________________
પ્રબુદ્ધ જીવન
“કાળપ્રતિગામી આચાયથી મુંબઈના જૈન સમાજ ચેતીને ચાલે!”
આવે છે.—તંત્રી)
(ઉપરના મથાળા નીચે તા. ૧-૮-૬૪ના ‘પ્રબુદ્ધ જીવન’માં પ્રગટ થયેલી નોંધ અંગે મળેલું બીજું ચર્ચાપત્ર નીચે પ્રગટ કરવામાં “આવા બુઝર્ગ જ્ઞાની આચાર્ય વિષે આવી રીતે લખવું ચાગ્ય ન કહેવાય ! ”
શ્રીમાન સ્નેહી પરમાનંદભાઈ,
સસ્નેહ નમસ્તેપૂર્વક જણાવવાનું કે તા. ૧-૮-૬૪ ના ‘પ્રબુદ્ધ જીવન’ના અંકમાં ‘કાળપ્રતિગામી આચાર્યથી મુંબઈના જૈન સમાજ ચેતીને ચાલે' એ શિર્ષક હેઠળનું લખાણ વાંચી ભારે આશ્ચર્ય સાથે ખેદ થયા છે.
પેાતાના વિચારને અમલ કરવાને સંઘના આગેવાનને આદેશ આપવાની ધૃષ્ટતા કરે છે.” હું આપને પૂર્કીશ કે, વિ. સં. ૧૯૯૦માં જયારે રાજનગર સાધુ સંમેલન ભરાયું તે સમયે સક્લ ામણસંઘે જે બંધારણ ઘડયું અને જેને ભારતના સકલ સંઘોએ માન્ય કર્યું તેમાં એક કલમ એવી પણ છે કે પ્રભુભક્તિ નિમિત્તે બાલાતી સઘળી બાલીઓનું દ્રવ્ય દેવદ્રવ્યમાં લઈ જવું.' આ બંધારણની નીચે તપગચ્છના તે વખતે વિદ્યમાન સકલ આચાર્યની (શ્રી વલ્લભસૂરીશ્વરજી મહારાજ જેવા સુધારક ગણાતા આચાર્યશ્રીની પણ) સહી છે. તો શું એ બંધારણની કોઈ કિંમત જ નથી ? એ બંધારણ રદબાતલ કરવામાં આવેલ છે? જો રદબાતલ કરવામાં આવેલ હોય તો તે ક્યારથી? કોઇ કોઈ ગામા કે શહેરોના ગૃહસ્થાએ ભેગા મળી ઘડેલા બંધારણનું ઉપર્યુકત બંધારણ કરતાં પણ વધુ મહત્ત્વ છે ? તદુપરાંત જયારે બે. બંધારણા વચ્ચે વાંધો ઊભા થાય ત્યારે કોઈ પણ વ્યકિત, પોતે જેમાં સહી કરી હોય તે બંધારણને વફાદાર ન રહે તેને આપ યોગ્ય ગણશો ખરા?
૧૦૨
આશ્ચર્ય એ થાય છે કે આપના જેવા, જેમની ક્લમમાં સંયમની ભારોભાર અપેક્ષા હોય તે પણ એક શિષ્ટજનને ન શોભે તેવી ભાષા વાપરે છે. વિવેક અને ભાષામિષ્ટતા બાજુએ મૂક્યા પછી સત્ય પણ (જો તે સત્ય હોય તો) અળખામણુ બની જાય છે. એ વાત આપ જેવા પીઢ અને અનુભવી પણ ને સમજો તો તે ખરેખર કરૂણતા જ છે.
ખેદ એ વાતના થાય છે કે, આપે વસ્તુસ્થિતિને પૂરો ન્યાય આપ્યો જ નથી. આપ લખા છે કે ‘પ્રચલિત પર પરા મુજબ દેવદ્રવ્યના ઉપયોગ માત્ર મંદિર અને મૂતિના પ્રાભન તેમજ નવનિર્માણ પાછળ જ થઈ શકે છે, જયારે સાધારણ ખાતાની આવકના ઉપયોગ જૈન સમાજની સુખવૃદ્ધિ અને દુ:ખનિવૃત્તિ તેમજ અજ્ઞાનનિવારણ જેવાં સામાજિક કાર્યો પાછળ થઈ શકે છે.” ભારતના જૈન સંધામાં
સાધારણ ખાતાનો ઉપયોગ આપે સૂચવ્યો છે, તેવી રીતે ક્યાંય થતો જાણવામાં નથી, છતાંય આપ આવું વિધાન કરો છે ત્યારે કહેવું પડે છે કે, સાધારણ ખાતાના ઉપયોગ ક્યાં થાય અને કયાં થાય છે. તેને આપે પૂરેપૂરો ખ્યાલ મેળવ્યો જે નથી. ` સાધારણ ખાતાના બે ભેદ છે. (૧) દેરાસરનું સાધારણ ખાતું (૨) સર્વ સાધારણ ખાતું. હાલમાં પ્રથમ ભેદવાળા સાધારણ ખાતાનું દ્રવ્ય માત્ર જિનેશ્વર ભગવંતાની પૂજા માટે કેસર સુખડ આદિમાં વપરાય છે, જયારે બીજા ભેદવાળા સાધારણ ખાતાના ઉપયોગ સાત ક્ષેત્રા પૈકી જે ક્ષેત્ર સીદાતું હોય તેમાં કરવામાં આવે છે, પરંતુ આપ જણાવા છે. તેમ જૈન સમાજની સુખશુદ્ધિ આદિ કાર્યોમાં કરવામાં આવતો નથી.
આપ આગળ ચાલતાં જણાવે છે કે “આ એ જ આચાર્ય છે કે જેમણે આજથી સાત આઠ વર્ષ પહેલાં પોતાનાં લકત્તાના નિવાસ દરમ્યાન જે લત્તામાં અનેક જૈન મંદિરો હતાં ત્યાઁ જ એક નવું મંદિર ઊભું કરાવવા પાછળ જૈનસમાજના પાંચ પંદર લાખનું પાણી કરાવ્યું હતું.”
આપને દુ:ખ` લાગે તો પણ હું જણાવીશ કે આ બીના સત્યથી સદંતર વેગળી છે. કલકત્તાના જે લત્તામાં મંદિર ઊભું થયું તે લત્તામાં બીજું એક પણ મંદિર ન હતું અને આજે પણ નથી. ત્યાં ઉપાશ્રયમાં ભગવાન પધરાવી કામચલાઉ ઘરમંદિર બાવીશ વર્ષોથી ચલાવાતું હતું. વસ્તી હજાર ઉપરની તે લત્તામાં થઈ ત્યારે ત્યાં વસતા ભાઈઓએ પેાતાની સ્વયંભૂ પ્રેરણાથી વિશાલ સમૂહની જરૂરિયાતને પૂરું પડે તેવું મંદિર બનાવવાનું નકકી કર્યું અને તે બનાવ્યું. તે મંદિર પાછળ વિજયરામચંદ્રસૂરિને . યશભાગી શા માટે બનાવવા જોઈએ કે જે યશના તે ભાગીદાર નથી અને હું ભૂલતો ન હોઉંત શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સના એક વખતના પ્રમુખ શ્રીયુત માહનલાલ લલ્લુભાઈના પણ આ મંદિર પાછળ સારો એવો ભાગ છે. જો તેમના સહકાર અને ભાગ ન હોત તો તે મંદિર કદાચ સર્જાયું જ ન હોત. આપના લેખમાં આવા અનેક હકીકત દોષોં છે કે જેને “ચર્ચવાની અહિં આવશ્યકતા નથી, હું તે માત્ર મહત્ત્વની હકીકત જ જણાવીશ.
આપ લેખો છે કે, “આ આચાર્ય કેવા કે જેઓ સ્થાનિક સંઘના બંધારણના નિયમની ઉપેક્ષા કરીને અથવા તો તેમાં ફેરફાર કરીને
તા. ૧૬–૯–૧૪
બીજી એક વાત કે તેમણે વીલે પારલેના આગેવાનોને એવું કહ્યું જ નથી કે હું કહું તે પ્રમાણે જ તમારે કરવાનું છે અને તો જ મારા સાધુ ચાતુર્માસ માટે આવશે. તેમણે જે કહ્યું છે. તેને ઉતારો માસિક પત્રમાં છપાય લ છે જે હું નીચે રજૂ કરું છું:
“તેઓશ્રીએ દેવદ્રવ્યમાંથી સાધારણ ખાતે લઈ જવાના હિસ્સા અંગે ફરમાવ્યું હતું કે, શ્રી જિનભકિત નિમિત્તે જે બાલી મંદિરમાં, ઉપાશ્રયમાં કે અન્યત્ર બાલાય તે બોલીનું દ્રવ્ય દેવદ્રવ્ય જ ગણાય. આમ છતાં પણ આજે સ્વપ્નદ્રવ્યની ઉપજમાંથી કેટલેક સ્થળે વધારે ટકા તો કેટલેક સ્થળે ઓછા ટકા સાધારણ ખાતે લઈ જવાની શરુઆત થઈ ગઈ છે તે ઘણું ખોટું થયું છે. આ પ્રવૃત્તિ શાસ્ત્રથી વિરુદ્ધ છે. આવી પ્રવૃત્તિમાં અમારી એટલે કે સાધુની મૂંગી સંમતિ પણ ન હોઈ શકે. સાધુએએ તો આવી પ્રવૃત્તિ અટકાવવાના યથાશક્ય પ્રયત્ન કરવા જોઈએ. આ બાબતમાં વિરોધ છતાં મૌન રહેવાથી એવી માન્યતા દઢ થતી જાય છેકે આ શાસ્ત્રવિરોધી પ્રવૃત્તિઆમાં સાધુઓની સંમતિ છે. આથી એવી માન્યતાને ટેકો મળી ન જાય તે માટે અને સાચી સમજ આપવાના હેતુથી અમે નકકી કર્યું છે કે, હાલ તો જે સ્થળે અમારા સાધુઓ હોય તે સ્થળના ટ્રસ્ટીમહાનુભાવા વગેરે સમજીને સ્વપ્નદ્રવ્યની ઉપજમાંથી સાધારણ ખાતે કાંઈ પણ નહિ લઈ જવાનો ઠરાવ હંમેશ માટે કરે તે ઘણુ ઉત્તમ, પણ તેમ ન કરી શકે અને આ વર્ષ પૂરતો ઠરાવ ક૨ે તે ય સારું કે જેથી સારી શરૂઆત થાય, જો એમ પણ બની શકે તેમ ન હોય તે ઉપાશ્રયમાં ધર્મારાધના કરનારો વર્ગ જેટલું દ્રવ્ય આ વર્ષે દેવદ્રવ્યની ઉપજમાંથી સાધારણ ખાતે લઈ જવાય તેટલું દ્રવ્ય ટીપ કરીને સાધારણ ખાતે પોતે ભેગું કરી લે અને દેવદ્રવ્ય ખાતે એં રકમ જમે કરાવી દે. આ ત્રણમાંથી જો એકેય વસ્તુ બની શકે તેમ ન હોય તો સ્વપ્નાદિકની ઉછામણી વગેરેના સમયે અમારા સાધુઓની પાટ ઉપર હાજરીના આગ્રહ તેએ બીલકુલ 'સેવે નહિ. એ બધું પતી ગયા પછીથી અમારા સાધુને વિનંતી કરતાં તેઓ ભગવાનના જન્મનું વાચન કરી સંભળાવવાને માટે આવશે. એ વખતે અમે જયારે જયારે અવસર મળશે ત્યારે ત્યારે તેઓ સ્વપ્નદ્રવ્ય દેવદ્રવ્યમાં જ જાય અને સાધારણ ખાતે તેમાંથી એક કોડી પણ લઈ જવાય નહિ વગેરે કહેશે અને પછી જન્મવાચન કરશે. એવું જ બને તો એ વખતે કોઈ કા
Ο