________________
'B'
પ્રભુ
ઉદ્યોગપતિ શેઠ કીલાચંદ દેવચંદના કુટુંબને તેમણે લગભગ ૨૦ વર્ષ સુધી એક શિક્ષક તરીકે સેવા આપી હતી અને તે કુટુંબના બાળકોને શિક્ષણ પ્રદાન કર્યું હતું. પાછળનાં વર્ષો દરમિયાન તેઓ જૈન એજ્યુકેશન બોર્ડની ધાર્મિક પરીક્ષાઓનું સંચાલન કરતા હતા અને મુંબઈના ધાર્મિક શિક્ષણ સંઘની પ્રવૃત્તિઓમાં ખૂબ રસ લેતા હતા. નવું નવું જાણવા સમજવાની તેઓ ઊંડી જિજ્ઞાસા ધરાવતા હતા. મુંબઈ જૈન યુવક સંઘના એક ઉત્સાહી સભ્ય હતા. સંઘ દ્વારા યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં તેમની અચૂક હાજરી હોય જ. સંઘનાં પર્યટણામાં પણ તેઓ અવાર-નવાર જોડાતા. વ્યાખ્યાનસભાઓમાં નિયમિત રીતે હાજર રહેતા. તેમના જીવનમાં કોઈ આરોહ–અવરોહ નહાતા, ચડતીપડતીના ચમકારા નહાતા. સ્થિર જ્યાતિ, સ્થિર ગતિ એવું તેમનું જીવન હતું. મંદ મંદ પ્રકાશ પાથરતા દીવા તેલના સંચય પૂરો થતાં આકાશમાં વિલીન થઈ જાય, નિર્મળ જળ વહેતું શાંત પ્રસન્ન અને તટસ્થ પ્રદેશો ઉપર શીતળતા પાથરનું જળઝરણું કોઈ મહાનદમાં સમાઈ જાય તેમ એકસરખું સ્વસ્થ, પ્રસન્ન, અત્યન્ત નિરૂપદ્રવી, શિક્ષણપ્રદાનમાં સદા નિમગ્ન શીલસંપન્ન જીવન પૂરૂં કરીને તેમણે અવ્યકત એવા મહાલાકમાં પ્રવેશ કર્યો છે. મારી જેવા અનેક એક સ્વજન ગુમાવ્યાનું દુ:ખ અનુભવે છે. તેમણે ચિરન્તન શાંતિ પ્રાપ્ત કરી છે. ખાનપાનના પદાર્થોમાં ચાલી રહેલી ભેળસેળ
ભારત સેવક સમાજની નેશનલ કન્ઝ્યુમર્સ સર્વિસ તરફથી કેટલાક ખાદ્ય પદાર્થોમાં કરવામાં આવતી ભેળસેળની તપાસના પરિણામે જે, અહેવાલ બહાર પડયા છે તેમાં ચાલુ ભેળસેળને લગતી કેટલીક ચોંકાવનારી વિગતો રજૂ કરવામાં આવી છે. તે અહેવાલ જણાવે છે કે ધાણાજીરામાં કેટલેક ઠેકાણે સૂકવેલું ઘાસ મેળવેલું માલુમ પડયું છે, જ્યારે કરી પાઉડરમાં કેટલાક કિસ્સાઓમાં ઘોડાની લાદની મેળવણી જોવા મળી છે. ટોમેટો સાસ થાડાક ટમેટા અને મોટા ભાગે છુંદેલા કોળાંમાંથી બનાવવામાં આવે છે. કેટલાક વીનેગરમાં એસેટીક એસીડ હોવાનું માલુમ પડેલ છે અને ચેાખામાં ઝીણી સફેદ કાંકરીઓ મેળવવામાં આવે છે. મીઠામાં ચાક મેળવેલા અને આંબલીમાં લેડક્રીમેટ મેળવેલા માલુમ પડેલ છે. લાલ મરચામાં ચમક વધારે દેખાય અને વજન પણ વધે તે માટે લેડ ઓકસાઈ મેળવવામાં આવે છે.
આ । તપાસ નીચે આવેલી અનેક ચીજોમાંની કેટલીક ભેળસેળવાળી ચીજોના દાખલા આપવામાં આવ્યા છે. અન્ય વપરાશની ચીજોમાં ભેળસેળ કરવામાં આવે તે કદાચ નભાવી લેવાય, પણ ખાનપાન અને ઔષધોને લગતાં દ્રવ્યોમાં જે ભેળસેળ કરવામાં આવે છે તે અસહ્ય છે, અક્ષમ્ય છે, અને આવા ગુનેહગારો અંતિમ કોટિની શિક્ષાને પાત્ર છે, કારણ કે આથી વધારે મોટા સમાજદ્રોહ કલ્પી શકાતા નથી.
પરમાનંદ
વિષયસૂચિ
પ્રકીર્ણનોંધ: કાલીમાતા સમક્ષ અપાતાં પશુબિલદાન અને મુનિ સન્તબાલજી, વર્ષના આઠ દિવસ કતલ બંધ કરવાના ઠરાવ કરવા માટે મુંબઈની મ્યુનિસિપલ કોર્પોરેશનને ધન્યવાદ, સમેત શિખરના પહાડ અંગેનું અધિકૃત નિવેદન, દીવા ઓલવાઈ ગયો, ખાનપાનના પદાર્થોમાં ચાલી રહેલી ભેળસેળ, પ્રબુદ્ધજીવનની રજતજયન્તી
અંગે અનુરોધ ગાંધી નિધનની આચળ પાછળ આદર્યાં. આધેનાં પરિયાણ જીવન વિષે સમ્યક્ દષ્ટિનું સ્વરૂપ શ્રી. મેઘજીભાઈ પેથરાજનું અત્યંત દુ:ખદ અવસાન પૂરક નોંધ.
પરમાનંદ
પૃષ્ઠ
૭૩
મંત્રી, મુંબઈ જૈન યુવકસંઘ ૭૬
એચ, વી. આયંગર સરોદ સુરેશ જોષી સુરેન્દ્રનગર પત્રિકા
પરમાનંદ
૭૭
૭૯
૮૧
૮૨
જીવન
‘પ્રબુદ્ધ જીવન’ની રજતજયન્તી અંગે અનુરાધ પ્રબુદ્ધ જીવનના વાચકોને યાદ હશે કે મે માસથી શરૂ થતા પ્રબુદ્ધ જીવનના નવા વર્ષના પહેલા અંક્માં જણાવવામાં આવ્યું છે તે મુજબ પ્રબુદ્ધ જીવન પોતાની કારકીર્દિનાં ૨૫ વર્ષ પૂરાં કરીને ૨૬મા વર્ષમાં પ્રવેશ કરે છે. આ મુંબઈ જૈન યુવક સંઘ માટે એક આનંદ અને ગૌરવનો વિષય છે, જેને લક્ષમાં લઈને પ્રસ્તુત પ્રસંગને ઉજવવા અંગે શ્રી મુંબઈ જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિ તરથી નીચે મુજબના નિર્ણય કરવામાં આવ્યો છે:--
તા. ૧૬–૮–૯૪
(૧) આગામી પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન સાધારણ રીતે જે ફંડ કરવામાં આવે છે તેને વધારે જોર આપીને, પ્રબુદ્ધ જીવનને અર્થનિર્ભર બનાવવામાં તેમ જ વિકસાવવામાં મદદરૂપ થાય તે હેતુથી રૂ. ૨૫૦૦૦ની રકમ એકઠી કરવી.
(૨) ત્યાર પછીના ઑકટોબર મહિનામાં પ્રબુદ્ધ જીવનની રતજયંતી અંગે બે દિવસના સમારભ ગેાઠવવા.
આમાંથી પહેલી બાબતના સંદર્ભમાં જણાવવાનું કે સાધારણ રીતે સંઘ મારફત યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન સંઘના સ્વજનો, મિત્રો અને પ્રશંસકોને સંઘના ભંડોળ માટે અનુરોધ કરવામાં આવે છે અને સંઘને તેમજ સંઘ હસ્તક ચાલતા શ્રી મણિલાલ માકમચંદ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલયને મળીને દર વર્ષે દશથી બાર હજારની રકમ મળી રહે છે અને તે દ્વારા સંઘની પ્રવૃત્તિઓ એકસરખી ચાલતી રહે છે.
પ્રબુદ્ધ જીવનની રજતજયંતી સંઘ માટે એક વિશિષ્ટ પ્રસંગ છે. શ્રી પરમાનંદભાઇના તેજસ્વી સંપાદનના પરિણામે પ્રબુદ્ધ જીવન આજે એક અત્યન્ત લોકપ્રિય પાક્ષિક પત્ર બની ચુકયું છે. ગુજરાતી ભાષાના સામયિકોમાં તેણે એક અજોડ સ્થાન પ્રાપ્ત કર્યું છે. નીડરતા અને વાણીસંયમનો તેણે એક અદ્ભૂત સમન્વય ગુજરાતી ભાષાભાષી જનતા સમક્ષ રજુ કર્યો છે. તેમાં પ્રગટ થતા લેખા અનેક સામયિકોમાં અવારનવાર પ્રગટ થતાં જોવા મળે છે. આજના વિચારઘડતરમાં પ્રબુદ્ધ જીવનના ઘણા મેટા ફાળા છે. આજના વિદ્વાનો અને વિચારકોના પ્રબુદ્ધ જીવને સારો આદર પ્રાપ્ત કર્યો છે. પ્રબુદ્ધ જીવન કોઇ પણ મત, સંપ્રદાય, કે રાજકીય પક્ષનું પ્રચારક નથી. રોજ - બ - રોજ બનતી ઘટનાઓ અંગે તટસ્થ, સ્પષ્ટ, નીડર અને એમ છતાં વિચારગંભીર માર્ગદર્શન આપે છે. આ જ તેની વિશેષતા છે.
આમ છતાં તેને ટકાવી રાખવા માટે પ્રાર ંભથી આજ સુધી જાહેર ખબરોનું અવલંબન લેવામાં આવ્યું નથી અને ગંભીર વિષયેાની ગંભીર ચર્ચા-વિચારણા સાથે પ્રબુદ્ધ જીવન જૉડાયલું હાઇને, અને કોઈ પણ પક્ષ કે સંપ્રદાયનું પ્રચારક ન હોવાથી પ્રબુદ્ધ જીવનની ગ્રાહક સંખ્યા અતિ પરિમિત રહી છે. પરિણામે પ્રબુદ્ધ જીવન ચલાવવા પાછળ દર વર્ષે ત્રણથી સાડા ત્રણ હજારની ખાટ આવે છે. આ સંયોગામાં પ્રબુદ્ધ જીવન સારા કાગળ ઉપર છપાય, વધારે લેખસામગ્રી આપી શકાય, લેખકોને પુરસ્કારથી નવાજી શકાય, તેને સચિત્ર બનાવી શકાય—આવા મનેરથો અને કલ્પનાને મૂર્તરૂપ આપવા માટે આજના સંયોગામાં કોઈ અવકાશ જ નથી.
પ્રબુદ્ધ જીવન અંગેની આ વાસ્તવિક પરિસ્થિતિ ધ્યાનમાં લઈને પ્રબુદ્ધ જીવનથી પ્રભાવિત બનેલા બહોળા વાચક સમુદાયને આ વખતે કરવામાં આવનાર ફંડમાં—અભંડોળમાં - નાની કે મેટી રકમ પોતપોતાની કદર રૂપે ‘શ્રી મુંબઈ જૈન યુવક સંઘ'નાં નામ ઉપર ચેથી અથવા રોકડ રીતે સંઘના કાર્યાલય ઉપર મેકલી આપવા વિનંતિ છે. અમને આશા છે કે, પ્રબુદ્ધ જીવને આજ સુધી જે સેવા કરી છે તે ધ્યાનમાં લેતાં નકકી કરેલ લક્ષ્યાંકને સૌ કોઈના આર્થિક સહકાર દ્વારા જરૂર પહોંચી વળવામાં આવશે. રમણિકલાલ મણિલાલ શાહ ચીમનલાલ ચકુભાઈ શાહ પ્રમુખ
ચીમનલાલ જેઠાલાલ શાહ
મંત્રો, મુંબઈ જૈન યુવક સંઘ.