________________
૮૪
પ્રબુદ્ધ જીવન
શુભ
કૂખમાં, અશુભ પરમાણુઓ કાઢી નાખી, તેમની જગ્યાએ પરમાણુઓ દાખલ કરીને મૂકી દીધા, અને જે ત્રિશલા ક્ષત્રિયાણીને ગર્ભ હતો, તેને દેવાનંદા બ્રાહ્મણીની કૂખમાં મૂકી દીધો.
નવ માસ ઉપર સાડાસાત દિવસ વીત્યા બાદ, ત્રિશલા ક્ષત્રિયાણીએ ઉનાળાના પહેલા મહિનામાં, બીજા પખવાડિયામાં, ચૈત્ર શુદ તેરસે શ્રમણ ભગવાન મહાવીરને ક્ષેમકુશળપણે જન્મ આપ્યો. તે રાત્રે દેવદેવીઓએ અમૃત, ગંધ, ચૂર્ણ, પુષ્પ તથા રત્નોની માટી વૃષ્ટિ કરી, તથા ભગવાનનો અભિષેક, તિલક, રક્ષાબંધન વગેરે કર્યાં.
જ્યારથી ભગવાન ત્રિશલા ક્ષત્રિયાણીની કૂખે આવ્યા, ત્યારથી તેમનું મૂળ ધન, ધાન્ય, સાનુંરૂપું, રત્ન વગેરેથી ઘણી વૃદ્ધિ પામવા લાગ્યું. આ વાત તેમનાં માતાપિતાના લક્ષમાં આવતાં, તેમણે દશ દિવસ પૂરા થયે તથા (નાળ વધેરવા વગેરેની) અશુચિ દૂર થયા બાદ ઘણુ ખાનપાન તૈયાર કરાવી, સાંવહાલાંને નિમંત્રણ આપ્યું; અને તેમને તથા બીજા વાચકવર્ગને ખૂબ જમાડી કરી, બધાને મહાવીરના ગર્ભમાં આવ્યા બાદ થતી કૂળની વૃદ્ધિની વાત જણાવી, કુમારનું ‘વર્ધમાન’ એવું નામ પાડયું.
ભગવાન મહાવીર માટે પાંચ દાઈ રાખવામાં આવી હતી, તે આ પ્રમાણે : દુધ ધવરાવનાર, સ્નાન કરાવનાર, શણગારનાર, ખેલાવનાર અને ખોળામાં રાખનાર. એ પાંચ ધાત્રીઓ વડે વીંટળાચેલા, તથા એક ખાળામાંથી બીજા ખોળામાં જતા એવા ભગવાન, જેમ પર્વતની ગુફામાં. ચંપકવૃક્ષ વૃદ્ધિ પામે, તેમ પિતાના રમ્ય મહેલમાં અનુક્રમે મોટા થવા લાગ્યા.
બાલ્યાવસ્થા પૂરી થતાં, સર્વકલાકુશળ એવા મહાવીર ભગવાન, અનુત્તુકપણે પાંચ પ્રકારના ઉત્તમ માનુષિક કામભોગ ભાગવતા વિહરવા લાગ્યા.
ભગવાનનાં આ પ્રમાણે ત્રણ નામ હતાં : માબાપે પાડેલું ‘વર્ધમાન’, પોતાના વૈરાગ્યાદિ સહજ ગુણાથી મળેલું ‘શ્રમણ’, અને મોટા ભયા તથા નગ્નત્વ આદિ મહા દુ:ખો સહન કરવાને કારણે દેવાએ આપેલું ‘શ્રામણ ભગવાન મહાવીર.’
. ભગવાનના પિતાના પણ ત્રણ નામ હતાં: સિદ્ધાર્થ, શ્રેયાંસ જીંસ (યશસ્વી ?). ભગવાનની માતાનાં પણ ત્રણ નામ હતાં : ત્રિશલા, વિદેહદિના, પ્રિયકારિણી. ભગવાનના કાકાનું નામ સુપાર્શ્વ હતું; મોટા ભાઈનું નામ નંદિવર્ધન હતું, અને માટમાં બહેનનું નામ સુદર્શના હતું.
ભગવાનની ભાર્યા યશાદા કૌડિન્યગાત્રની હતી. તેનાથી ભગવાનંને થયેલ પુત્રીનાં બે નામ હતાં: અનવદ્યા અને પ્રિયદર્શના. ભગવાનની દૌહિત્રી કૌશિકગેાત્રની હતી. તેને પણ બે નામ હતાં: શેષવતી અને યશામતી.
ભગવાનના માતાપિતા પાર્શ્વનાથની પરંપરાના શ્રમણાના અનુયાયી (ઉપાસક) હતાં. તેઓએ, ઘણાં વર્ષ શ્રમણાપાસકના આચાર પાળી, અંતે, છયે પ્રકારના જીવાની રક્ષાને નિમિત્તે, અન્નપાન છેાડી દેહત્યાગ કર્યો. ત્યાર બાદ તેઓ અચ્યુતકલ્પ નામના બારમા સ્વર્ગમાં દેવ તરીકે ઉત્પન્ન થયાં. ત્યાંથી આવીને તેઓ મહા વિદેહ ક્ષેત્રમાં છેલ્લા ઉચ્છવાસ વખતે સિદ્ધ, બુદ્ધ અને મુકત થઈ, નિર્વાણ પામશે, અને સર્વ દુ:ખોનો અંત લાવશે.
ભગવાન મહાવીરે ત્રીશ વર્ષ ગૃહસ્થાશ્રમમાં રહી, માબાપ દેવલોક પામતાં, પેાતાની પ્રતિજ્ઞા સમાપ્ત થઈ જાણી, પોતાનું ધનધાન્ય, સાનું રૂપું, રત્ન વગેરે યાચકોને વહેંચી દઈ, હેમંત ઋતુના પહેલા પક્ષમાં, માગશર વદ ૧૦મીના રોજ પ્રવ્રજ્યા લેવાના નિશ્ચય ૉ.
દીક્ષા લેતાં પહેલાં, આખું એક વર્ષ તેમણે આ પ્રમાણે દાન આપ્યા કર્યું : સૂર્યોદય થતાં જ દાન આપવાનું શરૂ કરે, તે સવારના નાસ્તાના સમય સુધીમાં એક કરોડ અને આઠ લાખ સોનામહોર આપી દે. એ રીતે આખા વર્ષમાં થઈને તેમણે ત્રણ અબજ અઠ્ઠયાસી કરોડ અને એસી લાખ સાનામહોરો દાનમાં આપી દીધી. તે બધું ધન ઈંદ્રની આજ્ઞાથી વૈશ્રમણ (કુબેર ભંડારી) અને તેના દેવા મહાવીરને પૂરું પાડતા.
પંદર કર્મભૂમિમાં જ ઉત્પન્ન થનાર તીર્થંકરને જ્યારે દીક્ષા લેવાનો સમય નજીક આવે છે, ત્યારે પાંચમા ક્લ્પ બ્રહ્મલોકમાં
તા. ૧–૯–૧૪
કાળી રેખાવાળાં વિમાનામાં રહેતા લોકાંતિક દેવા તેમને આવીને કહે છે: ‘હે ભગવાન, સકળ જગતના જીવાને હિતકર એવું ધર્મતીર્થ આપ પ્રવર્તાવા !' તે પ્રમાણે, ૨૯મા વર્ષમાં, તે દેવાએ આવી ભગવાનને વિનંતિ કરી.
વાર્ષિક દાન પૂરું થતાં, ત્રીસમે વર્ષે ભગવાને દીક્ષા લેવાની તૈયારી કરી. તે વખતે, બધાં દેવદેવી પોતપોતાની તમામ સમુદ્ધિ સાથે પોતપોતાના વિમાનામાં બેસી, કુંડપુરની ઉત્તરે આવેલા ક્ષત્રિયોના વાસની ઈશાની બાજુએ આવી પહોંચ્યાં.
પછી હેમંત ઋતુના પ્રથમ મહિને, પ્રથમ પક્ષે, માગશર વદ દશમને સુવ્રત નામે દિવસે, વિજય નામના મુહૂતૅ, ઉત્તરફાલ્ગુની નક્ષત્રને યોગે, છાયા પૂર્વ તરફથી તથા બરાબર પુરુષ જેટલી લાંબી થતાં, ભગવાનને શુદ્ધ જળથી સ્નાન કરાવવામાં આવ્યું. અને ઉત્તમ સફેદ ઝીણાં બે વસ્રો તથા અભૂષણ પહેરાવવામાં આવ્યાં. ત્યાર બાદ તેમને માટે ચંદ્રપ્રભા નામની મોટી સુશેાભિત પાલખી લાવવામાં આવી; તેમાં ભગવાન નિર્મળ શુભ મનોભાવ સાથે બેઠા. તે વખતે તેમણે એક જ વસ્ત્ર ધારણ કર્યું હતું, અને છ ટંકના ઉપવાસ કર્યા હતા. પછી તેમને વાજતે ગાજતે ગામ બહાર જ્ઞાતવંશી ક્ષત્રિયોના ઉદ્યાનમાં લઈ જવામાં આવ્યા.
. ઉદ્યાનમાં આવી, ભગવાને પૂર્વાભિમુખ બેસી, બધા અલંકાર ઉતારી નાખ્યા; તથા પાંચ મુઠ્ઠીઓ ભરી, જમણા હાથથી જમણા અને ડાબા હાથથી ડાબા એમ બધા કેશે ઉખાડી નાખ્યા. પછી સિદ્ધોને નમસ્કાર કરી, ‘હવેથી હું કાંઈ પણ પાપ નહિ કરું,' એવા નિયમ લઈ, ઉત્તમ ચારિત્રના સ્વીકાર કર્યો. તે બધું, બધાં દેવમનુષ્યો, ચિતરામણમાં ચિતરેલાંની પેઠે સ્તબધ બની જોઈ રહ્યાં.
ભગવાને ચારિત્ર લીધા બાદ તેમને મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત થયું. તેથી તે મનુષ્યલાકની અંદરનાં પંચેન્દ્રિય અને વ્યકત મનવાળાં પ્રાણીઓના મનાગત ભાવોને જાણવા લાગ્યા.
પ્રવજ્યા લીધા બાદ, ભગવાન મહાવી, મિત્ર, જ્ઞાતિ, સ્વજન અને સંબંધી વર્ગને પાછા વિદાય કર્યાં; અને પોતે એવા નિયમ લીધા કે, “હવેથી બાર વર્ષ સુધી હું કાયાની સારસંભાળ કે મમતા રાખ્યા વિના, જે કોઈ વિઘ્નો અને સેંટો આવી પડશે, તે બધાં અડગપણે સહન કરીશ, અને તે તે વિના નાખનાર પ્રત્યે સમભાવ રાખીશ.” આવા નિયમ લઈ, મહાવીર ભગવાન, એક મુહૂર્ત જેટલા દિવસ બાકી રહ્યો ત્યારે, કુમ્ભાર ગામ આવી પહોંચ્યા.
ત્યાર બાદ, ભગવાન શરીરની મમતા કે પરવા છેાડી, રહેઠાણ, પર્યટન, સાધનસામગ્રી, તપ, સંયમ, બ્રહ્મચર્ય, શાંતિ, ત્યાગ, સંતોષ, વગેરે બાબતમાં સર્વોત્તમ પરાક્રમ દાખવતા, તથા રૂડાં ફળવાળા નિર્વાણ— મુકિત—માર્ગ વડે પોતાના આત્માને ભાવિત કરતા, વિચરવા લાગ્યા.
તે વખતે તે ઉપકાર--અપકાર સુખ–દુ:ખ, લોક-પરલોક, જીવન-મૃત્યુ, આદર–અપમાન, વગેરેમાં સમબુદ્ધિ રાખતા; સંસાર– સમુદ્રને પાર કરવા નિરંતર પ્રયત્ન કરતા; અને કર્મરૂપી શત્રુન સમુચ્છેદ કરવામાં તત્પર રહેતા.
એ પ્રમાણે વિચરતાં ભગવાનને દેવ, મનુષ્ય કે પશુપંખી તરફથી જે જે વિદનો નડયાં, તે બધાં તેમણે મનને મેલું થવા દીધા વિના, અવ્યથિત રીતે, તથા અદીનપણે સહન કર્યાં; અને મનવચન, કાયાને પૂરેપૂરાં વશમાં રાખ્યાં.
આમ બાર વર્ષ પૂરાં થયાં. ત્યાર બાદ, તેરમાં, ઉનાળાના બીજા મહિનામાં, ચાથા પખવાડિયામાં, વૈશાખ સુદ ૧૦ના સુવ્રત નામના દિવસે, વિજય નામના મુહૂતૅ, ઉત્તરાફાલ્ગુની નક્ષત્રને યોગે, છાયા પૂર્વ તરફની તથા પુરુષ જેટલી બરાબર લાંબી થતાં, ભક નામના ગામની બહાર, જુવાલિકા નદીના ઉત્તર કિનારે, શ્યામક નામના ગૃહસ્થના ખેતરમાં, વેયાવત્ત નામના ચૈત્યના ઈશાન ખૂણામાં, શાલવૃક્ષ પાસે, ભગવાન ગોદાહાસને—ઢીંચણ ઊંચા અને માથું નીચે એ પ્રમાણે ઉભડક બેસી, ધ્યાનમગ્ન અવસ્થામાં તડકો તપી રહ્યો હતો તે વખતે, તેમને છ ટંકના ઉપવાસ થયા હતા, અને શુકલધ્યાનમાં તેમની સ્થિતિ થઈ હતી તે વખતે, તેમને નિર્વાણરૂપ, સંપૂર્ણ, પ્રતિપૂર્ણ, અવ્યાહત, નિરાવરણ, અનંત અને સર્વોત્તમ એવું કેવળજ્ઞાનદર્શન ઉત્પન્ન થયું.
હવે ભગવાન અર્હત, જિન, કેવલી, સર્વજ્ઞ તથા સર્વભાવદર્શી થયા, અને દેવ મનુષ્ય અને અસુર વગેરે આખા લાકના વિવિધ ભાવ જાણવા તથા દેખવા લાગ્યા.
અપૂર્ણ
સંપાદક: શ્રી ગોપાલદાસ જીવાભાઈ પટેલ