SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ પ્રમુદ્ધ જીવન ત્ર કી નાં ધ આપણા વિનોબાજી તાં. ૧૧-૯-૬૪- આચાર્ય વિનોબાજીની જન્મજયન્તીના દિવસ– ઉપર હાલ યુરોપમાં વિચરતાં શ્રી વિમલાબહેન ઠકારે વિનોબાજી પ્રત્યેના ભકિતભાવ પ્રક્ટ કરતી એક નાનીસરખી નોંધ મોક્લી આપી હતી, જે નીચે પ્રગટ કરતાં આનંદ થાય છે.— “વિનોબાના વ્યકિતત્વના સમ્યક્ તેમજ સમગ્ર આક્લનની શકિત મારા જેવી તુચ્છ વ્યકિતમાં છે જ નહીં. કોઈ પણ દષ્ટિકોણથી જોઈએ,. વિનોબાજીનું જિત આંતરિક બળવાળું વિભૂતિમત્વ અસામાન્ય છે, અદ્રિતીય છે. “ભકિતયોગી વિનોબાનું દૈનિક જીવન વૈશ્વિક ભક્તિના એક સહજ સુંદર પાઠ છે. જ્ઞાનયોગી વિનાબાનું વૈશ્વિક ચિંતન અધ્યામયુગના મનહર અરુણોદય છે. ર્મયોગી વિનોબાની અખંડ કર્મસાધના સાધકોના પ્રેરણાસ્રોત છે. સંન્યાસી વિનોબાના સહજ સંન્યાસ બ્રહ્મજિજ્ઞાસુઓના માર્ગદર્શક છે. સખા વિનોબાના નિતાંત મધુર સંયોગ માનનિષ્ઠાના સજીવ નંદાદીપ છે. શિક્ષક વિનાબા અને જિજ્ઞાસુ વિનાબા મેઘધનુષ્યની અદભુત સેરોની માફક એકમેકમાં આંતપ્રેત છે. જેમને શિક્ષક બનવાની ઈચ્છા હોય એમણે વિનોબાજીના પાવન સહવાસમાં ભલેને થોડા દિવસ પણ રહેવું જોઈએ. વિનાબાજીના જંગમ વિદ્યાલયમાં જે જ્ઞાનપ્રવાહ અનાયાસ વહેતા રહે છે તે એક અપૂર્વ વસ્તુ છે. સમગ્ર વ્યકિતત્વમાંથી કાંતિકારિતા છલકાતી રહે છે. જો હું એમ કહું કે વિનાબાજી એક વ્યકિત નહીં, બલ્કે એક ઘટના Phenomenon છે, તે તે અતિશયોકિત નહીં થાય. “વિનાબાજીએ ઉપાડેલ ભૂદાન આંદોલન આર્થિક ક્ષેત્રમાં અહિંસાના અનુપમ પ્રયોગ છે. અર્થવ્યવસ્થામાં ક્રાંતિ લાવવા માટે આધ્યાત્મિક અધિષ્ઠાન પર આધારિત અહિંસામૂલક પ્રયોગ છે. મારું માનવું છે કે, ક્રાંતિના વિજ્ઞાન તેમ જ ક્લામાં આ એક મૌલિક ફાળો છે. “જે વ્યકિતને મનુષ્યની મૂળભૂત સત-પ્રવૃત્તિ પર નિગૂઢ શ્રદ્ધા નહીં હોય તે વ્યકિત ભૂદાન આરોહણની પ્રક્રિયાને સમજી જ નહીં શકે. વિચારપરિવર્તન દ્વારા ભૂમિવ્યવસ્થામાં પરિવર્તન લાવવાના આશય પાતે જ આધ્યાત્મિક છે. “જે માણસ પોતાના મનથી સ્વામિત્વની આકાંક્ષા તેમ જ સંગ્રહની અભિલાષાનું વિસર્જન નહીં કરે તે માણસ ભૂદાન-આરોહણમાં દેહથી ભલેને સામેલ હાય, પણ તે વિનાબાજીના સાથીદાર નહીં બની શકે. વિનોબાજીએ ભારતને ગ્રામદાનના મંત્ર આપ્યો, તેનું તંત્ર સમજાવ્યું, તેને વ્યવહારમાં ઉતારી દેખાડયું. ગ્રામદાન એટલે અર્થવ્યવસ્થાને વ્યકિતગત સ્વામિત્વ તથા સરકારી સ્વામિત્વની પકડમાંથી એક સાથે મુક્ત કરવાના સરળ ઉપાય, “ભૂમિનું ગ્રામસ્વામિત્વ તથા ઉદ્યોગધંધામાં આંતરગ્રામીણ સહયોગનું દિશાસૂચન કરીને વિનોબાજીએ Participative Democracy-સહયોગાત્મક લાકશાહી—નો પાયો નાંખ્યો છે, પક્ષાતીત લાકશાહી તરફ પગલાં કેવી રીતે ભરી શકાય એ સૂચવીને વિનોબાજીએ રાજનીતિશાસ્ત્રને સમૃદ્ધ બનાવ્યું છે. “ક્યાં સુધી લખું? અને શું શું લખું? વિનોબાજીના પ્રત્યેક શ્વાસમાં પ્રેમની સુગંધ છે, પ્રત્યેક વિચારમાં મૂલગામી ક્રાંતિકારી ચિંતનના ઉન્મેષ છે, પ્રત્યેક વ્યવહારમાં અનાસક્ત સહયોગની નિર્મળતા છે. “વિનોબાજી વર્તમાન સામ્યવાદી વિચારસરણી તેમ જ જીવનપદ્ધતિ માટે એક જવલંત આહ્વાન છે. ભારત સરકાર ચીનના આક્રમણના મુકાબલા કરીને ભારતની ભૂમિ બચાવી શકશે કદાચ, પરંતુ ભારતના આત્માને જો કોઈ બચાવવા ઈચ્છનું હશે તે તેણે વિનોબાજીએ દાખવેલ માર્ગ પર ચાલવું જ પડશે.” પૂજય વિનોબાજી સુરક્ષિત આરોગ્યપૂર્વક શતાયુ બના એવી આપણા સર્વના અત્તરની પ્રાર્થના હો! તા. ૧-૧૦-૯૪ આ તે કેવી શેખી! જૈન તેરાપંથી સંપ્રદાયના મુખપત્ર ‘જૈન ભારતી’ ના પાછળના અંકો ઉપર નજર ફેરવતાં તા. ૨૧-૬-૬૪ના અંકમાં રાજધાની મેં આચાર્યશ્રી તુલસી' એ મથાળા નીચે પ્રગટ થયેલી મુનિ હનુમાન ‘હરીશ’ ની લખેલી નોંધમાંના એક લખાણ ઉપર ખાસ ધ્યાન ખેંચાયું. આ ફકરાનો સામયિક સંદર્ભ સમજવા "માટે વાચકને યાદ આપવાની જરૂર છે કે ભારતના મહાઅમાત્ય નેહરુનું અવસાન મેં માસની તા. ૨૭મી તારીખે થયું તે પછીના દિવસે સવારેં, આચાર્યશ્રી તુલસીના નેહરુ સાથે પ્રત્યક્ષ સંબંધ હેઈને, ઈન્દિરા નેહરુ તથા વિજયાલક્ષ્મી પંડિતને આશ્વાસન—શાસ્ત્વના આપવા માટે, નહેરુના નિવાસસ્થાન ઉપર આચાર્ય તુલસી કેવી રીતે પહોંચ્યા, અને અંદર પ્રવેશ કેવી રીતે મેળવ્યો અને આચાર્યશ્રીએ નેહરુના શબ સમક્ષ મંત્રાચ્ચાર અને નવકારમંત્રને ઉચ્ચાર કર્યો વગેરે વિગત તા. ૧૪-૬-૬૪ ના ‘જૈન ભારતી' માં બહુ રોચક રીતે રજુ કરવામાં આવી હતી. ત્યાર પછી તા. ૨૮ મી મેથી તા. ૫ જુન સુધીના દિવસો દરમિયાન નવી દિલ્હીમાં ભારે મહત્ત્વની વાટાઘાટો ચાલી અને તેના પરિણામે ભારતનું નવું મધ્યસ્થ પ્રધાનમંડળ રચાયું. આ મહત્ત્વનાં નિર્ણયો લેવામાં આચાર્ય તુલસીએ અતિ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતા એવી છાપ તા. ૨૧-૬-૬૪ના જૈન ભારતી'માં પ્રગટ થયેલ ઉપર જણ.વેલ લખાણ ઊભું કરે છે. આ લખાણ નીચે મુજબ છે: “સામયિક સુઝાવ : તા. ૨૭મી મેથી ૫ મી જૂન સુધીના દિવસે દરમિયાન ભારતની રાજધાની નવી દિલ્હીમાં બનેલી ઘટનાએ માત્ર ભારતની પરિસ્થિતિમાં જ નહિ, પણ સમગ્ર વિશ્વની પરિસ્થિતિમાં એક મહાન ક્ષેાભ પેદા કરનારી હતી. પં. નેહરુના આકસ્મિક મૃત્યુના કારણે આખા સંસાર શોક્સમુદ્રમાં ડૂબી ગયા હતા. નેહરુના ઉત્તરાધિકારી કોણ થશે એ પ્રશ્ન ઉપર જ્યારે વિદેશી લોકો ભારે ગંભીરતાથી મીટ માંડીને બેઠા હતા, ત્યારે આ બાજુ કોંગ્રેસ હાઈ કમાન્ડમાં નવા નેતાઓની ચૂંટણી પસંદગી સંબંધમાં પૂર્વ સંક્ષોભ પેદા થયો હતા, અને તર્રેહ તરેહના તર્કવિતર્કો ચાલી રહ્યા હતા. આ અવસર ઉપર આચાર્યપ્રવરનું રાજધાનીમાં બિરાજમાન હોવું બહુ મહત્ત્વપૂર્ણ સિદ્ધ થયું હતું. કોંગ્રેસના સર્વોચ્ચ નેતાવર્ગમાં ઊભા થયેલા આ સંઘર્ષને શાન્ત કરવામાં આચાર્યપ્રવરેં પણ યથાચિંત યોગ આપ્યો હતો. આ દિવસેા દરમિયાન જેકે આચાર્યશ્રી નવી દિલ્હીથી દૂર નયા બજાર તથા દરિયાગંજમાં વિરાજ્યા હતા, એમ છતાં પણ, આચાર્યવરના નિર્દેશ અનુસાર . પૂ. મુનિશ્રી નગરાજજી દેશના વરિષ્ઠ નેતાઓ તેમ જ આચાર્યશ્રી વચ્ચે માધ્યમ બન્યા હતા. વખતોવખત આચાર્યશ્રીનું મહત્ત્વપૂર્ણ માર્ગદર્શન મુનિશ્રી તે નેતાઓ સુધી પહોંચાડતા હતા તેમ જ તેમની પરિસ્થિતિથી આચાર્યશ્રીને વાકેફગાર કરતા રહેતા હતા. આ પ્રસંગમાં શ્રી મોરારજી દેસાંઈ, હંગામી પ્રધાન મંત્રી શ્રી ગુલઝારીલાલ નંદા તથા મનાનીત પ્રધાન મંત્રી શ્રી લાલબહાદુર શાસ્ત્રી સાથે પણ મુનિશ્રીએ વિચારવિમર્શ ર્યો હતો. કૉંગ્રેસ અધ્યક્ષ શ્રી કે. કામરાજની પાસે પણ આચાર્યવરના વિચારો પહોંચાડવામાં આવ્યા હતા. અન્ય અન્ય નેતાઆને પણ યથેાચિત પરામર્શ આપવામાં આવ્યો હતો. મોટા ભાગે આ સર્વ નેતાઓએ આચાર્યશ્રીના સમન્યવમૂલક દષ્ટિકેણને વિશેષ મહત્ત્વ આપ્યું હતું. મુનિશ્રી નગરાજજીને આ સખત ગરમીના દિવસેામાં ગમનાગમનના કષ્ટને ગૌણ કરીને અપેક્ષિત કાર્યને સકુશલ સંપન્ન કર્યું હતું. આ રીતે આચાર્યપ્રવરના આ દિલ્હીપ્રવાસ જયાં દેશ માટે મહત્ત્વપૂર્ણ સિદ્ધ બની રહ્યો છે ત્યાં તેરાપંથ શાસન માટે પણ એક નવા ઈતિહાસરૂપ બની રહ્યો છે.” નેહરુની રમશાનયાત્રા નીકળ્યા .હે માં નેહરુના નિવાસસ્થાન ઉપર થયેલી આચાર્ય તુલસીની ઉપસ્થિતિને ‘જૈન ભારતી' માં
SR No.525949
Book TitlePrabuddha Jivan 1964 Year 25 Ank 17 to 24 and Year 26 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1964
Total Pages276
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy