SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧-૬૪ પ્રબુદ્ધ જીવન શ્રી રસિકલાલ છેટાલાલ પરીખ અંગે ચાજાયલે સન્માન-સમારંભ ગુજરાતી સાહિત્ય પરિષદના તાજેતરમાં વિલેપાર્લે ખાતે મળેલા ૨૨મા સંમેલનના પ્રમુખ વિદ્રર્ય શ્રી રસિકલાલ છોટાલાલ પરિખનું પરિષદ-સંમેલન પૂરું થયાને બીજે દિવસે તા. ૩૧-૧૨-’૬૩ના રોજ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સભાગૃહમાં સાંજના સમયે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, શ્રી ભારત જૈનમહામંડળ (મુંબઈ શાખા), તથા શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સંયુકત ઉપક્રમે સાક્ષરવર્ય શ્રી રામપ્રસાદ બક્ષીના પ્રમુખસ્થાને એક બહુમાનસમારંભ યોજવામાં આવ્યા હતા. ઉમર આજે ૬૫ વર્ષની છે. શરીર ધાર્યું કામ આપતું નથી. એમ છતાં વિદ્યા અને સાહિત્યની ઉપાસનામાં તેઓ સદા રત અને વ્યસ્ત છે. તેમને હું દીર્ઘ આયુષ્ય અને કુશળ આરોગ્ય ઈચ્છું છું અને તેમના હાથે હજુ સાહિત્યની અનેકવિધ સેવાઓ થતી રહે એમ અંતરથી પ્રાર્થુ છું.” શ્રી માલિનીબહેન શાસ્ત્રીના મંગળ ગીતથી આ સમારંભની શરૂઆત કરવામાં આવી હતી. શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મંત્રી શ્રી ચંદુલાલ વર્ધમાન શાહે ત્યાર બાદ ઉપસ્થિત ભાઈ-બહુનોને આવકાર આપ્યા હતા. શ્રી રિસકલાલ પરીખ સંપાદિત ‘કાવ્યાનુશાસન’ મહાવીર જૈન વિદ્યાલય તરફથી પ્રગટ કરવામાં આવ્યું હતું એ રીતે એ સંસ્થાના શ્રી રસિકભાઈ સાથેના ઘણા જૂના સંબંધનો તેમણે ખ્યાલ આપ્યો હતો, સાથે સાથે સંસ્થાના ટૂંક પરિચય આપ્યો હતો અને ઉપસ્થિત સાહિત્યરસિક બંધુઓને વધારે ને વધારે લાકભાગ બને એવા સાહિત્યનું નિર્માણ કરવા અનુરોધ કર્યો હતો અને છેવટે આ બહુમાન સમારંભનું સંચાલન કરવા શ્રી રામપ્રસાદ બક્ષીને તેમણે વિનંતી કરી હતી. પ્રાસંગિક વિવેચના ત્યાર બાદ પ્રમુખશ્રીની આજ્ઞા થતાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મંત્રી શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાએ શ્રી રસિકભાઈના પરિચય આપતાં જણાવ્યું હતું કે “રસિકભાઈ મૂળ પેથાપુરના છે. તેમના પિતાશ્રી સાદરામાં વકીલાત કરતા હતા. રસિકભાઈ ફરગ્યુસન કાલેજમાં ભણેલા. એ વખતના સુવિખ્યાત અધ્યાપકો સ્વ. રાનડે, ગુણૅ વગેરેના તેઓ સીધા સંપર્કમાં આવેલા. તેમના પિતાશ્રીની ઈચ્છા તેમને બેરિસ્ટર બનાવવાની હતી, પણ તેમને અણધાર્યો દેહાંત થતાં એ ઈચ્છા અમલી બની ન શકી. અભ્યાસ પૂરો થયા બાદ ઈંદુલાલ યાજ્ઞિક તથા શ્રી રામનારાયણ પાઠક સાથે મળીને અમદાવાદમાં તેમણે ‘ગુજરાત શિક્ષણ મંડળ’ ઊભું કર્યું હતું, પણ એવામાં અસહકારના જુવાળ આવ્યો, ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ અને ગુજરાત મહાવિદ્યાલયમાં રસિકભાઈ અધ્યાપક તરીકે નિમાયા તથા પુરાતત્વ મંદિરના મંત્રી બન્યા. એ સમય દરમિયાન તેમણે ‘વૈદિક પાઠાવલી' તૈયાર કરી તથા પુરાતત્વ માસિક કે ત્રિમાસિકનું સંપાદન કર્યું. સમયાંતરે તેઓ ગુજરાત વિદ્યાસભામાં જોડાયા, જેનું સંચાલન છેલ્લાં વીસ વર્ષથી તેઓ કરી રહેલ છે. તેમના માર્ગદર્શન નીચે શ્રી ભાળાભાઈ જેસંગભાઈ વિદ્યાલય સ્થપાયું છે અને તેમાં અનુસ્નાતક ધારણાના અધ્યયનની સગવડ કરવામાં આવી છે. એ સમય દરમિયાન તેમનું “કાવ્યાનુંશાસન” પ્રગટ થયું હતું. મેના ગુર્જરી' નાટકે તેમની નાટયકળા અંગેની કુશળતાની ગુજરાતને જાણ કરી છે અને તેમણે લખેલા ‘શર્વિલક’ નાટક માટે બે વર્ષ પહેલાં ભારતસરકાર તરફથી રૂા. ૫૦૦૦નું પારિતોષિક મળતાં તેમને ભારતવ્યાપી ખ્યાતિ મળી છે. આવી વિશિષ્ટ વિદ્યાનિષ્ઠ વ્યકિત ગુજરાતી સાહિત્ય પરિષદના ૨૨માં સંમેલનનું પ્રમુખસ્થાન શોભાવવાનું નિમિત્ત બનતાં અમે તેમને આપણી વચ્ચે બોલાવી શકયા છીએ અને તેમનું આ રીતે બહુમાન કરવાનો સુયાગ અમને સાંપડયો છે. આ કારણે આ સમારંભનું આયોજન કરતી ત્રણે સંસ્થાના અમે સભ્યો ખૂબ આનંદ અનુ ભવીએ છીએ. અમારા મુંબઈ જૈન યુવક સંઘ તરફથી યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન આપવા માટે તેમને મેં આગળ ઉપર બે ત્રણ વાર નિમંત્રણ આપેલું, પણ એક યા બીજા કારણેમોટા ભાગે નાદુરસ્ત તબિયતના કારણે—તેઓ આવી શકયા નહોતા. આજે ગુજરાતી સાહિત્ય પરિષદના અનુસંધાનમાં તેમની શુભ ઉપસ્થિતિ થતાં અમારો સંઘ સવિશેષ આનંદ અનુભવે છે. તેમની ૧૮૩ ત્યાર બાદ ગુજરાતના કળાગુરુ શ્રી રવિશંકર રાવળે પ્રસંગોચિત વિવેચન કરતાં જણાવ્યું કે “શ્રી રસિકભાઈ પરીખની વિચારસાધના અને સંસ્કારપ્રિયતા તેમ જ વિદ્યોપાસના મારે માટે હંમેશાં અહોભાવરૂપે દેખાયાં છે. હું શબ્દસૃષ્ટિનો સાધક નથી, પરંતુ રૂપસૃષ્ટિના આવીર્ભાવાના શોધક છું અને તેમાં સંસ્કૃતિનાં દર્શન કરી કૃતાર્થ થાઉં છું, છતાં રસિકભાઈના સમાગમમાં આવતાં તેમના જેવા પીઢ વિદ્વાનને આ રૂપસૃષ્ટિમાં પણ મારી જેટલા જ પ્રેમ અને આદર ધરાવતા જોઈ હું ઘણી વાર આશ્ચર્ય અનુભવું છું. નાટક, ચિત્ર, શિલ્પ કે અલંકારોના વિષયમાં તેમની સાથે ચર્ચા કરતાં સંસ્કૃતિના ત્રાજવે વિચાર કરવાની તેમની શૈલીથી હું મુગ્ધ થયો છું અને તેમની પાસેથી અનેકવાર મારા કાર્યમાં પ્રમાણિત અભિપ્રાય અને માર્ગદર્શન પણ મેળવતો રહ્યો છું. મારી ચિત્રપ્રવૃત્તિમાં તેમનો અનુકૂળ અભિપ્રાય કે પ્રશંસા મળતાં મને ખરેખરો ઉત્સાહ અને આનંદ મળતાં અને સંસ્કૃતિનાં કાર્યોમાં તેમની સાથે એક સહધર્મી તરીકે સહકાર આપતાં, મને સંતોષ અને પર્યાપ્તિના અનુભવ થયો છે.” ‘રુચિ’'માસિકના તંત્રી અને જાણીતા સાહિત્યકાર શ્રી ચુની લાલ મડિયાએ જણાવ્યું કે “મુરબ્બી શ્રી રસિકલાલ પરીખ વસ્તુપાળ તેજપાળના સીધા વંશજ હોવા છતાં, તેઓ આપણા બાહ્ય જીવન ઉપર રાજ્યશાસન કરતા નથી, પણ સાહિત્યકાર, કળાકાર, અને વિદ્રાન તરીકે આપણા હ્રદય ઉપર શાસન કરે છે. ભારતમાં તો શું પણ વિશ્વભરના પચ્ચાસેક વિદ્વાનોમાં તેમની ગણના થઈ શકે એવું તેમનું અગાધ પાંડિત્ય છે અને એવા ઉત્કૃષ્ટ કોટિના વિદ્રાન છે.” રંગભૂમિના ક્ષેત્રમાં ‘સુંદરી’ના નામથી જાણીતા શ્રી જયશંકર ભાજકે જણાવ્યું કે, “નાટયશાસ્ત્ર, નાટકના ગુણો અને ભૂમિકાઓ સંબંધેની મારી મુશ્કેલીઓ શ્રી રસિકભાઈએ ઉકેલી આપી છે અને તેમની પાસેથી મને હંમેશાં કંઈ ને કંઈ નવું જાણવાનું મળ્યું છે.” વ્યાકરણશાસ્ત્રી શ્રી કેશવરામ કા. શાસ્ત્રીએ શ્રી રસિકભાઈને બહુમાન અંજિલ આપતાં જણાવ્યું કે “ભારતીય સંસ્કૃતિમાં એવા કોઈ વિષય નથી કે જેમાં તેમના પ્રવેશ કે પ્રભુત્વ નહિ હોય.” અમદાવાદની હરગોવિંદદાસ કાળીદાસ આર્ટ્સ કાલેજના આચાર્ય શ્રી યશવંત શુકલે જણાવ્યું કે “સાળ વર્ષથી હું તેમના હાથ નીચે કામ કરું છું પણ તેમણે કયારેય મારી ઉપર ઉપરીપણુ દેખાડયું નથી. તેમની સાથેની સામાન્ય વાતચીતમાં પણ દ્રષ્ટિ આડેનાં પડળા ખસી જાય છે. મારી દ્રષ્ટિએ વિદ્યાસંપનેાની કોટિમાં સ્વ. આનંદશંકર બાપુભાઈ ધ્રુવ પછી તેઓ જ બહુમુખી પ્રતિભા ધરાવે છે.” પ્રમુખસ્થાનેથી રામપ્રસાદ બક્ષીનું વિવેચન 7 ત્યાર બાદ પ્રમુખસ્થાનેથી પ્રવચન કરતાં શ્રી રામપ્રસાદ બક્ષીએ જણાવ્યું કે “ગુજરાતી સાહિત્ય પરિષદના સંમેલનનો અવસર છે અને એના પ્રમુખ શ્રી રસિકભાઈ પરીખને સન્માનવાનો આ પ્રસંગ છે, ત્યારે આપણાં સાહિત્યના ભૂતકાળના તથા ભાવિને વિચાર આવે અને સાહિત્યના “ચાકિયાતા”ને એમની જવાબદારી પ્રત્યે સભાન કરવાના પ્રયત્ન થાય એ સ્વાભાવિક છે. સાહિત્યના ભાવિ વિષે સાશંક રહેનારને હું કહીશ કે ચિતાનું કારણ નથી. કવિ જગન્નાથને (અપ પય) અપ્પય દીક્ષિતે કહેલી પંકિત મશહૂર છે : “ અથવા સુલે રશીયા: નિવ≥ નતિનાવી મવત': (નદીમાં પડીજવાના ભય વિના, સુખે સૂતા રહે, કારણ કે ગંગામૈયા
SR No.525949
Book TitlePrabuddha Jivan 1964 Year 25 Ank 17 to 24 and Year 26 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1964
Total Pages276
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy