SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૦૬૪ પ્રબુદ્ધ જીવન ૧૩ બહુ મોટું રૂપ આપવામાં આવ્યું છે અને એ રીતે તેમનું રાજકીય "પ્રભુત્વ સામાન્ય લોકોના મન ઉપર ઠસાવવા પ્રયત્ન કરવામાં આવ્યો છે એમ જરૂર કોઈને લાગે, એમ છતાં તે વર્ણન સત્યથી વેગળું છે એમ કોઈ કહી નહિ શકે, જયારે ઉપરના નિવેદનમાં જરા પણ તથ્ય છે કે નહિ અને તથ્ય હોય તે કેટલું છે એ વિશે, એ દિવસોમાં દિન પ્રતિ દિન ચાલી રહેલી વાટાઘાટોથી જે કોઈ પરિ ચિત હશે તેને શંકા આવ્યા વિના રહેશે નહિ. કારણ કે એ વાટાગામ " , , ઘાટ દરમિયાન એક પણ છાપામાં પ્રસ્તુત આચાર્યવર અંગે કે '' '' તેમના સંદેશવાહક બનેલા મુનિ નગરાજ અંગે નાને સરખે પણ ઉલ્લેખ જોવામાં આવ્યો નહોતો. આમ છતાં ઉપરના લખાણ દ્વારા એવી છાપ ઊભી કરવાનો પ્રયત્ન દેખાય છે કે, એ દિવસની વાટાઘાટો અને લેવામાં આવેલા મહત્ત્વના નિર્ણયની પશ્ચાદ ભૂમિકામાં આચાર્ય તુલસી અને તેમના અનુગામી મુનિ નગરાજજી અગ્રસ્થાને હતા. અને એ પ્રશ્ન પણ સહજ રીતે આપણી સામે આવીને ઊભા રહે કે સદાચાર સમિતિના કાર્ય અંગે તેમ જ દેશમાં વ્યાપેલા ભષ્ટાચારને નાબૂદ કરવાના કાર્ય અંગે નંદાજી આચાર્યશ્રી તુલસીને બોલાવે, મળવા જાય કે તેમની સલાહ લે એ સમજી શકાય તેવું છે, પણ નેહરુ પછી હવે કેવી રચના કરવી તેને ઉકેલ લાવવામાં આચાર્ય તુલસી તે માર્ગદર્શન આપનાર કોણ? આ તે નરી ધૃષ્ટતા કહેવાય. તે પછી જે રજુઆતમાં, મારી સમજણ અને તર્ક પહોંચે છે - ત્યાં સુધી, તથ્યને અંશ પણ હોવા સંભવ નથી, સિવાય કે ચાલુ ઓળખાણના દાવે આચાર્યશ્રી પ્રેરિત મુનિ નાગરાજજી આપણા રાજદ્વારી નેતાઓના દરવાજે કદાચ પાંચ દશ વાર આવ્યા ગયા હોય અને તેમને જે કહેવું હોય તે માત્ર વિનય વિવેક ખાતર તેમણે સાંભળી લીધું હોય–આવી નરી આંખે દેખાય તેવી સત્યથી વેગળી રજુઆત શા માટે કરવામાં આવી હશે–આવો કોઈને પણ પ્રશ્ન થયા વિના ન રહે. આની પાછળ રાજકીય એષણા–દેશના આગેવાન - રાજપુર ઉપર પિતાને કેવો પ્રભાવ પ્રવર્તે છે તેને દેખાવ કરવાની. વૃત્તિ–સિવાય બીજો કોઈ આશય દેખાતો નથી. ભેળા લોકોને પિતાના સંપ્રદાયના અનુયાયીઓ - આથી જરૂર છેતરાય, પણ વિચક્ષણ માનવીઓની નજરમાં આ મેટા દેખાતા આચાર્ય આ અનુભવ થતાં એકદમ નાના લાગે અને તેમને ભ્રમ ભાંગી જાય. જે આચાર્ય તુલસી વિશે હજુ થોડા સમય પહેલાં મેં પ્રશંસાના ઉદ્ગારો વ્યકત કર્યા હતા તેમના વિષે આવી નોંધ લખતાં હું દુ:ખ અનુભવું છું, પણ મનમાં ખટકો પેદા થાય એવું કાંઈ તેમના અનુસંધાનમાં વાંચવામાં કે જોવામાં આવે ત્યારે તેની ઉપેક્ષા શી રીતે થઈ શકે? સ્વ. શ્રી ભવાનીદાસ મોતીવાળા પસાર થયેલા સપ્ટેમ્બર માસની બીજી તારીખે મુંબઈ ખાતે જુના અને જાણીતા સમાજસુધારક શ્રી ભવાનીદાસ નારણદાસ મોતીવાળાનું ૮૮ વર્ષની ઉંમરે અવસાન થયું. તેઓ મુંબઈ યુનિવર્સિટીના બી. એ.; એલ. એલ. બી. હતા અને ત્યાર બાદ સેલિસીટર થયા હતા. એમ છતાં તેમનું ધ્યાન પ્રારંભથી સામાજિક પ્રવૃત્તિઓ તરફ ખૂબ જ ઢળેલું હોઈને સેલિસીટર તરીકે તેઓ વધુ આગળ આવ્યા નહોતા. તેમની પ્રેરણાથી મુંબઈમાં ગુજરાતી હિંદુ સ્ત્રી મંડળની સ્થાપના થઈ હતી અને તે સંસ્થાની ખીલવણીમાં તેમણે સારો ભાગ ભજવ્યો હતો. આ ઉપરાંત સ્વ. નર નારાયણ ચંદાવરકરે અન્ય આગેવાન સમાજસુધારકો સાથે મળીને બોમ્બે પ્રેસિડેન્સી સેશિયલ રીફોર્મ એસેસીએશનની સ્થાપના ક્યી હતી. આ સંસ્થાની સ્થાપના અને સંચાલનમાં શ્રી ભવાનીદાસ મોતીવાળાએ અગ્રભાગ ભજવ્યું હતું, અને એ સંસ્થાના વર્ષો સુધી તેઓ ઉપ-પ્રમુખ હતા. ૧૯૧૯થી ૧૯૨૯ સુધી તેઓ મુંબઈની મ્યુનિસિપલ કોર્પોરેશનના સભ્ય હતા. ૧૯૨૦માં જ્યારે ભારતભરમાં અસહકારનું આંદોલન ચાલ્યું ત્યારે તેમણે પણ તે આંદોલનથી પ્રભાવિત બનીને જે. પી. તથા ઓનરરી મેજિસ્ટ્રેટના હોદ્દાને ત્યાગ કર્યો હતો. બંગાળના મહાન સમાજસેવક સ્વ. શ્રી શશિપાદ બેનરજીનું ચરિત્ર લખીને તેમણે સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો હતે. વળી જાણીતા ગુજરાતી વીર સુધારક સ્વ. કરસનદાસ મૂળજીની શતાબ્દિ પ્રસંગે શ્રી મતીવાળાએ ભારે તેજીલાં વ્યાખ્યાન આપીને મુંબઈના સ્થિતિસુરત વૈષ્ણવ સમાજની ભારે ખફગી વહોરી હતી. આવા ઉદાર અને પ્રગતિશીલ વિચાર અને તદનુરૂપ આચાર ધરાવતા કર્તવ્યનિષ્ઠ , , , કાર્યકર તથા ચારિત્ર્યસંપન્ન સજજનના અવસાનથી ગુજરાતે | એક નિષ્ઠાવાન સમાજસુધારક ગુમાવ્યા છે. અંગત રીતે મને ઘણાં વને તેમની સાથે પરિચય હતો અને દર વર્ષે દિવાળીના દિવસેમાં જાણીતા તત્ત્વજ્ઞાના શુભ વિચાર સાથેનું બેસતા વર્ષની શુભેચ્છાઓ દાખવતું પત્ર તેઓ મારી ઉપર નિયમિત રીતે મોક્લતા. આમ તેમના સદ્ભાવનું મારા ચિત્ત ઉપર સદાને માટે સુમધુર સ્મરણ અંકાયેલું છે. જની પેઢીના આ સમાજનિષ્ઠ સજજનને આપણાં અનેક વંદન હો ! શ્રી પાટણ જૈન મંડળને સુવર્ણ મહોત્સવ અંક ગયા એપ્રિલ કે મે માસમાં શ્રી પાટણ જૈન મંડળે માન્યવર " શ્રી એસ. કે. પાટીલની અધ્યક્ષતા નીચે પોતાને સુવર્ણ મહોત્સવ ઊજવ્યો હતો. આ જ પ્રસંગને ધ્યાનમાં રાખીને પાટણ જૈન મંડળ માં સુવર્ણ મહોત્સવ અંક ઠીક ઠીક સમય પહેલાં મંડળના કાર્યવાહકો તરફથી તૈયાર કરવાનું હાથ ધરવામાં આવ્યું હતું, એમ છતાં પણ, એ અંક ઉપર જણાવેલ સુવર્ણ મહોત્સવના પ્રસંગ ઉપર તૈયાર થઈ શક નહોતો. આ ભારે દળદાર અંક ગયા જુલાઈ માસમાં તૈયાર થતાં, તેની પ્રકાશનવિધિ તા. ૨૬-૭૬૪ના રોજ મુંબઈ ખાતે સુન્દરાબાઈ હાલમાં મુંબઈ રાજ્યના કાનૂન-પ્રધાન માન્યવર શ્રી શાંતિલાલ હ. શાહના વરદ હસ્તે કરવામાં આવી હતી. ' આ સુવર્ણ મહોત્સવ અંક થોડાં ચિત્ર, કડાબંધ જાહેરખબરે અને સંસ્થાને પરિચય આપતી ઘોડી લેખસામગ્રી ૨જૂ કરતી એવી કોઈ નાની નજીવી પુસ્તિક નથી, પણ ક્રાઉન આઠપેજી સાઈઝમાં તૈયાર કરવામાં આવેલ ૨૬૮ પાનાને એક ભારે દળદાર ગ્રંથ છે, જેમાં મંડળને ઈ. સ. ૧૯૧૨ની સાલથી ૧૯૬૩ની સાલ સુધીના ઈતિહાસની કડીબદ્ધ વિગતો, મંડળ હસતક ચાલતી અનેક સંસ્થાઓને પરિચય, પાટણના ઐતિહાસિક ગૌરવને ખ્યાલ આપતા લેખે. તેમ જ પ્રારંભથી આજ સુધીના કાર્યવાહકોની છબીઓ વગેરે પાર વિનાની સામગ્રીને સમાવેશ કરવામાં આવ્યો છે. મંડળ અંગેની આ એક પ્રકારની એન્સાઈક્લોપીડીઆ છે કે જેમાં ૫૧ વર્ષ સુધીના મંડળના અધિકારીઓની યાદી, એડિટરોની યાદી, મંડળ તરફથી શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીઓની યાદી, આજ સુધીના વાર્ષિક સરવૈયાઓની તારવણી, મંડળના સભાસદોની યાદી વગેરે મંડળ સાથે સંબંધ ધરાવતી હરકોઈ બાબતને લગતી પુષ્કળ સામગ્રી સમાવિષ્ટ કરવામાં આવી છે. - આ મંડળ હસ્તક ઊભી કરવામાં આવેલી કેટલીક સંસ્થાઓ પાટણ તળમાં કામ કરે છે, કેટલીક સંસ્થાઓ મુંબઈમાં કામ કરે છે. કેટલીક પ્રવૃત્તિઓ કમી છે, કેટલીક પ્રવૃત્તિઓ સાર્વજનિક છે. તે હસ્તક ચાલતી મુંબઈની મુખ્ય પ્રવૃત્તિઓમાં મરીન લાઈન્સ સ્ટેશનની પાછળના ભાગમાં આવેલાં પાટણનાં જૈન કુટુંબ માટે બંધાવેલાં મકાને, મફતલાલ ભોગીલાલ દવાવાળા સાર્વજનિક પુસ્તકાલય અને વાચનાલય, મરીના બાલશિક્ષણ મંદિર અને પાટણ જૈન મંડળ વિદ્યાર્થી હોસ્ટેલને સમાવેશ થાય છે; પાટણ ખાતે ચાલતી પ્રવૃત્તિઓમાં હાઈસ્કૂલ સુધી ભણતા જૈન વિદ્યાર્થીઓ માટે પાટણ જૈન મંડળ છાત્રાલય, શેઠ ચુનીલાલ ખુબચંદ બાળાશ્રમ, શ્રી ભેગીલાલ દોલતચંદ સાર્વજનિક વિદ્યાલય, શ્રી દિવાળી
SR No.525949
Book TitlePrabuddha Jivan 1964 Year 25 Ank 17 to 24 and Year 26 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1964
Total Pages276
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy