SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૮-૯૪ પ્રબુદ્ધ જીવન ૭૫ અહિંસાધર્મની દષ્ટિએ ઘણું મહત્ત્વ છે. આજે જયારે હિંસા તરફ માનવજાત ઘસડાઇ રહી છે અને પશુ પ્રત્યે દયા - કરાણા - દાખવવાની વાત ઉપહાસપાત્ર-અવમાનનાપાત્ર બની રહી છે ત્યારે મુંબઈ જેવા પંચરંગી શહેરની પ્રતિનિધિ સંસ્થા મ્યુનિસિપલ કોરપોરેશન જેમાં જૈન સભ્યોનું પ્રમાણ નહિવત છે તે અમુક દિવસોએ કતલ નહિ થવા દેવા મુદ્દો સ્વીકારે - અમલી બનાવે - એ હિસા સામે અહિંસાનું - પશુવધ સામે પશુદયાનું મૂલ્ય અમુક અંશે સ્વીકારવા બરોબર છે. આ ઘટનાનું વાસ્તવિક મૂલ્ય નાનું છે; પ્રતીક રૂપે તેનું મૂલ્ય બહુ મોટું છે. આનો અર્થ એ છે કે જેઓ ચાલુ માંસાહારથી ટેવાયેલા છે એવા મોટા ભાગના કોરપોરેશનના સભ્યના હૃદયને કોઇ પણ મહાપુરુષના જન્મ યા નિર્વાણ દિનના નિમિત્ત ઉપર અમુક અંશમાં પશુદયાની ભાવના સ્પર્શી શકી છે. હિંસાપ્રચૂર એવી આપણી દુનિયામાં અહિંસાની દિશામાં એક પણ નક્કર ડગલું મંડાય એ એક મોટી સિદ્ધિ છે. આવા અત્યન્ત આવકારદાયક તેમ જ આનંદજનક નિર્ણય ઉપર મુંબઈની કોરપોરેશનને લાવવામાં અનેક વ્યકિતઓએ ઓછા-વધતો ભાગ ભજવ્યો છે, પણ એમાં આ બાબતના મુખ્ય પ્રેરક મુનિ ચંદ્રપ્રભસાગરેજી, કોરપોરેશનના માજી પ્રમુખ શ્રી ઈશાકભાઈ બંદુકવાળા તથા આજના મેયર ડં. દીવગી, કૈોંગ્રેસ પક્ષના નેતા શ્રી. વાધવન, તથા બી. પી. સી. સી.ના પ્રમુખ શ્રી ભવાનજી અરજણ ખીમજી--અને ગૃહસ્થોએબહુ મહત્વને ભાગ ભજવ્યો છે અને જૈન કોરપોરેટરે શ્રી જીવરાજ ભાણજી શાહ તથા શ્રી મુકિતલાલ વીરવાડીઆના અથાક પરિશ્રમનું. આ પરિણામ છે. આ માટે તે સર્વ બંધુઓને ધન્યવાદ ઘટે છે. સમેતશિખરજીના પહાડ અંગેનું અધિકૃત નિવેદન બિહારમાં આવેલા જૈનેના સર્વોત્કૃષ્ટ લેખાતા તીર્થ સમેતશિખરના પહાડને તા. ૨-૪-૬૪ના રોજ બિહાર રાજ્યની સરકારે એકાએક કબજો લઈ લીધાનાં સમાચારે જૈન સમાજમાં ખુબ પ્રત પેદા કર્યો છે. તે અંગેની જરૂરી માહિતી આપતું એક નિવેદન તારીખ ૧૪-૭-૬૪ ના રોજ અમદાવાદ ખાતે મળેલી શેઠ આણંદજી કલ્યાણજીના વહીવટદાર અને સ્થાનિક પ્રતિનિધિઓની સભામાં પેઢી તરફથી રજૂ કરવામાં આવ્યું હતું. આ નિવેદન નીચે મુજબ છે : ' “આ પહાડ બદલ સને ૧૫૯૩માં શહેનશાહ અકબરે પૂજ્ય આ. શ્રી હીરવિજયસૂરિને સને ૧૭૬૮માં બાદશાહ અહમદશાહે જગતશેઠ મહેતાબરાયને આનંદ આપેલ છે. આ સનંદો સને ૧૮૮૮માં પાલગંજનાં રાજા સામે આપણે કરેલ દાવામાં રજૂ કરવામાં આવેલી, પરંતુ હાઈકોર્ટે તે સનંદો માન્ય રાખી નથી. “સને ૧૭૮૦માં બ્રિટીશ સરકારે તૈયાર કરેલા રેકર્ડ ઓફ રાઈટ્સમાં આ પહાડ પાલગંજના રાજાની માલિકી કબજાને ગણી તેમનાં નામે ચઢાવેલ છે, અને તે આધારે સને ૧૯૧૮માં આપણે પહાડ વેચાણ લીધે ત્યાં સુધી પાલગંજના રાજા આ પહાડના જંગલને વહીવટ કરતા અને તેની ઉપજ લેતા. આ પહાડ ઉપરના દેરાસરો રેકર્ડ ઓફ રાઈટ્સમાં મૂળથી કલકત્તાવાળા બાબુ મહારાજ બહાદુરસિંગના વહીવટના ગણેલ છે અને તેને કબજૉ વહીવટ મૂળથી આપણા સમાજને ચાલ્યો આવે છે. પરંતુ આ દેરાસરોમાં મૂકાતી ભેટ સોગાદો લેવાને પાલગંજના રાજાને હક્ક હતો. ઉપર મુજબ દેરાસરમાં મૂકાતી ભેટ-રોગાદો પાલગંજના રાજને લેવાને હક્ક હોવાથી રાજાના માણસે તથા આપણી વચ્ચે વારંવાર તકરાર થતી અને તેથી સને ૧૮૭૨ અને ૧૮૭૮ ના કરારનામાથી દર વર્ષે આ ભેટ-સોગાદોને બદલે રૂપિયા ૧૫૦૦ આપવાને કરાર કરી ભેટ - સોગાદો આપણે લેવા માંડી. થોડા વખત બાદ પાલગંજના રાજાએ આ પહાડની બે હજાર એકર જમીન મી. બડમને કાયમી ભાડા પેટે આપી અને ત્યાં તેણે હિંસામક: પિગરી : કારખાનું ચાલુ કર્યું. તેથી આપણે પાલગંજના રાજ તથા મી, બડમ સામે આ પહાડની માલિકી જેનાની છે અને કારખાનું કરવાથી પહાડની પવિત્રતો જોખમાય છે તે મતલબને દાવો કર્યો. તે દાવામાં પહાડની માલિકી પાલગંજના રાજની ગણવામાં આવી, પરંતુ આ પહાડ પવિત્ર છે તેમ ગણી કારખાનું બંધ કરવા હુકમ કર્યો. “ઉપર મુજબ કારખાનું બંધ થયું. પરંતુ પહાડનો કબજો અને માલિકી પાલગંજના રાજાની તથા મી. બડમની કાયમી રહી. તેથી સને ૧૯૦૭ની સાલમાં પહાડ ઉપર “સેનેટેરિયમ” બનાવવાની હીલચાલ શરૂ થઈ. આપણે વિરોધ કર્યો. મધુવનમાં મીટીંગ મળી. તેમાં બંગાળાના ગવર્નરે જણાવ્યું કે પાર્શ્વનાથ હિલ અને ટેકરીઓની હારમાળા બન્નેને એકમાં ગણી લેવી જોઈએ નહિ. મુખ્ય ટેકરી ઉપર કે જયાં દેરાસર છે ત્યાંની શાંતિ જોખમાય અને સેવા - પૂજા અને ધ્યાન ધરવામાં ડખલગીરી થાય તેવું સરકાર કરવા માગતી નથી. પરંતુ આખા પહાડ ઉપર કાંઈ પણ કરવું જોઈએ નહિ તેવી જૈનની માગણી વ્યાજબી નથી એમ જણાવીને પાલગંજના રાજા સાથે સમાધાન કરવા આપણને સલાહ આપી. “ઉપર મુજબની પરિસ્થિતિ થવાથી સને ૧૯૧૮માં આપણે પાલગંજના રાજા પાસેથી પહાડ ખરીદી લીધો અને ત્યારથી આ પહાડ ” આપણા માલિકી–કબજામાં છે. આ વેચાણ દસ્તાવેજમાં આપણે બુલ કર્યું છે કે જો સરાકરને એમ જણાય કે જંગલને રાષકારક વિકાસ થતો નથી તે જંગલને વહીવટ સરકારને પેઢી સંપશે, અને સરકાર આપણા ધાર્મિક સ્થળોને સેવા - પૂજાની વિધિને અડચણ ન આવે તેવી રીતે તેને વહીવટ કરશે. સને ૧૯૪૭માં બિહાર સરકારે પ્રાઇવેટ ફોરેસ્ટ એક્ટ નીચે આ જંગલોને વહીવટ લેવા વિચારેલું. પરંતુ બિહાર સરકાર સાથે સરકારની દેખરેખ નીચે જંગલને વિકાસ કરવા આપણે કબુલાત આપી અને તેને કરાર કર્યો, જેથી આપણે વહીવટ ચાલુ રહ્યો. તા. ૨-૫-૧૯૫૩ના રોજ બિહાર સરકારે લેન્ડ રીફોર્મ્સ એકટ નીચે જાહેરનામું બહાર પાડી આ પહાડ તેમને સંપ્રાપ્ત થયેલ જાહેર કર્યો, જેની સામે આપણે વિરોધ કર્યો અને જાહેરનામું પાછું ખેંચી લેવા માગણી કરી. આ વાટાઘાટો દરમ્યાન જેનેનું એક પ્રતિનિધિમંડળ બિહારના ચીફ મીનીસ્ટરને મળ્યું અને દસ વરસ સુધી વાટાઘાટો ચાલી. દરમ્યાનમાં તા. ૨-૪-૧૯૬૪ના રોજ સરકારે એકાએક આ પહાડને કબજો લઈ લીધો છે. “આ અંગે આપણે સુપ્રિમ કોર્ટમાં રીટ અરજી કરેલી પરંતુ સુપ્રિમ કોર્ટના જજોએ પહાડને સંસ્થા (ઈન્સ્ટીટયુશન) માની શકાય નહિ તેવું જણાવી રીટ દાખલ કરવા ઈન્કાર કરવાથી તે રીટ અરજી આપણે પાછી ખેંચી લીધી છે.” આ નિવેદનના છેલ્લા પારીગ્રાફ અંગે વધારે સ્પષ્ટતા કરતાં આ બાબતના એક જાણકાર મિત્ર એમ જણાવે છે કે “સમેતશિખરજીના પહાડને બિહાર સરકારે ગત એપ્રિલ માસમાં કબજો લઈ લીધે, ત્યાર બાદ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી બિહાર સરકાર કબજો લેતા અટકે એ માટે સુપ્રીમ કોર્ટમાં રીટ અરજી દાખલ કરવાનું નકકી કરવામાં આવ્યું અને આ અરજી દાખલ કરવાની તૈયારી કરી, પણ સુપ્રિમ કોર્ટના નામદાર ન્યાયમૂર્તિઓએ એવો અભિપ્રાય આપ્યો કે આવી અરજી તો કોઈ ધાર્મિક સંસ્થાનને કબજો લેતાં અટકાવવા માટે દાખલ કરવામાં આવી હોય તે જ તેની સુનાવણી થઈ શકે, પણ કોઈ આખા પહાડને એક ધાર્મિક સંસ્થા-Religious Institution-તરીકે લેખી શકાય નહિ, અને તેથી એનો કબજો લેતાં અટકાવવા માટે કરવામાં આવેલી રીટ અરજી સ્વીકારી શકાય નહિ. આ ઉપરથી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને એમ લાગ્યું કે નામદાર ન્યાયમૂર્તિઓને જો આ અભિપ્રાય હોય તો એ રીટ અરજી દાખલ કરીને ફેંસલે માગવાનો આગ્રહ રાખવો એ લાભકારક નહિ પણ ભવિષ્યમાં હાનિકારક થવા સંભવ છે, એટલે પેઢીએ પોતે જ તાકાળ રીટ અરજી પાછી ખેંચી લીધી છે અને આ સંબંધમાં હવે પછી શું કરવું અને કેમ આગળ વધવું તેને પેઢી વિચાર કરી રહી છે.” એક નાના દીવડાઓલવાઈ ગયો! શ્રી મુંબઈ જૈન યુવક સંઘના બહુ જૂના સભ્ય શ્રી અંબાલાલ ચતુરભાઈ શાહના ૭૦ વર્ષની ઉમ્મરે ઑગસ્ટ માસની ત્રીજી તારીખે હૃદય રોગની ટૂંકી બીમારીના પરિણામે નીપજેલા અવસાન બદલ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ઊંડા શેકની લાગણી પ્રગટ કરે છે. તેઓ મળ પેટલાદના વતની હતા. અને શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના કાળના વિદ્યાર્થી હતા. ૧૯૧૮ ની સાલમાં તેઓ નારાજ જૈન ફીલોસોફીને ઐચ્છિક વિષય લઈને મુંબઈ યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ થયા હતા અને એમ. એ. ને અભ્યાસ કરતા હતા એ દરમિયાન દેશભરમાં ચાલેલા અસહકારના આન્દોલનને અધીન બનીને તેમણે પોતાને અભ્યાસ છોડયો હતો. તેમણે શિક્ષકને વ્યવસાય સ્વીકારીને જીવનને પ્રારંભ કર્યો હતો. ૧૦ વર્ષ સુધી પેટલાદ યુવક સંધના તેઓ પ્રમુખ હતા. સમયાન્તરે તેઓ મુંબઈમાં આવીને સ્થિર થયા હતા અને મહાવીર જૈન વિદ્યાલયના ગૃહપતિ તરીકે તેમણે ૧૯૩૫-૩૬, એમ બે વર્ષ સુધી કામ # હતું. ત્યાર બાદ જાણીતા શિક્ષણશાસ્ત્રી સ્વ. કરુણાશંકર માસ્તર સાથે મુંબઈના સુવિખ્યાત વ્યાપારી અને
SR No.525949
Book TitlePrabuddha Jivan 1964 Year 25 Ank 17 to 24 and Year 26 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1964
Total Pages276
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy