SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ८८ પ્રબુદ્ધ જીવન સહી કરવાની ના પાડી ને જાપાનની પેન મેળવી સહી કરી --આવી વાતોથી આપણી લાગણીના તાર ઝણઝણતા હતા તેમાંનું કશું હવે દેખાતું નથી. બલ્કે જે વિદેશી વસ્તુઓ પર મોટી જકાત નાખવામાં આવી છે તેવી વસ્તુઓ જેવી કે મેટરકાર વગેરે મેળ વવા માટે ને તેના છડેચાક ઉપયોગ કરવા માટે આજે સ્પર્ધા ચાલતી હોય. એવું દેખાય છે અને એવાં સાધનોનો ઉપયોગ કરનાર નસીબદાર દેખાય છે. આ બધું એક અનર્થમાંથી બીજા એક પછી એક એમ ઊભા થતા જાય છે તેનું સૂચક છે. સાધના આમ જડ વસ્તુઓ લેખાય, પણ ભાષા એક સાધન જ હોવા છતાં વધુ જીવંત ને પ્રાણવાન છે, એટલે અંગ્રેજીના પ્રશ્ન રાષ્ટ્રીય પુનર્ઘટનાના પ્રશ્ન છે. અંગ્રેજી માટેના આપણા વલણમાં મૌલિક ફેરફાર કરાવવાનો એ પ્રશ્ન છે. અંગ્રેજીને આપણા દેશમાં બહુજનસમાજના કલ્યાણને ભાગે વિકસતા એક મોટા સ્થાપિત હિતની જગ્યાએ જ્ઞાનના એક ઉમદા વાહન તરીકે પ્રજાના સંસ્કારજીવનમાં એનું યોગ્ય સ્થાન નક્કી કરી તે સ્થાને એને મૂકવાના એ પ્રશ્ન છે. આમ એ સરવાળે તો રાષ્ટ્રીય પુનર્ઘટના અને પ્રજાના શીલના પ્રશ્ન બની રહે છે. અંગ્રેજી વધુ સારી રીતે શીખવવાના પ્રયોગ આ સાથે અંગ્રેજીની એક અથવા બીજા કારણસર આપણા દેશમાં વધતે ઓછે અંશે જરૂર રહેવાની જ છે, તેા એ આપણા દેશના વિદ્યાર્થીઓને સારામાં સારી કઈ રીતે શીખવાય અને એમાં વિદ્યાર્થીની આકલનશકિત કેમ વહેલી ખીલે એ માટેના પ્રયાગા સતત થતા રહેવા જોઈએ. ભાષા અંગે ચાલતા વિવાદોની કોઈ પ્રતિકૂળ અસર અંગ્રેજી ઉપર કે એના અભ્યાસ ઉપર પડે અને એને માટે વિદ્યાર્થીના મનમાં પૂર્વગ્રહો બંધાવા પામે એ સામે તકેદારી રખાવી જોઈએ. અંગ્રેજીના અધ્યાપકો તૈયાર કરવાની પ્રવૃત્તિનું આયો-જન વધુ વિગતે કરી હાલ શિક્ષકો માટે જે ઓપવર્ગો ચલાવાય છે તે વધુ કાર્યક્ષમ કેમ બને તે માટે પ્રયત્નો ચાલુ રહેવા જોઈએ. અંગ્રેજી માધ્યમની શાળાઓના ભયસ્થાન ', અંગ્રેજી માટેના મોહને કારણે ગુજરાતની ઉગતી પેઢીમાંથી કેટલાંક બાળકોને અજાણતાં એમનાં માપિતાને હાથે હાનિ ન થવા પામે એ પણ સરકારે જોવું જોઈએ. ઉદાહરણ તરીકે અંગ્રેજી માધ્યમવાળી શાળામાં બાળકને મોકલવાના હક્ક બંધારણથી માબાપને મળેલા છે, પણ એ હક્કનો દુરુપયોગ થતો અટકાવવાની જવાબદારી રાજ્યની છે. જો બાળક બિલકુલ અંગ્રેજી જાણતું ન હોય ને તે ગુજરાતી ત્રીજીમાંથી અંગ્રેજી માધ્યમવાળી શાળામાં ત્રીજીમાં જ દાખલ થાય તો શાળામાં દાખલ થવાનો એને હક્ક છે, પણ પોતે જે કક્ષાને યોગ્ય નથી તે કક્ષામાં બેસીને ભણવાના એને હક્ક નથી, એમાં એનું ભારે અનિષ્ટ રહેલું છે. આવું આજે બની રહ્યું છે એવી શંકા વખતોવખત વ્યકત થતી રહે છે. એ શંકા ખાટી હાય - તો તે સંબંધી લોકોને જાણ કરવી જોઈએ અને જો ખરી હોય ત તે માટે જે જવાબદાર હોય તેમની સામે સખત પગલાં લેવાવાં જોઈએ. આપણે આશા રાખીએ કે જેમના પર આ બધી જવાબદારી છે તે અધિકારીએ સાચા પ્રજાસેવક તરીકે દ્રઢતાથી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક અદા કરી શિક્ષણક્ષેત્રે ઉજજવળ પરંપરાઓ સર્જશે. અધિકારીઓ અને લોકસંપર્ક તા. ૧-૯-૨૪ આ મુશ્કેલ કાર્ય છે અને તેથી જ સંનિષ્ઠ કાર્યકરોને સતત પ્રેરણા મળે એવી અખૂટ સામગ્રી એમાં છે. આપણે આશા રાખીએ કે, ગુજરાત એની અનેક મુશ્કેલીઓમાંથી પાર પડી આખા દેશ માટે સ્વાધીન લાકશાહી રાષ્ટ્ર માટેની સાચી કેળવણીની નવી ને પ્રાણવાન પરંપરા સર્જશે અને ભગવાનના અભય વચનમાં પોતાની શ્રદ્ધા દ્રઢ કરી આત્મપ્રતીતિ કરશે કે 7 દ્િત્ત્વજ્ઞત્રિષદ્' દુર્મતિ સાત શ્રૃતિ । ઝીણાભાઈ રતનજી દેસાઈ 品 પૂ આ બધું ત્યારે જ શક્ય બને જ્યારે સરકારે અપનાવેલી નીતિ અંગે અધિકારીઓ લોકસંપર્ક સારી રીતે કેળવી આ નીતિ માટે લોકોને સાચી માહિતી આપી તેમના વિશ્વાસ મેળવે, આ દ્રષ્ટિએ કેળવણીના ક્ષેત્રમાંના સૌ પોતે જ્યાં હોય ત્યાં પોતાનુંનું કામ ઉત્તમ પ્રકારે બજાવીબહુજનના હિત અને સુખ માટે વિદ્યાર્થીઓ કેમ વધુ સ્વાવલંબી, મેધાવી અને કાર્યક્ષમ બને તે માટે સાચી રાષ્ટ્રીય કેળવણીની નવી પ્રણાલિ ઊભી કરી અંગ્રેજઅમલ દરમિયાન સર્જાયેલું અને આજ સુધી ચાલુ રહેલું કેળવણીનું બીબું બદલે, સમાપ્ત 1 编 અગ્રેજીના પ્રશ્ન : તંત્રીનેાંધ શ્રી ઝીણાભાઈ રતનજી દેસાઇનાં અંગ્રેજીના પ્રશ્ન ઉપરના નિવેદન ઉપરથી સ્ફુરેલા મારા વિચારો નીચે મુજબ છે: જે રીતે આપણે આપણા સમગ્ર શિક્ષણમાં ઊંડી જડ પકડી. બેઠેલી અંગ્રેજી ભાષાનો, ભારતના રાજકારણ ઉપર જ માત્ર નહિ પણ સમગ્ર જીવન ઉપર જયારથી ગાંધીજીનું પ્રભુત્વ સ્થપાયું ત્યારથી, વિચાર કરી રહ્યા હતા તે જોતાં આપણને સ્વરાજય પ્રાપ્ત થયા બાદ 'આપણા શિક્ષણના ક્ષેત્રમાંથી અંગ્રેજીનું પ્રભુત્વ સદન્તર નાબૂદ થવું જોઈતું હતું – આમ કોઈને પણ લાગ્યા વિના ન રહે, અને શરૂઆતનાં વર્ષોમાં કૅલેજના શિક્ષણ પૂર્વે નાં વર્ષો દરમિયાન શિક્ષણ માધ્યમ તરીકે ભારતનાં લગભગ બધાં રાજ્યોએ અંગ્રેજી ભાષાને હઠાવીને તેનું સ્થાન હિંદીને અથવા તો પ્રાદેશિક લેાકભાષાને આપ્યું હતું. આ હકીકત છે. એ જ વિચારસરણીને અનુસરીને પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણનાં કુલ ૧૧ વર્ષ માટે ૧૧ ધારણના અભ્યાસક્રમ સ્વીકારીને આઠમા ધારણથી એક ઈંતર ભાષા તરીકે અંગ્રેજી ભાષાના શિક્ષણની શરૂઆત કરવી એવા નિર્ણય પણ ઘણાં રાજયોએ લીધા હતા. આમ છતાં પછીનાં વર્ષોમાં આ આખા વલણમાં પલટા કેમ આવ્યા? એક ગુજરાત સિવાય આઠમા ધારણને બદલે પાંચમા ધોરણથી અંગ્રેજી શિખવવા તરફ ભારતના અન્ય રાજયો કેમ વળ્યા? ગુજરાતમાં પણ આઠમા ધારણ ઉપરથી પાંચમા ધેારણથી અંગ્રેજી શિક્ષણ શરૂ કરવાની આટલી જોરદાર ઝુંબેશ શા માટે ચાલી રહી છે અને કોંગ્રેસીઓને જ અંદર અંદર વિભાજિત કરી રહી છે? અંગ્રેજીથી વિમુખ થવાને બદલે અંગ્રેજી પ્રતિ અભિમુખ થવાનું વલણ શા માટે આખા દેશમાં પેદા થઈ રહ્યું છે? આ એક મોટા પ્રશ્ન છે. આ પ્રશ્નના ઉકેલ નહિ આવે ત્યાં સુધી પ્રજાના શિક્ષણ અંગે ઊભા થયેલા બુદ્ધિભેદ ઉકેલ લાવી નહિ શકાય. ઉપર જણાવેલ વલણપલટાનું—અંગ્રેજી પ્રત્યે વધતી જતી અભિમુખતાનું મુખ્ય કારણ મારી દષ્ટિએ નીચે મુજબ છે: આજે અપાતા શિક્ષણનું મુલ્યાંકન મુખ્યત્વે ‘કેરિયર’ની દષ્ટિએ થાય છે. ‘કેરિયર’ એટલે જેની સાથે દ્રવ્યોપાર્જન અથવા તે ભૌતિક ઉત્કર્ષ જોડાયલા છે એવા જીવનવ્યવસાય. ઊગતી પ્રજાને સારા સંસ્કાર આપવા, અનેક વિષયોની કેળવણી આપવી, તેનું યોગ્ય ઘડતર કરવું - આવા અનેક હેતુએ શિક્ષણપ્રદાન સાથે જરૂર જોડાયલા છે, પણ ‘કેરિયર’નો ખ્યાલ આજના જુવાન વિદ્યાર્થીના ચિત્તૂ ઉપર તેમ જ તેમનાં માતિપતાના મન ઉપર વિશેષ કરીને આજની વધતી જતી ભીંસના કાળમાં તેમજ બને તેટલું વૈભવપૂર્ણ જીવન જીવવાની સામુદાયિક માહગ્રસ્તતાના સમયમાં, બળવાનપણે આરૂઢ થયેલ છે. બીજી બાજુએ રાજયના વહીવટમાં અંગ્રેજી ભાષાનું સામ્રાજ્ય ઘટવાને બદલે પૂર્વવત્ ચાલુ રહ્યું છે. સૈન્યમાં પણ અંગ્રેજી ભાષાના જ્ઞાનને ઘણું વધારે મહત્ત્વ આપવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય વ્યાપાર દિનપ્રતિદિન વધતા ચાલ્યા છે અને તેની ભાષા) અંગ્રેજી જ રહી છે. વિશિષ્ટ અભ્યાસ માટે પરદેશ જવાની તક ગણ્યાગાંઠયા
SR No.525949
Book TitlePrabuddha Jivan 1964 Year 25 Ank 17 to 24 and Year 26 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1964
Total Pages276
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy