SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ (૦) પ્રબુદ્ધ જીવન તા ૧૮૬૪. ઘરશાળા રજતજ્યન્તીના અનુસંધાનમાં શ્રી હરભાઈ ત્રિવેદીને અર્પણ થનાર સન્માન થેલી [ (ભાવનગરની ઘરશાળા” સંસ્થાએ ૨૫ વર્ષ પૂરાં કર્યા છે. તેના સ્થાપક અને મુખ્ય સંચાલક આચાર્ય શ્રી હરભાઈ ત્રિવેદી છે. આ સંસ્થાના કાર્યકરોએ અને શુભેચ્છકોએ આ જયંતીને ઉત્સવ એક અગ્રણી શિક્ષણસંસ્થાને છાજે તેવી રીતે ઉજવવાનું નક્કી કર્યું છે. આ ઉત્સવનું એક મહત્ત્વનું અંગ શ્રી હરભાઈનું સન્માન કરવાનું છે. તેઓ ૭૦ વર્ષ વટાવી ચૂકયા છે. શિક્ષણક્ષેત્રે તેમણે લગભગ ૫૦ વર્ષની એકધારી, સેવા આપી છે. તેમના સન્માન નિમિત્તે એક ગ્રંથ પ્રગટ કરવાનું વિચારાયું છે અને તે સાથે તેમને એક સન્માન થેલી અર્પણ કરવાનું ' પણ નક્કી કરવામાં આવ્યું છે. આ થેલી માટે રા લાખની રકમને લક્ષ્યાંક વિચારાય છે અને આજ સુધીમાં આશરે ૪૦ હજારનાં વચને મળી ચૂક્યાં છે. આ ભંડોળને ઉપયોગ ઘરશાળાના શૈક્ષણિક વિભાગના વિકાસમાં થવાને છે. જયંતી ઉત્સવ અંગે આગામી નવેમ્બર માસની તા. ૧૪થી ૧૮મી સુધી–એમ પાંચ દિવસના કાર્યક્રમ ગોઠવવાનું વિચારવામાં આવ્યું છે. શ્રી હરભાઈના સન્માન અંગે મળેલું નિવેદન નીચે રજૂ કરવામાં આવે છે અને એ કાર્યમાં જે જે રીતે સાથ આપી શકે તેને તે રીતે સાથ આપવાને અનુરોધ કરવામાં આવે છે. તંત્રી) ' ' અમે નીચે સહી કરનારાઓ નીચેની અપીલ પ્રજાજનોને કરીએ છીએ. તો ' શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનની કારકીદિથી તથા ઘરશાળા સંસ્થાની કામગીરીથી આપ સૌ પરિચિત છો એમ અમે માનીએ એ છીએ. શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવને એક જાહેર સંસ્થા તરીકે પૂરી પા સદી કેળવણીના ક્ષેત્રે તેજસ્વી કામગીરી બજાવી છે. કાળક્રમે ' એને એક વિભાગ ગામડાંમાં ગયો, અને શહેરને વિભાગ બંધ કરવો પડે, જો કે આજે એને દિવડો જીવતા રાખવા માટે બાળ કેળવણીનું એક મહત્ત્વનું કામ ચાલી રહ્યું જ છે. આ દક્ષિણામૂર્તિની સ્થાપનામાં તથા તેના વિકાસમાં અને વિખ્યાત શિક્ષણસંસ્થા બનાવવામાં જે ત્રણ સંચાલકોનો મહત્ત્વનો હિસ્સો રહ્યો હતો તે હતા શ્રી નાનાભાઈ ભટ્ટ, શ્રી ગીજુભાઈ બધેકા અને શ્રી હરભાઈ ત્રિવેદી, દક્ષિણામૂર્તિનું વ્યાપક કામ સંકેલી લીધા પછી શ્રી હરભાઈ ત્રિવેદીએ તે જ સ્થળ ઉપર “ધરશાળા” નામની સંસ્થા સ્થાપી. - આ સંસ્થા પણ કેળવણીના ક્ષેત્રે પિતાને આવશ્યક ફાળો આપીને ૨૫ વર્ષો પૂરાં કરે છે. ': ' - આ રીતે શ્રી દક્ષિણામતિ ભવનના અને ઘરશાળા સંસ્થાના એક આદ્યસ્થાપક શ્રી હરભાઈ ત્રિવેદીને આપણા રાષ્ટ્રના કેળવણી ક્ષેત્રે કેટલો મહત્ત્વને કાળે છે તે આપ સહેલાઈથી સમજી શકે છે. ઘરશાળા સંસ્થા પોતાની પા સદીની કારકીર્દિ પુરી કરે છે તે જ વખતે શ્રી હરભાઈ ત્રિવેદી પોતાના ૭૦ વર્ષનું આયુષ્ય વટાવી ચૂકે છે. અમે સહુ તેમના આપ્તજન છીએ અને તેમના સમગ્ર જીવનને અને જીવનકાર્યને નજીકથી જોનારાં છીએ. શ્રી હરભાઈના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ અને નેહીઓએ ઘરશાળા સંસ્થાને રજતજયંતી મહોત્સવ ઉજવવાનું નક્કી કર્યું છે તથા તે પ્રસંગે શ્રી હરભાઈની ૫૦ વર્ષોની કેળવણીની એકધારી સેવાઓને બિરદાવવાનું નક્કી કર્યું છે. તે અંગેની પ્રકાશિત થયેલ પત્રિકાને સાર ઉપર તંત્રીને ધમાં આપવામાં આવ્યો છે. આ વિચાર અમને સૌને અત્યંત ગમે છે. હરભાઈનું રાન્માન એટલે અમારી દષ્ટિએ નૂતન કેળવણીનું સન્માન છે. આ પ્રસંગ નિમિત્તે હરભાઈના શિષ્યો–પ્રશંસકો એક સારું એવું ભંડોળ એકઠું કરવા ધારે છે, જેમાં અમે અમારે હાર્દિક રસાથ આપીએ છીએ. આ ભંડોળને ઉપયોગ તે ઘરશાળા સંસ્થાના શૈક્ષણિક વિભાગના વિકાસમાં જે થવાને છે એમ કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે. શ્રી હરભાઈ ત્રિવેદી જેવા ધુરંધર કેળવણીકાર અને જન્મ શિક્ષક અને બીજી બાજુ દક્ષિણામૂર્તિ જેવી માતબર સંસ્થાના અને ઘરશાળા જેવી પ્રાયોગિક શિક્ષણ સંસ્થાના સંસ્થાપક–આવે સુમેળ આજના યુગમાં ભાગ્યે જ જોવા મળે છે. આવા સુમેળને પાંગરતો જેવા તેમના વિદ્યાર્થીઓ અને મિત્રો હજી સુધી એટલે કે ૭૦ વર્ષની ઉંમર સુધી હરભાઈને કેળવણી ક્ષેત્રે થાકયા વિના કામ કરતા જેવા તેને પણ પોતાનું સદ્ભાગ્ય સમજે છે. એમના પ્રત્યેના પ્રેમ અને આદરની ભાવનાથી પ્રેરાઈને આવું સન્માન કરવાના પ્રયત્નને - અમે સર્વથા ઉચિત માનીએ છીએ અને આવકારીએ છીએ. આ પ્રસંગનો લાભ લઈને સારી એવી રકમની એ થેલી અર્પણ કરવાના વિચારને પણ અમે વધાવીએ છીએ. આ પ્રસંગે એમના મૌલિક વિચારોને પ્રગટ કરતું, તેમના લખાણમાંથી પસંદ કરેલા લેખેથી સમૃદ્ધ બનેલું - તથા મિત્રો, પ્રશંસકોના સંસ્મરણાવાળું એક પુસ્તક પણ પ્રગટ કરીને તેમને ભેટ આપવાનું નક્કી થયું છે. - ' આ પત્રથી અમે આપની પાસે આ કાર્યમાં સહાયભૂત થવા વિનંતી કરીએ છીએ. આપ તેના વિદ્યાર્થી છે તે સંમરણો અને શક્ય તેટલાં નાણાં મોકલી આપે. આપ તેના નેહી મિત્ર છે તે અર્પણ કરવાની થેલીને વધારેમાં વધારે સમૃદ્ધ બનાવવા માટે નાણાંને આપને ફાળે તથા આપના સનેહી મિત્રો પાસેથી એકઠો કરીને શક્ય એટલો ફાળે અવશ્ય મળે. ગુજરાતના કેળવણી ક્ષેત્રને હરભાઈ દ્વારા સમૃદ્ધ થતું નજર સમક્ષ જોનારા રાષ્ટ્રના એક પ્રથમ પંકિતના આ૫ નાગરિક છે. એટલે આપ આ થેલીમાં શક્ય તેટલી મદદ કરો. કરાવે. કુદરતની કૃપાથી આપ ધનપતિ હો તે આપની પાસેથી ઘણી સારી રકમની અપેક્ષા રહે છે. આ વિનંતી આપ સહુના હૃદય સુધી પહોંચે અને જે યજ્ઞકાર્ય આરંભાયું છે તેમાં આપ આપને સંપૂર્ણ સાથ સહકાર આપે. - બળવંતરાય ગો. મહેતા અમદાવાદ ઉછરંગરાય ઢેબર મુંબઈ લાલભાઈ ર. દેસાઈ અમદાવાદ હિતેન્દ્રભાઈ દેસાઈ - કનૈયાલાલ મા. મુનશી રશિક્લાલ છો. પરીખ ઈન્દુમતી ચી. શેઠ ચીમનલાલ સે. પટેલ અમદાવાદ ઉમાશંકર જોશી મેહનલાલ વ્યાસ એચ. એમ. પટેલ આણંદ રામલાલ પરીખ વજુભાઈ શાહ , પી. કે. જપી મદ્રાસ પુરુત્તમ ગ. માવલંકર શાંતિલાલ હ. શાહ નંદલાલ એ. દવે તારાબેન મેડિક કોસબાડ મનુભાઈ શાહ ન્યુ દિલ્હી રતિલાલ શેઠ મુંબઈ મનુભાઈ પંચોલી (લોકભારતી સણોસરા) ગગનવિહારી મહેતા કપિલરાય મહેતા અમદાવાદ ઈશ્વરભાઈ પટેલ આણંદ ઘનશ્યામભાઈ ઓઝા સુરેન્દ્રનગર નંદલાલ છગનલાલ (રાલીસીટર) મુંબઈ ગુલાબદાસ બ્રોકર મુંબઈ . વિદ્યાબેન શાહ ન્યુ દિલ્હી પરમાનંદ કુંવરજી કાપડિયા મુંબઈ હિનલાલ મહેતા (પાન) જ્યાબેન વ. શાહ ગૌરીશંકર રાવળ દિલ્હી વાડીલાલ ડગલી ભવાનજી અરજણ ખીમજી મુંબઈ ઈંદ્રવદન ઓઝા મુંબઈ ગુલાબશંકર ધોળકીઆ કચ્છ મગનભાઈ શંકરભાઈ પટેલ વડોદરા , કાંતીપ્રસાદ અંતાણી કરછ કુન્દનલાલ જ, ધોળકીઆ કંતીલાલ પી. શાહ જામનગર ચંપકલાલ વોરા રાજકોટ મનસુખરામ જોબનપુત્રા શારદાગ્રામ જગજીવનદાસ ના. મહેતા અમરેલી હિંમતલાલ દુ. દેસાઈ માલિક: શ્રી મુંબઈ જૈન યુવક સંધ: મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫–૪૭, ધનજી સ્ટ્રીટ, , મુંબ૩, મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કેટ, મુંબઈ. મુંબઈ નંદલા મુંબઈ
SR No.525949
Book TitlePrabuddha Jivan 1964 Year 25 Ank 17 to 24 and Year 26 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1964
Total Pages276
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy