SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધ જીવન આખરે એ ફેસલા જૈનસંઘના લાભમાં આવ્યો; અને શ્રી વીરચંદભાઈના ઊગતા જાહેર જીવન ઉપર યશકલગી ચડી. આમ કરતાં પાંચ-સાત વર્ષ વીતી ગયાં; અને શ્રી વીરચંદભાઈનું નામ એક નિષ્ઠાવાન શાસનસેવક તરીકે બધે જાણીતું થઈ ગયું. એવામાં સને ૧૯૯૩માં અમેરિકામાં ચિકાગો શહેરમાં વિશ્વધર્મ પરિષદ (વર્લ્ડ કોંગ્રેસ ઑફ રિલિજિયન) ભરવાનું નક્કી થયું. આ પરિષદને પાર્લામેન્ટ ઑફ રિલિજિયન્સના નામથી પણ બિરદાવવામાં આવે છે. નામ પ્રમાણે એ પરિષદમાં વિશ્વના બધા દેશના ધર્મના પ્રતિનિધિઓને નિમંત્રવામાં આવ્યા. તે કાળે પૂ. આત્મારામજી . મહારાજ જૈનધર્મના વિદ્વાન અને પ્રભાવક સાધુપુરુષ તરીકે સારી રીતે જાણીતા હતા. પરિષદે જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે પરિષદમાં પધારવાનું તેઓને આમંત્રણ આપ્યું. પણ જૈન સાધુના આચારો અને નિયમો મુજબ તેઓ જાતે અમેરિકા જઈ શકે એ શક્ય ન હતું, પણ સાથે સાથે તેઓ એવા સમયજ્ઞ, વિચક્ષણ અને વ્યવહારદક્ષ હતા કે આવી સાનેરી તક જવા દેવા માગતા ન હતા. આ પરિષદનું મહત્ત્વ તે બરાબર સમજ્યા હતા; અને જૈનધર્મની રજૂઆત એમાં સુયોગ્ય રીતે થવી જ જોઈએ એ વાત પણ એમના મનમાં વસી ગઈ હતી. વળી તેઓ ઉદાર પણ એટલા જ હતા, અને નવા યુગની માંગને બરાબર ઝીલી શકતા હતા. તેઓએ પહેલાં તો જૈનધર્મ અંગે એક વિસ્તૃત નિબંધ લખીને અમેરિકા મોકલ્યા (આ નિબંધ ‘ચિકાગા—પ્રશ્નોત્તર' નામે પ્રસિદ્ધ થયા છે) અને પાતાની સાધુજીવનની મર્યાદા મુજબ પોતે જાતે હાજર રહી નહિ શકે એમ પરિષદના પ્રયોજકોને જણાવ્યું. જવાબમાં પરિષદના પ્રયોજકોએ એમને પોતાના પ્રતિનિધિ મોકલવા ભારપૂર્વક લખ્યું. પરદેશમાં જૈન ધમની યથાર્થ સમજૂતિ સચેટતાપૂર્વક આપી શકે એવા કાબેલ પ્રતિનિધિને શોધી કાઢવાનું કામ સરળ ન હતું. આત્મારામજી મહારાજે આ માટે કોઈ વ્યકિતનું નામ સૂચવવા ધી જૈન એસાસીએશન ઑફ ઈન્ડિયાને લખ્યું. એસાસીએશને તરત જ શ્રી વીરચંદભાઈનું નામ લખી જણાવ્યું. શત્રુંજય તેમ જ સમ્મેતશિખર તીર્થા સંબંધી તેમ જ બીજી પણ કામગીરીઓ શ્રી વીરચંદભાઇની યોગ્યતાને આકરી કસોટીએ ચડાવી હતી, અને એમાં તેઓ સફળતાપૂર્વક પાર ઊતર્યા હતા. મહારાજશ્રીએ તરત જ એ નામને વધાવી લીધું. શ્રી વીરચંદભાઈને ચિકાગા પરિષદમાં જૈનધર્મના પ્રતિનિધિ તરીકે મોકલવાનું નક્કી થયું. k તા. ૧-૯-૯૪ સમય મળતાં શ્રી વીરચંદભાઈએ આવી પરિષદની પાયાની વાત સમજાવતાં નિર્ભયપણે કહ્યું કે કોઈપણ ધર્મની નિંદા કે ટીકા કરવી એ બરાબર ન કહેવાય. ઉપરાંત હિંદુધર્મની ટીકાના એમણે સૌમ્ય છતાં સચોટ જવાબ આપીને પોતાની તટસ્થ દષ્ટિ, સંસ્કારપ્રિયતા અને ઉદારતાના પરિષદને પરિચય આપ્યો. શ્રી વીરચંદભાઈ માટે આ નિર્ણય જેટલો ગૌરવાસ્પદ હતા તેથી ય વધુ જવાબદારી ભરેલા હતા. પરિષદમાં જૈનધર્મ અંગેની રજૂઆતમાં થોડી પણ કચાશ રહે તે પોતાની નામના તો ઠીક પણ જૈનધર્મનું ગૌરવ ઝંખવાય. અને કોઈ પણ કામમાં ઓછી, અધૂરી કે કાચી તૈયારીએ આગળ વધવું એ વીરચંદભાઈનું કામ જ નહિ! આત્મારામજી મહારાજ પણ પોતાના પ્રતિનિધિને પૂર્ણ રીતે સજ્જ કરવા આતુર હતા. તેઓ પણ આ કામની મહત્તા અને ગંભીરતા પૂરેપૂરી સમજતા હતા. ૨૮–૨૯ વર્ષની ભર યુવાન વયે પહોંચેલા વીરચંદભાઈ કુટુંબકબીલા કે મોજમજાને ભૂલીને આત્મારામજી મહારાજના ચરણોમાં એક અદના શિષ્ય બનીને બેસી ગયા. બુદ્ધિ કુશાગ્ર હતી, નિષ્ઠા પૂરેપૂરી હતી, અને મહેનત કરવામાં જરાય કચાશ રાખવાની ટેવ ન હતી—લીધેલું કામ સાંગાપાંગ પાર ઊતારીને જ જંપવાના સહજ સ્વભાવ હતા; શ્રી વીરચંદભાઈએ થોડા વખતમાં જ આવી ધર્મપરિષદને ગૌરવ આપે એવું જૈનધર્મ તેમ જ ભારતીય સંસ્કૃતિ સંબંધી જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. વીરચંદભાઈની આ વિશ્વધર્મ પરિષદમાંની કાર્યવાહી એમના યશસ્વી જીવનના મંદિરનો સુવર્ણકળશ બની રહે એવી જાજવલ્યમાન હતી. એમાં એમણે જૈનધર્મ સંબંધી સફળ રજુઆત કરીને જૈનધર્મનું અને પોતાના ગુરુ આત્મારામજી મહારાજનું ગૌરવ વધાર્યું જ; એથી આગળ વધીને ક્યારેય કોઈ પ્રતિનિધિએ હિંદુ ધર્મ કે બીજા કોઈ ધર્મની ટીકા કે નિદાસૂચક વચન ઉચ્ચાર્યું તે પરિષદ તા સત્તર દિવસ જ ચાલી; અને એમાં બાલવાના શ્રી વીરચંદભાઈને અમુક જ અવસર મળ્યો, છતાં એમના જ્ઞાન અને એમની વકતૃત્વશકિતએ સૌને એવાં તા પ્રભાવિત ક્યાં કે ત્યાર પછી મહિનાઓ સુધી અમેરિકાનાં જુદાં જુદાં શહેરોમાં એમનાં સેકડો વ્યાખ્યાન યોજાયાં. અમેરિકાથી પાછા ફરતાં તેઓ ઈંગ્લૅન્ડમાં પણ જૈનધર્મ સંબંધી સંખ્યાબંધ પ્રવચનો કરીને સંખ્યાબંધ મિત્રા અને પ્રશંસકો બનાવતા આવ્યા. સને ૧૮૯૫માં તેઓ પાછા આવ્યા. પણ અમેરિકામાં એમને એટલી લોકપ્રિયતા સાંપડી હતી કે એક જ વર્ષ બાદ અમેરિકાના એમના ચાહકોએ એમને ફરી અમેરીકા આવવાનું આગ્રહપૂર્વક લખ્યું; અને સ્નેહના એ આગ્રહને તેઓ નકારી ન શક્યા. ૧૮૯૬માં તેઓ ફરી અમેરિકા ગયા. અમે રિકામાં એમનો પ્રભાવ સારી રીતે વધી ગયો, અને એમની પ્રેરણાથી ધર્મ અને આધ્યાત્મના અભ્યાસ માટે “ધી સ્કૂલ ઑફ ઓરિયેન્ટલ ફ્લિોસોફી’અને ધી ગાંધી ફિલોસોફીકલ સાસાયટી'ની સ્થાપના કરવામાં આવી. અમેરિકાની ભાગભૂમિને આવી યોગની વાતા જાણે ભાવવા લાગી. આ પરદેશપ્રવાસ દરમિયાન તે અમુક વખત ઈંગ્લેન્ડ વગેરે દેશોમાં જતા રહ્યા. અને લંડનમાં રહીને મોટા કાયદાશાસ્ત્રી (બેરીસ્ટર એટ લે!) થવાની એમની ઈચ્છા એમણે પૂરી કરી. પણ એ જ્ઞાનના ઉપયોગ એમણે અર્થોપાર્જન માટે ભાગ્યે જ ર્યો. તે હજી પણ પરદેશમાં રહીને વધુ ધર્મપ્રચાર કરવા ઈચ્છતા હતા, પણ એવામાં શત્રુંજયતીર્થ સંબંધી અપીલ ઈંગ્લેન્ડના ભારતમંત્રીની (સેક્રેટરી ઑફ સ્ટેટ ફાર ઈંડિયાની) સમક્ષ રજૂ કરવાની જરૂર ઊભી થઈ અને એની પૂર્વતૈયારી માટે શ્રી વીરચંદભાઈની દેશમાં જરૂર પડી, એટલે એમને સને ૧૯૯૮માં હિંદ પાછા આવવું પડયું. તીર્થોની બાબતમાં તે। શ્રી વીરચંદભાઈ આપણા હાથ-પગ જેવા થઈ પડયા હતા. શ્રી વીરચંદભાઈના પ્રયત્નથી મુંબઈમાં શ્રી હેમચંદ્રાચાર્ય ક્લાસ (અભ્યાસવર્ગ) અને એક સ્ત્રી કેળવણીની સંસ્થા પણ સ્થપાઈ હતી. તેઓ જેમ ધાર્મિક વૃત્તિના હતા, તેમ સામાજિક ઉત્થાન માટે પણ હંમેશાં પ્રયત્નશીલ રહેતા. એ જ રીતે લોકસેવા માટે પણ એમનું દિલ હંમેશાં કરુણાભીનું અને લાગણીભર્યું રહેતું. ૧૮૯૭ની સાલમાં તેઓ અમેરિકામાં હતા; અને હિંદુસ્તાનમાં દુષ્કાળ પડયાનું એમણે જાણ્યું તે એવા સેવાઘેલા આત્મા નિષ્ક્રિય કેવી રીતે બેસી શકે? એમની લાગણીની કદર કરીને અમેરિકાએ એક સ્ટીમર ભરીને મકાઈ અને ચાલીસ હજાર રૂપિયા જેવી મદદ તરત ભારતમાં મોકલી આપી. પ્રભાવશાળી એમનું વ્યકિતત્વ હતું, અસરકારક એમનું વકતૃત્વ હતું, સરળતા, સહૃદયતા અને વિનમ્રતાથી શાભનું એમનું જ્ઞાન હતું. તેઓ અનેક ભાષાના જાણકાર હતા, અને જ્યાં હાય ત્યાંથી જ્ઞાનના સંચય કરવાની એમને ટેવ હતી. આ ટેવના લીધે જ તેઓ નાની ઉંમરમાં પણ બહુશ્રુત વિદ્રાન બન્યા હતા. એમને શત્રુંજયની અપીલ માટે ફરી ઈંગ્લૅન્ડ જવું પડયું. આમાં એમને ખૂબ શ્રમ ઊઠાવવો પડયો. એ કામગીરીના અતિશ્રમ કહે કે ભવિતવ્યતાના યોગ કહે, તેઓ ઈંગ્લૅન્ડમાં બિમાર પડી ગયા. તરત જ તેઓ ભારત પાછા ફર્યા; પણ તેઓ સાજા થાય તે પહેલાં જ થોડાંક અઠવાડિયામાં જ, ૩૭ વર્ષની સાવ અપક્વ વયે, સને ૧૯૦૧માં સાતમી ઑગસ્ટ, સ્વર્ગવાસી થયા! તે ઐતિહાસિક ઓગસ્ટ માસમાં જ જન્મ્યા અને એ માસમાં જ વિદેહ થયા. જેમનો આપણને ખૂબ ખૂબ ખપ હતો એનો ખપ બીજી દુનિયાને પડયે ! તેઓ પોતાની સુવાસ મૂકીને સદાને માટે ચાલતા થયા. આપણને આવા પ્રતાપી પૂર્વજની અમૂલ્ય સેવાઓ મળી એ આપણુ ́ મોટું સદ્ભાગ્ય અને મોટું ગૌરવ આવા પ્રભાવશાળી પુરુષના પુણ્યસ્મરણ નિમિત્તે આપણે જે કંઈ કરીએ તે ઓછું છે. છેવટે એના લાભ પણ આપણને પેાતાને જ મળવાના છે. શ્રી વીરચંદભાઈને આપણા સા સા પ્રણામ હા! -રતિલાલ દીપચંદ દેસાઈ
SR No.525949
Book TitlePrabuddha Jivan 1964 Year 25 Ank 17 to 24 and Year 26 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1964
Total Pages276
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy