SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ REGD. No. 3-4266 વાર્ષિક લવાજમ રૂા. ૪ પ્રબુદ્ધ જીવન પ્રબુદ્ધ જૈન'નું નવસસ્કરણુ વર્ષ ૨૯ : એક ૧૦ મુંબઇ, સપ્ટેમ્બર ૧૬, ૧૯૬૪, બુધવાર આફ્રિકા માટે શિલિંગ ૮ શ્રી મુંબઇ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નક્લ ૨૦ નયા પૈસા તંત્રી: પરમાનંદ કુંવરજી કાપડિયા સંવત્સરિ પર્વ (તા. ૧૦-૯-’૬૪ ગુરુવાર સર્વત્સરિ-પર્વના રોજ રાત્રીના ૮-૧૫ વાગ્યે ઑલ ઇન્ડિયા રેડિયો-મુંબઈ મથક ઉપરથી પ્રસારિત વાર્તાલાપ તે સંસ્થાની ઉદાર · અનુમતિપૂર્વક નીચે પ્રગટ કરવામાં આવે છે. તંત્રી) જૈનોનું આજે સંવત્સરિ પર્વ છે. આ સંવત્સરિ પર્વ એટલે શું? આવા પ્રશ્ન જૈનેતર લોકો જરૂર પૂછવાના. આ સમજવા માટે જૈન વિચાર તેમ જ આચારને જરાવિગતથી સમજવાની જરૂર રહે છે. જીવ, જગત અને ઈશ્વર—આ ત્રણ પ્રશ્નો તત્ત્વચિંતન સાથે આદિ કાળથી જોડાયેલા છે. માનવીનું મન જ્યારે ચિંતનલક્ષી બને છે અને પોતે કોણ છે અને કયાંથી આવ્યા એ પ્રશ્નના ઉકેલ તરફ ઢળે છે ત્યારે એ મુખ્ય પ્રશ્ન સાથે જોડાયેલા એવા બીજા બે પ્રશ્નો તેની સામે આવીને ઊભા રહે છે. પોતે જેમાં અન્તર્ગત છે એવું આ વિશાળ જગત—વિશ્વ એ શું છે અને કોણે બનાવ્યું અને આ જીવ અને જગત પાછળ તેની સર્જક એવી કોઈ અગાચર શકિત છે કે નહિ, અને હોય તો તે શું છે? આમ જીવ, જગત અને ઈશ્વર એ ત્રણ તત્ત્વચિંતનની મુખ્ય બાબતો બને છે. એ વિષે દુનિયાના ધર્મો ભિન્ન ભિન્ન મંતવ્યો ધરાવતા હોય છે અને એ મંતવ્યોની આધારશિલા ઉપર તે તે ધર્મના અનુયાયીદળમાં ચોક્કસ પ્રકારની આચાર—પરંપરાનું નિર્માણ થાય છે. સંવત્સરિ પર્વ જૈનોનું હાઈને, તેના સંદર્ભમાં જૈન ધર્મની તાત્ત્વિક ભૂમિકા અને આચાર પરંપરાનો વિચાર કરવાનું આપને પ્રાપ્ત થાય છે. જીવ દેહથી ભિન્ન અને કર્મવશાત્ અનાદિકાળથી ભવભ્રમણ કરતું એવું એક ચૈતન્ય તત્ત્વ છે એમ જૈનો માને છે. ‘આત્મા'' શબ્દ આના પર્યાય છે. તે પોતાના મૂળ સ્વરૂપે શુદ્ધ બુદ્ધ સ્વસ્થ જ્ઞાનસ્વરૂપી છે, આનંદમય છે, પણ તે અનાદિ કાળથી કર્મોથી વીંટળાયેલા હોઈને, તે છે તેથી અન્યથા વર્તતો દેખાય છે. આ કર્મબંધનોથી મુકત થવું અને મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરવું એ એનું ધ્યેય છે. આ જગત અનાદિ કાળથી ચાલતું આવેલું છે. તેમાં સતત પરિવર્તન થયા કરે છે, પણ તે કોઈ કાળે નહોતું અને થયું અથવા તો આજે છે અને આવતી કાલે નહિં હોય એવી કોઈ સ્થિતિની ક્લ્પના તેના વિષે થઈ શકતી નથી. આમ વિશ્વ અનાદિ અનન્ત હોઈને તેના કર્તા યા. સર્જક એવા કોઈ ઈશ્વરને જૈન દર્શન સ્વીકારતું નથી. આત્મા કર્મોથી મુકત થાય, જ્ઞાનસ્વરૂપ બને, પૂર્ણ દશાને પામે · એટલે તે પરમાત્મા બને. આ પરમાત્મા તે જ જૈનને મન દેવ અથવા ઈશ્વર છે. શુદ્ધ સ્વરૂપે સર્વ આત્મા એકસરખા છે, એટલે એક જ ચૈતન્યના અંશો છે એમ પણ કહી શકાય, પણ અશુદ્ધ સ્વરૂપે સર્વ આત્માઓ પૃથક પૃથક છે. જૈન દર્શનની તાત્ત્વિક ભૂમિકા આવી હાઈને વ્યકિતગત સુખદુ:ખના નિર્માતા જીવ પોતે જ બને છે; તે માટે તેનાં કર્મો જવાબદાર છે. જીવની આજની જે વિશિષ્ટ પરિસ્થિતિ છે તે ગઈ કાલ સુધીના પ્રારબ્ધનું પરિણામ છે; આવતી કાલ અને હવે પછીની સ્થિતિ તેનાં આજનાં કર્મો મુજબ સરજાવાની છે. માનવી જીવનને આ જ વિચાર લાગુ પડતાં વ્યક્તિએ વ્યક્તિએ જે અસમાનતાનું દર્શન થાય છે—પછી તે અસમાનતા ધનને લગતી હોય, ઐશ્વર્યને લગતી હોય, રૂપને લગતી હોય, આરોગ્યને લગતી હોય, બળાબળ, જ્ઞાન-અજ્ઞાન કે કીતિ-અપકીતિને લગતી હોય—આ સર્વ અસમાનતા દરેક વ્યક્તિની સ્વજિત છે. જૈન મતને જીવાના સુખદુ:ખને કર્તાહર્તા એવા કોઈ ઈશ્વરની કલ્પના સ્વીકાર્ય નથી. ઈશ્વરના પ્રસાદને - graceને પણ જૈન માન્યતામાં કોઈ સ્થાન નથી. આત્માના ગામના સધ્ધરેત્। એ ગીતાવાક્ય અનુસાર માનવીએ પોતાના ઉદ્ધાર પોતાથી જ કરવાના છે. આમ જ્યારે માનવીના કર્મને તેની ઉન્નતિ કે અવનિત માટે જવાબદાર બનાવવામાં આવે છે, ત્યારે માનવીને પોતાનાં કર્મના જ વધારે ઊંડાણથી વિચાર કરવાનું પ્રાપ્ત થાય છે. પ્રારબ્ધ કર્મોનાં માઠાં પરિણામોથી શી રીતે બચાય, નવાં કર્મ બંધાતાં કેમ અટકે, કેવાં કર્મો કરવાથી સુખ વધે, ઐશ્વર્ય વધે, જ્ઞાન વધે, કેવાં કર્મો કરવાથી દુ:ખ આવે, ઐશ્વર્ય નષ્ટ થાય, જ્ઞાન પેદા થાય—કર્મતત્ત્વને લગતી આ બધી વિચારણા તરફ ઉર્ધ્વલક્ષી માનવી સહજપણે વળે છે. જૈન દર્શનમાં આ વિચારણા - ઉપર જ સૌથી વધારે ભાર મૂકવામાં આવ્યા છે. આ રીતે વિચારતાં સતત આત્મનિરીક્ષણ, કોઈ પણ ઉર્ધ્વલક્ષી આત્મા માટે અનિવાર્ય બની જાય છે. આજની સ્થિતિ અને પરિસ્થિતિમાંથી ઊંચે આવવું– કર્મમુક્ત દશાને પ્રાપ્ત કરવી-એ પોતાના જ પુરુષાર્થનો વિષય છે, તેમાં કોઈ બહારની શકિત હસ્તક્ષેપ કરતી નથી, કરી શકતી નથી, વાસ્તવિકતા. આ પ્રકારની હોઈને, પોતાના સમગ્ર જીવનને તેના સંશોધન તેમ જ ઉર્દીકરણના—તેને સ્વયં વિચાર કરવાની ફરજ પડે છે. આવી વિચારસરણીમાંથી જૈનો જેને પ્રતિક્રમણ કહે છે એ પ્રકારની એક ધાર્મિક ક્રિયા ઊભી થઈ છે. પ્રતિક્રમણ એટલે પોતાના ચાલુ જીવનચર્યાની આલોચના, ગુણદોષનું પૃથક્કરણ, ગુણાને ઉત્તરોત્તર દઢીભૂત કરવાનો અને દોષોને ઉત્તરોત્તર હળવા કરવાના, નાબુદ કરવાના નિરધાર. આ ધાર્મિક ક્રિયા દિવસમાં બે વખત કરવાની હોય છે: એક સવારના વહેલાં ઊઠીને અને બીજી સાંજને વખતે. આ ધાર્મિક ક્રિયા બે ઘડી ચાલે એટલી હોય છે. સવારની ક્રિયાને રાયસી પ્રતિક્રમણ કહે છે; સાંજની ક્રિયાને દેવસી પ્રતિક્રમણ કહે છે. આ ક્રિયા વ્યકિતગત રીતે થાય છે, તેમ જ સામુદાયિક રીતે પણ કરવામાં આવે છે. રાયસી પ્રતિક્રમણ એટલે પૂરી થયેલી રાત્રી દરમિયાન થયેલા દોષોની આલોચના, અને દેવસી પ્રતિક્રમણ એટલે આખા દિવસ દરમિયાન થયેલા દોષોની આલાચના. દર ચાર મહિને આ પ્રતિક્રમણ મોટા પાયા ઉપર કરવામાં આવે છે, અને તેમાં ચાર માસ દરમિયાન કરવામાં આવેલા અતિચાર દાપોની
SR No.525949
Book TitlePrabuddha Jivan 1964 Year 25 Ank 17 to 24 and Year 26 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1964
Total Pages276
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy