________________
૧૦૦
“પ્રભુ જીવન
સંઘ સમાચાર
સંઘે એકઠું કરવા ધારેલ ભડાળ હજુ લક્ષ્યાંકથી બહુ દૂર છે.
卐
આગળના બે અંકોથી જે માટે સંઘના સભ્યોનું પ્રબુદ્ધ જીવનના ગ્રાહકોને તેમ જ ઉભયના પ્રશંસકોને અનુરોધ કરવામાં આવે છે તે રૂા. ૨૫૦૦૦ને પહોંચવાના લક્ષ્યાંક સંબંધમાં જણાવવાનું કે પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન આશરે રૂા. ૧૪૦૦૦ એકત્ર થઈ શક્યા છે અને હજુ રૂા. ૧૧૦૦૦ એકઠા કરવાના બાકી રહે છે. પ્રબુદ્ધ જીવનનો રજત મહોત્સવ આગામી કટોબરને બદલે નવેમ્બર માસના પ્રથમાર્ક દરમિયાન ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. એ દરમિયાન બાકી રહેતા રૂા. ૧૧૦૦૦ એકઠા કરવા માટે સંઘની કાર્યવાહી તરી શકય તેટલા પ્રયત્ન કરવામાં આવશે. આમ છતાં, જે વિશાળ સમુદાયને લક્ષમાં રાખીને આ લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે તે સમુદાયનાં ભાઈ-બહેનને વ્યકિતગત રીતે મળવાનું શકય નથી. તેમને તો આ વિજ્ઞપ્તિ દ્વારા અમે નમ્ર છતાં આગ્રહભર્યો અનુરોધ કરીએ છીએ કે તેઓ અમારા પ્રત્યક્ષ મળવા કહેવાની રાહ જોયા સિવાય સ્વેચ્છાર્થી અમારા આ ફાળામાં પોતપાતાની રકમ ‘શ્રી મુંબઈ જૈન યુવક સંઘ’ ઉપર (૪૫/૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ–૩,) રોકડા થા ચેકથી મેકલી આપવા કૃપા કરે. ‘પ્રબુદ્ધ જીવન’ના પાક્ષિક પ્રકાશન ઉપરાંત આ સંઘની બીજી બે પ્રવૃત્તિઓ છે (૧) શ્રી મણિલાલ માકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય–પુસ્તકાલય (૨) સંઘ તરફથી ચાલતી વૈઘીય રાહત પ્રવૃત્તિ. આ બેમાંથી કોઈ એક પ્રવૃત્તિ માટે અંકિત કરીને પણ કોઈ પણ રકમ મોકલી શકાય છે. આશા છે કે આ અમારી વિજ્ઞાપનાને પૂરતો પ્રતિધ્વનિ જરૂર સાંપડશે.
પર્યુષણ વ્યાખ્યાનમાળા
પ્રબુદ્ધજીવનના ગતાંકમાં પ્રગટ કરવામાં આવેલ પર્યુષણ વ્યાખ્યાનમાળાના કાર્યક્રમ એક બે નાના અપવાદ સિવાય ધાર્યા મુજબ પાર પડયો હતો. તા. ૯ર્મીના રોજ, પંડિત દેવેન્દ્રવિજયનું ભકિતસંગીત રાખેલું તે પંડિત દેવેન્દ્રવિજયની અનુપસ્થિતિના કારણે રદ કરવું પડયું હતું. તેના બદલે ૧૦મી તારીખ સંવત્સરિના રોજ બંને વ્યાખ્યાનો પૂરાં થયા બાદ શ્રી બંસીલાલ શાહના ભકિતસંગીતના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતા. આઠ દિવસની વ્યાખ્યાનસભાનું પ્રમુખપદ અધ્યાપક શ્રી ગૌરીપ્રસાદ ચુનીલાલ ઝાલાએ પૂરી નિયમિતતાપૂર્વક શાભાવ્યું હતું, અને પ્રત્યેક વ્યાખ્યાતાએ પોતપોતાના વ્યાખ્યાનવિષયનું પૂરી તૈયારીપૂર્વકનું વિચારપ્રેરક નિરૂપણ કર્યું હતું. શ્રી મનુભાઈ પંચાલીના જુદા જુદા વિષય ઉપર બે વ્યાખ્યાના હોવા છતાં સાક્રેટિસ અને પ્લેટો' ઉપર જ. તેમણે બંને વ્યાખ્યાને આપ્યાં હતાં.
દરેક વ્યાખ્યાનસભાના પ્રારંભ કુમારી માલિનો શાસ્ત્રીનાં મંગળ પદાથી થતા હતા, સિવાય કે તા. ૬-૯-૬૪ રવિવારના રોજની સભાની શરૂઆત શ્રી દુર્લભજી ખેતાણીનાં ભજનાર્થી કરવામાં આવી હતી, જેથી અનેક મિત્રાને આશ્ચર્ય થયું હતું. છેલ્લા બે દિવસની ભારતીય વિદ્યાભવનમાં ભરાયલી વ્યાખ્યાનસભાઓમાં શાંતિ અને વ્યવસ્થા જાળવવાના કાર્યમાં મુંબઈના પ્રોગ્રેસીવ સ્ટુડન્ટ્સ એસસી- દેશને અમને સહકાર આપ્યા હતા. આ વ્યાખ્યાનમાળા સંપૂર્ણાંશે સફળ બનાવવામાં સૌથી વધારે મહત્ત્વનો ફાળો આપનાર વ્યાખ્યાતાઓના, આઠે વ્યાખ્યાનસભાઓનું શાસન કરનાર અધ્યાપક ઝાલાસાહેબનો, તથા અન્ય મદદરૂપ બનેલા સભ્યોના તેમ જ ઉપર જણાવેલ એસાસીએશનના અમે અંત:કરણપૂર્વક આભાર માનીએ છીએ. આ વ્યાખ્યાનમાળાની ઝાલાસાહેબે કરી આપેલી આલાચના આગામી અંકમાં પ્રગટ કરવામાં આવશે.
સંઘે યોજેલું સ્નેહમિલન
પર્યુષણ વ્યાખ્યાનમાળા પૂરી થયા બાદ તા. ૧૨-૯-૬૪ શનિવારના રોજ સાંજના છ વાગ્યે સમગ્ર વ્યાખ્યાનમાળાનું પ્રમુખ
તા. ૧૯
5
સ્થાન: શોભાવનાર શ્રી ગૌરીપ્રસાદ ચુનીલાલ ઝાલા તથા વ્યાખ્યાનમાળાના વ્યાખ્યાતા સાથે સાંધની કાર્યવાહક સમિતિના સભ્યો તથા સંઘના કેટલાક સ્વજનોનું ‘સ્નેહમિલન’શ્રી લીલાવતી બહેન દેવીદાસના નિવાસસ્થાને (શકિત-વીલા, લેબર્નમ રોડ) યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે ૮૦થી ૯૦ ભાઈ-બહેનો એકત્ર થયાં હતાં અને લગભગ બે કલાક આનંદ વિનાદમાં ભજન—ગાયનમાં સૌએ પસાર કર્યા હતા. આ મિલન છેલ્લાં ત્રણ વર્ષથી ગાઠવવામાં આવે છે. પર્યુષણ વ્યાખ્યાનમાળાના વ્યાખ્યાતાઓના પ્રત્યક્ષ સંપર્કમાં અવાય અને તેમની સાથે સંઘના કાર્યવાહકોની નિકટવર્તી સબંધ સ્થપાય એ આ સ્નેહ-મિલન યોજવા પાછળના આશય છે. આ આશયને આગળના બે સ્નેહમિલના માફક આ વખતના સ્નેહન મિલનથી પણ પૂરી સફળતા પ્રાપ્ત થઈ હતી. આ મિલન સાથે કોઈ ઔપચારિક વિધિ—ખાસ કરીને ભાષણા કરવાની—જોડાયલી નહિં હોઈને, આ બે ક્લાકનું સ્નેહમિલન ઉપસ્થિત ભાઈ–બહેનો માટે મુકત આનંદની અનુભૂતિ કરાવનાર નિવડયું હતું. શ્રી લીલાવતીબહેને ભારે પરિશ્રામ ઊઠાવીને સુંદર ઉપહારના પ્રબંધ કર્યો હતા, જે માટે, તેમના જેટલા આભાર માનીએ તેટલા આછા છે. અન્તમાં ઝાલા સાહેબનું પુષ્પહારથી સન્માન કરવામાં આવ્યું હતું.
શાન્તિયાત્રી બંધુયુગલનું સંઘે કરેલું જાહેર સન્માન મ
પ્રબુદ્ધ જીવનના વાચકોને યાદ હશે કે શ્રી સતીશકુમાર તથા શ્રી ઈ. પી. મેનન નામના સૌંદર્યો યુવાન કાર્યકરો ૧૯૬૨ના જૂન માસની પહેલી તારીખે વિશ્વશાંતિના અને આશબાબ પરિત્યાગના સંદેશ લઈને, ખિસ્સામાં એક પણ પૈસા લીધા સિવાય, દિલ્હીરાજઘાટ–બાપુની સમાધિ—ઉપરથી આ બોંબ નિર્માણનાં મુખ્ય મથકો મસ્કો અને વોશિંગ્ટનની યાત્રાએ પગપાળા નીકળ્યા હતા. આ યુવાન યાત્રિકો પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાન થઈને સોવિયેટ યુનિયન—મ કો-૧૯૬૩ના જાન્યુઆરી માસમાં પહોંચેલા, ત્યાંથી પાલાંડ, પૂર્વ જર્મની, પશ્ચિમ જર્મની,બાન, થઈને પેરિસ અને ત્યાંથી લંડન પહોંચ્યા, અને ત્યાર બાદ સમુદ્રમાર્ગે સ્ટીમરમાં ન્યુયાર્ક પહેચ્યિા. ત્યાંથી તેઓ પગપાળા વોશિંગ્ટન ગયા અને ચાલુ વર્ષના જૂન માસની ૬ઠ્ઠી તારીખે સ્વર્ગસ્થ પ્રમુખ કેનેડીની સમાધિ સમક્ષ ઉપસ્થિત થયા, આ રીતે એક સમાધિથી બીજી સમાધિ સુધીની તેમણે કલ્પેલી આશરે ૭૦૦૦ માઈલની પદયાત્રા પૂરી થઈ. છ માસ તેમણે અમેરિકામાં ગાળ્યા. ત્યાંથી તેઓ વિમાન દ્વારા જાપાન-ટોકી પહોંચ્યા. ટોકિયોથી હૌરીમાં તેઓ પગપાળા ગયા અને ચાલુ સપ્ટેમ્બર માસની ૧૧મી તારીખે તેઓ મુંબઈ આવી પહોંચ્યા. તેમની યાત્રાનું વર્ણન, તેઓ લંડન પહોંચ્યા ત્યાં સુધીનું, તા. ૧-૧૦’૬૪ના પ્રબુદ્ધજીવનમાં આપવામાં આવ્યું હતું.)
આ બંને યાત્રિકોનું શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી લેવાકી લાજમાં સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહની અધ્યક્ષતા નીચે જાહેર સન્માન” યોજવામાં આવ્યું હતું. પ્રારંભમાં શ્રી સૂર્યકાંત પરીખ અને શ્રી જયાબહેન શાહે પ્રસંગાચિત પ્રાર્થના ભજન સંભળાવ્યાં અને સંઘના ઉપ-પ્રમુખ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાએ બંને શાંતિયાત્રિકોને પરિચય આપવા સાથે તેમને સંઘ તરફી ઉચિત શબ્દોમાં આવકાર આપ્યો. ત્યાર બાદ શ્રી સતીશકુમારે પાતાની પૃથ્વીની પ્રદક્ષિણામાં પરિણમેલો આ વિલક્ષણ શાંતિયાત્રાનાં સ્મરણો પૂરા વિસ્તારથી અને રોમાંચક ભાષામાં સંભળાવ્યા અને તેમના વકતવ્યમાં અન્ય શાંતિયાત્રિ શ્રી ઈ. પી. મેનને પુરવણી કરી અને પ્રમુખસ્થાનેથી શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે એક અર્થગંભીર વકતવ્ય દ્વારા ઉપસંહાર કર્યા, બંને યાત્રિકોને હાર્દિક અભિ નંદન આપ્યાં અને પુષ્પહાર વડે તેમનું બહુમાન કર્યું. આ રીતે પર્યુષણ વ્યાખ્યાનમાળાના નિયત કાર્યક્રમ તા. ૧૦મી સપ્ટેમ્બરે સન્માન સમારંભ વડેજ થઈ હતી. પૂરો થયો હતો, પણ તેની ખરી પૂર્ણાહૂતિ તો આ શાંતિયાત્રીઓના
મંત્રીઓ: મુંબઈ જૈન યુવક સંઘ