________________
.૭૮
કરવા ઇચ્છું છું.” આમ કહી એ પુષ્પો મને આપતાં આપતાં પંડિતજીએ એને સુંઘી લીધાં.
પ્રબુદ્ધ જીવન
“સાહેબ, હું જયાંથી આવું છું એ પ્રદેશમાં, દેવને અર્પણ કરવા માટે ચૂંટાયેલાં પુષ્પો અમે સૂંઘતાં નથી.” મેં પંડિતજીનું ધ્યાન દોર્યું.
પંડિતજીએ એક ક્ષણ મારી સામે નજર કરી; અને કાંઈ જવાબ આપ્યા સિવાય ફરી નીચા નમી બીજા પુષ્પો ચૂંટી લીધાં, અને કહ્યું; લા, આ બીજા પુષ્પો.’
દિલ્હી પહોંચતાની સાથે પ્લેનમાંથી ઊતરતા ઊતરતા. પંડિતજીએ એ પુષ્પા મારી પાસેથી માગી લીધા, અને પોતાનાં હાથમાં લઇ, એ સીધા બિરલા ભવનમાં ગાંધીજી પાસે પહોંચી ગયા.
.
0
ગાંધીજીનું ખૂન થયું એના કેટલાંક અઠવાડિયાં પહેલાં એક દિવરો સાંજે સાત વાગે અમે બન્ને ઑફિસેથી સાથે નીકળ્યા. એ દિવસેામાં દિલ્હીનું વાતાવરણ અત્યંત તંગ હતું. પંડિતજીને જલ્દી ગાડી મળે એવી સ્થિતિ નહોતી, એટલે મેં મારી ગાડીમાં જ તેમને નિવાસસ્થાનેઊતારી આવવા માગણી કરી. તેઓ અત્યંત થાકી ગયેલા જણાતા હતા, રાખત ગરમીના એ દિવસો હતા; આખો દિવરા અનેક મુલાકાતીઓએ એમને શ્રામિત કર્યા હતા; અને પૂર્વ તેમજ પશ્ચિમ પંજાબમાંથી વધુ ને વધુ ખરાબ સમાચાર આવ્યે જતા હતા. એ જ રાત્રે પંડિતજીને ભાજન પછી પાકિસ્તાનના ગુલામ મહમદ અથવા હૈદ્રાબાદના મુખ્ય પ્રધાન લાયકઅલી મળવા આવવાના હતા; મારે એ સમયે હાજર રહીને એમની ચર્ચાઓની નોંધ લેવાની હતી.
મે' પંડિતજીને સૂચવ્યું કે તેમણે સીધા નિવાસસ્થાને જઈ કલાકેક આરામ લેવા: પછી સ્નાન અને ભાજન લેવાં. તેમણે તરત મારી સામે આડકતરી રીતે નિહાળી કહ્યું; ‘મને બિરલા ભવન પર મૂકી દો.' ‘તમે દરરોજ ગાંધીજીને મળેા છે.” મેં આગ્રહભર્યા અવાજે કહ્યું. ‘તમને નથી લાગતું કે આજે તમારે થોડા આરામની જરૂર છે?” તેમણે મારી સાથે કાંઈ ચર્ચા ન કરી, એટલું જ કહ્યું; ‘મને બિરલા ભવન ઉતારો.
એ જ દિવસે રાત્રે દસ વાગ્યે યોર્ક રોડ ઉપરના તેમના નિવાસસ્થાને હું પંડિતજીને ફરી મળ્યા. તેમનામાં થયેલ ફેરફાર જોઇ હું સ્તબ્ધ બન્યો. તેમનામાં તાજગી હતી, ચૈતન્ય હતું. સારી ઊંઘ પછી તેઓ જાણે કે ઊઠયા હોય એટલી એમના ચહેરામાં, અવાજમાં અને એમના પગલામાં ફરૂતિ હતી. અને ચર્ચા દરમિયાન એમનું ધ્યાન પૂરેપૂરું ચર્ચા પર કેન્દ્રિત થએલું હતું. મધરાતે જયારે છેલ્લા મુલાકાતીએ વિદાય લીધી ત્યારે મધરાત પસાર થઈ ચૂકી હતી; લગભગ એક વાગ્યા હતા; પંડિતજીએ ત્યારના ગવર્નર જનરલ માઉન્ટબેટનને આ મહત્ત્વની વ્યકિત સાથેની ચર્ચાના સાર કહેવાનું વચન આપ્યું હતું; એટલે તેમણે માઉન્ટબેટનને તે જ સમયે ફોન કર્યા, અને પછી બહાર હું મારી ગાડીમાં બેસવા માટે પંડિતજીની રાહ જોઈ ઊભા હતા ત્યાં તેઓ આવી ઊભા.
રાત્રી તદન શાંત હતી; આકાશમાં આઠમના ચંદ્ર પ્રકાશી રહ્યો હતો. ‘બિરલા ભવન પર તમને છેડયા પછી એવું શું બન્યું સાહેબ કે તે સમયે ખૂબ જ થાકી ગયેલા જણાતા આપ અત્યારે આટલા સ્ફુર્તિયુકત જણાઓ છે?" મે સહજભાવે પૂછ્યું.
.
‘બીજું કશું જ બન્યું નથી - સિવાય, ગાંધીજી સાથે મે અડધા કલાક ગાળ્યો તે.' પંડિતજીએ જવાબ આપ્યા. એની શી અસર છે એ તમને શી રીતે ખબર પડે? તમે જયારે ગાંધીજી પાસે હા ત્યારે તમે આરામની કલ્પના પણ શી રીતે કરી શકો? ત્યારે ઊંઘના વિચાર પણ શી રીતે આવી શકે? ઉકેલ માગતા અનેક પ્રશ્ના નજર સામે હોય છે, અને હું જયારે જયારે ગાંધીજીને જોઉં છું ત્યારે ત્યારે તેઓ મને નવી જિંદગી આપે છે, નવી તાજગી અર્પે છે.’
ઘેર જવાની મને ઉત્કંઠા હતી, છતાં પંડિતજીને વધુ સાંભળવાની અપેક્ષાએ મારી ગાડીને જરા ટેકો આપી હું ઊભો રહ્યો. અર્ધ ચંદ્રનાં પ્રકાશ - કિરણો નીચે આખું દિલ્હી ત્યારે નિદ્રાધીન હતું, અને પંડિ
તા. ૧૬-૮-૯૪
તજી કહ્યું જતા હતા. ‘જયારે અનેક પ્રશ્નોનો નિકાલ કરવાન હાય ત્યારે ઊંઘ શી રીતે આવી શકે? ’
“ગાંધીજીની એવી કઈ જાદૂઇ અસર તમારા પર છે?” મારાથી પૂછી જવાયું.
એક ક્ષણ તેઓ વિચારમગ્ન બન્યા; ક્ષણભર હસ્યા, અને માત્ર એટલું જ કહી મને વિદાય આપી; ‘તમે સારોય દિવસ કામ કર્યું છે; એટલે જલ્દી ઘેર પહોંચી જાઓ; આવતી કાલે આપણે હજુ ઘણાં કાર્યો ઉકેલવાનાં છે.'
ગાંધીજીનું ખૂન થયા પછી કેટલાક દિવસ બાદ પાર્લામેન્ટ હાઉસમાં કમિટીની એક મીટિંગ હતી. એમાં અમે બને જઇ રહ્યા હતા, ત્યારે પંડિતજી એક ક્ષણ થાભ્યા અને મને કહ્યું; ‘તમને ખબર છે કે, કેટલાક ભવિષ્યવેત્તાઓએ મને ચેતવણી આપી છે કે, હું આવતા અઠવાડિયે આ દુનિયાની વિદાય લઇશ ??
‘જવા દો નાકામી વાત’, મેં કહ્યું, ‘તમે એમાં માનો પણ કયાં છે?” ‘હું માનતા જ નથી,’ પંડિતજીએ જવાબ આપ્યો, ‘પણ તેઓએ મારા પ્રત્યેની શુભ લાગણીથી પ્રેરાઇ આ ચેતવણી આપી છે. મને એમાં જરાય શ્રદ્ધા નથી, પણ પાતે ક્યારે મરવાના છે એ વિષે માણસ શું કહી શકવાનો હતો? પરંતુ અત્યારે મૃત્યુને ભેટવું એ ભારે કરુણ બની રહેશે. તમે નથી. ધારતા? આપણી સામે જે કામ પૂરાં કરવાનાં છે એના ઢગલા જુઓ. તમે થોડા દિવસ પહેલાં ગાંધીજી વિષે મને કઈક પૂછ્યું હતું, નહિ? એઓએ મને જે એક વાત શીખવી છે તે આ છે: “આ ભવિષ્યવેત્તાઓ કહે છે એમ હું થાડા દિવસ જીવું કે વધુ વર્ષો જીવું, પણ મારી જાગૃતિની એકેએક પળમાં ભારત માટે મારી જાતને મારે ઘસી નાખવાની છે. લોકોએ મારામાં જે સંપૂર્ણ વિશ્વાસ મૂકયો છે એનો તો વિચાર કરી જુઓ !” કહી પંડિતજી કમિટી જયાં મળવાની હતી એ ઓરડા તરફ ચાલી ગયા..
*
હું ધારું છું કે, ગયા મહિને પંડિતજી અવસાન પામ્યા ત્યાં સુધી સ્વાતંત્ર્યસંગ્રામથી લઈ, સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછીના વિકાસનાકડીબદ્ધ ઇતિહાસ લખવાનો જયારે પ્રસંગ ઊભા થશે ત્યારે, એ ઇતિહાસમાં ગાંધીજી અને નહેરુ વચ્ચેના અસાધારણ મમત્વેસંબંધે કેવા મહત્ત્વનો ભાગ ભજવ્યો છે, એ વિષે એક પ્રકરણ લખવાનું રહેશે જ. મને એ પણ શ્રાદ્ધા છે કે, અત્યારે જે ચડસાચડસી અને વિતંડાવાદથી પાણી ડહોળાયેલાં છે, એમાંથી નીતર્યાં જળ જેવા એ પારદર્શક ઈતિહાસ હશે. આ ઈતિહાસનાં પૃષ્ઠોમાં માત્ર લોકતાકાતનું અને તેના ગુણાનું જ નહિ પણ એની ટૂંક મર્યાદાઓનું પણ વિશ્લેષણ હશે. સાથે સાથે ઇતિહાસનાં એ પૃષ્ઠો એ વિસ્મયજનક હકીકતાની પણ નોંધ લેશે કે, પંડિતજીમાં અસાધારણ બુદ્ધિમત્તા, તેજસ્વિતા હોવા છતાં, ભાષા ઉપર પ્રભુત્વ હોવા છતાં, જનતાએ સ્વેચ્છાએ અસીમ રાજકીય રાત્તા એમને સુપ્રત કરી દીધી હાવા છતાં; પોતાના સ્વભાવ સાથે જરાયે સુસંગત નહિ હોવા છતાં, શા માટે તેઓ ચૈતન્ય મેળવવા, વધુ ફ્ તિ મેળવવા, પોતાની જાતને જનતાની સેવા માટે ઘસી નાખવા, જનતાની સેવામાં પેાતાની જાતને વિલીન કરી દેવા વારવાર ગાંધીજીની સ્મૃતિને તાજી કરતા હતા!
અનુવાદક : ધીરજલાલ ધનજીભાઈ શાહ
આ દેશમાં અત્યારે પણ એવા લોકો છે—જેમાંના કેટલાક સત્તાસ્થાને પણ છે—જેઓ ગાંધીજીની સ્મૃતિને શાબ્દિક અંજલિ અપે છે; અને દિલ્હીમાં રાજઘાટની મુલાકાત લઇ એમની મજાક ઉડાવે છે. આવી વ્યકિતઓ માટે રાજઘાટની બાજુમાં જ એક નવું મંદિર ઊભું થયું છે; પરંતુ સાથે સાથે આપણે જરાય નિરાશ ન થઇએ કે હિંદુસ્તાનમાં હજુ પણ કેટલીક એવી સુજ્ઞ વ્યકિતઓ છે; જેવી અન્ય રાષ્ટ્રોમાં પણ છે. હિંદુસ્તાનનું ભાવિ એવી વ્યકિતએના હાથમાં નિર્ભર છે, જેઓ આ સ્મરણચિહ્નોના—સમાધિનાંદર્શન કરી, લાકહિત માટે સ્વાર્પણ કરવાની જે ભાવના ગાંધીજીમાંથી પંડિતજીએ મેળવી હતી એ ભાવના અંશત: પણ પ્રાપ્ત કરે.
6
મૂળ અંગ્રેજી: એચ. વી. આર. આયંગર