________________
REGD. No. B-4266
વાર્ષિક લવાજમ રૂા. ૪
પ્રબુદ્ધ જીવન
શ્રી મુંબઇ જૈન યુવક સંઘનુ પાક્ષિક મુખપત્ર છૂટક નક્લ ૨૦ નયા પૈસા
પ્રબુદ્ધ જૈનનુ નવસસ્કરણુ વર્ષ ૨૯ : અંક ૯
મુંબઇ, સપ્ટેમ્બર ૧, ૧૯૯૪, મંગળવાર આફ્રિકા માટે શલિંગ ૮
તંત્રી: પરમાનંદકુવરજી કાપડિયા
ભગવાન મહાવીરનું ચરિત્ર અને તેમણે પ્રરૂપેલા સચમધમ
(‘પ્રબુદ્ધજીવન’ના આ અંક વાચકોના હાથમાં આવશે એ અરસામાં એટલે કે સપ્ટેમ્બર માસની ત્રીજી તારીખથી જૈન સમાજના ત્રણ ફિરકાનાં પર્યુષણ પર્વ શરૂ થશે. પર્યુષણના આ આઠ દિવસ દરમિયાન નાના ચરમ તીર્થંકર ભગવાન મહાવીરના ચરિત્રનું પઠન, પાઠન કરવામાં આવે છે અને ધર્મગુરુઓ વ્યાખ્યાનપીઠ ઉપરથી કલ્પસૂત્રનું વાંચન કરે છે. આ પરંપરાને લક્ષમાં રાખીને જૈનામાં બહુમાન્ય એવા ૧૨ અંગામાં (આગમામાં) સર્વથી વિશેષ મહત્ત્વ ધરાવતા ‘આચારાંગ સૂત્ર’ના છાયાનુવાદ ‘મહાવીર સ્વામીના આચારધર્મ' એ મથાળા નીચે અમદાવાદના નવજીવન કાર્યાલય તરફથી પ્રગટ કરવામાં આવ્યો છે અને તેના સંપાદક શ્રી ગેાપાલદાસ જીવાભાઈ પટેલ છે. તે છાયાનુવાદના બીજા ખંડમાંથી છેલ્લાં બે પ્રકરણા જેમાં ભ. મહાવીરનું સંક્ષિપ્ત ચરિત્ર અને પાંચ મહાવ્રતરૂપ સંયમ ધર્મની રૂપરેખા આપવામાં આવી છે તે અહીં નીચે સાભાર ઉદ્ધૃત કરવામાં આવેલ છે. આ આચારાંગ સૂત્રમાં સંસારત્યાગી જૈન મુનિના આચાર કેવા હોવા જોઈએ તેનું સવિસ્તર નિરૂપણ કરવામાં આવ્યું છે. આ આચારાંગ સૂત્રની ભાવનાત્મક વિશાળતાનો પરિચય કરાવતાં શ્રી ગેપાલદાસ જીવાભાઈ પટેલ પોતાના ઉપાદ્ઘાતમાં જણાવે છે કે, “આચારાંગ સૂત્ર આખું જોઈ જાઓ, ત્યાં તમને દાર્શનિક ચર્ચાના લવલેશ અંશ જોવા નહિ મળે. પરંતુ આધ્યાત્મિક જીવનમાં ઉપયોગી એવી બધી બાબતોના ઉપદેશ પહેલેથી છેડે સુધી મળશે. માત્ર, કેટલાક પારિભાષિક શબ્દો બદલાયા હશે, એટલું જ. અને અંતિમ મુકત દશાના વર્ણનમાં જે વાક્યો તેમાં મળે છે, તે તે ઉપનિષદના કે અદ્વૈત વેદાંતના સિદ્ધાંતને કેટલા બધાં મળતાં આવે છે? જીવની એકતા કે અનેકતા, કૂટસ્થ નિત્યતા કે પરિણામી નિત્યતા, જગતનું સત્યત્વ કે મિથ્યાત્વએ બધા દાર્શનિક ભેદો ત્યાં કયાં ડોકિયું પણ કરી શકે છે?
“અને, આગળ જણાવ્યું તે પ્રમાણે, આચારાંગમાં જ મહાવીરના પેાતાનાં વાક્યો સંગ્રહાયાં છે એવા સંભવ નજર સામે રાખીઓ, તો, પછીના લોકોએ ગમે તે લખ્યું હોય, પણ જૈન માર્ગે કૈવલ્ય પ્રાપ્ત કરનાર પુરુષની વાણી ઉપનિષદના ઋષિની વાણીથી કયાં જરાય જુદી પડે છે? ” એમ જણાવીને પોતાના વિધાનના સમર્થનમાં તેમણે નીચેના બે નમૂના રજૂ કર્યા છે:–
“જેને તું હણવા માગે છે તે તું જ છે; જેને તું પરિતાપ ઉપજાવવા માગે છે તે પણ તું જ છે; જેને તું દબાવવા માગે છે તે પણ તું જ છે; તથા જેને તું મારી નાખવા માગે છે તે પણ તું જ છે આમ જાણી, સમજુ માણસ કોઈને હણતા નથી કે હણાવતા નથી.” સૂત્ર–૧૬૪.
“મુકત પુરુષ જન્મમરણના માર્ગને ઓળગી જાય છે; વાણી ત્યાંથી પાછી ફરે છે; ત્યાં કોઈ તર્ક પહોંચતા નથી અને બુદ્ધિ પેસી શકતી નથી. તે મનુષ્ય ઓજસ્વી થાય છે; જેની બીજી કોઈ પ્રતિષ્ઠા નથી, એવા અપ્રતિષ્ઠ આત્માને તે જાણે છે. તે લાંબા નથી, ટૂંકો નથી, ગોળ નથી, ત્રાંસા નથી, મંડળાકાર નથી, કાળા નથી, લીલા નથી, રાતા નથી, પીળા નથી, ધોળો નથી, સુગંધી નથી, દુર્ગંધી નથી, સ્ત્રી નથી, પુરુષ નથી, નપુંસક પણ નથી, તે જ્ઞાતા છે, વિજ્ઞાતા છે, તે કશી સત્તા નથી. તે શબ્દાતીત હોવાથી તેને કશી ઉપમા નથી.” સૂત્ર–૧૭.
આવા અર્થગંભીરભાવગંભીર આચારંગસૂત્રના છેલ્લાં બે પ્રકરણામાં ભગવાન મહાવીરનું જે ચરિત્ર આપવામાં આવ્યું
છે તે શ્વેતાંબરમાન્ય પરંપરા મુજબનું છે. દિગંબર સંપ્રદાયની માન્યતા ભગવાન મહાવીરના ગર્ભાપહરણ અને લગ્નજીવનને સ્વીકારતી નથી. ઈતિહાસની દ્રષ્ટિએ આ આગમ સાહિત્ય આજથી ૨૦૦૦થી ૨૫૦૦ વર્ષ પૂર્વના કાળ જેટલું પુરાણું લેખવામાં આવે છે. પ્રસ્તુત ચરિત્રનું આલેખન અત્યંત મિતાક્ષરી ભાષામાં કરવામાં આવ્યું છે, ચરિત્રવાંચન પ્રતિભાસંપન્ન અને પ્રસન્નતાજનક લાગે છે. આ આગમવાણી કોઈ ગણધર—રચિત હોવા સંભવ છે, એવી તેની ભવ્યતા છે. ગદ્ય હોવા છતાં તેમાં પઘના કાવ્યનો પ્રસાદ છે. જૈન જૈનેતર કોઈ પણ વાંચક આ ચરિત્ર વાંચીને ઊંડી પ્રસન્નતા અનુભવ્યા વિના નહિં રહે. પર્યુષણ દરમિયાન આ ચરિત્રનું પારાયણ વાચકને ઉપકારક અને પ્રેરણાદાયી બનશે એમાં કોઈ શક નથી.
આ ચરિત્રમાં દૈવી ચમત્કારોની ફ્ લગૂંથણી કરવામાં આવી છે. આ ચમત્કારોના તથ્યાતથ્યના તર્કવિતર્ક કે ચકાસણીમાં વાચક ન પડે, જો તેને ચરિત્રના અધિષ્ઠાતા ભગવાન મહાવીરની ભવ્યતાને માણવી હાય- આત્મગત કરવી હોય—તા. ભવ્યતાનું સચોટ સંવેદન નિર્માણ કરવામાં કોઈ કોઈ મહાપુરુષના ચરિત્રમાં દૈવી ચમત્કારોની મેળવણી કદિ હિંદ ઘણા ઉપયોગી ભાગ ભજવે છે, અને એ રીતે ચમત્કારો કાલ્પનિક હોય તો પણ ચરિતાર્થ બને છે. આખું ચરિત્ર વાંચતાં આપણી આંખ સામે એક એવા પૂર્ણ પુરુષની મૂર્તિ ખડી થાય છે કે જેને નિહાળતાં આપણું અભિમાન માત્ર ગળી જાય છે અને જેના ચરણમાં વિનમ્રભાવે આપણું મસ્તક ઢળી પડે છે. આવા ભાવ અને અભિગમપૂર્વક આ ચરિત્રનું પઠન કરવા વાચકોને નમ્ર અનુરોધ છે. પરમાનંદ)
ભગવાન મહાવીરનું ચરિત્ર
ભગવાન મહાવીરે પાંચ મહાવ્રતની જે ભાવનાઓ ઉપદેશી છે, તે કહેવા માટે પ્રથમ ભગવાનનું જીવનચરિત્ર કહેવામાં આવે છે.
ભગવાન મહાવીરના જીવનકાળના મુખ્ય પ્રસંગોમાંથી પાંચ પ્રસંગાએ ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર હતું, જેમ કે દેવલાકમાંથી બ્રાહ્મણી માતાના ગર્ભમાં આવ્યા ત્યારે બ્રાહ્મણી માતાના ગર્ભમાંથી ક્ષત્રિયાણી માતાના ગર્ભમાં ફેરવાયા ત્યારે; જન્મતી વખતે, સંન્યાસ લેતી વખતે, અને કેવળજ્ઞાન થયું ત્યારે. માત્ર ભગવાનનું નિર્વાણ સ્વાતિ નક્ષત્રમાં થયું. (૧૩૫)
ભગવાન, આ યુગના પહેલા ત્રણ હિસ્સા વીતી ગયા અને ચેાથામાં માત્ર ૭૫ વર્ષ અને સાડા નવ મારા બાકી રહ્યા ત્યારે, ઉનાળાના ચોથા માસે, આઠમા પક્ષે, અષાડ સુદિ છઠે, ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં, દશમા દેવલોકમાંના પોતાના પુષ્પોત્તર નામના વિમાનમાંથી પોતાનું દેવ તરીકેનું આયુષ્ય પૂરૂં કરી, જંબુદ્રીપમાં, ભરતક્ષેત્રના દક્ષિણાર્ધમાં, કુંડપુરના બ્રાહ્મણવિભાગમાં, કોડાલગોત્રી ૠષભદત્ત બ્રાહ્મણને ઘેર, જાલંધરાયણ ગોત્રની દેવાનંદા બ્રાહ્મણીની કૂખે, સિંહના બચ્ચાંની પેઠે અવતર્યા.
પછી (શક્રેન્દ્રની આજ્ઞાથી તેના પાયદળ સેનાના અધિપતિ હરિણેગમેસિ) દેવે (તીર્થંકરે ક્ષત્રિયાણીને પેટે જન્મ લેવા એ જ) આચાર છે એમ માની, વર્ષાૠતુના ત્રીજા માસે, પાંચમા પક્ષે, આસ વદ તેરસે, ૮૨ દિવસ વીત્યા બાદ ૮૩મા દિવસે, કુંડપુરના દક્ષિણ તરફના બ્રાહ્મણવિભાગમાંથી ભગવાન મહાવીરના ગર્ભને ઉપાડી, કુંડપુરના ઉત્તર તરફના ક્ષત્રિયવિભાગમાં, જ્ઞાનવંશી ક્ષત્રિયામાંના કાશ્યપગોત્રી સિદ્ધાર્થ ક્ષત્રિયની વશિષ્ટ ગોત્રવાળી ત્રિશલા ક્ષત્રિયાણીની