SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૯-૯૪ વિદ્યાર્થીને મળે છે, પણ આ આકાંક્ષા ભણતરમાં આગળ વધતા ઘણા ખરા વિદ્યાર્થીઓ સેવતા હોય છે અને ત્યાં જવા માટે અંગ્રેજી સારું આવડવું જોઇએ આવી માન્યતા સર્વત્ર વ્યાપેલી છે. આ બધાંનું પરિણામ એક એવા પ્રકારનું દેશવ્યાપી વલણ પેદા કરવામાં આવ્યું છે કે, જીંદગીમાં આગળ વધવા માટે અંગ્રેજી બને તેટલું વધારે સારું આવડવું જોઇએ. સરકારી તેમ જ લશ્કરી નાકરીનાં ક્ષેત્રા વધારે ને વધારે વિશાળ બનતાં જાય છે અને તેના બધા વહીવટ અંગ્રેજીમાં ચાલતો હોઇને અંગ્રેજીનું આકર્ષણ બ્રિટીશ હકુમતના કાળ કરતાં પણ આજે ઉલટું અનેકગણું વધ્યું છે અને જેનું અંગ્રેજી સારું એને આ ક્ષેત્રમાં તેમ જ વ્યાપારી વહીવટમાં ઘણી સારી તકો મળતી નરી આંખે જોવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં અંગ્રેજીથી પાછા હઠો, શિક્ષણમાત્ર પ્રાદેશિક ભાષામાં આપા, આ વાતા શૈક્ષણિક દષ્ટિએ, સાંસ્કૃતિક દષ્ટિએ, તાત્વિક દષ્ટિએ ગમે તેટલી સારી અને સાચી હોય તે પણ પ્રજાજનોના ગળે ઉતરતી નથી. તેઓ તો આજની વાસ્તવિકતા જુએ છે અને તેની જે અપેક્ષાઓ હોય તે પુરી પાડવાની માગણી કરે છે. આનો સાર ત એ છે કે, જો આવી ને આવી સ્થિતિ ચાલુ રહેશે તે અંગ્રેજીના શિક્ષણ માટે આઠમા ધારણથી પાંચમા ધારણ ઉપર તો આવ્યા વિના નહિ જ ચાલે, પણ આ બાબત ત્યાંથી અટકવાની નથી. પાંચમા ધોરણથી ત્રીજા ધોરણ ઉપર આવવાની અને પછી તો શિક્ષણના પ્રાભરથી અંગ્રેજીના શિક્ષણની શરૂઆત કરવાની માંગણી ઊભી થવાનો સંભવ રહે છે. પ્રબુદ્ધ જીવન આ વિચારણાના સમર્થનમાં થોડા દિવસ પહેલાં મુંબઈ - ઘાટકોપર ખાતે ઉદ્ઘાટન કરવામાં આવેલી એક શિક્ષણસંસ્થાના ઉલ્લેખ કરું તે અસ્થાને નહિ ગણાય. તા. ૨૧-૬-૬૪ના રોજ “કેશવજી વસનજી કેશરવાળા ઘાટકોપર સાર્વજનિક સ્કૂલ’ની સ્થાપનવિધિ કરવામાં આવી હતી. આ એસ. એસ. સી. સુધીનાં ધારણાવાળી સ્કૂલને બે શાખામાં વહેંચવામાં આવી છે. એક શાખામાં શિક્ષણમાધ્યમ પહેલેથી છેલ્લે સુધી ગુજરાતી રહેશે અને પાંચમા ધારણથી અંગ્રેજી ભાષા શિખવવાની શરૂઆત કરવામાં આવશે. બીજી શાખામાં બાળધારણથી અંગ્રેજી ભાષા દ્વારા શિક્ષણ આપવામાં આવશે. કોઇ એમ ન ધારે કે આ કોઇ મીશન સ્કૂલ છે. આ સ્કુલ ન્યુ સાર્વજનિક એજયુકેશન સેાસાયટી તરફથી ઊભી કરવામાં આવી છે, જેના માનનીય અધ્યક્ષ (President) શ્રી ખીમજી માડણ ભુજપુરીઆ છે અને જેના કાર્યાધ્યક્ષ (Chairman) શ્રી રતિલાલ બેચરદાસ મહેતા છે અને વળી આ સ્કૂલની સ્થાપનવિધિ મહારાષ્ટ્રના એક વખતના શિક્ષણમંત્રી અને હાલના આરોગ્યમંત્રી માન્યવર શ્રી શાંતિલાલ હ. શાહના હાથે કરવામાં આવી છે. અને આ ત્રણે આગેવાન કોંગ્રેસી છે અને તેમને ગાંધીવાદી તરીકે પણ ઓળખાવી શકાય તેમ છે. પાંચમા ધારણથી અંગ્રેજી ભાષાનું શિક્ષણ આપતી સ્કૂલ તા સમજી શકાય છે, પણ કોંગ્રેસીઓના હાથે ઊભી થતી અંગ્રેજી દ્વારા સમગ્ર શિક્ષણનો પ્રારંભ કરતી શિક્ષણની સંસ્થા તે આજે પણ હજુ કલ્પી શકાતી નથી. આ સંબંધે પૂછપરછ કરતાં એમ ખુલાસો કરવામાં આવ્યો કે તે બાજુએ સંખ્યાબંધ સરકારી અધિકારીઓ તેમ જ બીનગુજરાતીઓ વસે છે કે જેમની આ માંગ છે અને વિશેષમાં એમ પણ જાણવા મળ્યું છે કે ગુજરાતી દ્વારા શિખવતી સંસ્થા મધ્યમવર્ગના ગુજરાતીઓ માટે છે અને તેમના માટે ફીના દર બહુ ઊંચા રાખી ન શકાય, અને તેથી ચાલુ વહીવટમાં ખોટ આવે જેની પુરવણી અંગ્રેજી ભાષા દ્વારા શિક્ષણ આપતી સંસ્થામાં ફીના ઊંચા દર રાખીને કરી શકાય. આ ઘટના અને આ ખુલાસા પવન કઈ દિશાએ વાય છે તે સૂચવતી આજની વાસ્તવિકતાનો ઘોતક છે. આ ઉપરથી ગુજરાતમાં ચાલતા આઠમા—પાંચમાના ઝઘડાનો મને અર્થ જ સમજાતા નથી. જ્યાં સુધી સરકારી વહીવટમાં ભાષાકીય ટ્ રૂપાંતર નહિ થાય—અને એ રૂપાંતર એટલે પ્રાદેશિક ભાષા નહિ પણ સર્વત્ર સ્વીકાર્ય એવી હિંદી—અને પબ્લિક સર્વિસીઝની પરીક્ષાઓમાં તેમ જ લશ્કરી ભરતીને લગતી ચકાસણીમાં પણ હિંદી અંગ્રેજીનું સ્થાન નહિ લે અને સારું અંગ્રેજી જાણનાર માટે આવાં ક્ષેત્રમાં કોઈ વિશેષ લાભને અવકાશ ન રહે એવી સ્થિતિ ઊભી ન થાય ત્યાં સુધી ગુજરાતે પણ અંગ્રેજી અંગે વહેલાં મેાડાં પીછેહઠ કર્યો જ છૂટકો છે. અને પાંચમા ધોરણથી અંગ્રેજી દાખલ કર્યા સિવાય તેના માટે બીજો વિકલ્પ રહેવાનો નથી. આ ઉપરથી કોઈ એમ ન સમજે કે મને અંગ્રેજીનો કોઈ વિશેષ માહ છે. આપણા વર્તમાન જીવનમાં, રાજવહીવટમાં અને શિક્ષણક્ષેત્રમાં અંગ્રેજીનું પ્રભુત્વ નષ્ટ થવું જ જોઈએ અને તેનું સ્થાન પરિસ્થિતિની અપેક્ષાઓ ધ્યાનમાં લઈને હિંદીને ઉત્તરોત્તર અપાવું જ જોઈએ, આવા મારો મક્કમ અભિપ્રાય છે. પણ આ માટે લડવા ઝઘડવાનું સ્થાન શિક્ષણસંસ્થાઓ અને યુનિવર્સિટીઓ નથી, પણ અંગ્રેજી પ્રભાવિત આજના રાજ્યવહીવટ અને સરકારી સંસ્થા છે. ત્યાંથી અંગ્રેજીને ખસેડો, કાઢો, શિક્ષણમાંથી અંગ્રેજી આપોઆપ નાબૂદ થશે. અંગ્રેજીનું આકર્ષણ નાબૂદ કરો. પછી આઠમા ધારણથી અંગ્રેજી આજે જે ફરજિયાત શિખવવામાં આવે છે તે પણ ઐચ્છિક ધારણે શિખવવાની લોકો માગણી કરશે. દર્દના મૂળને પકડો, દર્દી સ્વત: નાબૂદ થશે. ઉપરના વિવેચનમાં કૅલેજોના ઉચ્ચ શિક્ષણમાં તેમ જ પ્રાદેશિક વહીવટમાં પ્રાદેશિક ભાષાના સ્થાને હિંદી ઉપર ભાર મૂકવામાં આવ્યો છે તે અંગે થોડી સ્પષ્ટતા કરવાની જરૂર લાગે છે. મારો મૂળથી એવો આગ્રહ રહ્યો છે કે આપણા ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં તેમ જ રાજવહીવટ તથા ન્યાયવિતરણના ખાસ કરીને ઉપરના સ્તરમાં બ્રિટિશ હકુમત દરમિયાન જે વ્યાપક એકવાક્યતા Uniformity હતી તે એક્વાક્યતા, અંગ્રેજી હોય ત્યાં હિંદીને સ્થાન આપીને, ટકાવી રાખવી જોઇએ. ભારતની એકતાની દષ્ટિએ તેમ જ વહીવટકર્તા તથા ન્યાયાધિકારીઓની અદલબદલ તેમ જ 'વિદ્યાર્થીઓ તથા પ્રાધ્યાપકોની અદલબદલની દૃષ્ટિએ આ એકવાક્યતા અતિશય જરૂરની અને મહત્વની છે. ગુજરાત રાજ્યે અને ગુજરાત યુનિવર્સિટીએ અંગ્રેજીનું સ્થાન ગુજરાતીને આપવાનું જે આંધળું સાહસ કર્યું છે અને તે પણ પાઠયપુસ્તકો કે પ્રાધ્યાપકોની કશી પણ પૂર્વતૈયારી સિવાય—આથી ગુજરાત આખા ભારતથી અલગ પડી ગયું છે અને વિદ્યાર્થીની એક આખી પેઢીને પારાવાર નુકસાન ક્યું છે. ગુજરાતના વિદ્યાર્થી ગમે તેટલા હોંશિયાર હોય તે પણ તેને નબળા માનીલેવામાં આવે છે અને કસોટીમાં અંગ્રેજીના પ્રાવીણ્યને જ હજુ વધારે મહત્વ આપવામાં આવતું હોઈને તે જ્યાં ત્યાં ઠેબાં ખાય છે. વસ્તુત: ઉપર જણાવેલ એકવાકયતાની સુરક્ષાની દષ્ટિએ આઝાદી પછીનાં કેટલાંક વર્ષો સુધી શિક્ષણના વિષય કેન્દ્ર હસ્તક જ રહેવા જોઈતા હતા. આજે ભિન્ન ભિન્ન રાજ્યોને આપવામાં આવેલી આ વિષય અંગેની સ્વયાતાઓ આખા દેશના શિક્ષણને ચૂંથી નાખ્યું છે અને બાર ભૈયા અને તેર ચાકા જેવી સ્થિતિ ઊભી થઈ છે. કેન્દ્રના આજના શિક્ષણમંત્રી શ્રી ચાગલા શિક્ષણના ક્ષેત્રમાં ઉપર જણાવેલ એકવાકયતા પુન: સ્થાપિત કરવા મથી રહ્યા છે, પણ આ વિષય અંગેની પોતાની સ્વાયત્તતા રાજ્યો મધ્યવર્તી સરકારને સુપ્રત કરે એવી બહુ ઓછી શકયતા છે અને છેલ્લાં ૧૭ વર્ષના ગાળામાં એટલું બધું નુકસા થયું છે અને અવ્યવસ્થિતતા પેદા થઈ છે કે તેને સમારવાનું કામ અસાધારણ તાકાત ધરાવતા શિલ્પીની અપેક્ષા રાખે છે. શ્રી ચાગલા આ કામાં કેવી અને કેટલી સફળતા પ્રાપ્ત કરે છે એ તા હવે પછી જોવાનું રહે છે. પરમાનંદ
SR No.525949
Book TitlePrabuddha Jivan 1964 Year 25 Ank 17 to 24 and Year 26 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1964
Total Pages276
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy