SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૯ ૬૪ પ્રબુદ્ધ જીવન વીરનગરની કલ્યાણપ્રવૃતિઓમાં ફાળા માટે અનુરોધ શ્રી સૌરાષ્ટ્ર સેન્ટ્રલ હાસ્પિટલ અને શ્રી વીરનગર કેળવણી મંડળને લગતાં ટ્રસ્ટોના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી પ્રમાદભાઈ વીરચંદ શાહે ટૂટો હસ્તક ચાલતી પ્રવૃત્તિઓને વધારે વિકસાવવાને માટે જે ભંડોળ એકઠું કરવા ધાર્યું છે તેમાં શક્ય તેટલો ફાળો ભરવાની માગણી કરતું અથવા તો તે અંગે પ્રકટ થનાર પ્રશસ્તીપ્ર થમાં જાહેર ખબર આપવાનો અનુરોધ કરતું એક વિજ્ઞપ્તિપત્ર મોકલ્યું છે, જે નીચે પ્રગટ કરવામાં આવે છે : સુજ્ઞ મહાશય, સ્વ. વીરચંદ પાનાચંદ શાહના નામથી તો આપ પરિચિત હશેા. તેઓ એક આગળ પડતા વ્યાપારી હતા, એટલું જ નહિ, પરંતુ સાથે સાથે રાજકીય અને ખાસ કરીને સામાજિક કાર્યકર તરીકે પ્રસિદ્ધ હતા, જનસેવા તેમને મન પ્રભુસેવા હતી. એક સેવાભાવી આદર્શ પુરુષની માફક યુવાન વયે પોતાના ધીકતો ધંધા પુત્રને સોંપી સામાજિક ક્ષેત્રે સેવા માટે ભેખ લીધા, ને ૧૯૬૧ ના વિજયાદશમીને દિવસે નશ્વર દેહ છેડયા ત્યાં સુધી તેમણે આ સેવા ચાલુ ાખો. સમઢિયાળા તેની જન્મભૂમિ. તેઓ આ નાનકડા ગામમાં મોટા થયા હતા. તેથી સ્વાભાવિક રીતે ગ્રામસેવાના કેન્દ્ર તરીકે આ ગામ પસંદ કરી અહીંથી ગરીબોને તેમ જ ખેડૂતોને મદદ આપવાનું કાર્ય તેમ જ ખાદી વગેરે રચનાત્મક પ્રવૃત્તિ શરુ કરી. તેઓ ગાંધીજીના એક ચુસ્ત અનુયાર્થી હતા. ગ્રામોદ્ધાર માટે ગામડાંઓમાં સૌથી પ્રથમ લોકોની કેળવણી તેમ જ તેમના સ્વાસ્થ્ય માટે ખાસ ધ્યાન આપવું જોઈએ આ વાત તેઓ બરાબર સમજી ગયા હતા. આર્થી તેમણે દેશપરદેશ જઈ પોતાની લાગવગના ઉપયોગ કરી ફંડ ઊભું કર્યું અને તે સાથે ગ્રામવિકાસ સુધારણા સમિતિ અને તેનો પેટાસંસ્થાઓ ‘વીરનગર કેળવણી મંડળ’તેમ જ ‘મેડિકલ રીલીફ ફંડ ઊભાં કર્યાં. આ અંગે તેઓ પોતાની હયાતીમાં જ આશરે વશ લાખનાં ટ્રસ્ટો ઊભાં કરતાં ગયાં છે. સૌરાષ્ટ્ર સરકારે તેમનો સેવાઓની કદર કરી ૧૯૪૮ના વિજયાદશીને દિવસે સમઢિયાળા ગામનું નામ ‘વીરનગર’ પાડયું. આ વીરનગર રાજકોટ–ભાવનગરના ધારી રસ્તા પર રાજકોટથી ૨૯ માઈલ પર આવેલું છે. અહીંની નીચેની પ્રવૃત્તિઓી વીરનગર અત્યારે સૌરાષ્ટ્રમાં સારી રીતે જાણીતું થઇ ગયું છે. સૌરાષ્ટ્ર સેન્ટ્રલ હોસ્પિટલ આ હોસ્પિટલ, છૂટા છૂટા મકાનોમાં પ્રસરેલ છે. તેમાં અત્યારે ૧૮૪ ઈનડોર દરદર્દીઓ માટે વ્યવસ્થા છે. આમાંથી ૬૦ પથારી ત ફ઼ી છે. અહીં બધા જ પ્રકારની સારવાર આપવામાં આવે છે, છતાં આંખના દરદાની સારવાર તથા શસ્ત્રક્રિયા માટે વીરનગર પ્રસિદ્ધ છે. દર વરસે લગભગ ૨૦૦૦ ઓપરેશન કરવામાં આવે છે. આમાંથી લગભગ ૧૨૦૦ આપરેશનો આંખનાં હોય છે. હાસ્પિટલમાં બધાં સાધનાવાળુ ઓપરેશન થિયેટર, સારું એવું એકસરે મીન, લેબોરેટરી વગેરે બધી સગવડ છે. તદ્ન અદ્યતન ઢબનું ઓપરેશન થિયેટર પણ થોડા જ સમયમાં બંધાશે. ક્ષયના દરદીઓની સારવાર માટે પણ ૧૬ પથારીની વ્યવસ્થા છે. ઉપરાંત પ્રસૂતિ કેસા પણ લેવાય છે. કેળવણી વિભાગમાં નીચેની સંસ્થાઓ આવેલી છે:વીરચંદ પાનાચંદ હાઈસ્કૂલ ત્રણ વર્ષથી વીરનગર કેળવણી મંડળે આ સંસ્થાને ગ્રામપંચાયત પાસેથી લીધી છે. અત્યારે તેમાં લગભગ ૧૭૫ વિદ્યાર્થીઓ અભ્યાસ કૌં રહ્યા છે. આ વિદ્યાર્થીઓ નજીકમાં તેમ જ દૂરનાં ગામડાંઓમાંથી આવે છે. ચાલુ સાલ આ હાઈસ્કૂલનું એસ. એસ. સી. નું પરિણામ ૮૫ ટકા આવ્યું હતું. સાર્વજનિક છાત્રાલય આ છાત્રાલમાં અત્યારે લગભગ ૧૨૫ વિદ્યાર્થીઓ છે. આ વિદ્યાર્થીઓ પાસેથી ભાજનખર્ચ કરતાં બહુ ઓછા પૈસા લેવામાં આવે છે, જેથી મંડળ દર વર્ષે છાત્રાલય પાછળ લગભગ ૨૦ હજાર રૂપિયા ખોટ ખાય છે. વિદ્યાર્થીઓની ગુણવત્તા અને આર્થિક સ્થિતિ પ્રમાણે રાહત આપી કોઈ પણ જાતિના ભેદભાવ વિના છાત્રાલયમાં તેમને દાખલ કરવામાં આવે છે. છાત્રાલયમાં રહેવા અને અભ્યાસ ઉપરાંત સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પર ખાસ લક્ષ આપવામાં આવે છે. પ્રાત:કાળ અને સાંયકાળે પ્રાર્થના, ગીતાધ્યયન તેમ જ આસન પ્રાણાયામ વગેરે પણ શીખવવામાં આવે છે. બાલમંદિર મંડળ સંચાલિત નહેરુ બાળમંદિરમાં ગામનાં બાળકોને સંસકાર પાડવામાં આવે છે. આ બાલાંમંદિર તદ્દન ફ઼ી છે. બાળકોને નાસ્તા પણ મંડળ તરફથી જ પૂરા પાડવામાં આવે છે. આવતી વિજયાદશમીના દિવસે હોસ્પિટલમાં નવું ક્ષયનું દવાખાનું અને વીરચંદ પાનાચંદ હાઈસ્કુલનું આલીશાન મકાન ખુલ્લું મૂકવાનું છે. આવી સંસ્થાઓને આર્થિક મુંઝવણ તો રહ્યા જ કરે એ સ્વાભાવિક છે. તેમાં કંઈક અંશે મદદગાર થાય તે માટે આ વિજયાદશમીના શુભ દિને ઉદ્ઘાટન સમારંભના પ્રસંગે એક પ્રશસ્તિ ગ્રંથ (સુવેનિર) બહાર પાડવાનું નકકી કરવામાં આવ્યું છે. આપ ઉદારતા દાખવી આ સંસ્થાઓને નાની મેોટી રકમનું દાન કરી શકો છે. તે ન બની શકે તે આ પ્રશસ્તિગ્રંથમાં જાહેર ખબર આપીને પણ મદદરૂપ થઈ શકો છે.. આ ગ્રંથ ૭”×૧૦” ની સાઈઝમાં આકર્ષક પ્રકાશન થશે. તેની બે હજાર નકલ છપાશે અને તે આમંત્રિત મહાનુભાવ મહેમાનો અને બીજા પ્રતિષ્ઠિત સજજનાને વહેંચવામાં આવશે. જાહેર ખબરના દર આખા પૃષ્ઠ ના શ. ૫૦૧ અને અડધા પૃષ્ઠના ૩૦૦ રાખવામાં આવ્યાં છે. આ દ્વારા સહેજે સ્વાર્થ સાથે પરમાર્થ સાથી શકાશે. ચેક ‘વીરનગર કેળવણી મંડળ’ અથવા તો ‘સૌરાષ્ટ્ર સેન્ટ લ હાસ્પીટલ’ના નામ ઉપર માકલવા વિનંતિ છે. આપની જાહેરખબરની સૂચના ઉપરના સરનામે સપ્ટેમ્બર માસની આખર પહેલાં મળી જવી જોઈએ. એમ બને તો જ તેનું પ્રકાશન શક્ય બનેં ‘ચેતન,' શિવ રોડ, ૧૦૧ પ્રમાદ વીરચંદ શાહ મેનેજિંગ ટ્રસ્ટો મુંબઈ-૨૨. આ અપીલને મારૂં સંપૂર્ણ અનુમોદન છે. શ્રી વીરચંદભાઈ પોતાની અજોડ ઉદારતાના ફળરૂપે જે સંરથાઓ ઉભી કરી ગયા છે તેને વિકસાવી, આગળ વધારવી તે વીરચંદભાઈના સ્વજનો, મિત્રો તેમ જ પ્રશંસકોના અનિવાર્ય ધર્મ છે. પરમાનંદ પંજાબ પ્રાદેશિક શાકાહાર સંમેલન અબાલા શહેરમાં આવેલી એસ, એ, જૈન ચૅલેજની રજત જ્યંતી અવસર ઉપર એટામ્બર માસના મધ્યભાગમાં પ`જામ પ્રાદેશિક શાકાહાર સમેલન મળવાનુ છે. એ પ્રસંગે સંતુલિત તથા વૈજ્ઞાનિક આહારની જાણકારી માટે એક નિરામિષ ખાદ્યવસ્તુનુ પ્રદર્શન પણ ભરાવાનુ છે. વિષયસૂચિ સંવત્સરિ પર્વ અકળામણ પેદા કરતી આજની પરિસ્થિતિ સ્વ. શ્રી મસ્તરામ હ. પંડયા ભ. મહાવીરનું ચરિત્ર અને તેમણે પ્રરૂપેલા સંયમધર્મ સંઘ સમાચાર પરમાનંદ શ્રીમતી વિજ્યાલક્ષ્મી પંડિત વીરનગરની કલ્યાણપ્રવૃત્તિઓનાં ફાળા માટે અનુરોધ “ કાળપ્રતિગામી આચાર્યથી મુંબઈના જૈન સમાજ ચેતીને ચાલે !” પૃષ્ઠ ૯૫ ૯૭ ૯૮ પરમાનંદ ગાપાલદાસ જીવાભાઈ પટેલ ૯૮ ૧૦૦ પ્રમાદભાઈ વીરચંદ શાહ ૧૦૧ સુબોધચંદ્ર નાનાલાલ શાહ ૧૦૨ તથા પરમાનંદ
SR No.525949
Book TitlePrabuddha Jivan 1964 Year 25 Ank 17 to 24 and Year 26 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1964
Total Pages276
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy