________________
તા. ૧-૮-૧૪
પ્રબુદ્ધ જીવન
મૂ. સમાજના સાધુવર્ગ ઉપર કોઈનું કશું જ નિયંત્રણ નથી અને ફાવે ત્યારે ફાવે તેને દીક્ષા આપી શકાય છે. એનાં માઠાં પરિણામ ઉપરની દુર્ઘટનામાં પ્રત્યક્ષ થઈ રહ્યા છે. આવા આચાર્યને, જ્યાં સુધી આ બાબતનું પ્રાયશ્ચિત ન કરે ત્યાં સુધી, કોઈ પણ જૈન ઉપાશ્રયમાં સ્થાન મળવું ન જોઈએ અને જ્યાં મળ્યું હોય ત્યાં આ રીતે ચાલુ રહેવાનું તેમના માટે અશકય બનવું જોઈએ.
આમ કરવા છતાં જ્યાં સુધી દીક્ષા આપવાની પ્રવૃત્તિ ઉપર સખ્ત અંકુશ મૂકવામાં નહિ આવે અને તે અંગે યોગ્યતાનું કડક ' ધોરણ અખત્યાર કરવામાં નહિ આવે ત્યાં સુધી આજના ભાગપગલક્ષી યુગમાં સંયમની સ્થિરતા વધારે ને વધારે કઠણ બનતી જવાની છે અને સાધુવેશ ધારણ કર્યાના અને ફેંકી દેવાનાં નાટકો ભજવાયા જ કરવાનાં. વસ્તુત: દીક્ષાપ્રવૃત્તિને આજે સમગ્રપણે ફરીથી વિચાર કરવાની જરૂર છે. સામાન્ય માનવી માટે ગૃહસ્થાશ્રમ જ રાજમાર્ગ છે. શ્રમણમાર્ગ અનૈસગિક માર્ગ છે, કેવળ અપવાદ માર્ગ છે અને તેથી યોગ્ય ઉમર અને નિયત પ્રકારની કડક તાલીમ બાદ જ બધી રીતે યોગ્ય લાગતી ગણીગાંઠી વ્યકિતઓને જ શમણમાર્ગમાં પ્રવેશ કરવાની છૂટ મળવી ઘટે છે અને તે માટે તેનાં સ્વજનાની મુકત મનની અનુમતિ આવશ્યક લેખાવી ઘટે છે. આ માટે, ખ્રિસ્તી સંપ્રદાયમાં પાદરીઓ તૈયાર કરવાની કૅલેજો-શિક્ષણ સંસ્થાઓ છે તેવી કૅલેજો-શિક્ષણ સંસ્થાઓ-જૈન સાધુ - સાધ્વીઓ તૈયાર કરવા માટે ઊભી કરવાને વિચાર કરવો જરૂરી બને છે. આ માટે યેનકેન પ્રકારેણ સાધુસંખ્યા વધારવાના મેહમાંથી જૈન રામાજે સત્વર મુકત થવાની જરૂર છે. થોડા પણ આદર્શનિષ્ટ સાધુઓ જૈન સમાજને ભૂષણ રૂપ છે આશીર્વાદ રૂપ છે, પણ ઘણા શિથિલાચારી સાધુઓ જૈન સમાજને દુષણ રૂપ છે, કલંક રૂપ છે, તેથી જૈન દીક્ષાના ગૌરવને પાર વિનાની હાનિ થાય છે. આ રીતે જેનાથી સાધુને આચાર ન પળાતો હોય અને જે અંદરથી વેશમુકિત ચાહતા હોય તેને વેશમુકત થવાની સરળતા કરી આપે, પણ મનસ્વીપણે રાધુવેશ ધારણ કરાવવાનું તથા છાડવાનું આજે જે નાટક ચાલી રહ્યું છે અને જૈન દીક્ષાની જે અક્ષમ્ય વિડંબના થઈ રહી છે તે તે સત્વર બંધ થવી ઘટે છે.
સ્વ. મણિલાલ વાડીલાલ નાણાવટી - મુંબઈના એક જાણીતા ઝવેરી શ્રી મણિલાલ વાડીલાલ નાણાવટી ૮૨ વર્ષની ઉમ્મરે ગયા જુલાઈ માસની છઠ્ઠી તારીખે મુંબઈ– ખાર ખાતે પેટના કેન્સર અંગે ચાર - પાંચ મહિનાની માંદગી ભેળવીને અવસાન પામ્યા છે. હીરા તથા પાના-માણેકના વ્યવસાયને વિકસાવવા માટે આપણી બાજુએથી પેરીસ - એન્ટવર્પ જવાની પહેલ કરનારી ઝવેરીઓમાં કદાચ તેઓ સૌથી પહેલા હતા. તેઓ ૧૯૧૧માં યુરોપ ગયેલા અને પછી ૨૨ વર્ષ સુધી તેમનું ઝવેરાતના વ્યાપાર અંગે યુપ જવા આવવા તથા રહેવાનું ચાલુ રહેલું. બીજા વિશ્વયુદ્ધ બાદ તેઓ મુંબઈમાં સ્થિરતાપૂર્વક રહીને માણેક-પાનાની ખરલને મોટા પાયા ઉપર આ જ સુધીની વ્યાપાર કરી રહ્યા હતા.
મુંબઈ જૈન યુવક સંઘની ૧૯૨૮-૨૯ માં સ્થાપના થઈ ત્યારથી તેઓ સંઘના આજીવન સભ્ય હતા અને એ શરૂઆતનાં વર્ષોમાં સંધની પ્રવૃત્તિમાં ખૂબ સક્રિય રસ લેતા હતા. સંઘના આધ પ્રણેતા સ્વ. મણિલાલ મોકમચંદ શાહના તેઓ નિકટવતી મિત્ર હતા. જૈનાની અન્ય સંસ્થાઓ મહાવીર જૈન વિદ્યાલય, પાલીતાણાનું જૈન ગુરુકુળ તથા જૈન બાળાશ્રમ વગેરે અનેક સંસ્થાઓમાં તેઓ રસ ધરાવતા હતા અને આર્થિક સહાય પણ કરી હતી. તેઓ પેરિસ હતા ત્યારે પેરિસ ખાતે ભારતની આઝાદીનું ઉગ્ર આંદોલન ચલાવી. રહેલા રસ્વ. રાણા તથા મેડમ કામા સાથે તેમને ગાઢ સંબંધ હતે અને તેમના કાર્યમાં તેમને અનેક રીતે મદદ કરતા હતા. તેમના અવસાન પહેલાં તાજેતરમાં જ અમદાવાદ ખાતે સરખેજ રોડ ઉપર આવેલો તેમને ‘ડાયમન્ડ લીલા’ નામને બંગલે જેની આજે આશરે ત્રણ લાખ રૂપિયાની કિંમત ગણાય તે આખી મિલકત તેમણે ગવર્નર્સ સોશિયલ વેલફેર ફંડને અર્પણ કરી છે અને ગુજરાત રાજયે તેનો સાભાર સ્વીકાર કર્યો છે અને તે મકાન ઉપર એક માળ વધારીને ત્યાં એક સભાગૃહ તેમ જ ' થીયેટર ઊભું કરવું અને રાજ્યની અનેક સામાજિક પ્રવૃત્તિઓનું એક મધ્યવર્તી કેન્દ્ર બનાવવું – આવી યોજના ગુજરાત સરકાર વિચારી રહી છે. આ માટે સ્વ. મણિલાલભાઈને ખૂબ ધન્યવાદ ઘટે છે. તેમણે લાંબું આયુષ્ય અને તંદુરસ્તીભર્યું આરોગ્ય જોગવીને આપણી વચ્ચેથી વિદાય લીધી છે. તેમના આત્માને શાશ્વત શાંતિ પ્રાપ્ત થાઓ એવી આપણી પ્રાર્થના હો!
પરમાનંદ
સઘ સમાચાર
ચીંચવડ–પૂના વર્ષો પર્યટન આજે વર્ષાસ્તુ પૂરબહારમાં ચોતરફ વિલસી રહી છે, ત્યારે હરીભરી કુદરત નિહાળવાની તક મળે એ માટે સંઘના સભ્યો તથા તેમનાં કુટુંબીજને માટે પૂના નજીક આવેલ ચેંચવડને લક્ષમાં રાખીને ઓગસ્ટ માસની ૧૫ તથા '૧૬-શનિ તથા રવિ-એમ બે દિવસ માટેના પર્યટનને પ્રબંધ કરવામાં આવ્યો છે. બે દિવસ દરમિયાન પ્રવાસીઓને પૂના લઈ જવામાં આવશે તથા લેણાવલા નજીક આવેલ કાર્લાની ગુફાઓ જોવાની વ્યવસ્થા કરવામાં આવશે. પર્યટનમાં જોડાવા ઈચ્છનારે વ્યકિતદીઠ રૂા. ૨૦ તથા બાર વર્ષ નીચેની ઉમ્મરનાં બાળકો માટે રૂ. ૧૪ સંઘના કાર્યાલયમાં ભરી . જવાના રહેશે. સાથે જરૂરી બેડીંગ તથા પાણી પીવાને ખ્યાલો તથા એક ટૅર્ચ લાવવાની રહેશે. પર્યટણ માટે નિયત કરેલી સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ ૧૫મી ઓગસ્ટ શનિવાર સવારના સાત વાગ્યે પાયધુની પોલીસ સ્ટેશનેથી ઉપડશે, રસ્તામાં રૅયલ ઓપેરા હાઉસ પાછળ આવેલા મેધ્ય રોડ ઉપર, દાદર ખેરદાદ સર્કલ વટાવીને વીન્સેન્ટ રોડના નાકા ઉપર, કિંગ સરકલ વટાવીને પહેલા જૈન મંદિર આગળ તથા ઘાટકોપર સર્વોદય હૈપ્પીટલની બાજુએ ઉભી રહેશે. રાત્રી ચીંચવડ ફત્તેચંદ જૈન વિદ્યાલયમાં ગાળવામાં આવશે. બીજે દિવસે તા. ૧૬ મી ને રવિવાર રાત્રીના મુંબઈ પાછા આવવાનું રહેશે. અતિ મર્યાદિત સંખ્યામાં પ્રવાસીઓને લેવાના હેઈને પર્યટનમાં જોડાવા ઈચછનારને સત્વર સંઘના કાર્યાલયમાં નાણાં સાથે પોતાનાં નામ નોંધાવી જવા વિનંતિ છે.
શેક નિવેદન જાલાઈની ૬ તારીખે સંઘના એક સભ્ય શ્રી બાલચંદ મંગળચંદ ઝવેરી ૪૧ વર્ષની નાની ઉંમરે થોડા દિવસની માંદગી ભોગવીને અવસાન પામ્યા છે, જે અંગે સંઘ ઊંડા શોકની લાગણી અનુભવે છે અને તેમના કુટુંબીજને પ્રત્યે હાદિક સહાનુભૂતિ દાખવે છે.
શારદાગ્રામ વિષે શી મનસુખરામ જોબનપુત્રા
તા. ૨૫ મી જાલાઈ શનિવારના રોજ સાંજના સમયે સંઘના કાર્યાલયમાં યોજાયેલી જાહેર સભામાં સૌરાષ્ટ્રમાં માંગરોળ નજીક આવેલા ‘શારદાગ્રામ’ નામના શિક્ષણકેન્દ્રના સ્થાપક અને સંચાલક શિક્ષણાચાર્ય શ્રી મનસુખરામભાઇ જોબનપુત્રાએ શારદાગ્રામ પાછળ, રહેલી શૈક્ષણિક વિચારસરણી રજુ કરી હતી. સભામાં ભાઈ–બહેને સારી સંખ્યામાં ઉપસ્થિત થયાં હતાં. વિવેચન એક કલાક સુધી ચાલ્યું અને રસિક પ્રશ્નોત્તરી થઈ હતી અને એમ છતાં વિવેચન અને ચર્ચા અધુરાં રહ્યાં હતાં, જે માટે શ્રી મનસુખરામભાઈ ફરીથી મુંબઈ આવે ત્યારે આવી જ સભા યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
સભ્યોને નમ્ર વિજ્ઞપ્તિ જે જે સભ્યોના ચાલુ સાલ સંવત ૨૦૨૦ નાં લવાજમ બાકી છે તેમને હમણાં જ કાર્ડ મેકલવામાં આવેલ છે. જે સભ્યનું લવાજમ બાકી હોય તેમને પર્યુષણ વ્યાખ્યાનમાળા પહેલાં બને તેટલું જહિદ પોતાના લવાજમના રૂા. ૫) સંધના કાર્યાલયમાં મોકલી આપવા નમ્ર અનુરોધ છે.
મંત્રીઓ મુંબઈ જૈન યુવક સંઘ,
વિષયસચિ જીવનનિર્વાહ અને દેશની અખંડતા: રતિલાલ દીપચંદ દેસાઈ ૬૩ બન્ને જોખમમાં. અંગ્રેજીનો પ્રશ્ન (ગતાંકથી ચાલુ) ઝીણાભાઈ રતનજી દેસાઈ ૬૪ જવાહરને હું મારો રીપોર્ટ આપી ન શકયો ? મહાવીર ત્યાગી ૬૬ પ્રકીર્ણ નોંધ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે
પરમાનંદ ૬૬ ભાવનગરની પસંદગી, કાળ-પ્રતિગામી આચાર્યથી મુંબઈને જૈન સમાજ ચેતીને ચાલે !, જૈન દીક્ષાની આ તે કેવી વિડંબના! સ્વ. મણિલાલ વાડીલાલ નાણાવટી, શ્રી હરભાઈ ત્રિવેદીને અર્પણ
છે. * * ૭૨. થનાર સન્માન થેલી