________________
*
*
* *
*
* *
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૯-૬૪
-
S
આલોચના પ્રસ્તુત બને છે. આથી આગળ વધીને દર વર્ષમાં એક એ દિવસ મુકરર કરવામાં આવ્યો હોય છે, જેને સંવત્સરિ પર્વ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે શ્રાવકો તેમ જ શ્રાવિકા ઉપવાસ કરે છે અને સાંજના સમયે પોતપોતાના સમુદાયમાં એકત્ર થઈને ઉપાશ્રયમાં કે એવી કોઈ વિશાળ જગ્યામાં લગભગ અઢીં
ત્રણ કલાક ચાલે એવી ધાર્મિક ક્રિયા કરે છે. આને સાંવત્સરિક - પ્રતિક્રમણ કહેવામાં આવે છે. આ પ્રસંગે ચાલુ માનવી જીવનમાં થતા અનેક દોષનું–અતિચારનું–રટણ કરવામાં આવે છે, અને દરેક અતિચાર પ્રક્રણને અંતે “આમાંથી જે કાંઈ દોષ બાર માસાણ, ચોવીશ પખાણ, ૩૬૦ રાયદિવસાણું (બાર માસ દરમિયાન, ગ્રેવીસ પખવાડિયા દરમિયાન, ૩૬૦ રાત-દિવસ દરમિયાન, ) સૂમ બાદર જાણતાં અજાણતાં હુએ હોય, તે સર્વ મિચ્છામિ દુક્કડમ ! (મિથ્યા મે દુષ્કૃતમ્ મારાં દુષ્કૃત્યે મિથ્યા થાઓ !)” એમ એકઠો થયેલે શ્રાવક સમુદાય તેમ જ શ્રાવિકા સમુદાય માટેથી બેલે છે અને આ વિધિ પૂરો થતાં સૌ કોઈ એકમેક પ્રત્યે ઉપર જણાવેલ મિચ્છામિ દુક્કડમ' એવા સૂત્રનું ઉચ્ચારણ કરે છે અને એ રીતે આખા વર્ષ દરમિયાન એકમેક પ્રત્યે થયેલા દેશે અંગે સામુદાયિક ઢબે અનુતાપ–પશ્ચાત્તાપ પ્રગટ કરવામાં આવે છે અને બીજે દિવસે સગાં વહાલાં મિત્રો સ્વજનને ઘેર જવું અને એકમેકનું મનદુ:ખ થયા બદલ ક્ષમા માંગવી અને સ્વીકારવી આ એક સામાજિક વ્યવહાર જેમાં કંઈ કાળથી ચાલતા આવે છે. એકમેકનાં મનદુ:ખને ભૂંસી નાખીને ચિત્તને કોરી પાટી જેવું બનાવવું-આવે
આ વ્યવહાર પાછળ આશય રહેલે છે. ' . ઉપર જણાવેલ સંવત્સરિક પ્રતિક્રમણના કેન્દ્રમાં વિશ્વમૈત્રીને ઘાતક નીચેને ભાવનામંત્ર રહેલો છે. " ___ खामेमि सव्व जीवे, सब्वे जीवा खमन्तु मे ।
मित्ति मे सव्व मूएसु, वेहं मज्झ न केगइ ।। ' અર્થાત “સર્વે જીવોને હું ક્ષમા આપું છું, ખમાવું છું, અને સર્વે જીવે મને ક્ષમા આપે, ખમા ! સર્વ ભૂતમાત્ર વિષે મારા દિલમાં મૈત્રીભાવ છે અને કોઈ પણ જીવ વિશે મને વૈરભાવ નથી.” * આ સંવત્સરિ પર્વ દર વર્ષના ભાદરવા સુદ ૪ અથવા તે ૫ના રોજ આવે છે. એ અને એની આગળના સાત દિવસ એમ કુલ આઠ દિવસના ધાર્મિક પર્વને પર્યુષણ પર્વના નામથી ઓળખાવવામાં આવે છે. * ખ્રિસ્તી લોકોમાં જેમ ઈસ્ટર વીક-ઈસ્ટરને લગનું અઠવાડિયું-માર્ચ આખરમાં આવે છે અને તે જેમ ધાર્મિક આરાધના સાથે જોડાયેલું છે તેવી જ ધાર્મિક આરાધના જૈનેના આ પર્યુષણ પર્વની સાથે સંકલિત કરવામાં આવેલ છે. અને આ કારણે જેનેના જીવનમાં પર્યુષણ પર્વ અને તેમાં પણ તેને છેલ્લે દિવસ-સંવત્સરિનું પર્વ-અસાધારણ મહત્ત્વ ધરાવે છે.
. જેવી રીતે ઘરમાં હંમેશાં ઝાડુ મારવામાં આવે છે, ત્રણ–ચાર મહિને વધારે પ્રમાણમાં સાફસૂફી કરવામાં આવે છે અને દિવાળીના દિવસની શરૂઆતના દિવસે આસો વદ ૧૨ના રોજ ઘર યા દુકાનના ખૂણેખાંચરે રહેલો કચરો ઝડીઝાપટીને સાફ કરવામાં આવે છે, અને પાણીના પિતાથી અને લીપણનુંપણથી આખું ઘર સ્વચ્છસુઘડ બનાવવામાં આવે છે, જેવી રીતે એક વ્યાપાર હંમેશાં સાંજ પંથે આખા દિવસમાં કેટલું વેચાણ થયું અને કેટલે નફો થયો તેને અંદાજ તારવે છે, ત્રણ–ચાર મહિને પોતે કયાં ઊભે છે તેને કયાસ કાઢે છે અને બાર મહિને ચાલુ લેવડદેવડ બને તેટલી પતાવીનેચેખ કરીને-તથા ચેપડામાં જરૂરી નામું તથા હવાલા નાંખીને માલપુરાંત નોંધીને, રોકડ મેળવીને આખા વર્ષના નફા–ટાને સાચે યાર કાઢે છે અને નવા વર્ષે નવું પ્રસ્થાન શરૂ કરે છે, તેવી જ રીતે ધર્મપરાયણ શ્રાવક સવાર-સાંજનું અ૯૫ સમયનું પ્રતિક્રમણ કરીને પોતાની દૈનિક જીવનચર્યાને તપાસે છે, દર ચાર માસે થોડા વધારે ઊંડાણર્થી પોતાના આચરણને નિહાળે છે અને સંવત્સરિના રોજ પોતાના જીવનની ઝીણામાં ઝીણી વિગતનું
*જૈનેના દિગંબર સંપ્રદાયનાં પર્યુષણ ભાદરવા સુદ પથી સુદ ૧૪ સુધી એમ દશ દિવસના હોય છે. અન્ય સર્વ સંપ્રદાયના પર્યુષણ ઉપર જણાવ્યું તે મુજબ આઠ દિવસના હોય છે. તંત્રી
બારીકીથી પૃથક્કરણ કરે છે, જ્યાં જ્યાં પિતાને દેષ થયેલે માલુમ પડે તે અંગે ઊંડા દિલને અનુતાપ અનુભવે છે, આવા દોષે ફરીને કેમ ન થવા પામે તેને ઊંડાણથી વિચાર કરે છે, નવા નિશ્ચય કરે છે, અને અન્યની ક્ષમા માગીને તેમ જ અન્યને ક્ષમા આપીને હળવે બનેલ એ આ શ્રાવક જીવનશુદ્ધિના માર્ગે આગળ પ્રયાણ કરે છે. જૈનેમાં મનાતા સંવત્સરિ પર્વનું આ હાર્દ છે, આ મહત્ત્વ છે.
અહીં સ્પષ્ટ કરવું જોઈએ કે ઉપર જણાવેલ દૈનિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણની પરંપરા મુજબ નિયમિત પ્રતિક્રમણ કરનારા શ્રાવક-શ્રાવિકાએ સંખ્યામાં બહુ જ અ૯પ હોય છે. બહુ ઓછા જૈનમાં આટલી ઊંડી ધર્મનિષ્ઠા, જાગૃતિ અને આગ્રહ હોય છે. મોટા ભાગના શ્રાવકો-જેને દર વર્ષે આવતા સાંવત્સરિકપર્વના દિવસે કાંઈને કાંઈ વ્રત કરે છે અને સાંવત્સરિક પ્રતિક્રમણથી સંતોષ માને છે અને વર્ષમાં એક વાર આ પવિત્ર મંગળ દિવસે વિસ્તૃત પ્રતિક્રમણ કરી આત્માભિમુખ બને છે, અને ચાલુ જીવનચર્યાને બને તેટલી વધારે દોષમુકત અને વિશુદ્ધતર બનાવવાને મને મન નિરધાર કરે છે.
ખ્રિસ્તી સંપ્રદાયમાં પણ પોતાના પાપની કબુલાત કરવાની પ્રથા પ્રચલિત છે. તેની પાછળનો આશય સાંવત્સરિક પ્રતિક્રમણને અમુક અંશે મળતે છે અને તે એ કે પિતાથી થયેલી ભૂલે મોકળા મને કબુલ કરવ, પશ્ચાતાપ કરવો અને મનને ભાર હળવે કરવે. પણ આ બંને વચ્ચે મોટે ફરક એ છે કે ખ્રિસ્તીઓમાં મરણ સમયે કોઈ પાદરીને બોલાવવામાં આવે છે અને મરણોન્મુખ ખ્રિસ્તી પિતાના પાપની કબુલાત કરે છે, એ શ્રદ્ધાથી કે આમ કરવાથી કયામતને દિવસે ઈશ્વર તેના પાપની માફી આપશે અને સ્વર્ગમાં પ્રવેશ મળશે, જ્યારે સાંવત્સરિક પ્રતિક્રમણ પાછળ આવી કોઈ માન્યતા કે શ્રદ્ધા નથી, અથવા તે ધમેં આપેલી બાંહ્યધરીની કોઈ કલ્પના નથી. વળી આ પાપની કબુલાત-કફેશન–એ તો જયારે સુધરવા માટે કોઈ અવકાશ નથી રહે એવી જિદંગીની છેવટની ! ઘડીને પશ્ચાતાપ છે, જ્યારે સંવત્સરિ પ્રતિક્રમણ વર્ષે વર્ષો પૂનરાવર્તન પામતી ધાર્મિક ક્રિયા છે અને આમ કરવાથી મન ઉપર રહેલા દોષોને-પાને-ભાર હળવો થાય, એ દોથ થવી જોઈતી. નિવૃત્તિ સરળ થાય, અન્ય વિષેના રાંગદ્ર ષ નરમ પડે અને અંતર્મુખતા તથા જાગૃતિ વધારે કેળવાય–આવી ભાવના અને વિચારણા આ પ્રતિક્રમણના-વિશેષત: સંવત્સરિ પર્વના-આયેાજન પાછળ રહેલી છે.
જૈન ધર્મ આખરે આધ્યાત્મસાધનાને, કર્મોના ચક્રમાંથી અને ભવભ્રમણના ફેરામાંથી છૂટીને મોક્ષ પ્રાપ્ત કરવાનો માર્ગ છે. એ માટે પોતાના ચાલુ જીવનનું સતત સંશોધન, પ્રતિક્રમણ, આન્તર નિરીક્ષણની અને અનવરત સંયમન તથા તપની અપેક્ષા રહે છે. સમય માં જુયો -એક પણ ક્ષણને પ્રમાદ ન કરશ. એવી ભગવાન મહાવરની આજ્ઞા છે. સતત જાગૃતિ અને સતત સંમાર્જન એ આ સાધનાના ધ વપદ છે. સંવારિ પર્વ, તે પાછળ રહેલી ભાવના મુજબ જે મનાવવામાં આવે, ઉજવવામાં આવે, તેને જીવન સાથે સાંકળવામાં આવે તો, તે આધ્યાત્મિક ઉર્ધ્વગમનના એક પગથિયા રૂપ બની શકે છે.
આ સંવત્સરિ પર્વ સાથે જોડાયેલી આ ઔપચારિક ધાર્મિક ક્રિયામાં જૈને સિવાય બીજા લોકોને રસ હેડવા સંભવ નથી. તેમાં , પણ અનેક એવાં ભાઈ-બહેન છે કે જેમનાં જીવનમાંથી આજે આવી ક્રિયાભિમુખતા ઓસરી ગઈ છે. આમ છતાં પણ સંવત્સરિ પર્વના જે સંદેશ છે કે, આપણે આપણી જાતને સતત નિરીક્ષણ. કરતા રહેવું, ભૂલે દેખાય તે કબુલ કરવી, અને તેની ભૂલે ફરીથી ન થાય તે નિરધાર કર, થયેલા દોષે માટે સર્વ જીવેની ક્ષમા માગવી અને સર્વ જીવોને ક્ષમા આપવી અને પોતાના ચિત્તને સર્વ કોઈ જીવો વિષે મૈત્રીમુકત અને વૈરમુકત બનાવવું-આ સંદેશ સર્વ કોઈ માનવ માટે આદરણીય અને અનુસરણીય છે. આવી ભાવના સર્વવ્યાપી બને તો આજે જયાં ત્યાં ઊભા થતાં દુન્યવ સંઘર્ષો નાશ પામે અને સર્વત્ર પ્રેમ, મૈત્રી અને સદ્ભાવનું સામ્રાજય સ્થાપિત થાય.
પરમાનંદ