________________
તા. ૧-૧૦–૬૪
પ્રબુદ્ધ જીવન
૧૧૧
-
*
તો તેને ગ્રામસમર્પણ તરીકે ઓળખવામાં આવે છે. આવું ગ્રામ- ' સમર્પણ કરનાર કુટુંબો એક ગ્રામપરિવાર કહેવાય. એક અમુક ગામમાં વસતા આવું ગ્રામસમર્પણ કરનાર કુટુંબની સંખ્યા ૮૦ ટકા જેટલી થાય અને એ ગામની ખેડાઉ અને ખેતીલાયક જમીનને ૫૦ ટક ભાગ સામેલ થાય અને એ જ ગામના ? ખાતેદારો તેમાં સામેલ થાય. ત્યારે તે ગામનું ગ્રામદાન થયું કહેવાય.
અહીં ગ્રામદાન એટલે શું એ સમજાવવામાં આવે છે ત્યારે છ સાત મહિના પહેલાં રાયપુર ખાતે મળેલા સર્વ સેવા સંઘના સર્વોદય સંમેલનમાં ગ્રામદાનની વ્યાખ્યામાં જે મહત્ત્વના ફેરફાર કરવામાં આવ્યા છે તેનો પણ ઉલ્લેખ અહીં કરવામાં આવે તો તે અસ્થાને નહિ ગણાય.
ઉપર જણાવેલ યોજના મુજબ ગ્રામદાનો મેળવવામાં ખાસ મુશ્કેલી એ આવતી હતી કે સાધારણ રીતે કોઈ પણ ગામ સાથે જોડાયેલી જમીનનો મોટો ભાગ ગણ્યાગાંઠયા જમીનદારોના હાથમાં હોય છે અને બાકીની જમીનના ટુકડા નાના નાના ખેડૂતોમાં વહેંચાયેલા હોય છે. આમ કોઈ પણ ગામનું દાન કરવા માટે ૭૫ ટકા ભૂમિવાન તે એકઠા થઈ શકતા, પણ ગ્રામદાનને લગતી બીજી શરત મુજબ તેમની પાસેની જમીનને સરવાળે ૫૦ ટકા જેટલો ભાગ્યે જ થતો. મોટા ભૂમિવાન અથવા જમીનદારો પોતાની જમીન અર્પણ કરે નહિ અને ગ્રામદાન થાય નહિ. ગામમાં વસતા નાનામેટા સૌ કોઈ માટે ગ્રામદાનમાં જોડાવાનું સરળ થાય એ માટે આ નવી યોજના સ્વીકારવામાં આવી છે.
આ નવી યોજનાને ‘સુલભ ગ્રામદાન'ના નામથી ઓળખવામાં આવે છે. આ અનુસાર એક ગામનું ગ્રામદાન ત્યારે થયેલું સ્વીકારવામાં આવે છે કે જ્યારે ત્યાંના ઓછામાં ઓછા ૭૫ ટકા ભૂમિવાન કે જેમની પાસે ૧૧ ટકાથી વધારે જમીન હોય તેઓ નીચે જણાવેલી શરતો પૂરી કરે :
(૧) પોતાની જમીન ઉપરની માલિકીને ત્યાગ કરે અને તે માલિકી ગ્રામસમુદાયની બનાવી દે.
(૨) પોતાની જાતખેડાણની જમીનને ૨૦મે ભાગ ગામના ભૂમિહીનેને માટે દાનમાં આપી દે,
(૩) ગામના સ્થાયી કોષના નિર્માણ માટે દરેક પરિવારમાં ખેતી અથવા ઉદ્યોગદ્વારા જે વાર્ષિક આવક થાય તેને ક્રમશ : ૨૦મો અથવા ૩૦મો ભાગ ગ્રામસભાને દર વર્ષે આપે. . (૪) દરેક પરિવારને પ્રતિનિધિ ગ્રામસભા અથવા - ગ્રામપરિષદમાં જોડાય.
આ નવી યોજનાના પરિણામે એવી આશા રાખવામાં આવે છે કે ગ્રામદાને વધારે સહેલાઈથી અને મોટા પ્રમાણમાં થઈ શકશે. અને મોટી મોટી જમીન ધરાવતા ભૂમિવાને પણ પોતાની જમીનને તેમ જ વાર્ષિક આવકને વીસમો હિસ્સો આપીને ગ્રામદાનમાં સામેલ થઈ શકશે.
આવા ગ્રામદાની પરિવારો પોતપોતાના પ્રતિનિધિઓની ગ્રામસભા ઊભી કરે છે અને તે દ્વારા ચાલુ ગ્રામજીવનનું આયોજન કરે છે. તેવી જ રીતે ગ્રામસ્વરાજ - સહકારી મંડળીઓ પણ ગ્રામસમસ્તના આર્થિક વ્યવહાર માટે ઊભી કરવામાં આવે છે.
ગ્રામદાન અને તે પછીના ગ્રામઆયોજનની ચર્ચા માટે અહીં વધારે અવકાશ નથી, પણ ઉપરની વિગતો વિચારતાં કોઈને પણ એ સ્પષ્ટ થશે કે કોઈ પણ ગામનું ઉપર મુજબનું ગ્રામદાન થતાં તે ગામની સીક્લ બદલાવા લાગે છે, જે વ્યકિતગત રીતે શક્ય નથી હોતું તે સમષ્ટિગત રીતે શક્ય બને છે. પિતાની જમીન ઉપરનો માલિકી હક્ક ગામને એટલે કે ગ્રામસભાને સુપ્રત થતો હોવા છતાં, તેને ખેડવા વગેરેને અને તે દ્વારા દ્રવ્યોપાર્જન કરવાને તેને હક્ક કાયમ રહે છે. પરિણામે પોતપોતાના ખેતરની ખેતી વિકસાવવાની પ્રેરણા મૂળ જમીનધણીને રહ્યા જ કરે છે.
આવાં ગ્રામદાને ઉપરાંત પોતાના કાર્યક્ષેત્રમાં વસતા આદિ
વાસી લોકોનું જીવન ઊંચે ઊઠાવવાનો, તેમને માંસ તથા મદિરાની ટેવથી મુકત કરવાને શ્રી હરિવલ્લભભાઈને પ્રયત્ન વર્ષોથી ચાલુ છે, આ માટે તેમણે અનેક ગામડાઓમાં ભગતમંડળીઓ ઊભી કરી છે. જે શરાબ પીવાનું છોડી દે અને એક પત્નીવ્રત ધારણ કરે તેને “ભગત” કહેવામાં આવે. આવા ભગતોમાંથી જેઓ મંડળીના આકરમાં ભજન કીર્તન કરે તેને ભગતમંડળી કહેવામાં આવે. આવી ભગતમંડળીઓ દ્વારા તેમણે ચેતરફ પ્રચાર કરીને, તેમના કહેવા મુજબ આજ સુધીમાં ૧૨૫ ગામને ભગતનાં ગામ બનાવ્યાં છે એટલે કે તે ગામના મોટા ભાગના લોકોએ સ્વેચ્છાપૂર્વક-કાનૂની બળજબરીથી નહિ-મધ માંસને ત્યાગ કર્યો છે.
આ બધાનું પરિણામ તે તે ગામના લોકોને સદ્ધર બનાવવામાં આવ્યું છે, જ્યાં કાંઈ બચતું નહોતું, ઊલટું લોકો દેવામાં જ ડુબેલા રહેતા હતા ત્યાં આબાદીનાં દર્શન થાય છે. કૂવાનું નામનિશાન ન હોય ત્યાં ચાર-પાંચ કૂવા ઊભા થાય છે. ઝૂંપડીને ઠેકાણે પાકાં મકાને નજરે પડે છે. કેવળ કંગાલિયતના સ્થાને સરખાં કપડાં તથા ઘરમાં રાચરચીલું જોવામાં આવે છે. ભેળા લોકો આ બધા ‘ભાઈ’ને જ પ્રતાપ છે એમ માનવા લાગે છે.
વળી આવા એક વિભાગમાં આવો એક માનવી આવીને બેઠો છે, એટલે આદિવાસી લોકોને ભારે મોટી હુંફ મળે છે. પોલીસ અધિકારી તેમની રંજાડ કરી શકતા નથી; શાહુકારો તેમનું શોષણ - કરી શકતા નથી. જે કોઈ રાજ્યાધિકારી કોઈને પણ ત્રાસ આપશે તે ઠેઠ સુધી પહોંચે એવો આ માણસ છે–આટલી હકીકત જ કોઈ પણ પ્રકારના અન્યાય, જલમ કે ત્રાસ સામે એક મોટી અટકાયતની ગરજ સારે છે.
આદિવાસી પ્રજાને લખતી વાંચતી કરવાનું કામ તે પછીનું છે. તેમને માણસ કેમ બનાવવા, માનવી સભ્યતા જેમને બહુ ઓછી સ્પર્શી છે તેમને સ્વચ્છ, સુઘડ તેમ જ વ્યવસ્થિત કેમ બનાવવા, માનવી આચાર કેમ શીખવવે–એજ એક મોટી સમસ્યા છે. તે સમસ્યાના ઉકેલ પાછળ વાંચવા લખવાનું આવે જ છે. આ કાર્ય હરિવલ્લભભાઈ આ ક્ષેત્રમાં કરી રહ્યા છે. આમાં તેમને કેટલી સફળતા મળી છે તેનું માપ કાઢવા માટે બે-ત્રણ દિવસને ટૂંક નિવાસ પૂરતો ન જ ગણાય.
ઉપર જણાવ્યું તે મુજબ પહેલો દિવસ તેમની સાથેની ચર્ચાવાર્તામાં મોટા ભાગે પસાર થયો. સાંજના ભાગમાં રંગપુર જે આનંદનિકેતનની બાજુમાં જ આવેલ છે અને જે ગ્રામદાની ગામ છે ત્યાં અમે ફરી આવ્યા અને હસતું વિક્સતું ગ્રામજીવન જોઈને પ્રસન્નતા અનુભવી. બીજે દિવસે બપોર પછી નમતા પહોરે ગાડામાં બેસીને અમે ગજલાવોટ ગામ ગયા. ગુજરાતનું આ સર્વપ્રથમ ગ્રામદાની. ગામ છે. ૧૯૫૬ની ૧૧મી સપ્ટેમ્બરે આ ગામ હરિવલ્લભભાઈને અર્પણ થયેલ. અહિં પાંચ વર્ષના ગાળામાં પાંચ કુવા, અને ૨૦ પાકાં ઘરે પરસ્પરની મદદથી ઊભાં થયાં છે અને અહિ એક સેવાકેન્દ્ર-ગ્રામઘર પણ ઊભું કરવામાં આવેલ છે, જ્યાં સ્થાયી કાર્યકરો રહે છે. ત્રીજે દિવસે સવારના ભાગમાં ઘણે દૂર ઊંડાણમાં આવેલ એવા કપરાયલી ગામમાં ગયા, જે સ્થળે પણ આનંદનિકેતનનું એક કેન્દ્ર ઊભું કરવામાં આવેલ છે, આ બધો જંગલવિસ્તાર છે અને જ્યાં ત્યાં ગીચ ઝાડીઓ, જંગલ અને ટેકરા–ટેરીઓ નજરે પડે છે. અહીંથી પણ આગળ ત્રણ માઈલ દૂર સરવાંટા ગામે અમે પહોંચ્યા. અહીં આસપાસ ઊંચી ટેરીઓ આવેલી છે અને આ સ્થળ નાના કોઈ હવાખાવાન મથક જેવું લાગે છે. આ તદ્દન અણવિકસિત અને હરિવલ્લભભાઈની પ્રવૃત્તિથી લગભગ અસ્પૃષ્ટ પ્રદેશ છે. આજની રાભ્યતા અને વિજ્ઞાન હેજ આ પ્રદેશને સ્પસ્ય નથી, અહીં અમે કંલાકેક બેઠા અને વન્ય પ્રદેશની મનહર લીલા માણી. ત્યાં વસતા આદિવાસીઓએ તાડ ઉપરથી લીલાં તાડફળ ઊતારીને તેના શર્કરામધુર નીરાથી અમારું સ્વાગત કર્યું. અપૂર્ણ
-
પરમાનંદ