________________
૧૮૪
તારી નજીકમાં જાગતી પહેરો ભરે છે). હું પણ કહીશ કે રસિકલાલ પરીખ જેવા વિદ્વાન જાગતા બેઠા છે, ત્યાં સુધી ગુજરાતી સાહિત્ય નિર્ભય છે.
પ્રબુદ્ધ જીવન
“શૈલીની (Ode to Skylark માંની) પંકિત આ ક્ષણે મને યાદ આવે છે. “We look before and after and pine for what is not." ભૂતકાળમાં શું હતું, ભવિષ્યમાં શું હશે એના વિચાર કરવા અને વર્તમાનમાં જે હાવું જોઈએ પણ નથી એનો ખેદ કરવા એ સ્વાભાવિક છે. પણ અનેકવાર જે આપણી સમક્ષ હોય એનું યથાર્થ દર્શન આપણે કરી શકતા નથી. આપણે કહીએ છીએ કે નરસિંહરાવ, આનંદશંકર જેવા પીઢ પ્રતિષ્ઠિત વિદ્રાનાની પેઢી ગઈ, આજે એવા વિદ્રાનો નથી, પણ હું એ ગઈ પેઢીના વિદ્રાનો અને આજના વિદ્વાનોની સરખામણી કરું છું તો મને એવું લાગતું નથી. હું આ સરખામણી પૂરતા પરિચય વિના નથી કરતા. આનંદશંકરભાઈ મારા પૂજ્ય ગુરુ હતા, નરસિંહ" ભાઈ હું જુવાનિયા હતા ત્યારથી જ રોજ મારે ઘેર આવતા, એની મહત્તાને હું પિછાણું છું. પણ હજી પણ આપણી વચ્ચે જ્યાં સુધી ખંડિત સુખલાલજી, મુનિશ્રી જિનવિજયજી, ઉમાશંકર, રસિકલાલ પરીખ જેવા વિદ્વાનો છે ત્યાં સુધી હું એમ માની શકતા નથી કે આજે વિદ્વાનો નથી. અમે વિદ્રાનાની વ્યાખ્યા એ કરીએ છીએ જે એક સંસ્કૃત શ્લાકમાં આપી છે: सत्यं तपो ज्ञानमहता च विद्दत्प्रमाणं च सुशीलता च L एतानि यो धारयते स विद्वान्, न केवलं यः पठते स विद्वान् ॥ (જે સત્યની શોધનારો હોય, એ અર્થે જે તપશ્ચર્યા કરતો હોય, એ તપ કરીને જેણે જ્ઞાનસાચું જ્ઞાન, પરિણત પ્રજ્ઞા કહીએ તેવું શાનપ્રાપ્ત કર્યું હોય, જે વિદ્વાનોમાં પ્રમાણ મનાતા હોય અને જે સુશીલ હોય તે વિદ્રાન.)
“આવા વિદ્રાના આપણી પાસે છે અને શ્રી રસિકભાઈ પરીખ એ પ્રકારના વિદ્વાન છે. એમની સાહિત્યની ભાવના વિશુદ્ધ અને ઉદાત્ત છે. એમણે પરિષદના પ્રમુખપદેથી આપેલા વ્યાખ્યાનમાં કાવ્યનું પ્રયોજન એ કંડિકા વાંચશેા તે એમની આ ભાવના જોઈ શકશો.
“આજના તરુણ સાહિત્યકારો પરત્ત્વે ભય સેવવાની જરૂર ઝાઝી નથી. નવલાહીઆઓના પ્રયોગોથી ભડકવાની જરૂર નથી, કારણ કે એ લોકો જ, આરંભમાં ગમે તેવા પ્રયોગા કરે તે પણ છેવટે સાહિત્યમાં સાચાસાચ ચિરંજીવ બને તેવું શું છે એ સમજાતાં, એ માર્ગે આપોઆપ વળશે. આપણે એવા અનેક સાહિત્યકારોને જોયા—જાણ્યા છે, જે યુવાનીમાં પ્રગલ્ભ હોય, રસિક હેાવા સાથે સાહસિક હાય, પણ સમય વીતતાં તેઓમાં એવું પરિવર્તન આવ્યું હોય કે એમને આપણે પ્રૌઢ અને સાત્વિક કહી શકીએ.
“પણ આ બાબતમાં વિશાળ વાચકવર્ગની અને જનતાની પણ કંઈક જવાબદારી છે. પ્રકાશકો, જનતા પુસ્તકો ખરીદે તેના ઉપર નભે છે, અને જનતામાં જે પ્રકારનાં પુસ્તકો ખપે તેનું પ્રકાશન હાથમાં લે છે, તેથી લેખક પણ એ પ્રકારનું લખાણ કરે છે. નવલકથામાં કાંઈ જાતીય તત્ત્વ અસાધારણ પ્રકારનું હોય તે લેાકોને ગમે, એટલે પ્રકાશકો અને લેખકો એ દિશામાં જાય એવું પણ બને છે. એ પ્રકારનું લોકપ્રિય લખાણ ન લખે તે લેખકનાં પુસ્તકો સામાન્ય જનતા વાંચતી નથી.
“આપણા આ વિદ્વાન શ્રી રસિકભાઈના જ એક દાખલા લઈએ. એમણે વડોદરામાં જે વ્યાખ્યાનો આપ્યાં તે –“આનંદમીમાંસા”— સામાન્ય જનતા વાંચે એવી આશા ન રખાય, કારણ કે એ પુસ્તકમાં કલાની અને આનંદની ગહન મીમાંસા છે. એમના દર્શન” નામે કાવ્યમાં કલાદેવી કહે છે:
તા. ૧૯-૧-૬૪
આનંદ છે એમ કહીને એ ભૂમાનું કાવ્યના રસમાં, અધ્યાત્મ દષ્ટિમાં, કર્મયોગમાં, આનંદમય દર્શન કરાવ્યું છે. એ ગ્રંથ બધા ન વાંચે કે ન સમજે, પણ જે માટે એમને ભારત સરકારે રૂા. ૫૦૦૦નું ઈનામ આપ્યું એ “વિલક” નાટક પણ કેટલાએ વાંચ્યું હશે ? એમણે વૈદિક પાઠમાલા રચી ત્યારે મુંબઈ યુનિવર્સિટીમાં શીખાતા સંગ્રહોથી ચડે તેવા, ઓકસફર્ડના સંગ્રહની યાદ આપે તેવા, વેદનાં સૂકતોનો સંગ્રહ જોઈને મારી છાતી ગર્વથી ફ્ લી હતી.
“એ રસિક છે; એમની એ રસિકતા એમના નાટયકલાના અભ્યાસમાં વ્યકત થાય છે. વર્ષો પહેલાં–૧૯૨૩માં–મે નોંધ્યું હતું કે નાટયશાસ્ત્રના અભ્યાસ થાય તે કરવા. પણ એટલામાં મેં જોયું કે અમદાવાદમાં રસિકભાઈએ એ અભ્યાસ સારી રીતે કરવા માંડયો છે અને હું ખુશી થયા હતા.
“અમોઘ દઉં હું દષ્ટિ ક્લા—આનંદની હને.” કલાદેવીનું એ દાન સિદ્ધ થયું છે. રસિકભાઈને કલા અને આનંદની દષ્ટિ પ્રાપ્ત થઈ છે અને “આનંદમીમાંસા”માં એમણે ભ્રમામાં જ
“આવા ઉચ્ચ કક્ષાના ગઈ પેઢીના ઉત્તમ વિદ્રાનાની પંકિતમાં બેસે તેવા વિદ્વાન છે તે આપણા આ રસિકભાઈ. એમના ત્રણ જૈન સંસ્થાઓએ આજે સત્કાર કર્યો તે ઘણા હર્ષની વાત છે. હું તો ઈચ્છું કે મુંબઈની અન્ય સાહિત્યધર્મી સંસ્થાઓ એકત્ર થઈને એમના સત્કાર કરે. રસિકભાઈને અને એમના પત્ની માણેકબહેનને સ્વાસ્થ્યમય દીર્ઘ આયુષ્ય ઈચ્છું છું અને આ અર્થ એમને આપવાની આવી તક મને આપવા માટે તમારો ખૂબ આભાર માનું છું.”
ત્યાર બાદ શ્રી રસિકલાલ પરિખનું પ્રમુખશ્રીએ પુષ્પહાર વડે સન્માન કર્યું હતું.
શ્રી રસિકલાલ પરીખનું ઉદ્બોધન
અન્તમાં પોતાના આ બહુમાનનો જવાબ આપતાં શ્રી રસિકલાલ છોટાલાલ પરીખે પેાતાના બાળપણના શાળાજીવનના તથા કાલેજજીવનના કેટલાક અનુભવ સભા સમક્ષ રજૂ કરીને જણાવ્યું કે “મારામાં પાંડિત્ય છે એમ હું માનતા નથી. સંસ્કૃતના મોટા ગ્રંથકારો અને સ્વ. આનંદશંકર ધ્રુવ સાચા પંડિત હતા. એમના પગલે મારાથી ચાલી શકાય તે બસ. મારા પૂનામાંના કાલેજ–જીવન દરમિયાન મારા તત્વજ્ઞાનના પ્રાધ્યાપક રાનડે તથા
ગુણેએ અને કાવ્યશાસ્ત્રના પ્રાધ્યાપક શ્રી પટવર્ધને મારામાં ખૂબ રસ લઈને મને અનેક રીતે ઘડયો છે. મારી વિદ્યાની રુચિ હજી સુધી પૂર્વવત્ ટકી રહી છે. એ રુચિ જે જે વિષયોમાં જાય તે તે વિષયમાં રુચિ સંતોષાય એટલું અધ્યયન કરવા મે મહેનત કરી છે. એથી વિશેષ મારે માટે કાંઈ દાવા યોગ્ય રીતે કરી શકું એમ મને લાગતું નથી.
“પરમાનંદભાઈ મારા જૂના મિત્ર છે. એમણે મારું સન્માન કરવાની ઈચ્છા વ્યકત કરી એટલે મારે તે સ્વીકારવી જ રહી અને એ પણ ઠીક થયું; કારણ કે મને મારું માપ ખુલ્લું કરવાની સગવડ મળી અને જેમને યશ આપવા ઘટે તેમને યશ આપવાની તક મળી. આ પ્રસંગ યોજીને મારી પ્રત્યેના સદ્ભાવ અને સ્નેહ પ્રગટ કરવા માટે હું આપ સર્વેના આભાર માનું છું.”
અંતમાં ભારત જૈન મહામંડળ (મુંબઈ શાખા)ના મંત્રી શ્રી જટુભાઈ મહેતાએ માન્યવર અતિથિ શ્રી રસિકલાલ પરીખનો, સમારોહનું પ્રમુખસ્થાન શોભાવનાર શ્રી રામપ્રસાદ બક્ષીના; તથા અન્ય સાહિત્યકાર મિત્રોના આભાર માનતાં ભારત જૈન મહામંડળના પરિચય કરાવ્યા હતા.
ત્યાર બાદ પ્રમુખશ્રીને ફ્લહારસમર્પણ, અલ્પાહાર અને પછી ‘વંદે માતરમ્ ’નું ગાન થયા બાદ સભા વિસર્જન કરવામાં આવી હતી.
પૂરક નોંધ: અહીં જણાવવાનું કે આ સન્માનસમારોહના અંતિમ પ્રવચનમાં શ્રી રિાકલાલ પરીખે પાતાની આજીવન વિદ્યોપાસનાને લગતી ઘણી જાણવા જેવી વાતો રજૂ કરી હતી, જેની તે વખતે નોંધ લેવાનું શક્ય બન્યું નહોતું. આ વાતો, મારી વિનંતીને માન આપીને તેમણે વ્યવસ્થિત રીતે લખીને વખતસર મારી ઉપર મોકલી આપી છે, એમ છતાં પણ, જગ્યાના અભાવે આ અંકમાં તેમના એ લખાણને સ્થાન આપી શકાયું નથી. એ રોચક અને ઉદ્બાધક લખાણ આવતા અંકમાં પ્રગટ કરવામાં આવશે.
તંત્રી.
To