SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ 30 ૮૨ પ્રબુદ્ધ જીવન પ્રસૂતિગૃહો, વૃદ્ધાશ્રામ, શાળાઓ, કોલેજો, છાત્રાલયો અને લગભગ ૮૦૦ પુસ્તકાલયા આજે સૌરાષ્ટ્રમાં છે. જામનગરની મેડિકલ કૅાલેજ અને અમદાવાદમાં હવે પછી થનાર કેન્સર હાસ્પિટલ એ સૌથી માટી સંસ્થાઓ ગણાય. એમનાં દાન દ્વારા ઊભી થયેલી કેળવણીની સંસ્થાઓમાં ૩૦, ૦૦૦ બાળકો શિક્ષણ લ્યે છે. બધી મળીને ૧૨૦૦ પથારીઓવાળી હાસ્પિટલો અને મેટર્નીટી હામો છે અને ૧૨૦૦ બાળકો રહેતા હાય તેવાં અનેક છાત્રાલયો છે. આ બધી સંસ્થાઓમાં એમના બે કરોડ સામે પ્રજાના અને સંરકારના મળી એથી બમણા કે ત્રણગણા બીજા પૈસા વપરાયા હશે અને એ બધી સંસ્થાઓ પાછળ સરકારના વર્ષે ૩૦ થી ૪૦ લાખ રૂપિયાનું ખર્ચ કરતી હશે તેવા અંદાજ છે. સુરેન્દ્રનગર જિલ્લાને એમના મળેલા દાના લગભગ પંદરથી વીસ લાખ રૂપિયાનાં થવા જાય છે. ધર્મમાં એમને ભારે આસ્થા હતી, પરંતુ ક્રિયાકાંડના એ પ્રખર વિરોધી હતા અને વાણી તથા વર્તનમાં ભેદ હોય તે એમને ભારે ખૂંચતું. સામાજિક કુરિવાજો અને એ પાછળ થતા દ્રવ્યના વ્યયને જોઈને ક્રાંતિકારી હાય તેટલા જુસ્સાથી એ રોષ વ્યકત કરતા અને એમાં ફેરફાર થતા નથી તે જોઈ,નિરાશ થઈ જતા પોતાના સમાજ માટે દુ:ખ વ્યકત કરતા. તેઓ જૈન હતા, તેથી જૈનોના બધા ફિરકા અને બધા સંપ્રદાય એક થઈ જાય તે એમનું સ્વપ્ન હતું એની ચિંતા તે કરતા અને કહી શકાય તેવા સૌને તેઓ કહેતા, બળવા કરવા પણ સમજાવતા. અને છતાં પોતાનાં દાના બાબત ઘણા એમને સંકુચિત માગે વાળવા કોશિષ કરતા ત્યારે એ બહુજ સ્પષ્ટતા અને મક્કમતાથી કહેતા કે કમાતી વખતે આપણે જેમ કોઈ સંપ્રદાયની મર્યાદા રાખતા નથી, તેમ વ્યય કરતી વખતે પણ આખા સમાજ માટે એ વપરાય તે જોવું જોઈએ, અને સંકુચિતતા છોડી દેવી જોઈએ. આફ્રિકામાં એ માયા તેથી ત્યાંની પ્રજા માટે પણ સારાં દાના કરવાની એમની હંમેશ તાલાવેલી રહેતી. કેન્યા ગાંધી મેમારિયલ કોલેજ, છાત્રાલયો, હાસ્પિટલા, શાળાઓ, કન્યાશાળા, પ્રકૃતિગૃહો તથા મીડવાઈફરી અને નર્સિંગની કાલેજો, પ્રાથમિક શાળાઓ અને એવી બીજી સંસ્થાઓ ઊભી કરવા ત્યાંની સરકાર મારફત લગભગ ૫૦ લાખ રૂપિયા ત્યાં તેમણે વાપર્યા અને હજીએ ત્યાં બીજી સંસ્થાઓ ઊભી કરવાની તેમની ભાવના હતી. એ વસ્તુ જ એમની વિશિષ્ટતા હતી. ભારતમાં તાતાના ઉઘોગાનું આ રીતે જ છે. કહેવાય છે કે તાતા કુટુંબ પોતાના દરેક સાહસમાં ૮૫ ટકાથી વધુ હિસ્સો પેાતાના ધાર્મિક ટ્રસ્ટોના રાખે છે, અને એ રીતે મોટા દાના સરળતાથી કરે છે. શ્રી મેઘજીભાઈએ પણ આવી જ કાંઈક ગૂંથણી કરી હતી. અને ઈન્કમટેકસ કે બીજા કાયદાઓ માટેના મન ઉપર જરાયે બાજો રાખ્યા વિના, પદ્ધતિસર જાહેર દાન તેઓ કરી શકતા. ।। છેલ્લાં સાડાપાંચ વર્ષથી તેઓ લંડન રહેતા. સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતમાં કેળવણી તથા આરોગ્યની બને તેટલી વધુ સંસ્થાઓ ઊભી કરવી એ જીવનની ભવિષ્યની એમની મહત્ત્વાકાંક્ષા હતી. ભારતમાં કાયદાઓના અમલ શહેરીઓ પ્રત્યે જે રીતે થાય છે અને પરિણામે નીતિનું ધારણ જે પ્રકારે નીચું ઊતરતું જાય છે તેથી એમને ભારે દુ:ખ અને વેદના થતી જે યોગ્ય વ્યકિતઓ પાસે તેઓ વ્યકત કરતા હતા. ખૂબ જ ઓછું ભણેલ વ્યકિત, કોઈ ખાસ પુસ્તકો જેણે બહુ વાંચ્યા ન હતા, પોતાના અંતરાત્મા સિવાય જેને કોઈ પ્રેરણામૂર્તિ કેદારનાર નહોતું અને જે વિચારે તેને કસોટીમાં મૂકે, કસોટીમાં પસાર થાય તો નિર્ણય કરે અને નિર્ણય પછી તત્કાળ અમલ કરે એવી ઈચ્છાશકિત તેઓ ધરાવતા હતા. આવી આ વ્યકિત જીવનમાં સાથ આપનાર અને સરળતા કરી આપનાર પોતાની પત્ની મણિબહેન માટે હૃદયથી પ્રશંસા કરતા તા. ૧૬-૮-૬૪ ત્યારે સુખી યુગલનો આદર્શ નમૂનો આપણે જોઈ શકતા હતા. શ્રી મેઘજીભાઇને એમના શાખનું પૂછીએ તે કહે કે જે વાતમાં રસ લીધા તેના તળીએથી છેક ઉપર જવાની અને એના અભ્યાસ કરવાની એમને કુદરતી બક્ષીસ હતી. વેપાર અને ઉદ્યોગના અટપટા આંકડાઓ, એના ક્ષેત્રની વ્યાપકતાઓની વિગતા અને ચાલુ છાપાઓના અગ્રલેખા વાંચવા સિવાય વાંચનના વિશેષ શેખ એમણે બહુ કેળવ્યા જ નહોતા. ૧૫ કલાક કામ કરવા જેટલી સ્ફૂતિ એમણે વર્ષો સુધી ટકાવી રાખી હતી. તેના તેઓ ગર્વભેર ઉલ્લેખ કરતા અને છતાં કહેતા કે આ બધા પછી યે પુરુષાર્થ ૪૯ ટકા અને પ્રારબ્ધ ૫૧ ટૂંકા હોય તો જ સમૃદ્ધિ શક્ય બને. અંગ્રેજોની રીતભાત, શિસ્ત, દેશભાવના અને નીતિમત્તાના તેઓ ભારે પ્રશંસક હતા. પાતાને પણ એ પ્રજામાંથી પ્રેરણા મળી એમ એકરાર કરતા. અંગ્રેજ છોકરા, છોકરીઓ, મેટ્રિક પછી ૧૦ ટકા જ કોલેજોમાં જતા હોય છે અને ૧૮ વર્ષે છેકરો કે છોકરી ત્યાં જે રીતે કમાતા થઈ જાય છે, એવું આપણા છોકરા, છેકરીઓ પણ વિચારે અને અમલ કરે તે સમાજના ઘણા પ્રશ્નો ઉકલે એમ એ બહુ સ્પષ્ટપણે માનતા. જે વિચાર્યું તે ઝડપથી અને ચાક્કસ પ્રકારે થવું જોઈએ એ વાતનો એમનો આગ્રહ ભારે પ્રેરણાદાયી હતા. શ્રી મેઘજીભાઈના ટુંકાક્ષરી પરિચય આપવા હોય તો તેમને ‘દાનની વિદ્યાપીઠ' કહી શકાય. ‘સુરેન્દ્રનગર પત્રિકા’માંથી સાભાર ઉદ્ભુત પૂરક નોંધ આવા ઉદારચરિત શ્રી મેઘજીભાઈને મુંબઈની જનતા સમક્ષ સૌથી પ્રથમ રજૂ કરવાનો યશ શ્રી મુંબઈ જૈન યુવક સંઘને ફાળે જાય છે. તેઓ આફ્રિકા હંમેશને માટે છેડીને મુંબઈ આવ્યા ત્યાર બાદ તેમના જૂના સ્નેહી શ્રી દીપચંદ લક્ષ્મીચંદ સંઘવીની મારફત શ્રી મેઘજીભાઈનો મને સૌથી પહેલા પરિચય થયો. તેમની ઉદારતાની વાત સાંભળીને તેમ જ તે પાછળ તેમની યોજનાબદ્ધ વિચારણા કે જેના પરિણામે પોતાનો એકતા સરકારના ૧૧ એવી રીતે અનેક વૈદ્યકીય તેમ જ શિક્ષણસંસ્થાઓ અસ્તિત્વમાં આવી છે, તેની વિગતે સાંભળીને હું ચિકત થઈ ગયેલા અને તેમને અને તેમના કાર્યને સંઘના સભ્યો જાણે એ હેતુથી તેમને મેં સંઘમાં નિમંત્રેલા. ત્યાર પછી તે તેમની કીતિ અને ખ્યાતિ પસરતી ગઈ અને સૌરાષ્ટ્રના અજોડ દાનવીર તરીકે તેમણે નામના પ્રાપ્ત કરી. મારા પણ તેમની સાથે પરિચય વધતો રહ્યો. તેમની સાથેની વાતોમાં તેમની વ્યાપાર કુશળતા અને દાન કુશળતા એકદમ તરી આવતી. વળી આવા કરોડાધિપતિ માણસને કાયદાકાનૂનની કોઈ ધૂંચમાં પડવાનું ન બને એ આજના વખતમાં આછી નવાઈ પમાડનારી વાત નથી. આ રીતે પેાતાના વ્યવસાય પૂરતા તેઓ ભારે કાનૂનકુશળ પણ હતા. સૌરાષ્ટ્રનું ભારે સદ્ભાગ્ય કારણ કે તેમની ઘણી ખરી ઉદારતાનો લાભ સૌરાષ્ટ્રને જ મળ્યા હતા—કે તેના આંગણે પૂર્વ આફ્રિકામાં ધનસંચય કરીને એક સખી દિલના આદમી ઊતરી આવ્યો અને દસ-અગિયાર વર્ષના ગાળામાં ધનના વરસાદ વરસાવી ગયો, જેના પરિણામે તેમના નામ સાથે જોડાયલીયા નહિ જોડાયેલી અનેક લોકોપકારક સંસ્થાઓ—તબીબી કે શૈક્ષણિક ફાલીફ્ લી રહી છે અને સૌરાષ્ટ્રની જનતાનું શ્રેયસંવર્ધન કરી રહી છે. તેમનામાં અપૂર્વ નિખાલસતા હતી તેમ જ નમ્રતા હતી. ઉચ્ચ કોટિના તેમને ગૃહસ્થાશ્રમ હતો અને તેમની ઉદારતાને પ્રતિધ્વનિત કરતાં વધારે પ્રોત્સાહિત કરતાં—એવાં સહધર્મચારિણી તેમને મળ્યાં હતાં. આજે જ્યારે તે ૬૦-૬૧ વર્ષની ઉંમરે આપણી વચ્ચેથી એકાએક વિદાય થયા છે ત્યારે તેમનાં પત્ની શ્રી મણિબહેન અને તેમનાં સંતાનો પ્રત્યે આપણુ દિલ ઊંડી સહાનુભૂતિ અનુભવે છે. બીજી અનેક વિભૂતિ સૌરાષ્ટ્રની—ભારતની ધરતી ઉપર આવશે અને જશે, પણ મેઘજીભાઈ જેવી અતિ વિપુલ ધનસંપત્તિ ધરાવતી અને તેનું છૂટા હાથે વિતરણ કરતી વ્યકિત આપણને ભાગ્યે જ જોવા મળશે. પરમાનંદ. માલિક શ્રી મુંબઇ જૈન યુવક સંધ ઃ મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ : ૪૫–૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ-૩, મુદ્રણુસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુખ,
SR No.525949
Book TitlePrabuddha Jivan 1964 Year 25 Ank 17 to 24 and Year 26 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1964
Total Pages276
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy