________________
તા. ૧-૯-૨૪
પ્રશુદ્ધ જીવન
ગૌરવ લઈ શકીએ તેમ છીએ; પણ એમાંય જરા તફાવત છે. ડો. રાધાકૃષ્ણન ્ પેાતાની વિદ્રતાને કારણે તત્ત્વજ્ઞાની છે, અને માત્ર રાષ્ટ્રના વડા તરીકે રાષ્ટ્રપતિ; જ્યારે પંડિત જવાહરલાલ પોતાની આગવી સુઝના કારણે તત્ત્વજ્ઞાની હતા; અને વાસ્તવિકતાની દ્રષ્ટિએ રાજા હતા. ડૉ. રાધાકૃષ્ણન્ સરમુખત્યાર થવાનું પસંદ પણ કરે નહિ; ઈંગ્લાંડના રાજા કે રાણીની જેમ એ રાષ્ટ્રના ઔપચારિક વડા તરીકે રહ્યા છે, અને એ જ રીતે રાષ્ટ્રપતિ તીકે રહેવાનું પસંદ કરે, જ્યારે પંડિતજી પોતાના જનસમુદાયનાં હૃદયમાં વિનામુકુટ એ રાજા તરીકે વસી ચૂકયા હતા.
પંડિતજીનું જીવન અવિરત પ્રવૃત્તિઓથી ભર્યુંભાદર્યું હતું. જો કે એઓ આજન્મે તત્ત્વજ્ઞાની હતા, પરંતુ સંયાગવશાત રાજકારણમાં ભૂલા પડી ગયા હતા. જીવન અને મૃત્યુનાં રહસ્યો પામવા માટે ધ્યાનસ્થ થઈ સમય પસાર કરનાર જ તત્ત્વજ્ઞાની હોઈ શકે એવું કાંઈ નથી; પંડિતજી પણ આ રીતે કેટલાક સમય ધ્યાનસ્થ થઈ જતા; પરંતુ મૃત્યુ કરતાં જીવન વધુ મહત્ત્વનું છે; અને ઈશ્વર કરતાં માનવ એ વધુ ઉપયોગી છે એ તત્ત્વજ્ઞાન એને સહજ ભાવે લાધ્યું હતું.
આ દ્રષ્ટિએ એમનો દષ્ટિકોણ કોન્ફયુશિયસના મતને મળતો હતો. એક સમયે જ્યારે કોન્ફયુશિયસના શિષ્યે પૂછ્યું, કે, “મનુષ્ય માટે ઈશ્વરની સેવા આવશ્યક છે?” ત્યારે એણે જવાબ આપ્યા હતા : “તમે તમારા સાથીઆની સેવા કઈ રીતે કરવી એ પણ જાણતા નથી; તા તમે ઈશ્વરની સેવા કઈ રીતે કરી શકશો?” બીજો પ્રશ્ન પૂછાયો : “ઈશ્વરને આપણે નૈવેદ્ય ધરવું?” તરત જ કોમુશિયસે જવાબ આપ્યો : ‘ જરૂર, પણ ઈશ્વરને હાથૅક જેટલા વેગળા રાખીને.’
તપેાતાની રીતે લોકો ઈશ્વરને ભજે એ સામે પંડિતજીને વાંધા નહોતા, પરંતુ તેમણે પાતે ઈશ્વરને પાતાનાથી એક હાથ વેગળા રાખ્યા હતા, અને ઈશ્વરને કે પૃથ્વી પરના એના રખવાળાને સરકારી કાર્યમાં દખલ કરવાની મના કરી દીધી હતી.
આમ શાબ્દિક દ્રષ્ટિએ ધાર્મિક વ્યાખ્યા મુજબ પંડિતજી એક તત્ત્વજ્ઞાની નહાતા; પરંતુ ભગવદ્ગીતાની વ્યાખ્યા મુજબ એ તત્ત્વજ્ઞાની હતા; લગભગ એક યોગી હતા. ગીતાના નીચેના આદર્શને પેાતાના જીવન સાથે તેમની જેમ કોઈએ વણી લીધા હાય એ કલ્પવું પણ મુશ્કેલ છે.
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन । मा कर्मफलहेतुर्भूर्मा ते संगस्त्व कर्मणि ||
“નિષ્કામપણે કાર્ય કરવાના તને અધિકાર છે; એના ફળના નહિ. ફળની ઈચ્છાથી કદી કર્મ કરીશ નહિ; સાથે સાથે કર્મરહિત થવાની કલ્પના પણ કરીશ નહિ. ”
સારીય જિંદગી પંડિતજી કર્મઠ તરીકે જીવ્યા છે. રાજકીય વ્યકિત તરીકે, પોતાનાં કાર્યનાં પરિણામે તેઓ જોયાં - અનુભવ્યા વગર રહી શકે નહિ કે તેની ઉપેક્ષા કરી શકે નહિ, પણ એ એમને મન ગૌણ બાબત હતી.
વારંવાર એઓ કહેતા કે, સદ્કાર્યોનું પરિણામ છેલ્લે જ આવશે; અને એ પરિણામ અશુદ્ધ સાધનાને છાવરશે નહિ. મહાત્મા ગાંધીજીએ આ જ વાત પર વધુમાં વધુ ભાર મૂક્યો હતા.
ગાંધીજીની હયાતી દરમિયાન પંડિતજીને પાતાની આગવી શંકાઓ હતી ~ જેમકે ચૌરીચૌરા ખાતે કેટલાક પોલીસાની હત્યા થયા પછી ગાંધીજીએ સત્યાગ્રહની ચળવળને પાછી ખેંચી લીધી ત્યારે પંડિતજીના મનમાં એ પ્રકારની શંકા હતી કે, ‘શુદ્ધ સાધન' ઉપરના વધુ પડતા આગ્રહને કારણે ગાંધીજી રાષ્ટ્રના હિતને નુક્સાન તા નથી કરી રહ્યા ને? જો કે, ગાંધીજીના નિધન પછી પંડિતજીએ
૯૧
ગાંધીજીની ભાષામાં જ બોલવું શરૂ કર્યું હતું. આ સત્ય – આ તેમના વિકાસ-ગાંધીજીએ પ્રથમથી જ સહજભાવે પારખી લીધા હતા.
ગાંધીજીએ કહ્યું હતું : “ અમે સહકાર્યકર્તાઓ બન્યા ત્યારથી જ અમારી બન્ને વચ્ચે ઊંડા મતભેદો હતા; છતાં કેટલાય સમયથી હું કહું છુ કે રાજાજી નહિ પણ જવાહરલાલ મારા વારસદાર થશે. જવાહરલાલજી કહે છે કે એ મારી ભાષા સમજતા નથી, અને એ પોતે મને ન સમજાય એવી ભાષા બોલે છે, પણ મને ખાતરી છે કે, મારી હયાતી બાદ એ મારી ભાષા બોલશે.”
અને આમાં ગાંધીજી સાચા હતા. જવાહરલાલનો જેમ જેમ વિકાસ થતો ગયો તેમ તેમ એ વધુ ને વધુ ગાંધીવિચારસરણી ઉચ્ચારતા ગયા. ૧૦ જૂન ૧૯૫૫ ના રોજ, રશિયામાં ~ ક્રેમલિનના, વિશાળ જ્યોર્જિયાવસ્કી સભાગૃહમાં, જ્યારે સાવિયેટ નેતાઓએ એમના ભવ્ય સત્કારસમારંભ યોજ્યો હતા ત્યારે, મેં એમને ગાંધીજીની ભાષામાં બોલતાં સાંભળ્યા. એમના એ વક્તવ્યમાંથી કેટલાંક વાક્યો આ રહ્યાં :
“ જેઓ શાંતિ માટે કાર્ય કરી રહ્યા છે તેમણે શાંતિ માટેનું વાતાવરણ સર્જવું જ રહ્યું.”
“ કેટલીકવાર મને લાગે છે કે જ્યારે કેટલાક લોકો શાંતિની વાતા કરે છે ત્યારે એમનાં ઉચ્ચારણા પરના ભાર યુદ્ધતરફી જેવા હોય છે.”
“વિશ્વમાં અમારે કોઈ દુશ્મન નથી; અમે સૌના મિત્ર થવાનું ઈચ્છીએ છીએ.'
“રશિયા એક મહાન દેશ છે, અને એ મહાનતાની સાથે જ જવાબદારી સંકળાયેલી છે. મને શ્રાદ્ધા છે કે, રશિયા પોતાનું બળ એ સંપૂર્ણ જવાબદારી સાથે વાપરશે, જેનાથી શાંતિ વધે. ”
“અમને લાગે છે કે એક યા બીજા સમયે સાચા અભિપ્રાય શુભ પરિણામો જ લાવશે. ’’
આ વર્ષે તા. ૨૨મી મેના રોજ દિલ્હીના આકાશવાણી કેન્દ્ર ઉપરથી ‘ જાહેરમાં બાલવાનાં ભયસ્થાનો ' પર મેં એક વાર્તાલાપ આપ્યો હતો. વક્તૃત્વકળાની જુદી જુદી શૈલીએ વિષે વિવરણ કર્યા બાદ મેં કહ્યું કે, ‘જેમને સાંભળતા ક્યારેય હું કંટાળ્યા ન હોઉં એવા એક વકતા જવાહરલાલ નેહરુ છે.' આમાં નોંધવા જેવી વાત એ છે કે, જે વ્યક્તિએ લાખો માનવીઓને ગતિશીલ કર્યા હતા એ મહાન વકતા નહોતા; વ્યાખ્યાતા નહોતા; માત્ર તેઓ આમ જનતા સાથે પ્રગટ ચિંતન કરતા હતા. ''
કેટલીક વાર એમના ક્થનમાં પુનરુક્તિઓ થતી; કેટલીક વાર એઓ મુખ્ય મુદ્દા પરથી સરી જઈ, પુન : મુખ્ય મુદ્દા પર અછડતી રીતે આવી જતા; છતાં એઓ જે કાંઈ બોલતા એ લાકહૃદય સુધી પહોંચી જતું; કારણ કે એ શબ્દો એમના હૃદયમાંથી નીક્ળતા હતા. એ તદ્ન સાચી વાત છે કે વાણીમાં કે લખાણમાં શૈલી એ જ માનવીના વ્યક્તિત્વની ઘોતક છે.
જ્યારે આકાશવાણી પરથી પંડિતજીને હું આ પ્રમાણે અંજલિ આપી રહ્યો હતો ત્યારે, પંડિતજી એક પત્રકાર પરિષદ્ન – અફસોસ, સપ્ટેમ્બર ૧૯૬૪માં તેમણે કરેલી રાષ્ટ્રીય સરકારની રચના પછી એઓએ બાલાવેલી કેટલીય મહત્ત્વની પત્રકાર પરિષદ્માં આ છેલ્લી નીવડી – સંબોધી રહ્યા હતા. વચગાળાની રાષ્ટ્રીય સરકારની રચના પછી સાત દિવસ બાદ જવાહરલાલ નેહરુએ તા. ૭ મી સપ્ટેમ્બર ૧૯૪૬ના રોજ બાલાવેલી એ પત્રકાર - પરિષમાં હું હાજર પણ હતા. એ સમયે તેમણે આતુરતાપૂર્વક તેમ જ દ્રઢતાથી આંતરરાષ્ટ્રીય વ્યવહાર માટે જે પાયાની નીતિ ઉપસાવી, એ આજે ‘બિનજોડાણની નીતિ’ તરીકે પ્રશંસા પામી છે. તેમણે કહ્યું હતું : “ અમે એવું સૂચવીએ છીએ કે, એકબીજા સાથે સંકળાયેલા, રાજકીય સત્તા જમાવવા મથતા જૂથો, જે જૂથોએ ભૂતકાળમાં વિશ્વવિગ્રહો જન્મા- -