________________
તા. ૧૯-૧૪
પ્રમુદ્ધ જીવન
સ્વ.વીરચંદ રાઘવજી ગાંધી
(જેમણે સ્વર્ગસ્થ જૈનાચાર્ય શ્રીમદ્ વિજયાનંદસૂરિના પ્રતિનિધિ તરીકે અમેરિકામાં આવેલા શિકાગો ખાતે ઈ. સ. ૧૮૯૩ના નવેમ્બરની ૧૧મીના રોજ ૧૭ દિવસ માટે મળેલી સર્વધર્મપરિષદમાં ભાગ લીધા હતા. અને પશ્ચિમની પ્રજાઓને જૈન ધર્મના તત્ત્વજ્ઞાનના સર્વ પ્રથમ પરિચય કરાવ્યો હતો એવા સ્વ. વીરચંદ રાઘવજી ગાંધીની જન્મશતાબ્દિના યાદગાર દિવસ (ઑઑગસ્ટ માસની ૨૫મી તારીખ) ભારતમાં અનેક સ્થળોએ જૈને તરફથી ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગને ધ્યાનમાં લઈને તા. ૨૨-૮-’૬૪ના ‘જૈન’ પત્રમાં પ્રગટ થયેલ જીવનપરિચય અહીં નીચે સાભાર ઉષ્કૃત કરવામાં આવે છે.
તેમનો જન્મ થયો ૧૮૬૪ના ઑગસ્ટ માસની ૨૫મી તારીખે. તેમનું અવસાન થયું. ૧૯૦૧ના ઑગસ્ટ માસની ૭મી તારીખે. આ રીતે ૩૭ વર્ષની આટલી ટુંકી જિંદગી દરમિયાન તેમણે જૈન સમાજની કેટલી બધી સેવા કરી હતી તેના નીચેના લેખથી ઉપર સારો ખ્યાલ આવશે. તેમણે પોતાની ટુંકી કારકીર્દિ દરમિયાન અનેક ભાષણા કર્યાં હતાં અને અનેક લખાણો લખ્યાં હતાં, જેમાંના ત્રણ લેખ સંગ્રહો જૈન ફિલોસોફી, યોગ ફિલોસોફી અને કર્મ ફીલોસોફી એ મુજબના ભિન્ન ભિન્ન નામથી તેમની જિંદગી દરમિયાન પ્રગટ કરવામાં આવ્યા હતા, આજે હવે એ પુસ્તક કોઈ ખાનગી સંગ્રહો સિવાય અન્યત્ર બિલકુલ ઉપલભ્ય નથી.
૮૫
તેમના વિષે અહિં મારા નાનપણનું એક સ્મરણ રજૂ કર્યું અસ્થાને નહિં ગણાય. હું છ-સાત વર્ષનો હતો ત્યારે તેઓ ભાવનગર આવેલા અને મે તેમને નજરે જોયેલા. એ પ્રસંગ મારા પિતાશ્રીએ સ્થાપેલી શ્રી જૈન ધર્મ પ્રસારક સભામાં તેમનું સન્માન કરવાને લગતા હતા. કાઠિયાવાડી ફેટો અને લાંબા કોટમાં સજ્જ થયેલી એમની સુન્દર આકૃતિની મારા ચિત્ત ઉપર છાપ અંકાયલી છે. તેમની સાથે તેમના એક નાની ઉંમરના દીકરો માહન હતા અને તેને ઉપર જણાવેલ પ્રસંગે અંગ્રેજીમાં સડસડાટ ભાષણ કરતા જોઈ—સાંભળીને ચકિત થયાનું મને સ્મરણ છે. એ જ વખતે તેઓ અમારે ઘેર પણ આવ્યાનું અને અમેરિકા જઈને આપણા જૈન ધર્મની તેમણે ખૂબ શાન વધારી એમ એકઠા થયેલા ગૃહસ્થાને અંદર અંદર વાતો કરતા સાંભળ્યા હોવાનું પણ મને કાંઈક સ્મરણ છે. પરમાનંદ)
સ્વ. વીરચંદ રાધવજી ગાંધી : એક પરિચય
જે જે મહાનુભાવાએ, પોતાની વિરલ સેવાઓ દ્વારા; વિક્રમની વીસમી સદીમાં આપણને ઋણી બનાવ્યા છે તેમાં શ્રી વીરચંદભાઈનું નામ પહેલી હરોળમાં મૂકી શકાય એવું છે. શ્રી વીરચંદભાઈએ સમાજસેવા કરી હતી, જ્ઞાનપ્રસાર માટે પ્રયત્નો આદર્યા હતા, દેશભકિત દાખવી હતી, વિદ્યાની ઉપાસના કરી હતી, અને સૌથી આગળ વધીને જૈનશાસનની પરદેશમાં પ્રભાવના કરવામાં પોતાની કાયાને ઘસી નાખી હતી. જેમ જેમ એમની સેવાઆના ખ્યાલ મેળવવા પ્રયત્ન કરીએ છીએ તેમ તેમ એની વધુને વધુ વિશાળતા સમજાતી જાય છે: અને છેવટે એમ જ લાગે છે કે એમની સેવાઓનું મૂલ્ય આંકી શકાય એમ નથી—સાચે જ એ અમૂલ્ય છે. અને છતાં, આટઆટલી સેવાઓ કરનાર પુરુષને આપણે કેટલા બધા વિસરી ગયા છીએ! આપણી આ વિસ્મરણશીલતા અને કૃતજ્ઞતાના વિચાર કરીએ છીએ ત્યારે ચિત્ત ગ્લાનિ અને દુ:ખની લાગણીથી ભરાઈ જાય છે.
શ્રી વીરચંદભાઈ જીવ્યા તા કુલ સાડત્રીસ વરસ જેટલા ટૂંકા સમય જ. પણ એટલા ટૂંકા સમયમાં પણ એમણે વિવિધ ક્ષેત્રે જે સેવા બજાવી એના લીધે આપણા દેશના અલ્પાયુપી યાદગાર નામાવલીમાં એમણે સ્થાન પ્રાપ્ત કરી લીધું.
આ સાડત્રીસ વર્ષની ટૂંકી જિંદગીમાં પણ વીસ વર્ષ ત બાલ્યકાળ અને વિદ્યાભ્યાસમાં વીત્યાં. જાણે શ્રી વીરચંદભાઈનું સરજન ઉત્તરોત્તર વધુને વધુ મોટાં ક્ષેત્રોમાં પહોંચી જઈને પોતાના વિકાસ સાધતા રહેવાનું હાય એમ જ લાગે છે. પ્રાથમિક શિક્ષણ એમણે પેાતાના વતન મહુવામાં લીધું; માધ્યમિક શિક્ષણ માટે ભાવનગર જઈને એમણે ત્યાંથી ૧૬ વર્ષની ઉંમરે મેટ્રિકની પરીક્ષા પસાર કરી; અને ઉચ્ચ શિક્ષણ એમણે મુંબઈની સુપ્રસિદ્ધ એલફિન્સ્ટન કૅલેજમાં લીધું. સને ૧૮૮૪માં ૨૦ વર્ષની વયે, તેઓએ બી. એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી, આ પછી એમની ઇચ્છા કાયદાનો અભ્યાસ કરવાની હતી, પણ વિધિએ એ સમયે એ પૂરી થવા ન દીધી.
એમના અભ્યાસકાળ પૂરો થયો તેની સાથેાસાથે જ, તેઓ અર્થીપાર્જનના માગે પોતાની શકિતને કામે લગાડેતે પહેલાં જ, એમનામાં જાહેર જીવનનો રસ જાગી ઊઠયા હતા; અને થોડા વખતમાં જ તે ઉંમરે નાના હોવા છતાં, અક્કલ હોંશિયારી અને કાબેલિયતમાં પાકા અને પીઢ હોવાને લીધે, સમાજના એક શાણા અને સાચા કાર્યકર બની ગયા હતા. આ અરસામાં જ મુંબઈમાં ધી જૈન એસાસીએશન ઓફ ઈંડિયા' નામની સંસ્થાની સ્થાપના થઈ, અને પોતાની લાયકાતને લીધે માત્ર ૨૧ વર્ષની ઉછરતી યુવાન વયે, શ્રી વીરચંદભાઈ એના મંત્રી બન્યા. શ્રી વીરચંદભાઈના જાહેર જીવનનો એ ઉષાકાળ.
એમ લાગે છે કે ૬૦-૭૦ વર્ષ પહેલાંના એ સમયમાં જાહેર જીવન અંગે એવી સચોટ માન્યતા પ્રવર્તતી હતી કે કોઈ પણ
૩.
સંસ્થામાં એના નાના કે મોટા અધિકારી પદે રહેવું, એટલે એ પદની જવાબદારી પૂરેપૂરી અદા કરવાના ભાર ઊઠાવવો જ જોઈએ, કેવળ પોતાના નામથી સંસ્થાના શોભાના ગાંઠિયા બનવા ખાતર કે સંસ્થાના અધિકારપદને નામે પોતાની જાતનું ગૌરવ વધારવાની ખાતર આવા જવાબદારીવાળા પદને સ્વીકાર તથા ઉપયોગ બહુ ઓછા કરવામાં આવતા. શ્રી વીરચંદભાઈ ધી જૈન એસોસીએશન ઑફ ઇન્સ્યિાનું મંત્રીપદ સ્વીકારીને એમાં ઓતપ્રોત બની ગયા; સંસ્થાના પ્રાણ બની ગયા; અને એમની રાહબરી નીચે સંસ્થાએ સારી પ્રગતિ સાધી બતાવી.
શ્રી વીરચંદભાઈના અભ્યાસકાળ જેમ ઉત્તરોત્તર વિકાસશીલ અને મોટાં મોટાં ક્ષેત્રામાં પ્રવેશ કરાવનારો બન્યા હતા, એ જ રીતે એમનું જાહેર જીવન પણ ક્રમે ક્રમે એવું પ્રગતિશીલ અને વધુ ને વધુ વિશાળ ક્ષેત્રાને આવરી લેનારું બન્યું હતું કે એમને છેક અમેરિકા અને યુરોપના એકથી વધુવાર પ્રવાસ ખેડવા પડયો. આને લીધે સમાજને એમની શકિતઓને વધુ ને વધુ લાભ મળતા જતા હતા; અને તેઓ પણ સમાજરોવામાં વધુ ને વધુ આતપ્રોત બનતા જતા હતા—જાણે એમના અંતરને મુખ્યત્વે સેવાના જ રસ લાગ્યો હતા, અને સેવાધેલા બનવામાં જ એમના આત્મા સંતોષ અને કૃતાર્થતાના અનુભવ કરતા હતા.
એમના માથે જવાબદારીનું સૌથી પહેલું કામ તીર્થાધિરાજ શત્રુંજયના મુંડકાવેરો દૂર કરાવીને પાલીતાણા રાજ્ય સાથે જૈન સંઘનું સમાધાન કરાવી આપવાનું આવ્યું. આ માટે મહેનત કરવામાં શ્રી વીરચંદભાઈએ જરાય કસર ન રાખી; પોતાનાં ઊંધ અને આરામને ભાગે એમણે દિલ દઈને કામ કર્યું. છેવટે મૂંડકાવેરી દૂર થયા, અને શેઠ આણંદજી ક્લ્યાણજીની પેઢી પાલીતાણાના ઠાકોરસાહેબને એના બદલામાં, વાર્ષિક પંદર હજાર રૂપિયા આપે એમ સમાધાન થયું.
આ પછી બીજું વધારે જવાબદારીવાળું કામ એમના માથે આવ્યું. સમેતશિખરજી મહાતીર્થની પવિત્રતા જાળવવા માટે કાયદેસરની કામગીરી બજાવવાનું. બામ નામના અંગ્રેજે પાલગંજના રાજા પાસેથી સમેતિશખરના પહાડનો અમુક ભાગ ભાડાપટ્ટે રાખ્યો હતા; અને ત્યાં એ પશુઓનો વધ કરાવીને ચરબીનું કારખાનું કરવા માગતા હતા. આવા પવિત્ર તીર્થસ્થાનના આવા ભયંકર હિંસક ઉપયોગ થવાની વાત જાણીને જૈન સંઘમાં ભારે સંક્ષોભ જાગ્યો, જૈનાએ બિહારની કોર્ટમાં આની સામે કેસ દાખલ કર્યો પણ
એમાં સફળતા ન મળી. પછી એ કેસ લકત્તાની હાઈકોર્ટમાં લઈ જવામાં આવ્યો, અને એની કામગીરી વીરચંદભાઈને સોંપવામાં આવી. આ માટે શ્રી વીરચંદભાઇ ખાસ કલકત્તા જઈને રહ્યા. શ્રી વીરચંદભાઈ આમ તો કાયદાશાસ્ત્રી ન હતા, પણ આ કેસમાં એમણે એક નિપુણ કાયદાશાસ્ત્રી જેટલી તૈયારી કરી; જરૂર લાગી તો બંગાળી ભાષાનો અભ્યાસ કર્યા; અને કેસમાં નાની કે મોટી એક પણ બાબત નજર બહાર ન જાય એ માટે પૂરેપૂરી ચીવટ રાખી.