SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૯-૨૬૪ પ્રબુદ્ધ જીવન મુંબઇ જૈન યુવક સંઘના સભ્યાને તથા ‘પ્રબુદ્ધે જીવન”ના વાચ કાને નમ્ર અનુરાધ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ આજે ૩૫ વર્ષથી મર્યાદિત આકારમાં જૈન - જૈનેતર એવા વિશાળ સમાજની અખંડ સેવા કરી રહ્યો છે. આ સંઘ દ્રારા ૩૦ વર્ષથી યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળા સંઘની એક વિશિષ્ટ સાંસ્કૃતિક પ્રવૃત્તિ છે. આ વ્યાખ્યાનમાળા જેમાં કોઈ કોમી કે સાંપ્રદાયિક ભાવ નથી એવા એક વિશાળ ધોરણ ઉપર યોજવામાં આવે છે અને તે દ્વારા જીવનસ્પશી વિચારોનું મોટા પાયા ઉપર આદાનપ્રદાન થાય છે અને રાષ્ટ્રની અનેક વિશિષ્ટ વ્યકિતઓના દર્શન કરવાની અને વિચારો સાંભળવાની તક અનેક ભાઈ-બહેનોને સાંપડે છે. આ સંઘ દ્રારા શ્રી મણિલાલ માકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલય ૨૪ વર્ષથી ચલાવવામાં આવે છે અને તેને સંખ્યાબંધ વાચકો સારો લાભ ઉઠાવે છે. આ સંધ તરફથી વૈદ્યકીય રાહતની પ્રવૃત્તિ ચાલે છે અને કશા પણ કોમી ભેદભાવ સિવાય તેના અનેક કુટુંબોને લાભ આપવામાં આવે છે. આ સિવાય સંઘ તરફથી અવાર-નવાર આજના રાજકીય, આર્થિક કે સામાજિક પ્રશ્નો ઉપર જાણકાર વ્યકિતઓનાં વ્યાખ્યાના યોજવામાં આવે છે, નાનાં મોટાં પર્યટનો ગોઠવવામાં આવે છે, અને સંસ્કારપૂરક અનન્ય પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવે છે. આ ઉપરાંત સંઘ તરફથી ‘પ્રબુદ્ધ જીવન’ નામના એક પાક્ષિક પત્રનું પ્રકાશન કરવામાં આવે છે. આ પત્રે ૨૫ વર્ષ પૂરાં કરીને ગયા મે માસથી ૨૬મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. મુંબઈ જૈન યુવક સંઘ માટે આ એક આનંદ અને ગૌરવનો વિષય છે. આ પ્રબુદ્ધ જીવનને અર્ભિર બનાવવામાં તેમ જ વિકસાવવામાં મદદરૂપ થાય તે હેતુથી આ વખતની પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન રૂ।. ૨૫,૦૦૦ની રકમ એકઠી કરવાના સંઘની કાર્યવાહીએ નિર્ણય કર્યો છે. શ્રી પરમાનંદભાઈના તેજસ્વી સંપાદનના પરિણામે પ્રબુદ્ધ જીવન આજે એક અત્યન્ત લોકપ્રિય પાક્ષિક પત્ર બની ચુકયું છે. ગુજરાતી ભાષાના સાયિકોમાં તેણે એક અજોડ સ્થાન પ્રાપ્ત કર્યું છે. નીડરતા અને વાણીસંયમનો તેણે એક અદ્ભુત સમન્વય ગુજરાતી ભાષાભાષી જનતા સમક્ષ રજૂ કર્યો છે. તેમાં પ્રગટ થતા લેખો અનેક સામયિકોમાં અવારનવાર પ્રગટ થતાં જોવા મળે છે. આજના વિચારઘડતરમાં પ્રબુદ્ધ જીવનના ઘણા મોટો ફાળો છે. આજના વિદ્રાનો અને વિચારકોના પ્રબુદ્ધ જીવને સારો આદર પ્રાપ્ત કર્યો છે. પ્રબુદ્ધ જીવન કોઈ પણ મત, સંપ્રદાય, કે રાજકીય પક્ષનું પ્રચારક નથી. રૉજ - બ - રોજ બનતી ઘટનાઓ અંગે તટસ્થ, સ્પષ્ટ, વાજાની ધામધૂમથી ભારે શાનદાર સરઘસ કાઢવામાં આવ્યું. આ કોણે કર્યું ? શ્રાવકોએ ન કર્યું હાત તા આચાર્યશ્રી કરી શકત? જેમણે આ કર્યું તેમણે કાં તો અંધશ્રદ્ધાથી કર્યું અથવા પોતે મોટપ મેળવવા કર્યું. શ્રાવકો પોતે, લૌકિક માન મેળવવા, લબ્ધપ્રતિષ્ઠ આચાર્યો કહે તેમ કરે, તેમાં વધારે દોષ કોને દેવા? ગમે તેવાં પુસ્તકોના પ્રકાશનમાં, બાલ દિક્ષાઓમાં, ધાર્મિક અનુષ્ઠાનોમાં, મંદિરોની પ્રતિષ્ઠામાં, સભાસરઘસામાં, કેટલાંક સાધુ - સાધ્વીની પ્રેરણા હોય છે. પણ, તે બધું કરે છે તો શ્રાવકો અને મોટે ભાગે માન મેળવવા અથવા પેાતાને લક્ષ્મી મળી છે તે બતાવવા. કોઈ સાધુ સારા વકતા હોય, પછી તેના ચારિત્ર વિષે ગમે તેવી શંકા હોય તો પણ તેમના સભા-સરઘસ કોણ યોજે છે? આવી બાબતામાં હમણાં હરીફાઈ જાગી છે અને વિવેકની બધી મર્યાદાઓ છોડીને, અમે જૈનો અથવા કેટલીક વ્યકિત કાંઈક છીએ, તેનું “ ગૌરવ” અનુભવવા, કેટલુંય અનિચ્છનીય થઈ રહ્યું છે, આ માટે શ્રાવકો જ જવાબદાર છે. શ્રમણવર્ગનું માનસ માટે ભાગે સ્થિતિચુસ્ત હોય તેમાં મને આશ્ચર્ય નથી. વિશાળ જગતનો અનુભવ મેળવવાની, વર્તમાન જીવનની સમસ્યાઓ સમજવાની, દુનિયા કઈ દિશામાં જઈ રહી છે તે જાણવાની તેમને કાં તક છે? કેટલાકને શાસ્ત્રોના અભ્યાસ ૯૩ નીડર અને એમ છતાં વિચારગંભીર માર્ગદર્શન આપે છે. આ જ તેની વિશેષતા છે. આમ છતાં તેને ટકાવી રાખવા માટે પ્રારંભથી આજ સુધી જાહેર ખબરોનું અવલંબન લેવામાં આવ્યું નથી અને ગંભીર વિષયાની ગંભીર ચર્ચા - વિચારણા સાથે પ્રબુદ્ધ જીવન જોડાયેલું હોઈને, અને કોઈ પણ પક્ષ કે સંપ્રદાયનું પ્રચારક ન હોવાથી પ્રબુદ્ધ જીવનની ગ્રાહક સંખ્યા અતિ પરિમિત રહી છે. પરિણામે પ્રબુદ્ધ જીવન ચલાવવા પાછળ દર વર્ષે ત્રણથી સાડાત્રણ હજારની ખોટ આવે છે. આ સંયોગામાં પ્રબુદ્ધ જીવન સારા કાગળ ઉપર છપાય, વધારે લેખસામગ્રી આપી શકાય, લેખકોને પુરસ્કારથી નવાજી શકાય, તેને સચિત્ર બનાવી શકાય – આવા મનોરથા અને કલ્પનાને મૂર્તરૂપ આપવા માટે આજના સંયોગામાં કોઈ અવકાશ જ નથી. પ્રબુદ્ધ જીવનની આ વાસ્તવિક પરિસ્થિતિ ધ્યાનમાં લઈને તેમ જ સંઘની ઉપર જણાવેલી જરૂરિયાત લક્ષમાં લઈને સંઘના સભ્યોને, પ્રશંસકોને તેમ જ પ્રબુદ્ધજીવનથી પ્રભાવિત બનેલા બહેળા વાચક સમુદાયને પોતાની કદરના પ્રતીકરૂપે સંઘના અર્થભંડોળમાં બને તેટલી ઉદાર રકમ આ ત્રીજી તારીખથી શરૂ થતી પર્યુષણ વ્યાખ્યાનમાળાની વ્યાખ્યાન સભા દરમિયાન સંઘના કાર્યવાહકોને પહોંચાડવા અથવા તા શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ’ ‘Bombay Jain Yuvak Sangh ના નામ ઉપર ચેકથી સંઘના કાર્યાલય ઉપર (૪૫, ૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ ૩), માકલી આપવા વિનંતિ છે. આગાથી ઓક્ટોબર માસ દરમિયાન પ્રબુદ્ધ જીવનની રજતજયન્તી ઉજવવાના સંધની કાર્યવાહીએ નિર્ણય કર્યો છે, એના અનુસંધાનમાં અમારી પ્રાર્થના છે કે સંઘની અનેકવિધ પ્રવૃત્તિઓ અને પ્રબુદ્ધજીવનની રજત જયન્તીના આ વિશિષ્ટ અવસરને ધ્યાનમાં લઈને અમારા સંઘ સાથે અથવા તો પ્રબુદ્ધ જીવન સાથે એક યા બીજી રીતે સંકળાયેલાં ભાઈ- બહેન ઉપર જણાવેલ અમારા રૂા. ૨૫,૦૦૦ના લક્ષ્યાંકને પહોંચી વળવામાં પોતાથી શકય તેટલા આર્થિક સહકાર આપે અને અમારા કાર્યને આગળ વધારવામાં પ્રોત્સાહિત કરે. સાથે સાથે એટલી આશા અસ્થાને નહિ લેખાય કે મુંબઈ જૈન યુવક સંઘના દરેક સભ્ય તેમ જ પ્રબુદ્ધ જીવનના દરેક ગ્રાહક પ્રબુદ્ધ જીવન માટે એક એક ગ્રાહક મેળવી આપવાની જરૂર સંલ્પ કરશે. રમણિકલાલ મણિલાલ શાહ ચીમનલાલ જેઠાભાઈ શાહ મંત્રીઓ ચીમનલાલ ચકુભાઈ શાહ પ્રમુખ હશે. પણ વિજ્ઞાનના આ યુગમાં, જૈન ધર્મનાં સનાતન સત્યો અને સિદ્ધાંતો, વર્તમાન જીવનની જટિલ સમસ્યાઓ હલ કરવામાં કેવી રીતે માર્ગદર્શક થાય, તેટલું જ્ઞાન મેળવવાના તેમને ક્યાં અવકાશ છે? સાધુ - સાધ્વીની સંખ્યા ગમે તેમ વધારવાના લાભમાં, તેમના જ્ઞાન ચારિત્ર્યની કોણે ચિંતા સેવી છે? કેટલાક સાધુસાધ્વીએ Modern—અઘતન – આધુનિક-દેખાવાનો પ્રયત્ન કરે છે, લોકોને કાંઈક રૂચે એવું કહે છે, પણ આ બધું કેટલું છીછરું હોય છે? જનસમુદાયની સાધુ - સાધ્વી પ્રત્યેની હજી પણ જે શ્રદ્ધા અને ભકિત છે, તેનો વિચાર કરૂ છું ત્યારે થાય છે કે, યોગ્ય દિશામાં કાર્ય થાય, તો આ વર્ગ સમાજ માટે શું ન કરી શકે? આ યોગ્ય દિશા શ્રાવકો જ નક્કી કરી શકે તેમ છે. શ્રાવકો જાગૃત હોય, સંઘમાં એકતા હોય, યોગ્ય માર્ગદર્શન હોય, તે મારો અનુભવ છે કે સાધુ-સાધ્વીઓ ખૂબ મદદરૂપ થાય છે. તેમાંના કેટલાક તા તક માટે ઇન્તેજાર હોય છે. કોઈ સાધુ - સાધ્વી આવી દિશામાં અનુકૂળ ન હોય તો મક્કમપણે તેમને કહી દેવું તે શ્રાવકોનો ધર્મ અને જવાબદારી છે. નિવિવાદ હકીકત છે કે શ્રાવકોની મદદ અને સહકાર વિના સાધુ - સાધ્વી સમાજનું કોઈ અનિષ્ટ કરી ન શકે અને શ્રાવકોના સહકારથી મહાન હિત પણ સાધી શકે. ચીમનલાલ ચકુભાઈ શાહ
SR No.525949
Book TitlePrabuddha Jivan 1964 Year 25 Ank 17 to 24 and Year 26 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1964
Total Pages276
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy