________________
તા. ૧૬-૧-૬૪
પ્રબુદ્ધ જીવન
વિલેપાર્લેમાં મળેલુ ગુજરાતી સાહિત્ય પરિષદનું ૨૨મું સ ંમેલન
લીપીની હિમાયત કરી અને રાજ્ય રાજ્ય વચ્ચે તેમ જ રાજ્ય અને કેન્દ્ર વચ્ચેના વ્યવહાર માટે હિંદી ભાષાની અગત્યતા દર્શાવી. પરિષદના પ્રમુખનું ભાષણ
ગુજરાતના સંસ્કાર અને સાહિત્ય ઘડતરમાં છેલ્લા ૫૮ વર્ષથી મહત્ત્વનો ફાળો આપી રહેલી ગુજરાતી સાહિત્ય પરિષદનું બાવીસમું સંમેલન મુંબઈમાં ઉપનગર વિલેપાર્લેમાં ડિસેમ્બરની ૨૮, ૨૯ અને ૩૦ તારીખ દરમિયાન મળી ગયું. એ પ્રસંગે ગુજરાત, સૌરાષ્ટ્ર, કલકત્તા, મદ્રાસ અને મુંબઈના ૫૮૪ જેટલા પ્રતિનિધિઓ તેમ જ ૨,૦૦૦ જેટલા સ્થાનિક સાહિત્યરસિકોએ સવારના ૯થી રાતના ૧ વાગ્યા સુધીના વિવિધ કાર્યક્રમોમાં ઉમંગ અને ઉલટથી હાજર રહી સાહિત્ય પ્રત્યેની જે અભિરુચિ પ્રદર્શિત કરી તે ગુર્જરગિરા માટે ગૌરવરૂપ હતી. મા સરસ્વતીનાં એકત્રિત થયેલા આ લાડીલા પુત્ર-પુત્રીઓને સ્વાગત સમિતિના પ્રમુખ શ્રી ગુલાબદાસ બ્રોકરે ભારે પ્રેમભર્યા આવકાર આપેલા.
વિધિસરના પરિષદના ઉદ્ઘાટન બાદ શ્રી રસિકલાલ પરીખને પ્રમુખપદ સ્વીકારવાની દરખાસ્તમાં અને તેના પરિચય આપવામાં અન્ય વકતાઓએ સાંજ પાડી દીધી. નિવૃત્ત થતા પ્રમુખ અને પરિષદના મંત્રી તરફથી અહેવાલ રજૂ થયા બાદ ગુજરાતના અનન્ય વિદ્રાન એવા શ્રી પરીખ જ્યારે પોતાનું પ્રમુખ તરીકેનું ૧૧૮ પાનાનું છાપેલું પ્રવચન વાંચવા ઊભા થયા ત્યારે ાતાઓ કંટાળી ગયા હતા અને હવે આજની બેઠક જલદી પૂરી થાય એવી અધિરાઈ પ્રતિનિધિઓમાં દેખાઈ રહી હતી. એથી પ્રમુખનું ભાષણ બિલકુલ જામ્યું નહિ. પ્રમુખો અને વિભાગિય પ્રમુખો પોતાના પ્રવચન ભલે છપાવે અને રસિક અભ્યાસીઓને અભ્યાસ માટે પૂરા પાડે, પરંતુ તેઓ શ્રાતા સમક્ષ વાચન કરવાને બદલે પોતાના મુદ્દાઓની મૌખિક સમજ આપે તો એ વધુ અસરકારક નીવડે.
એ પણ જમાનો હતો કે જ્યારે સાહિત્ય પરિષદ અમુક જુથ અને વાડાની બહાર નજર કરતી ન હતી અને માત્ર સાક્ષરભાગ્ય જ હતી. વિલેપાર્લે માં મળેલી પરિષદ સત્વશીલ જ્ઞાનસત્રની આશાને પરિતૃપ્ત કરે એવી નીવડી એમ નોંધતાં આનંદ થાય છે. ૧૯૪૧માં પરિષદના ૧૪મા અધિવેશનનો એક અખબારી ખબરપત્રી તરીકે અહેવાલ લેવા આ લેખક ગયેલ ત્યારે તેમાં શ્રી કનૈયાલાલ મુનશીની બોલબાલા હતી અને કવિ ખબરદાર જેવા તેના સુકાની હતા. ૧૯૪૬માં રાજકોટમાં મળેલા ૧૬મા અધિવેશનમાં મુંબઈથી એક પત્રકાર તરીકે તેમનો તાજો અહેવાલ પ્રાપ્ત કરવા ગયેલા ત્યારે સાહિત્ય પરિષદને શ્રી મુનશીની “નાગચૂડ”માંથી છેડાવવાનું અખબારી આંદોલન ચાલેલું. નડિયાદમાં મળેલા ૧૯મા અધિવેશનમાં એક રસજ્ઞ તરીકે હાજરી આપેલી ત્યારે જોયેલું કે શ્રી મુનશીજી પરિષદ ઉપરની પકડ છેડીને જુવાનીઆએને તેનું સુકાન સોંપવા નિવૃત્ત થઈ રહ્યા હતા અને સંતરામના મંદિરમાં એમણે ગુજરાતની અસ્મિતાને તાજી કરાવતા સંદેશ અતિ વિનમ્ર ભાવે આપ્યો હતો. તા. ૨૮-૧૨-'૬૩ની સાંજે આ ૭૫ વર્ષના વયોવૃદ્ધ મુનશીજી વધુ જાજરમાન લાગ્યા. પરિષદને આશીર્વચન આપી તેમણે શ્રી ચાગલાનો પરિચય કરાવ્યો. સાહિત્ય પરિષદ વામણી લાગે એવી ભારતીય વિદ્યાભવનની પ્રવૃત્તિઓના પિતામહ સમા શ્રી મુનશીજીએ પોતાની પ્રવૃત્તિને પરિષદની પુત્રી તરીકે સરખાવીને પોતાની નમ્રતા અને ગૌરવનો પરિચય કરાવ્યો. હાજર રહેલા યુવાન-વૃદ્ધ સાહિત્યકાર અને વિદ્વાનોને શ્રી મુનશીએ ક્ષેત્ર-પ્રવીણ તરીકે બિરદાવ્યા અને ગુજરાતના આત્માને મૂર્તિમંત કરનાર આ પરિષદની ઉજ્જવળ પરંપરાને યાદ રાખવા સૌને ઉદ્બોધન કર્યું.
ફ્રાંી ચાગલાનું પ્રવચન
И
કેન્દ્ર સરકારના શિક્ષણપ્રધાન ૬૩ વર્ષના શ્રી મહમદ કરીમ ચાગલા પરિષદનું ઉદ્ઘાટન પ્રવચન કરવા ઊભા થયા. મુંબઈની હાઈકોર્ટના જજ તરીકે, આંતરરાષ્ટ્રીય હેગ કોર્ટના ન્યાયમૂર્તિ તરીકે અને ઈંગ્લાંડના એલચી તરીકેની ઝળહળતી કારકિર્દી ધરાવનાર આ ગુજરાતના ગરવા સપૂત માટે કોને અભિમાન ન થાય? પણ જ્યારે એ બાલ્યા કે “હું ગુજરાતમાં જન્મ્યો છું, ગુજરાતી વાંચું છું, પણ ભાષણ ગુજરાતીમાં નહિ કરી શકું.” ત્યારે ઘડીભર નિરાશાનું વાતાવરણ છવાઈ ગયું. તેઓ અંગ્રેજીમાં બાલ્યા. સુંદર બાલ્યા. તેમણે કહ્યું કે ગુજરાતી ગાંધીજીની ભાષા છે. સરળ ગુજરાતીને ગાંધીજીએ લોકોના હૃદય સુધી પહોંચાડી છે. ગુજરાતી દેશ પરદેશમાં પથરાયેલા છે. ગુજરાતી ભાષા પણ દેશ-પરદેશમાં વિસ્તૃત બની છે. ભાષાકીય રાજ્યો ભાષાનું રક્ષણ ભલે કરે પણ તેઓનું ધ્યેય ભારતની એકતા માટેનું છે. કોઈ ભાષા શીખવી હોય ત્યારે તેની લીપી શીખવામાં ખૂબ વખત જાય છે. તેને બદલે જો . એક જ લીપી બધી ભાષા માટે કરવામાં આવે તે વ્યવહાર ખૂબ સરળ થાય એમ જણાવી શ્રી ચાગલાએ ભારતની સર્વ ભાષાઓ માટે એક દેવનાગરી
૧૮૭
શ્રી રસિકલાલ પરીખ પ્રગલ્ભ પંડિત છે. તેઓ વિવિધ વિષયના વિદ્રાન છે. કાવ્ય, નાટક, પુરાતત્ત્વ, ઈતિહાસ, સમાજશાસ્ત્ર, ધર્મ, તત્ત્વજ્ઞાન વગેરે તેમના પ્રિય વિષયો છે. તેમણે જીવનભર જે વાચન, અધ્યયન અને દર્શન કર્યું છે તેનો પરિચય તેમના પ્રવચનમાં થાય છે. ‘પરિષદની આત્મવ્યકિત” નામની તેમની પ્રવચન ખુસ્તિકા ઉપર ઉડતી નજર નાખીએ તો જણાશે કે તેમણે સાહિત્ય અને લોકોપકારકતા, લાકદ્રષ્ટિ, નવીન શિક્ષણના લાભહાનિ, ગુજરાતી અને હિંદી શિક્ષણનું માધ્યમ, ગાંધીજીનાં શિક્ષણ અને સાહિત્ય સંબંધેના વિચારો, પરિષદના ભૂતપૂર્વ પ્રમુખોનાં મંતવ્યો, અંગ્રેજી, અરબ્બી, ફારસી, હિંદી અને બીજી પ્રાંતિય ભાષાની ગુજરાતી ઉપર થયેલી અસર અને સાહિત્યના વિવિધ પાસાંઓ વિષે જે કહ્યું છે તેમાંથી તેમનું વિદ્વાન તરીકેનું વિરાટ વ્યકિતત્વ ઉપસી આવે છે. વિભાગીય પ્રમુખાના વ્યાખ્યાન
બીજે દિવસે સવારેં વિભાગીય પ્રમુખના વ્યાખ્યાનો થયા. કવિ, વિવેચક અને અધ્યાપક તરીકેની ત્રિવિધ શકિત ધરાવતા શ્રી મનસુખલાલ ઝવેરી જન્મે વણિક અને ધંધે ઝવેરી હતા. પણ જ્યારે એ તેમનું વ્યાખ્યાન આપતા હતા ત્યારે જન્મે સારસ્વત અને સાહિ- . ત્યના સાચા ઝવેરી જેવા દેખાતા હતા. એમણે કાવ્ય અને કલા ઉપર વિદ્રત્તાપૂર્ણ મંતવ્યો રજૂ કરવા સાથે જણાવ્યું હતું કે માનવસ્વભાવ સામાન્ય રીતે સ્ખલનશીલ છે એ જેમ હકીકત છે તેમ પોતાની આજ કરતાં આવતી કાલને વધારે સુંદર બનાવવાની વૃત્તિ પણ માનવસ્વભાવમાં રહી છે એ પણ હકીકત છે. પશુ અને મનુષ્ય વચ્ચે જે કેટલાક ભેદ છે તેમાંનો એક એ પણ છે કે પશુપક્ષી પોતાને જે મળ્યું હોય છે તે જગત જ સ્વીકારી લેતાં હોય છે અને મળ્યું હોય છે તેવું જ જગત પોતાનાં સંતાનો માટે મૂકતાં જતાં હોય છે. મનુષ્ય એમ કરતા નથી. એની ઝંખના અને પુરુષાર્થ પોતાના જગતને ઉત્તરોત્તર વધારે ને વધારે સુખમય બનાવવા માટે હોય છે. એ સાચું છે કે મનુષ્ય સ્ખલનશીલ હોવાથી, તેના પર શુભ કરતાં અશુભની અસર વધારે થતી હોય છે ને વહેલી થતી હોય છે એટલે જ આપણે કેવળ સામાજિક માનવી તરીકે જ નહિ, પણ ભગવતી શારદામ્બાનાં ચરણસેવનને વિશિષ્ટાધિકાર પામેલી વ્યકિત તરીકે પણ સમાજને અશુભની અસરથી મુકત રાખીએ, મુકત રાખવામાં સહાયભૂત થઈએ એ ઈષ્ટ છે. મોડી મેડી અને ભલે ધીમે ધીમે પણ શુભની અસર પણ થતી જ હોય છે, એ આપણ માત્ર આશ્વાસન જ નહિ, પ્રેરક બળ પણ હા ! કલા વિભાગના પ્રમુખ
કલા વિભાગના પ્રમુખ તરીકે શ્રી જયશંકર ભાજક (સુંદરી) ને પસંદ કરીને પરિષદે શાળા કૉલેજ વગર માત્ર અનુભવની યુનિવ