________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૯-૬૪
“કળપ્રતિગામી આચાર્યથી મુંબઈનો
જૈન સમાજ ચેતીને ચાલે!”
ભાગ ભજવવા મા
જ ધારી આપી છે તે
1
.M.
A
...
વીએ
1
વ્યા છે, અને જે જૂથે ભવિષ્યમાં કદાચ વધુ મોટા પાયા ઉપર ભયંકર ઉલ્કાપાત મચાવે એવા જૂથોથી દૂર રહેવું. - ' “વૈરવૃત્તિ, તિરસ્કાર અને આંતર સંઘર્ષો પ્રવર્તતાં હોવા છતાં, વધુ ને વધુ સહકાર તરફ અને એક જ વિશ્વ-સામ્રાજ્યની રચના તરફ વિશ્વ આજે અચૂક રીતે આગળ વધી રહ્યું છે. આ ‘એક વિશ્વ' માટે જ સ્વતંત્ર ભારત કાર્ય કરશે.
આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મહત્ત્વને ભાગ ભજવવા માટે જે રાષ્ટ્રને નસીબે યારી આપી છે તે અમેરિકાને અમે અભિનંદન પાઠ- વીએ છીએ.... વિશ્વની ઘટનાઓને સાકાર ક્રવાની પ્રચંડ જવાબદારી જે રાષ્ટ્રને માથે આવી છે એવા આધુનિક વિશ્વના એક મહાન રાષ્ટ્ર સેવિયેટ યુનિયનને પણ અમે અભિનંદીએ છીએ.”
૨૨ મી જૂન ૧૯૬૪ની છેલ્લી પત્રકાર - પરિષદમાં, પિતાના વારસદાર કોણ હશે એ અંગે પંડિતજી કેમ કાંઈ નિર્દેશ કરતા
નથી એવા એક પ્રશ્નના જવાબમાં તેઓએ કહ્યું હતું: “મારી . * જિંદગી કાંઈ જલદી પૂરી થવાની નથી.” અને ત્યારપછી પાંચ જ
દિવસમાં એ [જદગીને અંત આવ્યો ! - પોતે કેટલું વધું જીવશે એને નિર્ણય કરી એની જાહેરાત
કરનાર વ્યકિતઓથી ઈશ્વર સાચે જ દુભાતો હશે ? ગાંધીજીએ - એક વખત કહ્યું હતું કે તેઓ પોતે એકસો વીસ વર્ષ સુધી જીવ- વાની ચોક્કસ શ્રદ્ધા રાખે છે; અને એ નિવેદન પછી થોડા જ દિવ
સમાં એમનું ખૂન થયું. શું ઈશ્વરની એવો પાઠ આપવાની ઈચ્છા હશે કે, મહાનમાં પણ મહાન – સર્વોત્કૃષ્ટ માનવી પણ પોતાની પણની બહાર નથી?
ગમે તે હોય, પણ અર્ધી સદીથી પણ વધુ સમય માટે ઉત્તમ ' જીવન જીવી જનાર એવી આ વ્યકિતને પિતાને ભેગ બનાવ્યા તે પછી દેવે પણ એના માટે આંસુ સારતા હશે; તેમ જ આ જ ક્ષણે કે એમના મૃતદેહ પાસેથી પસાર થઈ અંજલિ અર્પતા હજારો શેકા- ર્થીએ પિતાના મનમાં ચિંતવતા હશે :
Woe is me To have seen what I've seen,
To see what I see! '. હું કેવો કમનસીબ કે મારી આંખે આ જોવાનું અને મારી * નજરે આ નિહાળવાતું આવ્યું!
- પરમ દિવસે જ્યારે હું અને મારાં પત્ની હિન્દુસ્તાનને કિનારે છોડી રહ્યા છીએ ત્યારે અમને એમ લાગશે જ કે, ઇન્દિરા ગાંધી જેમ અનાથ બન્યાં છે, એમ અકાળે અનાથ બનેલા અમે પણ આ દેશને છોડી જઈએ છીએ. અનુવાદક
મૂળ અંગ્રેજી શ્રી ધીરજલાલ ધનજીભાઈ શાહ શ્રી કે. પી. એસ. મેનન
,
(ઉપરના મથાળા નીચે તા. ૧-૮-૬૪ ના પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થયેલી નોંધ અંગે બે ચર્ચાપત્રો મળ્યાં છે: (૧) શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ તરફથી, (૨) શ્રી સુબોધચંદ્ર નાનાલાલ શાહ તરફથી. આમાંનું પહેલું ચર્ચાપત્ર નીચે પ્રગટ કરવામાં આવે છે; બીજું ચર્ચાપત્ર “પ્રબુદ્ધ જીવન’ ના આગામી અંકમાં પ્રગટ કરવામાં આવશે.
તંત્રી) શ્રાવકોની જવાબદારી પ્રબુદ્ધ જીવનના તા. ૧-૮-૬૪ ના અંકમાં, આચાર્ય શ્રી વિજયરામચંદ્રસુરિના “સ્થિતિચુસ્ત અને પ્રત્યાઘાતી” વલણ સંબંધે શી પરમાનંદભાઇએ વિગતથી લખ્યું છે. એમની જીવનદષ્ટિ કાળપ્રતિગામી છે અને તેમને કારણે સંઘોમાં ઝઘડા અને વિખવાદ થયા છે એમ જણાવ્યું છે. આચાર્યશ્રીનું આવું વલણ હશે અને તે જે કરાવે છે તેમાં સમાજનું અહિત હશે. પણ આ સંબંધ આચાર્યશ્રીને દોષ વિચારીએ તેના કરતાં શ્રાવકો તે માટે કેટલા જવાબદાર છે તે, મારા નમ્ર મત મુજબ, વધારે વિચારણીય છે.
જૈન શમણવર્ગનું બંધારણ અને તેમની પરિસ્થિતિ એવી છે કે શ્રાવકના સહકાર વિના તે કાંઈ જ કરી ન શકે. પોતાનાં અન્ન, વસ્ત્ર કે રહેઠાણ માટે પણ શ્રાવકો ઉપર તેમનું આલંબન છે. તેથી, તેમની જીવનદષ્ટિ ગમે તેવી હોય તો પણ, શ્રાવકવર્ગ જાગૃત હોય, તે સાધુ સાધ્વી સમાજહિતવિરોધી કોઈ કામ કરી શકે જ નહિ.
અહીં હકીકત એમ છે કે શ્રાવકોમાં હજી એટલી અંધશ્રદ્ધા છે કે સ્વતંત્રપણે વિચાર કરવાને બદલે, સાધુ - સાધ્વીના દોરવાયા, વર્તે છે. પોતાના ધર્મગુરુ પ્રત્યે માન હોય તો તે યોગ્ય છે. દેવ, ગુરુ અને ધર્મ પ્રત્યેની શ્રદ્ધા આપણા જીવનને પાયો છે. પણ તે શ્રદ્ધા જ્યારે અંધશ્રદ્ધા બને છે ત્યારે, વિપરીત પરિણામ આવે છે, | મારો અનુભવ છે કે જીવનના અન્ય ક્ષેત્રે, જે પ્રગતિશીલ વિચારો ધરાવે છે તેવી વ્યકિતઓ પણ ધાર્મિક બાબતમાં સ્થિતિચુસ્ત રહે છે. સંભવ છે કે આ વલણ, કેટલેક દરજજે અજ્ઞાનનું, કંઈક ભયનું અને મોટે ભાગે જડ પરંપરાનું પરિણામ હોય. જેઓ સામાજિક જીવનમાં, યુગને અનુરૂપ, મોટા ફેરફારો કરવા તૈયાર હોય છે, તેવા ભાઈઓ પણ, ધાર્મિક ક્ષેત્રે, ચુસ્તપણે પરંપરાને વળગી રહે છે. શાસ્ત્રવચનમાં “કાને, માત્રા, મડી, પદ, અક્ષર, અધિક વિપરિત” ન થાય એવું આપણે ભણતા આવ્યા છીએ. સાચા જ્ઞાનને અભાવ, ઉંડો વિચાર કરવાની અનિચ્છા, ધર્મનાં અનુષ્ઠાને અને તેની પાછળની ભાવના સમજવાની અશકિત, પરંપરાગત ધાર્મિક આચારપ્રણાલિકામાં ફેરફાર કરવાથી ભારે અનિષ્ટ થઈ જશે એવો ભય વિગેરે ઘણાં કારણોથી, જનસમુદાયને મોટો વર્ગ, ધાર્મિક બાબતોમાં સ્થિતિચુસ્ત રહે છે. માત્ર જેને માટે આ હકીકત છે એમ નથી. દરેક કોમની આ સ્થિતિ છે.
જૈન સમાજમાં આવી સ્થિતિ માટે શ્રાવકોની જવાબદારી વધારે છે. અન્ય ધર્મોમાં, તેમના ધર્મગુરુઓ પાસે, સ્વતંત્ર મિક્ત. અને સાધને હોય છે જેને કારણે પણ, ધર્મગુરુઓ ધાર્યું કરી શકે છે. જેને માટે તેમ નથી. શ્રાવકના સહકાર વિના તેમનાથી કિાંઈ જ ન થાય.
શ્રી પરમાનંદભાઈએ આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરિના પ્રત્યાઘાતી અને સમાજહિત વિરોધી કાર્યોના જે દાખલાઓ આપ્યા છે તેને જ વિચાર કરીએ તે આ સ્પષ્ટ થશે. દા. ત. નેહરુના અવસાનના દસ દિવસ થયા નહોતાં, ત્યારે, હાથી, ઘોડા, બેન્ડ
વિષયસૂચિ
પૃષ્ઠ ભગવાન મહાવીરનું ચરિત્ર ગોપાલદાસ જીવાભાઈ પટેલ ૮૩
અને તેમણે પ્રરૂપેલો સંયમધર્મ .. વ. વીરચંદ રાઘવજી ગાંધી રતિલાલ દીપચંદ દેસાઈ ૮૫ અંગ્રેજીને પ્રશ્ન
ઝીણાભાઈ રતનજી દેસાઈ ૮૭ અંગ્રેજીને પ્રશ્ન: તંત્રીનેધ
પરમાનંદ ૮૮ “નહેરૂ પ્લેટોની કલ્પનાના કે. એસ. પી. મેનન ૯૦ ફીસફર-કીંગ” તવદષ્ટા રાજવી-હતો”
કાલપ્રતિગામી આચાર્યથી ચીમનલાલ ચકુભાઈ શાહ ૯૨ મુંબઈને જૈન સમાજ ચેતીને ચાલે”. પર્યુષણ વ્યાખ્યાનમાળા કાર્યક્રમ