________________
૯૦
પ્રબુદ્ધ જીવન
“નેહરુ પ્લૅટાની કલ્પનાના ‘થ્રીăાસાફર-કીંગ' તત્ત્વષ્ટા-રાજવી
હતાં’’
(ભારતના એલચી તરીકે ચીન—રશિયા વગેરે અનેક દેશમાં, નેહરુની હયાતી દરમિયાન જેમણે કામ કર્યું હતું એવા રાજદ્વ્રારી ડીપ્લામેટ શ્રી કે. પી. એસ. મેનન નેહરુના અવસાનના દિવસે મદ્રાસમાં હતા. આ દારુણ સમાચારે તેમના દિલમાં જે તીવ્ર સંવેદન પેદા કર્યું તેને અભિવ્યકત કરતા અને તે જ દિવસે લખાયલા લેખ જુલાઈ માસની પાંચમી તારીખના ‘સન્ડે સ્ટાન્ડર્ડ'માં પ્રગટ થયા હતા, જેનો અનુવાદ નીચે આપવામાં આવે છે. તંત્રી)
કે. જી. મેનને ફોન ઉપર કહ્યું : “વડા પ્રધાન અવસાન પામ્યા છે.”
શું ? પંડિતજી અવસાન પામ્યા છે? એવું બને જ નહિ ! . ટ્રાન્સ અને બીજા છએક દેશમાં એલચીપદ પ્રાપ્ત કરી ચૂકેલ રાધવનને અમે ફોન કર્યો-એવી આશા સાથે કે આ સમાચાર વજૂદવગરના નીવડે; પરંતુ રાઘવન માત્ર ફોન ઉપર આવી આટલું જ ઉચ્ચારી શકે છે: ‘ હલ્લા !' અને પછી ડૂસકા સાથે ફોન પેતાની પત્નીને આપી દે છે. એમનાં પત્ની શાકભર્યા અવાજે કડવું સત્ય કહી સંભળાવે છે.
અમારી આ વાતચીત સાંભળી રહેલ અમારો રસોઈઓ અમને કહે છે: ‘આ તદ્દન સાચી વાત છે, આજ સાંજનાં ખાણા માટે શાકભાજી—કાંઈ મેળવી શક્યા નથી; કારણ કે બધાં બજારો બંધ છે.'
‘ભારત ટ્રાવેલ્સ'ના વ્યવસ્થાપક પોતાની સ્કુટર ઉપર આવી અમારી ટિકિટો આપી જાય છે; અમે કોઈની સાથે વાત કરવાની કોઈ મનેદશામાં નથી.
મારો સ્ટેનોગ્રાફર ફોન કરીને મને કહે છે: “એ આજે સમયસર આવી શકશે નહિ, કારણકે બસ-સર્વિસ બંધ થઈ છે; અને ટેક્ષીવાળાઓએ પણ કામકાજ બંધ કર્યું છે.”
હું રસ્તા ઉપર નજર નાખું છું: ત્યાં નિરવ શાંતિ પ્રવર્તી રહી છે. પંડિતજી મૃત્યુ પામ્યા છે તે દુનિયા પણ જાણે કે નિર્જીવ બની ગઈ છે!
‘રાજા મૃત્યુ પામ્યા છે; રાજા ઘણું જીવા,' એ એક જૂનું સૂત્ર છે. લોકશાહી રાજ્યોમાં એ જ સૂત્રને આ રીતે ઉચ્ચારી શકાય: ‘વડા પ્રધાન મૃત્યુ પામ્યા છે; વડા પ્રધાન ઘણું જીવો.’
જવાહરલાલ નેહરુના હાથ નીચે મેં પંદર વર્ષ કાર્ય કર્યું છે— સાડાચાર વર્ષ વિદેશ—સચિવ તરીકે, સાડા આઠ વર્ષ રશિયામાં એલચી તરીકે, અને બાકીના સમય કયુમીન્ટાન્ત્ર ચીન, કોરિયા અને સંયુકત રાષ્ટ્રમાં બીજી જવાબદારીઓ અંગે. આ સમય દરમિયાન પંડિતજી કરતાં વધુ પ્રેરણાદાયક, વધુ સમજદારીભર્યો અથવા વધુ પ્રસન્ન ઉપરી મને ભાગ્યે જ મળ્યો હોત !
પરંતુ વડા પ્રધાન તરીકે કે વિદેશમંત્રી તરીકે પંડિતજીની હું સ્મૃતિ જાળવીશ એના કરતાં એ મને હંમેશાં વધુ યાદ રહેશે અનેક વસ્તુઓના નિષ્ણાત તરીકે, વિદ્વાન તરીકે, લેખક તરીકે, યોદ્ધા તરીકે, હિંદી રાજકારણના એક ખેલાડી તરીકે, વિશ્વયાત્રી તરીકે, તેમ જ બાળકો, પર્વતા, તેજસ્વી સ્ત્રીઓ અને વિશાળ જનસમૂહના ચાહક તરીકે. અમલદારો, મુત્સદ્દીઓ, પક્ષના સભ્યો અને વિશિષ્ટ રાજદ્રારી વ્યકિતઓ સાથે અત્યંત કુશળતાપૂર્વક કામ પાડતા હોવા છતાં, એમાંથી ઉદ્ભવતા થાકથી છૂટવા એઓ ઉપરોકત જણાવેલ વસ્તુઓનો જ સહારો લેતા અને એમાંથી શાંતિ મેળવતા.
૧૯૪૬ના સપ્ટેમ્બરમાં પંડિતજીએ જ્યારે વચગાળાની રાષ્ટ્રીય સરકારની રચના કરી ત્યારે ‘ચુંગીંગ’માંથી રજા લઈ હું દિલ્હી આવ્યા હતા. જો કે ત્યારે તેમની સાથે મારે એવા ગાઢ પરિચય
નહોતા તો પણ મેં તે વખતે પૂછ્યું કે, ‘મારાં પુસ્તક “દિલ્હીઅંગકીંગ’ની પ્રસ્તાવના આપ લખી આપશે?” એ મારી ધૃષ્ટતા પર જરા હસ્યા, અને પછી મારી માગણીના સ્વીકાર કરતા હોય એમ મસ્તક હલાવ્યું.
©
લગભગ કેટલાય દિવસ સુધી, પ્રાત:કાળમાં ઑફિસનું કામકાજ પતાવ્યા પછી, જે થોડો સમય મળતો ત્યા૨ે -જયારે ડાહ્યા
તા. ૧-૯-૯૪
માણસો આરામ લેવાનું પસંદ કરે ત્યારે તેમણે મારાં પુસ્તકોનાં પાનાંઓ ઉથલાવી જોયાં, અને પછી એમના વિશિષ્ટ વ્યકિતત્વને શાભે એવી એમણે પ્રસ્તાવના લખી. એની શરૂઆત આ મુજબ થાય છે:
“છેલ્લાં કેટલાક મહિનાથી મેં ભાગ્યે જ એકાદ પુસ્તક વાંચ્યું હશે. અનેક લોકો જે પ્રવૃત્તિઓને મહત્ત્વની ગણે છે, પરંતુ જે પ્રવૃત્તિઓ હંમેશાં પ્રસન્નતાદાયક અથવા રસપૂર્ણ હોતી નથી, એવી અન્ય પ્રવૃત્તિઓમાં મારો ઠીક ઠીક સમય ખર્ચાય છે. આ અન્ય પ્રવૃત્તિઓ ગમે એટલી મહત્ત્વતી હશે, તા પણ પુસ્તકો સાથેનો સંપર્ક ત્યજીને મારે એની ભારે મોટી કિંમત ચૂકવવી પડે છે.
“પુસ્તકોથી ભરેલી આમાારીઓ તરફ ભારે હૃદયે હું નજર નાખું છું, કોઈકવાર એકાદ પુસ્તક એમાંથી ખેંચી લઉં છું; પ્રેમપૂર્વક એને નિહાળું છું અને પાછું એ જ સ્થળે મૂકી દઉં છું; . અને ફરી પાછા ઑફિસ-ફાઈલની નિર્જીવ કાર્યવાહીમાં તેમ જ વધુ નિર્જીવ મુલાકાતામાં રત થાઉં છું. અને આમ સમયની સાથે હોડ ચાલ્યા જ કરે છે, જેમાં હંમેશાં સમય જ જીતે છે.”
એ આગળ લખે છે: “પર્યટન એ આવકારદાયક છે, પરંતુ જો પર્યટન ન થઈ શકે તે પર્યટન ઉપરનાં પુસ્તકો વાંચવા એ એવી જ ઉત્તમ વસ્તુ છે. એશિયાની આરપાર અથવા તુર્કસ્તાન અને ચિત્કીઆંગના રસ્તે હિંદુસ્તાનથી ચીન જવા માટે પુરાણા રસ્તે જો યાત્રા થઈ શકે તા એનાથી વધારે અદ્ભુત શું હાઈ શકે? આવી લાંબી, ગ્રામભરી છતાં નક્કરી યાત્રા કરવા માટે મને સમય કે તક નહિ મળે એવા વિચાર આવતાં જ મારું હ્રદય ઉદ્ભિગ્ન બને છે.
“ઘણાં વર્ષો સુધી મેં એશિયાના નકશા સામે તાકી તાકીને જોયું છે અને ખ્યાત મુસાફરોએ ઓળ ંગેલ આ રસ્તાઓની લીંટીઓ દોરી છે. આ યાત્રાઓ માટે મેં અનેક પુસ્તકો વાંચ્યાં છે, અને એ દ્વારા મેં મારી પોતાની યાત્રાભૂખને સંતેષવા યત્ન કર્યો છે. એશિયાના લાંબા ભૂતકાળ, લાખો વર્ષોના ઈતિહાસ પછી એશિયાએ મેળવેલી સિદ્ધિઓ, વિડંબનાઓથી અત્યારનું પીડિત એશિયા, અને આપણી નજર સમક્ષ આકાર લઈ રહેલું એશિયાનું ભાવિ – આમ એશિયાએ મારી કલ્પનાને રંગી છે. ”
ઉપરોકત લીંટીઓ ટાંકવા પાછળના મારો ઉદ્દેશ, પંડિતજીની બીજી એક સૌહાર્દભરી બાજુ રજૂ કરવાનો છે – અને એ બાજુ છે એમના પુસ્તકો પ્રત્યેનો પ્રેમ, યાત્રા માટેના એમના શેખ અને ઈતિહાસ અંગેનું એમનું ભવ્ય દર્શન. વસ્તુત: પંડિતજીએ જે કાંઈ લખ્યું છે અથવા કહ્યું છે એ સર્વમાં એમનાં વ્યકિત્વનું દર્શન થાય છે. રાજકીય વ્યકિતઓની બાબતમાં પ્રાય: કુદરતની જેમ એમના શબ્દોમાં એમનાં અર્ધા - આત્માનું દર્શન થાય છે, જ્યારે પંડિતજીના શબ્દો એમના અંતરાત્માનું સંપૂર્ણ પ્રક્ટીકરણ કરે છે.
અને કેવા એ આત્મા! કદીક જિજ્ઞાસુ, કદીક ધડકતા, કદીક ધબકતા, કદીક ક્રોધભર્યા શબ્દો અને ભાવેા દ્વારા ગર્જતા, અને કદીક ગૂઢ શાંતિદ્રારા આગંતુકને મૂંઝવતા! આ વર્ષની શરૂઆતમાં પંડિતજી સાથે વીસેક મિનિટ મળ્યા પછી આ ‘અપૂર્વ શાંતિ’ની સર લાફ કેશ (Sir Olaf Caroe) એ મને વાત કરેલી. આ બધા ભાવા અને ભાવુકતા છતાં પંડિતજીના આત્મા વિશેષત: એક
તત્ત્વજ્ઞાનીના હતા.
તત્ત્વજ્ઞાની રાજા વિષેની પ્લેટોની જે માન્યતા હતી એ મુજબ, આપણા રાષ્ટ્રના વડા તરીકે એક તત્ત્વજ્ઞાનીને મેળવવા માટે આપણે