખ્યાનમાળા યોજાઈ હતી. છેલ્લાં બે વરસની પેઠે આ વર્ષે પણ પૂજ્ય પંડિત સુખલાલજીની ગેરહાજરીમાં વ્યાખ્યાનમાળાનું અધ્યક્ષસ્થાન મારે લેવું એવી શ્રી પરમાનંદભાઇની ઈચ્છાનુસાર સમગ્ર વ્યાખ્યાનમાળામાં હાજરી આપવાના અને વિદ્વાનોનાં વ્યાખ્યાનનું શ્રાવણ કરવાનો લાભ મને મળ્યો હતો. બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો તે પછી આજે લગભગ વીસ વર્ષ જેટલા લાંબા સમય ગયો છે; છતાં આ કાળ દરમિયાન જગતમાં અશાંતિ, ક્લેશ, દ્વેષ, દંભ, સ્વાર્થ, હિંસા વગેરે દુ ત્તિઓનું પ્રાબલ્ય જરાયે ઘટયું હોય એમ લાગતું નથી. ઊલટું, આ આસુરી વૃત્તિઓના પ્રભાવ વધારે અને વધારે વ્યાપક અને પ્રબળ બનતો જતો નજરે આવે છે. મનુષ્ય સ્વભાવથી જ બહિર્મુખ છે. અને એનું લક્ષ્ય સુખપ્રાપ્તિ જ રહ્યું છે; આ સુખપ્રાપ્તિ વિષયોના ઉપભાગ દ્વારા મેળવવા તે પ્રવૃત્ત રહ્યો છે. આજની વિજ્ઞાનના અસાધારણ સિદ્ધિઓએ તેને દિક્ મૂઢ બનાવ્યો છે—પ્રત્યક્ષગોચર ભૌતિક પદાર્થો શિવાય બીજા કોઈ તત્ત્વના અસ્તિત્વમાંથી એની શ્રાદ્ધા ઊડી ગઈ છે. મનુષ્ય આજે ઐહિક સુખોપભાગને, ઐહિક સત્તાને, ઐહિક સંપત્તિને જ પરમ સાધ્યુ કે લક્ષ્ય તરીકે માનવા લાગ્યો છે. આને પરિણામે જીવનનાં બધાં ક્ષેત્રમાં કે સંબંધામાં લાભ-વૃત્તિ, લાભ-વૃત્તિ અને સત્તાવૃત્તિનું જ પ્રાબલ્ય વરતાય છે. પ્રાચીન ભારતીય જીવનભાવનાએ ફરજને, ધર્મને, Responsibilities ને કેન્દ્રમાં રાખીને જીવનવ્યવસ્થા કરી હતી. તેને બદલે અર્વાચીન યુગબળાના પ્રભાવથી હક્ક, privilage, સ્વાર્થની ભાવના ઉપર આજની જીવનવ્યવસ્થા રચાતી નજરે આવે છે. પરિણામે વૈયક્તિક જીવન અને સામાજિક જીવન ધાર અવ્યવસ્થામાં સરી પડયું છે. વ્યક્તિવ્યક્તિ વચ્ચેના, પ્રદેશપ્રદેશ વચ્ચેના, રાષ્ટ્ર રાષ્ટ્ર * (3 ૧૧૭ > વચ્ચેના વ્યવહારમાં પણ આ અહીંવૃત્તિ જ પ્રધાનપણે અપનાવાતી નજરે આવે છે. આપણા જ દેશની વાત કરીએ તો પ્રદેશ પ્રદેશ વચ્ચે ચાલતા સીમાઓના ઝગડા, નદીના પાણીના ઝગડા, ઘઉં ચોખા તેલ જેવી જીવનની આવશ્યક ચીજો માટેના ઝઘડામાં વ્યક્ત થતી સ્વાર્થની, દુધની, હિંસાની વૃત્તિ દર્શાવે છે કે આપણી આજની જીવનભાવનાના મૂળમાં કોઈ મહાવિકૃતિ પેઠી છે—સડો પેઠો છે. વિકૃત થયેલી જીવનભાવનાને સ્વસ્થ બનાવવાના કરાતા થોડા ઘણા પ્રયત્નો કિંચિત્કર બનતા દેખાય છે. સ્વાર્થ, લાભ, અસત્ય, હિંસા વગેરેંની ભૂતાવળના તાંડવનાં ડાકલાં ગાજી રહ્યાં હોય ત્યાં નીતિ, સત્ય, સેવા, પ્રેમ, અહિંસા વગેરૈના મંગળ સૂરો વાતી ‘પીપાડી’ને કોણ સાંભળે? પોતે માત્ર માટીના બનેલા છે. એમ રાજના માનવ માનતા થયા છે એ એની પરમ કરુણતા છે. માનવને માનવતા તરફ વાળવો, માનવતાનાં મૂલ્યો સ્વીકારતા અને જીવનવ્યવહારમાં અપનાવતા કરવા, પોતામાં નિગૂઢરૂપે રહેલી આધ્યાત્મિકતા–દિવ્યતા ને સમજતા કરવા, તેને સ્વરૂપપ્રતિષ્ઠિત એટલે સાચા અર્થમાં અહિંસક કરવા એ આજનું પ્રધાન કર્તવ્ય છે. માનવના આ પુનરુદ્ધાર redemption ના ભગીરથ કાર્યની પ્રવૃત્તિ અનેકવિધ અને અનેમુખ થવી જોઈશે. સાચા ભાવથી ઊજવાતા ધાર્મિક ઉત્સવો અને પર્વો આ દિશામાં ઘણી સહાયતા કરી શકે. પર્યુષણ જેવાં વ્રતો અને આ વ્યાખ્યાનમાળા જેવી પ્રવૃત્તિઓનું અર્પણ પણ નાનુંજૂનું ન ગણાય. આ વ્યાખ્યાનો ધાર્મિક પર્વને નિમિત્તે યોજાય છે, છતાં સંકુચિત અર્થમાં એ ધાર્મિક નથી હોતાં એ આપણે સૌ જાણીએ છીએ. જીવનના કોઈ પણ અંશને કે ક્ષેત્રને પર્યેષક દષ્ટિથી નિરૂપે અને માનવજીવનનાં સાચાં મૂલ્યોનું વિવરણ કરે એવું કોઈ પણ વ્યાખ્યાન આ શ્રેણીમાં સ્થાન પામે છે, કારણ કે એ વ્યાપક અર્થમાં ધાર્મિક છે. આ વર્ષની વ્યાખ્યાનશ્રેણીમાંથી ઉદ્ભવતા એક અત્યન્ત મહત્ત્વના મુદ્દાનો પણ અહીં જ વિચાર કરી લઈએ. પ્રાધ્યાપક સુરેશ જોષીએ એક પાશ્ચાત્ય સાહિત્યકૃતિમાંથી એક પ્રસંગના ઉલ્લેખથી પોતાના વ્યાખ્યાનના આરંભ કર્યો હતો. એ પ્રસંગ નીચે પ્રમાણે છે: રાત્રીનો સમય છે, અંધારા રસ્તા ઉપર એક શેરીને દીવા બળે છે અને તેના પ્રકાશનું વર્તુળ જમીન ઉપર પડે છે. આ પ્રકાશ-વર્તુળમાં એક વ્યકિત ક ંઈક શોધ્યા કરે છે. વારંવાર એ વ્યકિતને ત્યાંને ત્યાં જ શોધ કરતી જોઈને જરા દૂર ઊભેલા સીપાઈએ પૂછ્યું, ‘શું શેાધા છે!?' પેલા ભાઈએ જવાબ આપ્યો ‘મારી ચાવીના ઝૂડો’. સીપાઈએ પૂછ્યું, ‘પણ એ ચાવીઓના ઝૂડો અહીં જ ખાવાયા છે તેની તમને ખાત્રી છે?” ‘ના.’ સીપાઈએ પૂછયું, ‘ તો અહીં જ કેમ શેાધ્યા કરી છે?” ‘દીવાનું અજવાળું અહીં જ છે ને તેથી' પેલા ભાઈએ જવાબ આપ્યો. આ પ્રસંગના ઉલ્લેખ કરીને પ્રા. જોષીએ કહ્યું કે આપણે પણ આજે આ ભાઈ જેવા છીએ. આજના આપણા જીવનની સમસ્યાઓના ઊકેલ પ્રાચીનકાળમાં સ્વીકારાયેલાં મૂલ્યો દ્વારા કરવા મથીએ છીએ. આપણા પ્રશ્નોનો ઉકેલ પ્રાચીન ‘દીવાને અજવાળે' નહીં કરી શકાય. શ્રી સુરેશ જોષીનું આ વિધાન કેટલે અંશે યથાર્થ ગણાય? માનવ-ઈતિહાસનાં હજારો વર્ષોના અનુભવમાંથી કશી માર્ગદર્શક તારવણી શક્ય જ નથી ? Has history no lessons to teach ? આ વર્ષની જ વ્યાખ્યાનમાળામાં સોક્રેટીસ અને પ્લાટો, આચાર્ય હરિભદ્રસૂરિ, બુદ્ધ અને મહાવીરનાં જીવન અને ભાવનાઓ અને વિચારોને નિરૂપતાં વ્યાખ્યાનો થયાં હતાં. તેમાંથી આપણા જીવનને વ્યવસ્થિત કરવા માટે કશું જ માર્ગદર્શન નથી મળતું એમ કહી શકાશે? શ્રી દર્શકે સોક્રેટીસ વિષેના વ્યાખ્યાનમાં
SR No.525949
Book TitlePrabuddha Jivan 1964 Year 25 Ank 17 to 24 and Year 26 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1964
Total Pages276
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy