SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૯ ૧૪ 卐 (તા. ૧-૮-૯૪ના અંકથી ચાલુ) ગાંધીજી, ઈટ્સ અને અંગ્રેજી કેળવણી પ્રબુદ્ધ જીવન અંગ્રેજીના અમદાવાદ આચાર્ય સંઘે અંગ્રેજી અંગે કરેલી આ સમીક્ષાની કોઈ પણ સાચા કેળવણીકાર અવગણના કરી શકે એમ નથી. ગાંધીજીએ આપેલી દોરવણીની પ્રેરણા એમાં સ્પષ્ટ છે. એ દોરવણીમાંથી ગાંધીજીનું નીચેનું વિધાન લોકો સમક્ષ ફરીથી ને ફરીથી મૂકવા જેવું છે : “ જે રીતે અંગ્રેજી કેળવણી આપણે ત્યાં અપાય છે તેનાથી અંગ્રેજી ભણેલા હિંદીની મર્દાઈ સાવ હવાઈ ગઈ છે, હિંદી વિદ્યાર્થીઓના જ્ઞાનતંતુઓની તાકાત પર ભારે તાણ પહોંચી છે અને આપણે કેવળ નકલ કરનારા બન્યા છીએ. દેશી ભાષાઓને પેાતાને સ્થાનેથી ભ્રષ્ટ કરવાની ક્રિયા બ્રિટિશા સાથેના આપણા સંબંધોનું દુ:ખદમાં દુ:ખદ પ્રકરણ છે...માત્ર નકલ કરનારાઓ પેદા કરીને કોઈ પણ મુલકની પ્રજાની રાષ્ટ્રીયતાનું ઘડતર કેવળ અશક્ય છે. ” આના અનુસંધાનમાં અંગ્રેજી ભાષાના આપણા આ યુગના એક મહાન કવિ અને નોબલ પ્રાઈઝ વિજેતા ડબલ્યુ. બી. ઈટ્સનું વિધાન નોંધવા જેવું છે. એ મહાન કવિના દર્શન મુજબ – "English medium of education in India has been Britain's greatest wrong done to her. It made a stately people clownish putting indignity into their very souls.' અંગ્રેજીને આપણા અભ્યાસક્રમમાં મળેલા સ્વાભાવિક સ્થાનથી આપણા અંગ્રેજી ભણેલા વર્ગ એના બાબુશાહી માનસ માટે વગે વાત આવ્યો છે. તે વર્ગને શું આપણે કાયમ કરવો છે અને એની સંખ્યા વધારવી છે? આ પ્રશ્ન આપણા લોકનેતાઓએ પૂરી ગંભીરતાથી વિચારવા ઘટે. પ્રજાની સત્ત્વશીલતાને આહ્વાન એ એક કમનસીબ હકીકત છે કે ઈંટ્સે વર્ણવેલા આત્મગૌરવવિહોણા પણ અંગ્રેજીના જ્ઞાનને કારણે વગવાળા બનેલા લોકોનું સમાજ પર વર્ચસ્ છે અને એ બધા ગાંધીજીએ નિરૂપેલી નીતિના એક અથવા બીજા નિમિત્તે સતત સીધા કે આડકતરો વિરોધ કરતા હોય છે. તે બધા આજે ગુજરાત સરકાર સામે સંગઠિત બની એને ચારે બાજુએથી ગુંગળાવવા મથી રહ્યા છે. સત્ત્વશીલ વ્યકિતઓ તેમ જ પ્રજાએ મુશ્કેલીઓને વધુ સારા જીવન માટેની તકો તરીકે આવકારી ઈપ્સિત સિદ્ધિઓ મેળવે છે તેમ ગુજરાતે પણ ગાંધીજીને ચરણે એણે વર્ષો સુધી જે પાઠ ઘૂંટયા છે તેના બળે સ્વરાજની સાચી પુનર્ઘટનાની મોંઘી તક તરીકે આ મુશ્કેલીઓને આવકારી છે તે નોંધતાં આપણે ગર્વ અનુભવીએ છીએ. એ સાથે એમાં રહેલાં વિઘ્નો અને ભયસ્થાનો સામે એ સદા જાગૃત અને સાવધ રહે એને પણ એટલું જ જરૂરી લેખીએ છીએ. આ દ્રષ્ટિએ કેટલીક મહત્ત્વની બાબતોની પેાતાને માટે એક ટૂંકી યાદી કરી સતત તેના ઉપર નજર નાખતાં રહેવાનું આપણા નેતાઓ જરૂરી લેખશે એવી અમને આશા છે. એવી થોડી બાબતાના ઉલ્લેખ અહીં અસ્થાને નહિ લેખાય. આટલું તો તરત કરો જ ! રાજવહીવટની ભાષા તરીકે ગુજરાતીને બને તેટલું વહેલું વ્યાપક કરી શકાય અને એમાં થતી પ્રગતિની વખતો વખત લોકોને જાણ કરવામાં આવે એ આજના રાજકર્તાઓની એક મુખ્ય જવાબદારી છે. એ માટે નાનામાં નાના અધિકારી સુધી બધા સજાગ રહે એ જરૂરનું છે. ગુજરાત રાજ્યની નોકરીઓ માટેની બધી જાહેર પરીક્ષાઓ ગુજરાતીમાં થાય, એ પરીક્ષાની પદ્ધતિ અંગ્રેજી અમલમાં હતી ८७ પ્રશ્ન 5 તેવી જ આજે ચાલુ છે તે બદલાવી જોઈએ. અત્યારની પ્રણાલિ મુજબ એ પરીક્ષામાં વિદ્યાર્થીઓ પાસે જે માહિતીની અપેક્ષા રહે છે તે ભારતના ૧/૪ ટકા નાગરિકના કરતાં પણ ઓછા નાગરિકો જેમની રહેણીકરણી વિદેશી ઢબની તેમના ઘરમાં સામાન્ય રીતે ચર્ચાતી બાબતોને લગતી હોય છે. આને લઈને એ પરીક્ષામાં બેસનારા બહુજનસમાજના વિદ્યાર્થીઓને માટી મુશ્કેલી રહેવા પામે છે અને પેાતાને ન સમજાય એવી અનેક બાબતે તેમને પેાપટની જેમ ગોખીને યાદ રાખવી પડતી હોય છે. એક ઉદાહરણથી આ મુદ્દો વધુ સ્પષ્ટ થશે. બેએક વર્ષ પર મુખ્ય મંત્રીશ્રીએ જામન- . ગરની સૈનિક શાળા પ્રત્યે લોકોને અભિમુખ કરવાની દષ્ટિએ આચાર્યો, અધ્યાપકો ને અધિકારીઓની એક સભા બોલાવી હતી. એ સભામાં એ શાળામાં દાખલ થનાર ૧૧-૧૨ વર્ગના ઉમેદવારની યોગ્યતા કેવી હોવી જોઈએ તેના ખ્યાલ આપવા પ્રવેશ પરીક્ષાના પેપરો વાંચી સંભળાવવામાં આવ્યાં. તેમાં માગવામાં આવતી કેટલીક માહિતી ત્યાં હાજર રહેલા અનેકને ન હતી. એમાં એક પ્રશ્ન હતા ‘ડેવિસ કપને લગતા. એક આચાર્ય આ અંગેનું પાતાનું અજ્ઞાન વ્યકત કરી એ શું છે એ જાણવા ઈંતેજારી બતાવી, મુખ્ય મંત્રીશ્રીને પણ એની ખબર ન હતી એટલે તેમણે મુખ્ય સચિવ તરફ જોયું, મુખ્ય સચિવે વિદ્યાધિકારી તરફ જોયું અને એમ પરંપરા લંબાતી જં ગઈ. એટલે હાજર આચાર્યોમાંથી એકે જરૂરી માહિતી આપી, સૈનિકશાળાને રમતગમત સાથે સંબંધ હોઈ, આ પ્રશ્ન ત્યાં અસ્થાને ન હતો એવું કહેવું હોય તો કહી શકાય, પણ પરીક્ષાર્થીની ભૂમિકાના ખ્યાલ વિનાની પરીક્ષા માટે શું કહેવાય તેની ચર્ચા બિનજરૂરી છે. આ પરીક્ષામાં બાળકોને એમના પ્રાકૃતિક અને સામાજિક વાતાવરણમાંથી પ્રશ્નો પૂછવામાં આવે, જેમ કે કોયલ કઈ ઋતુમાં સંભળાય છે? અથવા ચૈત્રી બીજના ચંદ્ર જે દક્ષિણ તરફ ઝૂકતા હોય તો ખેડૂતો શું માને છે? વેપારીઓ શું માને છે? તો સંભવ છે કે વિદ્યાર્થીઓને એના સાચા ઉત્તર કદાચ ન પણ આવડે, પણ એ પરીક્ષા એમને પરાઈ કે ભડકાવનારી નિહ જ લાગે. આમ તો આ બહુ નાનો મુદ્દો છે, પણ પાયાનો મુદ્દો છે. વિદેશી રાજ્યમાં ગામ બહાર તંબુ તાણી મુકામ કરતા કલેક્ટરની જેમ આ દેશના બહુજનસમાજથી પોતે ઊંચા છે, એવી રીતે રાજ્યના અન્ય નોકરો પણ વર્તતા. એની તાલીમ, પરીક્ષાથી સર્જાતા વાતાવરણથી માંડી એમના નિત્યના આચારવિચાર દ્વારા મળતી. હજુ પણ એ જ સ્થિતિ ચાલે છે, અને એ રાષ્ટ્રીય વાતાવરણ જો દૂર નહિ થાય તો દેશને માટે તુચ્છતાભાવ દાખવતા અધિકારીઓ જ દેશને મળતા રહેશે. અંગ્રેજી અને પ્રજાનાં શીલ અને સંસ્કાર અંગ્રેજી શીખવા પાછળ આજ સુધી જે દષ્ટિ રહેતી આવી છે તેમાં અંગ્રેજી દ્વારા આપણા દેશમાં જે મોટું સ્થાપિત હિત, બહુજનસમાજના હિતને ભાગે અસ્તિત્વમાં આવ્યું છે તેમાં ભાગ મેળવવાની અને નહિ કે જ્ઞાનની ભાષા તરીકે અંગ્રેજીના વારસાના લાભ મેળવવાની દ્રષ્ટિ રહેલી છે. આને પરિણામે એ ભાષા શીખનાર આપણા દેશમાં વિદેશી જેવા રહ્યો છે. એને આપણા રાષ્ટ્રજીવનની પુનર્ઘટનાની વાતા, જેવી કે સ્વદેશી, ખાદી, મનિષેધ વગેરે બધું હાસ્યાસ્પદ લાગે છે. સ્વરાજની લડત દરમિયાન એ વર્ગનું આ બધી બાબતો અંગે એ જ વલણ હતું, પણ ત્યારે એની સામે બાલવાની કોઈ હિમ્મત કરી શકતું નહિ એટલે ઠેકડી તો થઈ જ કેમ શકે ? પણ હવે તો પેાતાને રાષ્ટ્રીય માનસવાળા લેખાવતા કેટલાક લોકોમાં પણ આ વલણ આવવા માંડયું છે. અગાઉ સ્વદેશીના જે મહિમા હતા તે આજે હવે ભૂતકાળની વાત બની ગઈ છે. જાપાનના એક એલચીએ પાતાની પેન ભૂલી ગયો હાવાથી વિદેશી પેનથી :
SR No.525949
Book TitlePrabuddha Jivan 1964 Year 25 Ank 17 to 24 and Year 26 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1964
Total Pages276
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy