________________
૧૮૬
પ્રબુદ્ધ જીવન
આલ્ડસ હક્સલી
તત્ત્વચિન્તક સાહિત્યકારનું જગતને અનેરુ અર્પણ
(ગત નવેંબર માસની ૨૨ મી તારીખ, જે દિવસે યુનાઈટેડ સ્ટેટ્સના પ્રમુખ કેનેડીનું અકાળ અવસાન થયું તે જ દિવસે, જગતની આ એક વિશિષ્ટ વિભૂતિ આલ્ડસ હક્સલીનું અવસાન થયેલું. તેના શ્રી મનુભાઈ પંચાલીએ તા. ૨–૧૨–૬૩ના જન્મભૂમિમ ટુંક પરિચય આપેલા, જે અહિં સાભાર ઉષ્કૃત કરવામાં આવે છે.) તંત્રી
આલ્ડસ હકસલીનું અવાસન થયું છે. જાણે જીવતરમાં એક માર્ગદર્શક ખાયા છે. તજજ્ઞના અર્થ છે એક વિષયમાં ખૂબ જાણકારી; પણ તેની જ બીજી બાજુ છે બીજા વિષયોમાં કશી જ જાણકારી નહિ કે ઊંધી કે ઉપરછલ્લી જાણકારી તેવા થાય છે. આ જાણકારી અલ્પ હોય છે, પણ અભિમાન અલ્પ હોતું નથી. કારણ કે રોજ બરોજના પેાતાના ક્ષેત્રમાં તેના અભિપ્રાય અને નિર્ણય ઘણા મહત્ત્વના ગણાય છે, અને તે જરૂરી પણ છે જ, પણ રોજ-બ-રોજના આ અનુભવ તેને પેાતાના નિર્ણયા (પાતાના ક્ષેત્રના જ નહિ) વિષે દ્રઢ આત્મવિશ્વાસ જન્માવે છે. ને આવા નિરાધાર આત્મવિશ્વાસને પરિણામે પ્રશ્નો ઉકેલવાને બદલે ગૂંચવાય છે. જરૂર છે પેાતાના ક્ષેત્ર પૂરતો આત્મવિશ્વાસ રાખાવા છતાં અખિલાઈથી જોવા-શીખવાની નમ્રતા કેળવવાની, તજજ્ઞ તત્ત્વજ્ઞ બને તેની. આલ્ડસ હક્સલી આવા તત્ત્વજ્ઞ હતા. સાધ્ય-સાધનને વિવેક
હક્સલી કુટુંબ ટાગાર પરિવાર જેવું મેઘાવી પરંપરાવાળુ નીવડયું છે, ડાર્વિનના જોડીદાર હક્સલી આલ્ડસના પ્રપિતામહ, તેના પિતા પણ વૈજ્ઞાનિક, તેના ભાઈ જુલિયન હકસલી તે જીવશાસના ગણ્યાગાંઠયા વિદ્વાનોમાંના એક. આમ આલ્ડસ વારસાથી જ શ્રીમંતોના શિરોમણિ ગણાય, પણ તેમણે વિજ્ઞાનની એક શાખામાં ડૂબી રહેવા કરતાં અખિલાઈથી જૉવાનું કામ સ્વીકાર્યું. કલા, સાહિત્ય, સમાજશાસ્ત્ર, નીતિશાસ્ત્ર ને છેવટે અધ્યાત્મશાસ્ત્ર સુધી તે પહોંચ્યા. ભારતીય સંસ્કૃતિના ચાહકોને એ જાણીને ભારે ગૌરવનો અનુભવ થશે કે આલ્ડસ પર છેવટના ગાળામાં રામકૃષ્ણદેવ, વેદાંત અને ગાંધીજીના વિચારોની પ્રબળ અસર, પડી હતી. અમનું ‘Ends and Means' · સાધ્ય અને સાધન .’ નામનું પુસ્તક એ વસ્તુત: ગાંધીજીના વિચાર પર પશ્ચિમના બહુશ્રુત પંડિત અને મૂલગામી સ્વાધીન બુદ્ધિવિચારકે કરેલું તર્કબદ્ધ-વિગતપૂર્ણ ભાષ્ય છે. ખેદની વાત એટલી જ છે કે ગાંધી વિચારવાળાએ કે ગાંધી-વિચારનું પઠન-પાઠન કરતાં વિદ્યાલયોમાં નથી એ પુસ્તક ભણાવાતું જાણ્યું કે નથી તેના પર ચર્ચાવિચારણા થતાં જોયાં. પણ જો જોવામાં આવે તો ગ્રેગની ચાપડી કરતાં પણ આસનું Ends and Means ઘણું વધારે તર્કશુદ્ધિ ને ઊંડાણવાળુ પુસ્તક છે.
પણ આલ્ડસ આપણે ત્યાં તત્ત્વજ્ઞનના જે સામાન્ય અર્થ થાય છે તેવા તત્ત્વજ્ઞાનના રસિયા નહાતા. જીવ-જગત-વિશ્વચૈતન્ય તેના સંબંધો વિષે અનુમાન, કલ્પના કે ઉપપત્તિઓ કરવામાં તેમને મુખ્ય રસ હતા તેમ તેમનાં પુસ્તકો વાંચતા ન લાગે. તેમના રસ હતો સત્ય, સહિષ્ણુતા, મૈત્રી, અનુકંપા વગેરે ગુણા આજના જટિલ-વિજ્ઞાનનિષ્ઠ સમાજમાં કેમ કરીને સ્થાપિત થાય એટલે દૂધ અને શ્વેતતા જેમ અભિન્ન છે, તેમ તેમના લેખામાં તત્ત્વનિષ્ઠા અને સમાજમાં તેને અમલ બંને મુદ્દા અભિન્ન રહેતા.
આલ્ડસે ગંભીર વિચારક કરતાંયે નર્મ અને મર્મના સુમેળ સાધી કાલ્પનિક સમાજનું તરંગલીલા દ્વારા ચિત્ર દોરી સૌને જાગૃત નાર સાહિત્યક તરીકે વધારે અસર કરી છે. એમનું · Brave New World ' અને * Brave New World Revisited ' ચાપડીઓએ આરવેલના ‘એનીમલ ફાર્મ” કરતાં એછી અસર નથી કરી, વિજ્ઞાન અને એકાધિકાર રાજ્યસત્તા બંને મળી જાય તો નાગરિકના કેવા હાલહવાલ રાજ્ય કરી શકે તેનું ધ્રુજાવી મૂકનારું બિહામચ્છું છતાં શકય ચિત્ર તેમાં રજૂ કર્યું છે. આવી તરંગલીલાનું એમનું છેલ્લું પુસ્તક હતું એક એકાંત ટાપુમાં આદર્શ સમાજ ઊભા કરવાનું. આવા સમાજ કેવા નિર્દોષ, સંતોષી ને અનુકંપાવાળા હાય તેની તેમણે મનરમ રેખાએ દોરી, પણ આ ટાપુના પેટાળમાં તેલ છે તેની જાણ થતાં પડખેનાં મેટાં રાજ્યો તેને ટકવા દેતાં નથી
તા. ૧૬૧-૨૪
☆
તેવા અંત તેમને લાવવાનું વિચારવું પડયું.
પણ આનો અર્થ એ નથી કે આલ્ડસ આશાવાદી ન હતા. ‘My Philosophy'ના સંપાદકે એમની પાસે લખાણ માગ્યું ત્યારે તેમણે જે લખાણ ચીંધ્યું તેમાં તત્ત્વજ્ઞાનને બદલે આજના જગતને વધારે શાંત સહકારી બનાવવાના વ્યવહારૂ ઉપાય જ બતાવ્યા; ને તે હતા (અ) વસતિઘટાડા માટેની હિલચાલ (બ) જમીન ધાવાણ અટકાવવા માટેની ઝુંબેશ, એમણે કહ્યું કે ઉપર જે રાજકીય કટોકટી છે તેના કરતાં પણ વધારે મહત્ત્વની કટોકટી નીચેની છે. વસતિવધારો અને અન્ન ઉત્પાદનનું પ્રમાણ એવું વ્યસ્ત છે, ને હજુ વ્યસ્ત થવાનો સંભવ છે કે એના ઉકેલ નહિ આવે તે આવતાં સો વર્ષમાં સરમુખત્યારી કે લાકશાહી એકે ય રાજ્યપદ્ધતિ અક્ષત રહેશે નહિ; બંનેને માટે આ સર્વસામાન્ય કટોકટી છે. સરમુખત્યારશાહીવાળી રશિયન અને ચાઈનીઝ ખેતી અને તેવી જ રીતે લાકશાહીવાળી આપણી ખેતી અન્ન - ઉત્પાદનના મોરચે આજેય કામયાબ નથી નીવડી તે આલ્ડસે વિગતો સાથે ૧૯૫૦માં આપેલ ચેતવણીની સાબિતી જ માત્ર છે. આલ્ડસે એથી પણ આગળ જઈને કહેલું કે આ બે મેારચા પર સહઅસ્તિત્વ શક્ય છે, રાજકીય વિચારસરણી પર નવાં ધર્મયુદ્ધો જગાવવાની જરૂર નથી. એ પણ પેકે માત્ર અભ્યાસી નહિ પણ દર્શન કરનાર તત્ત્વજ્ઞ હતા તેના પુરાવે ગણાય.
ચોટદાર લેખાશૈલી
આલ્ડસની લાકપ્રિયતાનું બીજું કારણ તેમની લેખનશૈલી પણ હતી. વિચારને સાહિત્યિક કલાથી અભિન્ન રીતે મૂકવાની તેમની સહજ વલણ હતી. એક બે નમૂના જે હાથવગા છે તે જ મૂકું “ નામથી આપણે ખ્રિસ્તી, બૌદ્ધ, હિન્દુ-મુસ્લિમ કે યહુદી હોઈએ, પણ હકીકતમાં આપણે એક ઈશ્વરને નહિ પણ પચાસ કે સાઠ નાનાં દેવદેવલાને પૂજીએ છીએ, જેમાંના દરેક દેવ ગુપ્ત કે પ્રત્યક્ષ રીતે તેની વ્યાખ્યાથી જ બીજાના દુશ્મન છેઅને જે રાષ્ટ્રમાં સ્થાપિત ધર્મ નથી ત્યાં પણ દરેક નિશાળમાં આ જ રાષ્ટ્રપૂજાને દેવને રાષ્ટ્રને ધ્વજવંદન દ્વારા દ્રઢ કરવામાં આવે છે. ’
“એ આજે તા ફેશન થઈ પડી છે કે સુધારકનું કામ સંપત્તિની માલિકી કે વહે’ચણીના પ્રશ્ન જોડે જ છે, પણ જ્યાં અલ્પતમ છે ત્યાં સમાન વહેંચણી ન્યાયવૃત્તિને સંતોષશે, પણ ભૂખને નહિ.
,,
આમ કહેવા છતાં સહરા કે ટુંડા પ્રદેશને અનાજ ઉપજાવવા યોગ્ય કરવા માટે ભારે મૂડીરોકાણ કરવાની સલાહ આપીને તેના ઉત્પન્ન પર તે જ દેશને અધિકાર ન હોવા જોઈએ તેમ તે સ્પષ્ટ ભલામણ કરે છે.
સાચી રીતે જોવું હોય તે પોતાના વારસામાં મળેલ વૈજ્ઞાનિક મનોવૃત્તિ જેનાં મુખ્ય લક્ષણ (અ) બંધિયાર વૃત્તિના અભાવ (બ) હકીકતોનું અવલાકન ને પ્રયોગ પરથી આવતાં પરિણામા પર જ આધાર રાખવાની તૈયારી છે તે તેણે જીવનનાં અન્ય ક્ષેત્રને પણ લાગુ પાડી સર્વક્ષેમંકર રસ્તા કે રસ્તાઓ શોધવા સતત મંથન કર્યું છે; તેણે Ends and means માં કહ્યું છે કે, “ આ લાહયુગને આપણે સાનેરી યુગમાં ફેરવી શકીશું નહિ—જ્યાં સુધી આપણે બધાં દુ:ખાની એક જ જડીબુટ્ટી શેાધી કાઢવાની મહત્ત્વાકાંક્ષા છોડી નહિ
દઈએ.
-
હકસલીનું કહેવું એવું છે કે વિવિધ પ્રશ્નોના વિવિધ ઉકેલા હાઈ શકે. તેટલું ખુલ્લું મન રાખવું જોઈએ, કારણ કે પ્રશ્નાનાં કારણેા વિવિધ હાય છે.
પણ આ જ તટસ્થ, ગંભીર અને ગહન સત્યાન્વેષી આલ્ડસે ‘ જેસ્ટીંગ પાઈલેટ’ નાની ઉમ્મરે લખ્યું હતું. ‘ જેસ્ટીંગ પાઈલેટ ’ થી ‘બ્રેઈવ ન્યૂ વર્લ્ડ ’ને પેરીનિયલ ફિલોસોફી સુધીનું આલ્ડસ હકસલીનું જીવન એક ઉછરતા શંકાવાદથી શરૂ કરી વૈજ્ઞાનિકની નમ્ર આસ્થા સુધીની યાત્રા છે. મનુભાઈ પંચોળી