________________
૭૪
પ્રબુદ્ધ જીવન
હોય તો તેનું પરિણામ કશું જ નહિ આવે અને આપના આવા શુદ્ધિપ્રયોગ કેવળ અવમાનનાને પાત્ર અથવા તો ઉપહાસને પાત્ર બને એવી મારી ભીતિ છે. તદુપરાંત આવા પ્રયોગ સામુદાયિક સંઘર્ષોને નાતરનારો બનવાની પણ મને એટલી જ સંભાવના લાગે છે.
“આવી પરિસ્થિતિ વચ્ચે આ પ્રશ્ન ઉપર પ્રાણાંત જોખમ ખેડવાની આપની તૈયારી અને તત્પરતા હોય તો આ પ્રશ્ન એવા બલિદાનની યોગ્યતા જરૂર ધરાવે છે એમ કહેતાં કે સ્વીકારતાં મને સંકોચ નથી, પણ અડધે રસ્તે ચાલીને અટકી જવું અથવા પરિણામશૂન્યતા દેખાતાં અડધેથી પાછા ફરવું-આવી કોઈ મનમાં ધારણા હોય તો આપ એ માર્ગે ન જાએ એવી મારી વિનંતી છે.”
આજે આ લખાણ ફરીથી જોઈ જતાં પ્રસ્તુત બાબત અંગેના મારા અભિપ્રાયમાં કશા પણ ફેરફાર કરવાની મને જરૂર લાગતી નથી. આ લખાણ પ્રગટ કરવા પાછળ તેમના ઉત્સાહને મંદ કરવાના નહિ, પણ વાસ્તવિકતાને નક્કર રૂપે તેમની સમક્ષ રજુ કરવાના આશય છે. તેઓ આ પ્રશ્નને શી રીતે હલ કરવા માગે છે તેના મને કશો ખ્યાલ નથી. જે વિચારસરણીથી પ્રેરિત બનીને તેઓ આગળ વધવા માગે છે તે વિચારસરણીના આપણે સર્વ વારસદાર છીએ. તેની સફળતા યા નિષ્ફળતામાં આપણને પણ એટલા જ રસ ધરાવવાનો અધિકાર છે. આ વિચારણા રજુ કરવા પાછળ એક જ આશય છે કે કાલી માતા સમક્ષ અપાતાં બકરાંનાં બલિદાન અટકાવવાની દિશાએ પ્રતિજ્ઞાબદ્ધ બનીને તેઓ કોઈ પણ એક મક્કમ પગલું ભરે તે પહેલાં તેમની સમક્ષ ૨જૂ થતાં અનુકૂળ તેમ જ પ્રતિકૂળ દષ્ટિબિંદુઓના તેઓ પૂરો વિચાર કરે. એ તુલનાત્મક વિચારણા તેમને આગળ વધવાની ના કહે તો તેઓ ઊભા રહે; એ વિચારણાના પરિણામે તેમને આગળ વધવાની બળવાન પ્રેરણા મળે તો તેઓ જરૂર આગળ વધે. કોને ખબર છે કે ગાંધીજીએ જ્યારે એવી આશા વ્યકત કરી છે કે પોતે જો આ કામ કરી ન શકે તો કોઈ એવા બીજો પુરુષ આ કામને પૂરું કરશે કે જેને મારી આ સંબંધની હાર્દિક વેદનાનો જાતઅનુભવ હશે, ત્યારે એ બીજો પુરૂષ મુનિ સંતબાલજી હશે એવી કદાચ તેમણે આગાહી કરી હોય ! જ્યારે આપણાં બધાંના દિલ દિનપ્રતિદિન મંદતર કરુણાવાળાં બનતાં જાય છે અને ચોતરફ આચરવામાં આવી હિંસા આપણને જાણે કે જરા પણ સ્પર્શતી ન હોય એવી જડતા આપણા જીવનમાં પ્રવેશતી જાય છે ત્યારે આપણામાંના
એક આદમીમાં એવી તમન્ના જાગે કે ધર્મના નામે ચાલતી આ સામુદાયિક હિંસા મારે કોઈ પણ હિસાબે બંધ કરવી છે તો, પછી તેના સંકલ્પમાં તે સફળ થાય કે ન થાય તો પણ, તેવા અદ્ભુત સંકલ્પ કરવા માટે પણ તે આદમી આપણ સર્વના આદર અને ધન્યવાદને પાત્ર બને છે. પ્રસ્થાનતત્પર બનેલા આવા મુનિ સંતબાલજી અંગે સુમાસ્તે વંથાન: સન્તુ । આવી. આપણા અંતરની પ્રાર્થના હા!
વર્ષના આઠ દિવસ કતલ બંધ કરવાનો ઠરાવ કરવા માટે મુંબઈની મ્યુનિસિપલ કોરપોરેશનને ધન્યવાદ
દરેક પ્રાણીને કોઇ પણ સામાન્ય માનવી માફક પોતાના જીવ વહાલે છે અને જેમ આપણને કોઈ ઈજા કરે તે આપણને ગમતું નથી તેમ આપણા પોતાના શોખ ખાતર અથવા તો આપણી પોતાની જરૂરિયાત ખાતર કોઇ પણ પ્રાણીને ઇજા પહોંચાડવાન અથવા તો તેના પ્રાણને હાનિ કરવાનો આપણને અધિકાર નથીઆ વિચાર સામાન્ય સમજણમાંથી સહજ રીતે પ્રાપ્ત થાય છે. વળી એ પણ આપણા અનુભવનો વિષય છે કે પ્રાણીમાત્રને સૌથી વધારે પ્યારી ચીજ પોતાનું જીવન છે; કોઇને પણ મરવું ગમતું નથી; મરણોન્મુખ પ્રાણીને પણ એક દિવસ વધારે જીવવાનું મળે છે તે તેના આનંદનો કોઇ પાર રહેતા નથી. આ અનુભવ અને વિચારણામાંથી જીવદયાની ભાવના પેદા થઇ છે; પ્રાણીમાત્ર વિષે આત્મી
તા. ૧૬-૮-૨૪
પમ્યનો આદર્શ નિર્માણ થયા છે; હું જીવું અને અન્ય સર્વને જીવવાની બને તેટલી તક આપું—આ વિચારધારા પ્રતિષ્ઠિત બની છે. આ રીતે વિચારનાર અને વિચરનાર આ જગતમાં પોતાની આસપાસની દુનિયામાં - વ્યાપેલી હિંસા કેમ ઓછી થાય, દુનિયાના પ્રાણીઓને અભય કેમ મળે તેની સતત ચિન્તા સેવતા હોય છે.
આમ છતાં પણ આજે ખોરાક માટે પારાવાર પશુઓની કતલ દુનિયાભરમાં ચાલી રહી છે. જયાં શાકાહાર સુલભ હોય ત્યાં પણ સ્વાદેન્દ્રિયને તૃપ્ત કરવા ખાતર અથવા તે પૂરતી શારીરિક તાકાત મેળવવા માટે માંસાહાર જરૂરી છે એવા ખ્યાલને વશ થઇને પણ અનેક માનવીએ માંસાહાર કરતા હોય છે. આવી પરિસ્થિતિમાં પશુહિંસા સદન્તર અટકાવવી અશક્ય છે. મોટા મેોટા શહેરોમાં ઊભા થતાં કતલખાનાં બંધ કરાવવા પણ એટલા જ અશકય છે. આ કતલખાનામાં સંખ્યાબંધ જાનવરો વધેરાય છે. આ પરિસ્થિતિ અનિવાર્ય છે, એમ છતાં પણ, જીવદયાપ્રેમી વિચારે છે કે આવી પરિસ્થિતિમાં મારા માટે કઇ કર્તવ્ય છે ખરું? આનો વિચાર કરતાં તેને એમ સુઝે છે કે આમ કતલ માટે નિર્માણ થયેલા જીવાને પણ કોઈ અહિંસાલક્ષી મહાપુરુષના જન્મ દિવસ કે મૃત્યસંવત્સરીના નિમિત્તને આગળ ધરીને તે દિવસ માટે નકકી કરવામાં આવેલા પશુઓને એક દિવસનું પણ અભયદાન આપવામાં આવે તે કેવું સારું? આ શુભ ભાવનાને વશ વર્તીને આવા ચોક્કસ દિવસેાએ થતી દૈનિક કતલને બંધ રખાવવાના આવા જીવદયાપ્રેમીઓ તરફથી પ્રયત્ન થતા હોય છે અને આવા પ્રયત્નના પરિણામે અમુક દિવસાએ જુદા જુદા સ્થળોએ ચાલતી કતલો બંધ કરવાની પરંપરા આપણા દેશમાં ઊભી થયેલી છે.
આમ છતાં મુંબઈ શહેરમાં આજ સુધી આવી કોઈ નિશ્ચિત વ્યવસ્થા ઊભી થઇ નહોતી. મુંબઈ શહેરના કતલખાનાઓમાં દરરોજ આશરે છ હજાર ઢોરની કતલ એક સરખી ચાલે છે. મુંબઈ શહેરની વસ્તી પંચર ગી છે અને તેની આજે લેખાતી ૪૫ લાખની વસ્તીમાં માત્ર સાત ટકા વસ્તી શાકાહારી હાવાનું માનવામાં આવે છે. આવા મુંબઈમાં જે કતલખાનાંનો વહીવટ મુંબઈની મ્યુનિસિપલ કોરપોરેશન કરે છે તે કતલખાનાં કોઇ પણ દિવસે બંધ કરવાનું લગભગ અશક્યવત્ માનવામાં આવતું હતું. એમ છતાં ૧૯૫૭ની સાલથી મુંબઈ કોરપોરેશનના અમુક જૈન કોરોરેટર ભાઈઓએ આ પ્રયત્ન શરૂ કર્યો અને તેના પરિણામે ૧૯૫૮ની સાલથી સંવત્સરીના દિવસે કસાઇભાઇઓ સાથેની વાટાઘાટ દ્વારા મેટાં ઢોરોની કતલ બંધ કરાવવામાં આવતી હતી. પણ આ વિષે કારપેારેશનના કોઇ ઠરાવ કરવામાં આવ્યા નહોતા. ૧૯૬૩ની સાલમાં મુનિશ્રી ચંદ્રપ્રભસાગરજીની પ્રેરણાથી અને તે વખતના મેયર શ્રી ઈસાકભાઈ બંદુકવાળાની સહાનુભૂતિ અને સહકારથી મહાવીરજયંતીના દહાડે કોરપોરેશનના ઠરાવથી ઢોરોની કતલ સૌથી પહેલી વાર બંધ રાખી શકાણી હતી. આ જ પ્રયત્ન' વધારે ને વધારે 'જૅસભેર ચાલુ રાખવાના પરિણામે અનેક ચાળણીઓમાંથી ચળાઇને આવેલા અને છેવટે કોરપોરેશનની સ્ટેન્ડીંગ કમિટી દ્રારા રજુ કરવામાં આવેલા ઠરાવનો તા. ૨૩-૭-૬૪ના રોજ મુંબઈની મ્યુનિસિપલ કોરપોરેશને ' સ્વીકાર કર્યો છે, જેના પરિણામે વર્ષ દરમિયાનના આઠ દિવસો (૧) મહાત્મા ગાંધીના જન્મદિવસ, (ર) મહાત્મા ગાંધીના નિર્વાણ દિવસ, (૩) ભગવાન મહાવીરના જન્મદિવસ, (૪) જૈનેની સંવત્સરી, (૫) રામનવમી, (૬) ગોકુળ અષ્ટમી, (૭) બુદ્ધજયન્તી (૮) શિવાજી જયન્તી દરમિયાન મુંબઈના કતલખાનાં સદંતર બંધ રાખવાનું ઠરાવવામાં આવ્યું છે. આ ઠરાવ અમલી બનતા લગભગ અડધા લાખ જીવાને વર્ષ દરમિયાન એક દિવસ માટે અભયદાન મળશે.
આ પરિણામ એક રીતે વિચારીએ તો હિંસાના દાવાનળમાં અહિંસાના એક જળબિંદુ જેવું છે, પણ બીજી રીતે વિચારીએ તે તેનું