________________
તા. ૧૬-૯-૬૪
પ્રબુદ્ધ જીવન
- ૧૦૩.
વિરોધ કરી શકશે નહિ અને કાંઈ ગરબડ ન થાય તેની સૌએ પૂરી કાળજી રાખવાની રહેશે. આ વાત એટલા માટે કહેવી પડે છે કે અત્રે પણ કેટલાક ટકા " સાધારણ ખાતે લઈ જવાય છે. જયાં જયાંથી ચોમાસા માટે સાધુ આપવાની વિનંતી કરવામાં આવી છે ત્યાં ત્યાં આ બાબતની
સ્પષ્ટતા કરવામાં આવી છે. અત્રે ધર્મક્રિયા કરનારાઓમાંથી જેઓ વિનંતી કરવા આવ્યા હતા તેમને પણ આ વાત કહેવાય છે,
(ઉતારાને બાકીના ભાગ પ્રસ્તુત બાબત સાથે સંબંધ ન ધરાવતો ઈને અહીં લેવામાં આવ્યો નથી. તંત્રી) | આટલું સ્પષ્ટીકરણ અને આટઆટલા વિકલ્પ તેમણે જણાવ્યા . બાદ માત્ર એમ જ કહેવું કે “તેમણે એવું કહ્યું છે કે હું કહું તે જ તમે કરો.” તો તો ખરેખર એક જાતના તેજોપથી જ આપણે તેમને જોઈ રહ્યા છીએ તેમાં શંકા નથી. કોઈ પણ વ્યકિતને વિરોધ કરવા ખાતર વિરોધ કરવો તે વાજબી નથી. સિદ્ધાંતને મતભેદ હોય તે સંભવિત છે અને તે તો તંદુરસ્ત મનની નિશાની છે, પણ તે મતભેદથી વાણીમાં કટુતા અને ભાષામાં તોછડાઇ પ્રગટે છે તે બહુ જ ખરાબ ચીજ છે. ન ગમતા વિચારે યા પ્રસંગાથી આપણા મસ્તિષ્કની સ્વસ્થતા ગુમાવી દેવાય તે સામી વ્યકિતમાં પરિવર્તન કરવાના આપણા પ્રયાસ સદા વંધ્ય રહેવા જ સર્જાયા છે તેમ માન્યા વગર ચાલે નહિ.
આપનું તે લખાણ આપ ફરીવાર વાંચશે. આપને લાગશે કે આવી ભાષામાં લખવું જરૂરી ન હતું અને પૂરતી તપાસ કર્યા વિના પણ લખવું જરૂરી ન હતું. તે ગમે તેવા હોય તોય આપણાથી વડીલ છે, બુઝર્ગ છે, જ્ઞાની પણ છે. તેમની સામે આપની આવી ભાષા મને ઉચિત લાગી નથી અને તેથી જ મેં આ વાત રજૂ કરી છે. -
હું ઈચ્છું છું કે, “પ્રબુદ્ધ જીવન’ ના વાચકો સમક્ષ મારું આ લખાણ રજૂ કરવામાં આવે અને તે સૌ વાચકોને પોતાની બુદ્ધિથી તુલના કરવાની તક આપવામાં આવે.
સુબોધચંદ્ર નાનાલાલ શાહ
વ્યની મેં બધી ચર્ચા કરી છે. આ સર્વસાધારણ ખાતાની આવકને ઉપયોગ સાતે ધાર્મિક ક્ષેત્રમાં જે ક્ષેત્ર સીદાતું હોય તેના લાભાર્થે થઈ શકે છે. આવી પ્રચલિત માન્યતા છે. આનો અર્થ એ થયો કે આની અંદર જે સાધુ, સાધ્વી, શ્રાવક તથા શ્રાવિકા એમ ચારે રામુદાયને રામાવેશ થાય છે એમાંથી જેની જે બાજુ સીદાતી હોય એટલે કે જેની જે બાજુની જરૂરિયાત વણપુરાયલી રહેતી હોય તે બાજુના પોપણ સંવર્ધન અર્થે આ દ્રવ્યને ઉપયોગ થઈ શકે છે. આ પોપણ સંવર્ધન એટલે જૈન સમાજ યા સંઘની દુ:ખનિવૃત્તિ અને સુખવૃદ્ધિ, અજ્ઞાનનિવૃત્તિ અને જ્ઞાનવૃદ્ધિ, અધર્મનિવૃત્તિ અને ધર્મવૃદ્ધિ, જેમ કે નિરાશ્રિત જૈન ભાઈ–બહેનને આર્થિક મદદ રવી, ધાંધે લગાડવા, વૈદ્યકીય રાહત આપવી, તેમના માટે શિક્ષાપ્રદાનને પ્રબંધ કરવો વગેરે સામાજિક ોય અને સુખ સાથે સંબંધ ધરાવતી બાબતો. સાધારણ દ્રવ્યના ઉપયોગ અંગે આ રીતે વિચારવામાં મારી કોઈ ભૂલ થતી હોય એમ મને લાગતું નથી. - કલકત્તા ખાતે શ્રી વિજયરામચંદ્રસૂરિના ઉપદેશ અને પ્રેરણાથી કેનીંગ સ્ટ્રીટમાં બાંધવામાં આવેલ જૈન મંદિરનાં, હું ૧૯૫૭ની સાલમાં છેલ્લા કલકત્તા ગયા ત્યારે. મેં દર્શન કર્યા હતાં. તે વખતે જે કોઈ જૈન ભાઈઓ મળેલા તેમની સાથેની વાતચીત ઉપરથી મારા મન ઉપર કોઈ એવી છાપ પડેલી હતી કે અહિં મંદિર હતું અને આસપાસ વસતા જેનો માટે પૂરતું હતું અને એમ છતાં વિજયરામચંદ્ર સૂરિએ આટલી મોટી ઇમારત ઊભી કરાવીને જૈન સમાજના પુષ્કળ દ્રવ્યને વ્યય કરાવ્યો હતો. ચર્ચાપત્રી પણ કબુલ કરે છે કે ત્યાં ઉપાશ્રય સાથે એક “દેરાસર હતું. આ “ઘરદેરાસર’ શબ્દને અહીં ઉપયોગ કરવામાં આવ્યો છે તે બરાબર નથી. કોઈ જૈન ગૃહસ્થના ઘર સાથે જોડાયેલા દેરાસરને જ “ઘરદેરાસર” કહેવામાં આવે છે. આ ઉપાય સાથેનું દેરાસર ઘરદેરાસર નહિ, પણ શિખરવિનાનું સામાન્ય કક્ષાનું દેરાસર ચર્ચાપત્રી સૂચવવા માંગતા હોય એમ લાગે છે. આ સંબંધમાં તપાસ કરતાં માલુમ પડે છે કે, એ લતામાં વધતી જતી જેનોની વસ્તી માટે આ નાના દેરાસરના સ્થાને એક શિખરબંધી દેરાસરની જરૂર હતી. આ રીતે વિચારતાં મારે કબૂલ કરવું જોઈએ કે ફ્લકરાાના જૈન મંદિરને લગતો ઉલ્લેખ કરવામાં મારાથી અત્યુકિત થઈ ગઈ છે અને એવી ભૂલ થવા બદલ હું દુ:ખ અનુભવું છું અને દિલગીરી વ્યકત કરું છું. *
સ્વપ્નાં ઝુલાવવાની બોલીની આવક દેવદ્રવ્યમાં લઈ જવી જોઈએ એવી આચાર્યશ્રીની વિચારહઠના સમર્થનમાં, વર્ષોથી જે મેલ્ડ સ્ટોરેજમાં પડેલ છે, કેવળ સ્મૃતિશેષરૂપ બની ગયું. છે, અને જેના હરાવને ભંગ એક યા બીજી રીતે એ ઠરાવો ઉપર સહી કરનાર આચાર્યોએ અને તેમના શિષ્ય પરિવારે આજ સુધીમાં અનેકવાર કર્યો છે અને જેને આજે કોઈ આચાર્ય કે તેને શિષ્ય પરિવાર જરાપણ બંધનરૂપ ગણતું જ નથી એવા વિ. સં. ૧૯૯૦ એટલે કે, ઈ. સ. ૧૯૩૪ની સાલમાં એટલે કે આજથી ૩૦ વર્ષ પહેલાં અમદાવાદ ખાતે ભરાયેલા મુનિસંમેલનને અને તેમાં પસાર કરવામાં આવેલા એક ઠરાવની પેટાકલમને ચર્ચાપત્રી આગળ ધરે છે એ વાંચીને - મારે આશ્ચર્ય થાય છે. સવિશેષ આશ્ચર્ય એટલા માટે કે આ મુનિસંમેલન ભરવાને આશય જૈન સમાજમાં-ખાસ કરીને સાધુસમાજમાં--જાગેલ અનિચ્છનીય વાતાવરણ દૂર કરીને શાન્તિ સ્થાપવાને હતું અને તેમાં પસાર કરાયેલા ઠરાવોના અમલથી શાન્તિ સ્થપાશે એવી આશા સેવવામાં આવી હતી, પણ એમ થવાને બદલે, એ ઠરાવના પટ્ટક ઉપર સહી કરનાર વયોવૃદ્ધ આચાર્ય શ્રી વિજયસિદ્ધિસૂરિએ તેમ જ વિજયદાન સૂરિના શિષ્ય શ્રી વિજયપ્રેમસૂરિએ જૈન સમાજમાં તિથિચર્ચાને મહાકલેશ જગાડે હતો. અને એ વિજય પ્રેમસૂરિના શિષ્ય વિજયરામચંદ્રસૂરિ (એ વખતના પં. રામવિજયજી ગણિ) એ આ મહાકલેશને સોગ વધારીને પ્રસ્તુત
- તંત્રી નેંધ
આ ચર્ચાપત્રના પ્રારંભમાં શ્રી વિજયરામચંદ્રસૂરિન પરિચય આપતાં વપરાયલી ડક ભાષા સામે વાંધો ઉઠાવવામાં આવ્યા છે. શ્રી વિજયરામચંદ્રસૂરિ નાના સરખા મુનિ રામવિજયજી હતા અને પોતાના ગુરુ સમક્ષ એક વિનમ્ર શિષ્ય તરીકે બેસતા ઉઠતા હતા અને આ એક ભારેલા અગ્નિ છે એવી કલ્પના સરખી પણ ન આવે એવા શાના સૌમ્ય દેખાતા હતા ત્યારથી તેમને હું ઓળખતે આવ્યો છું અને તે પછીની તેમની આજ સુધીની અનેક ઝંઝાવાતાભરેલી કારકીર્દીને હું એક યા બીજી રીતે સાક્ષી છું. આજ સુધી જૈન સમાજને સ્પર્શતી એક પણ બાબત અંગે તેમણે પ્રગતિશીલતા દાખવી નથી, એટલું જ નહિ પણ, તેમનું સમગ્ર વલણ એક સરખું કટ્ટર પ્રત્યાઘાતીનું રહ્યું છે અને તેમણે ઊભા કરેલા અનેક ઝઘડાઓએ જૈન સમાજને પારાવાર નુકસાન કર્યું છે. આવી વ્યકિતને યથાર્થ પરિચય આપતાં–અને તે પણ જયારે મુંબઈમાં પ્રવેશતાંવેંત જ પિતાનાં પગલાંને પર મુંબઈ અને મુંબઈનાં પરાંએના જુદા સંઘોને તેઓ કરાવી રહ્યા છે ત્યારે–ગમે તેટલો સંયમ જાળવવાનો પ્રયત્ન કરવામાં આવે તે પણ ભાષા સહેજે કડક બની જાય છે. તે પ્રસ્તુત ચર્ચાપત્રમાં આગળ જતાં, જેને હું સાધારણ ખાતાનું દ્રવ્ય કહું છું તેના બે પ્રકાર સૂચવવામાં આવ્યા છે. દેરાસરમાં કેસર સુખડ વગેરે વસ્તુઓ વસાવવા માટેનું સાધારણ ખાનું અને સર્વ, સાધારણ ખાતું. આ બે પ્રકારને જુદા પાડીએ તે ચર્ચાપત્રી જેને સર્વસાધારણ ખાતું કહે છે, તે અર્થમાં જ દેવદ્રવ્ય અને સાધારણ