SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૮-૪ પ્રભુ જીવન When Gandhiji Died: ગાંધીનિધનની આગળપાછળ (શ્રી એચ. વી. આર્. આયંગર જે પાછળથી રીઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના ગવર્નર થયેલા અને જેઓ ગાંધીજીના અવસાન સમયે નહેરુના કેબીનેટ સેક્રેટરી હતા તેમના ગાંધીજીના અવસાન આસપાસ બનેલી અને નહેરુ સાથે સીધો સંબંધ ધરાવતી અમુક ઘટનાઆનાં પ્રેરક સ્મરણો રજુ કરતા એક લેખ તા. ૩-૭-૬૪ ના ‘ઇન્ડિયન એકસપ્રેસ’માં પ્રગટ થયો હતો, જેને અનુવાદ નીચે આપવામાં આવે છે. તંત્રી) ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ના નમતા બારે, નાથુરામ ગોડસેએ જયારે ગાંધીજીનું ખૂન કર્યું ત્યારે પંડિત જવાહરલાલ નહેરુ, સેક્રેટેરિયટમાં પોતાની ઑફિસમાં કાર્યરત હતા. બિરલા ભવનમાંથી ટેલિફોન દ્વારા જેવા મને આ સમાચાર મળ્યા કે તરત જ હું આ સમાચાર પહોંચાડવા પંડિતજી પાસે ગયો. એક ક્ષણ એઓએ મારી સામે તાકીને જોયું, અને પછી ટોપી પહેરતાં મને કહ્યું; ‘ચાલો આપણે જઈએ.’ ખુરશીમાંથી ઊભા થતાં થતાં એમણે મને પૂછ્યું: “એમની સ્થિતિ ગંભીર છે?” “મને કહેતા દુ:ખ થાય છે કે તેઓ છેલ્લા શ્વાસ લઇ રહ્યા છે અથવા એઓએ દેહ છાડી દીધા છે. ” મેં જવાબ આપ્યો. અમે બન્ને જેટલી ઝડપે જઈ શકાય એટલી ઝડપે બિરલાભવન પહોંચી ગયા. આ સમય દરમિયાન પંડિતજી એક પણ શબ્દ બાલ્યા નહિ. આથી આ સમાચારથી એમને કેટલું દુ:ખ થયું છે એ પણ કળી શકાયું નહિ. બિરલા ભવને પહોંચ્યા પછી, અને ગાંધીજીના મૃતદેહને નિહાળ્યા પછી, પોતાની જાતને જ જાણે કે તેઓ ભૂલી ગયા. બિરલા ભવનના કંપાઉન્ડમાં અને બહાર રસ્તા ઉપર લોકો એકત્ર થયે જતા હતા; દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા, અને એકત્ર થતાં ટોળાંને શાંત રહેવા અને ધૈર્ય ધારણ કરવાની વિનંતિ કરાયે જતી હતી, ત્યારે પંડિતજી દીવાલ પાસેની એક ઊંચી જગા ઉપર ચડી ગયા. આ ટોળામાં કદાચ હજુ કોઈ એવું હોય કે જે પંડિતજીનું ખૂન કરવાની તક જોઇ રહ્યો હોય એ બીકે પોલિસ અમલદારોએ એમને વાર્યાં; પરંતુ એ સર્વ અવગણીને આએ જયાં હતાં ત્યાં, કોઇ પણ નિશાન તાકી શકે એ રીતે, કેટલીય વાર સ્થિર ઊભા રહ્યા. પછી તો પ્રધાનો આવ્યા; પોલિસ અધિકારી આવ્યા, અને સ્મશાનયાત્રાની વ્યવસ્થા કઇ રીતે કરવાની છે એની ચર્ચા ચાલી. એ દરમિયાન એવા નિર્ણય લેવામાં આવ્યો કે, પંડિતજીએ તે જ સમયે રાષ્ટ્રજોગું વાયુપ્રવચન કરવું. આ વાયુપ્રવચન માટે વિચાર કરવાના એમની પાસે પૂરતા સમય પણ નહોતા. એઓ પોતાની ગાડીમાં ‘આકાશવાણી’ પર પહોંચ્યા; પણ ગાડીમાંય તેઓ અસ્વસ્થ હતા. જ્યારે તેઓ માઇક્રોફોન સમક્ષ બેઠા અને રાષ્ટ્રજોગું વાયુપ્રવચન શરૂ કર્યું ત્યારે, “ક્યું વાક્ય કઈ રીતે યોગ્ય બની રહેશે એવી કંઇ પણ પૂર્વતૈયારી સિવાય અંતરના ઊંડાણમાંથી તેઓ બાલ્યા, અને એ વાયુપ્રવચન દ્વારા પંડિતજીએ ગાંધીજીને જે અંજલિ આપી છે એ અંજલિ અંગ્રેજી ગદ્યને એક ઉત્તમમાં ઉત્તમ નમૂનો આજે બની ગયેલ છે. એટલું જ નહિ પણ એક વ્યકિત બીજી વ્યક્તિને કઈ રીતે હૃદયસ્પર્શી અંજલિ અર્પી શકે છે એનું એ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ગાંધીજીનું ખૂન થયા પછી ત્રીજા દિવસે, ગાંધીજીના અંતિમ સંસ્કારના બીજે દિવસે પ્રધાનમંડળની બેઠક મળી, અને એમાં એમ નકકી કરવામાં આવ્યું કે, સરકારે એક અસાધારણ ગેઝેટ દ્વારા ગાંધીજીને અંતિમ અંજલિ અર્પવી. ત્યારે પંડિતજીએ પૂછ્યું: “આ અંજલિ માટેનો કાચા મુસદ્દો કોણ તૈયાર કરશે?” હાલ સૌએ કહ્યું: “તમે જ વળી ! તમારા કરતાં બીજું કોણ વધારે સારું લખી શકે તેમ છે?” અને દરેકનું આ મંતવ્ય 'સાચું હતું, કારણકે પંડિતજીને અંગ્રેજી ભાષા ઉપરનો કાબૂ અસાધારણ હતા; અને શૈલી પણ એવી અસાધારણ હતી કે જે વાંચનારને પંડિતજીના સંવેદનમાં ભાગીદાર બનાવી શકે. “હું નહિ લખી શકું, નહિ જ લખી શકું.” પંડિતજીએ પેાતાની અશકિત જણાવી દીધી. સાથીઓએ વિચાર્યું કે વિવેકને ખાતર પંડિતજી ના કહી. રહ્યા છે, એટલે એ સર્વે એ આગ્રહ જ કર્યા કર્યો કે છેવટની અંજલિ પંડિતજીએ લખવી જોઇએ. પંડિતજી ત્યારે તે કાંઈ ન બાલ્યા, પણ જેવા અમે બન્ને મીટિંગમાંથી બહાર આવ્યા, અને પંડિતજીની ઑફિસ તરફ વળ્યા કે તરત જ તેઓએ મારા તરફ ફરીને કહ્યું; ‘આયંગર! હું નહિ લખી શકું; સાચે જ હું નહિ લખી શકું.' ગાંધીજીનું ખૂન થયા પછી, સૌ પ્રથમ વાર મે પંડિતજીની આંખોમાં આંસુ જોયાં. “ગાંધીજી વિષે હું શું ધારતા હતા એ બાબતને સ્થૂળ શબ્દો દ્વારા હું શી રીતે વ્યક્ત કરી શકું?” અને મને કહ્યું; “મારે મન ગાંધીજી શું હતા એ અવારનવાર મેં તમને કહ્યું છે. આજે હું સાવ મુંગે. અને મૃતપ્રાય બની ગયો છું; તે તમે જ એક કાચા મુત્સદા તૈયાર કરીને મને ન આપે?” અને મે’ ‘અંજલિ’ તૈયાર કરી–મારી સર્વ શકિત વાપરીને, પણ એ અંજિલ જ નહોતી એમ કહું તે ચાલે, કારણકે જયારે એના પર પંડિતજીની નજર અને હાથ ફર્યા ત્યારે એણે નવું જ રૂપ ધારણ કરી દીધું. મેં કયારેય કોઇ પણ કાચા મુસદા માટે પંડિતજીને આટલા વિનમ્ર જોયા નહોતા; એ મુસદ્દા પર નજર ઠેરવતાં. ઠેરવતાં, અંગ્રેજી ગઘ પર પ્રભુત્વ ધરાવનાર પંડિતજી વારંવાર મને પૂછતા હતા, “આ વાકયને આ રીતે મૂક્યું હોય તો વધારે સારું નહિ? તમને શું લાગે છે?” મેં જોયું કે અંતરના કોઇક ઊંડાણમાં, ગાંધીજી પ્રત્યેની એમની અતુલ શ્રદ્ધાએ, મમત્વની કોઇ ઊંડી લાગણીઓએ, થોડા સમય માટે એમના હૃદયમાં શૂન્યતા પ્રગટાવી દીધી હતી. એટલે હું, આ કાચા મુસદાને સ્થળે સ્થળે સુધારવા મથતા પંડિતજીને નિહાળી જ રહ્યો; સાથે સાથે તેઓએ મારી સાથે ગાંધીજી વિષે વાત કરી હતી એ સર્વ પ્રસંગે એક પછી એક હું સંભારી રહ્યો. o . . મને યાદ છે ત્યાંસુધી ૧૯૪૭ના નવેમ્બરનું એ પહેલું સપ્તાહ હતું. કાશ્મીરમાં આપણુ લશ્કર પહોંચી ગયાને થાડા દિવસ થયા હતા, અને પંડિતજી શ્રીનગર થઇ છેક બારામુલ્લાની મુલાકાતે ગયા હતા. બારામુલ્લામાં પંડિતજીએ એક ક્રિશ્ચિયન દેવળ જોયું. હુમલાખોરોએ એને અપવિત્ર બનાવ્યું હતું; અને ત્યાં કેટલીક સ્ત્રીએની લાજ લૂંટવામાં આવી હતી. એ શહેરના એક સ્થાનિક રાષ્ટ્રીય કાર્યકર પર ત્રાસ ગુજારવામાં આવ્યો હતા, એ ઘર પણ તેમણે જોયું. કથનીય રીતે આચરવામાં આવેલ પશુવૃત્તિની વાતો એક પછી એક પંડિતજી સાંભળી રહ્યા હતા, અને પાછા ફરવા માટે જેવા અમે પગ ઉપાડયા કે પંડિતજીએ નીચા વળી ત્યાંથી કેટલાંક પુષ્પો ચૂંટી લીધાં, અને મને કહ્યું; “આ પુષ્પા તમારી પાસે રાખજો.' “આ ક્ લાને દિલ્હી લઈ જવાની શી જરૂર છે?” મે જિજ્ઞાસા દર્શાવી. “બારામુલ્લામાં જે કાંઇ સૌંદર્ય રહ્યું છે તે આ છે.” પંડિતજીએ જવાબ આપ્યો. અને આજે રાત્રે એ પુષ્પો હું ગાંધીજીને અર્પણ
SR No.525949
Book TitlePrabuddha Jivan 1964 Year 25 Ank 17 to 24 and Year 26 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1964
Total Pages276
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy