SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧-૮-૯૪ જા જ કે જેની સ૬ સાધુઓ - જાય છે ?” આના જવાબમાં વિલેપારલેના સંધના બંધારણમાં આ આવકને અરધે ભાગ દેવદ્રવ્યમાં અને અરધો ભાગ સાધારણ ખાતામાં લઈ જવો એ નિયમ છે એની તેમને જાણ કરવામાં આવી. આ સામે તેમણે વાંધો લીધો અને જણાવ્યું કે આ બધી આવક દેવદ્રવ્યમાં લઈ જવી જોઈએ અને આવો નિર્ણય કરે તો જ મારા સાધુ ચાતુર્માસ માટે વિલેપારલેમાં આવશે. : “આ સાંભળીને શું કરવું તે વિષે આગેવાને મૂંઝવણમાં પડયા. આને ઉકેલ લાવવા માટે સાધુઓની વૈયાવચ્ચ કરવા નીમાયેલી વૈયાવચ્ચ સમિતિની સભા બોલાવવામાં આવી, પણ આ સભામાં મતભેદના કારણે નિર્ણય ન થઈ શક્યા અને રામાન્ય સભા બેલા- વવાનું નક્કી કરવામાં આવ્યું. “ત્યાર બાદ પ્રમુખ સાહેબે ૨૨-૬-૬૪ અને સોમવારે સવારના આઠ વાગે સંઘની અસાધારણ સામાન્ય સભા બોલાવી. સાધારણ રીતે સંઘની સામાન્ય સભા રજાના દિવસે અથવા ચાલુ દિવસે રાત્રે બેલાવવામાં આવે છે, કારણ કે ચાલુ દિવસે સવારના , - સમયમાં અહીં વસતા લોકોને મુંબઈ જવાનું હોય છે અને તેથી હાજરી આપી શકતા નથી. આમ પ્રતિકૂળતા હોવા છતાં ય તે : દિવસે તાકીદની સભામાં સારી હાજરી થઈ. ‘ચાતુર્માસ સંબંધી 'નિર્ણય કરવો’ એ કાર્ય સભાની નોટિસમાં જણાવવામાં આવ્યું હતું. ' આ સભાની શરૂઆતમાં પ્રમુખ સાહેબે બહુ જ લાંબું ભાષણ કરીને દેવદ્રવ્યનું મહત્ત્વ અને જરૂરિયાત ઠસાવવા પ્રયત્ન કર્યો અને આ વર્ષની સપનાની આવક દેવદ્રવ્યમાં લઈ જવાનો નિર્ણય કરવાનું સૂચન કર્યું. આ સૂચનને હાજર રહેલા ઘણા મોટા ભાગના સભ્યોએ સખત વિરોધ કર્યો અને જે મહારાજે વિલેપારલે આવવું હોય તેણે વિલેપારલેના સંઘના બંધારણ મુજબ જ આવવાનું રહેશે અને બંધારણમાં કશે પણ ફેરફાર નહિ થાય એ મક્કમ અવાજ ઊઠાવ્યો. “આ તબક્કે પ્રમુખ સાહેબે જણાવ્યું કે, “જો આ બાબતનું , કોઈ નિરાકરણ નહિ કરવામાં આવે તે આચાર્ય મહારાજ ચાતુર્માસ | માટે કોઈ સાધુને નહિ મળે અને પ્રતિષ્ઠા માટે પોતે પણ નહિ આવે.” “આ તો ધમકી છે અને ધમકીને અમે વશ નહિ થઈએ.” એ સભામાં જોરથી વિરોધ થયે, અને “અમારે કોઈ શરત કરીને . આવવા માગતા સાધુ નથી જોઈતા” આ સૂર તરફથી સંભળાવા લાગ્યો અને સભાનું સંચાલન કરવાનું કામ મુશ્કેલ બની ગયું. “આમ છતાં લાંબી ચર્ચાને પરિણામે સંઘનું બહાર ખરાબ ન દેખાય અને આમંત્રણ આપનાર આગેવાનું માન સચવાય અને વળી આ તબકકે ચાતુર્માસ માટે બીજા કોઈ સાધુ મળવાની સંભાવના 'બહુ ઓછી હતી અને પ્રતિષ્ઠાને પણ સવાલ હત–આ બધી બાબતોને ખ્યાલ કરીને એવો નિર્ણય લેવાય કે સંઘના બંધારણ મુજબ સપનાની આવકને અર્ધો ભાગ દેવદ્રવ્યમાં અને અર્ધા ભાગ સાધારણ ખાતામાં જ જશે, પણ આ વખતે જો કોઈ શ્રાવકને આ રીતે સાધારણ ખાતામાં જતી રકમ જેટલી રકમ દેવદ્રવ્યમાં આપવી હશે તો તે આપી શકશે. આ નિર્ણયમાં સૂચિત છે કે પ્રમુખ સાહેબ ઉપર જણાવેલી રકમની દેવદ્રવ્યમાં પુરવણી કરવાની બાંહેધરી આપીને આચાર્યશ્રીએ ઉઠાવેલા વાંધાનું સમાધાન કરશે અને તેમના કોઈ સાધુને ચાતુર્મારા માટે વિલે પારલે લાવવાનો પ્રબંધ કરશે અને આવતા મહા માસમાં | નવા જિનાલયની પ્રતિષ્ઠા માટે આચાર્યશ્રીને પણ વિલે પારલે બોલાવવામાં આવશે.” આ પત્ર વાંચતાં સહેજે આપણને પ્રશ્ન થાય છે કે, આ આચાર્ય કેવા કે જેઓ સ્થાનિક સંઘના બંધારણના નિયમની ઉપેક્ષા કરીને અથવા તો તેમાં ફેરફાર ક્રીને પોતાના વિચારને અમલ : કરવાનો સંઘના આગેવાનને આદેશ આપવાની ધૃષ્ટતા કરે છે અને આ સંઘપ્રમુખ કેવા કે જે “અમારાથી સંઘના બંધારણમાં કશો - પણ ફેરફાર થઈ નહિ જ શકે. આપના સાધુને મોકલવા હોય તો મેલે અને આપને પ્રતિષ્ઠા માટે આવવું હોય તો આવે.” એમ આચાર્યશ્રીને સ્પષ્ટ સંભળાવવાને બદલે પોતાના શ્રાવક સમુદાય પાસે બંધારણને નેવે મૂકીને આચાર્યશ્રીની વાતને સ્વીકાર કરાવવાનો પ્રયત્ન કરે છે. આવા સમાજવિરોધી પ્રગતિવિરોધી તેમ જ એક્તાવિરોધી ધર્માચાર્ય અંગે કમનસીબે ભેળા અને શ્રદ્ધાળુ લોકોમાં કદિ કદિ એક એવી માન્યતા પ્રવર્તતી હોય છે કે તેઓ અષ્ટસિદ્ધિ અને નવનિધિના પૂરક હોય છે અને ઉપાસકોની મનોકામના પૂરી કરે છે. સંભવ છે કે આવી કોઈ માન્યતા, શ્રદ્ધા કે શુભ ભાવનાને વશ થઈને વિલે પારલેના સંઘપતિએ પિતાની હસ્તક બંધાતા જિનાલયની પ્રતિષ્ઠા કરવા માટે તેમને નિમંત્રણ આપવાનું ઉચિત ધાર્યું હોય. પણ આ આચાર્યશ્રીની આજ સુધીની ફ્લેશસંવર્ધક કારકીર્દિ જોતાં વિલે પારલે જેવા જાગૃત અને પ્રગતિશીલ પરામાં આવવાનું નિમંત્રણ આપીને તેમણે ઘણું મોટું જોખમ ખેડયું છે. હજુ પણ તેઓ ચેતે! અને આ આચાર્યશ્રી હવે મુંબઈ આવ્યા છે તે બે ત્રણ ચોમાસા મુંબઈમાં એક યા બીજા સ્થળે કરવાના જ, મુંબઈ જે આવે છે તે જલ્દિથી જતું જ નથી. મુંબઈની મોહિની જ એવી છે. આ દ્રષ્ટિએ મુંબઈમાં તેમને ચિર નિવાસ જૈન સમાજના-ખાસ કરીને જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સમાજના–ોગક્ષેમ માટે ખતરનાક નીવડવાને પૂરો સંભવ છે. આ ભયસ્થાન ધ્યાનમાં લઈને એ સમાજ તેમનાથી ખૂબ જ ચેતતા રહે અને જ્યાં એકરૂપતા હોય ત્યાં પક્ષે ઊભા કરવાની-કલેશે પેદા ક્રવાની–તેમની નીતિ તથા કર્યપદ્ધતિને શિકાર ન બને! એ સમાજને આટલી ચેતવણી આપવી તે અસ્થાને નહિ ગણાય. જૈન દીક્ષાની આ તે કેવી વિડંબના ! તા. ૧૮-૭-૬૪ ના “જૈન” માં ‘ખાનગી દીક્ષા અને શિષ્યને મોહ' એ મથાળા નીચે નીચેની વિગત પ્રગટ કરવામાં આવી છે:- , ગત ચૈત્ર માસની ઓળીના દિવસે બાદ, મુંબઈના ગેડીજી મંદિરના ઉપાશ્રયેથી આચાર્યશ્રી વિજયઅમૃતસૂરિ પોતાના શિષ્યસમુદાય સાથે મુંબઈના પરાંઓમાં વિચરી રહ્યા હતા. આ દરમિયાન બીજા ચૈત્ર વદ ૧૧ ના રોજ લાલવાડીમાં કચ્છી ઉપાશ્રયે પાલીતાણાના એક બારોટના પુત્રને ખાનગીમાં દીક્ષા આપી મુનિ રાજેન્દ્રવિજય નામ ધારણ કરાવ્યું હતું. ધાર્મિક શિક્ષણ કે ઘડતરના અભાવે સાધુજીવનના નિત્યક્રમમાં ન રહેતા આ સાધુ રાત્રીભાજન તથા : બીડી તમાકુનું સેવન કરતા માલુમ પડયા હતા. આ જોઈને માહિમ, દાદર તથા લાલવાડીના સંઘમાં ભારે ઉહાપોહ થયો હતો અને પરિણામે જેઠ સુદ દરિમયાન તેને સાધુવેશને ત્યાગ કરવાની ફરજ પડી હતી. આ ભાઈને ફરીથી દીક્ષા આપવાના પ્રયત્ન થયેલા, પરંતુ તેમાં હજી સુધી સફળતા મળી નથી. • થોડા સમય પહેલાં શિહોરમાંથી રાહેરાત નાસી જનાર મુનિશ્રી વિજ્ઞાનસાગરે મુંબઈ ખાતે ત્રીજી વાર સાધુવેશ ધારણ કર્યો હતો અને મુનિશ્રી વિજયવિજયજી નામ ધારણ કરીને બોરીવલીથી દાદર તરફ આવતાં તેઓ એકાએક અદ્રશ્ય થઈ ગયા હતા, જેને હજા પત્તા નથી. જેઠ વદિ ૬ ના રોજ હુબલીના વીસનજી હુકમાંજીને મસજીદ બંદર ઉપર સાધુનાં કપડાં પહેરાવીને મુનિ વિમળવિજય નામે જાહેર કરવામાં આવ્યા હતા. આ વ્યકિતએ અગાઉ બે વખત સાધુવેશને ત્યાગ કર્યો હતો. આ વિમળવિજયને વડી દીક્ષા કયાં અને કયારે આપવી એ બાબતને વિચાર ચાલી રહ્યો હતો એ દરમિયાન અષાડ સુદ ૩ - તા. ૧૨-૭-૬૪ ના રોજ તેમણે ત્રીજી વાર દીક્ષાને ત્યાગ કરેલ છે. એક અગ્રગણ્ય આચાર્યશ્રી અને વિદ્વાન પંન્યાસજીના સાન્નિધ્યમાં આ બધી પ્રવૃત્તિઓ છુપી રીતે ચાલી રહી છે. આ બધું જોઈ જાણીને જૈન દીક્ષાની આ તે કેવી વિડંબના ચાલી રહી છે અને હાંસી થઈ રહી છે અને વિચાર આવતાં દિલ બહુ ઊંડું દુ:ખ અનુભવે છે. આવી ઘટનાઓ જૈન સમાજના અન્ય વિભાગામાં ભાગ્યે જ બનતી સંભળાય છે. દિગંબર સંપ્રદાય કે જ્યાં ગણ્યાગાંઠયા સાધુઓ છે ત્યાં આવું ભાગ્યે જ બનવા સંભવ છે. તેરાપંથીમાં એક આચાર્ય નીચે સાધુ - સાધ્વીનું ભારે મજબૂત સંગઠ્ઠન છે તેથી આવી ઘટના બનવાની બહુ ઓછી શકયતા છે. ' સ્થાનક્વાસી સમાજમાં આગેવાનોને જૈન સાધુઓ ઉપર સારો દાબ, છે અને તેથી આવી હિંમત કરતાં તેઓ સાધારણ રીતે ડરે છે. -
SR No.525949
Book TitlePrabuddha Jivan 1964 Year 25 Ank 17 to 24 and Year 26 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1964
Total Pages276
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy