________________
પ્રભુ
તે તે નામ સ્વીકારવા સિવાય ગુજરાત સરકાર માટે કે તેના મુખ્ય પ્રધાન શ્રી બળવંતરાય મહેતા માટે બીજો કોઈ વિકલ્પ હતો. જ નહિ, હાઈ શકે નહિ.
તા. ૧-૮-૨૪
કાળપ્રતિગામી આચાર્યથી મુંબઈના જૈન સમાજ ચેતીને ચાલે ! વિલેપારલેના જૈન શ્વે. મૂ. સંધના બે પ્રતિષ્ઠિત સભ્યો તરફથી મળેલ પત્ર નીચે આપવામાં આવે છે. આ પત્રમાં ચર્ચવામાં આવેલા વિષયને જૈન શ્વે. મૂ. પરંપરાથી અજ્ઞાત એવા વાચકો યથાર્થ રીતે સમજી શકે તે માટે બે ત્રણ બાબતોની સમજૂતી આપવાની જરૂર છે. એક તો સપનાની આવક એટલે શું? પર્યુષણ પર્વ દરમિયાન અપાતા વ્યાખ્યાનોમાં કલ્પસૂત્ર ઉપર જ મોટા ભાગે વિવરણ કરવામાં આવે છે. ક્લ્પસૂત્રમાં નાના ચોવીશમા તીર્થંકર ભગવાન મહાવીરનું ચરિત્ર ઘણી મોટી જગ્યા રોકે છે. પ્રચલિત કથા મુજબ ભગવાન મહાવીર ગર્ભસ્થ હતા ત્યારે તેમની માતાને વૃષભ, સિંહ, સૂર્ય, ચંદ્ર એવા ચૌદ પદાર્થોનાં સ્વપ્ના આવે છે. પર્યુષણ દરમિયાન જ્યારે ભગવાન મહાવીરના જન્મના પ્રસંગ વાંચવાના હોય છે ત્યારે ચાંદીનાં બનાવેલાં આ સ્વપ્ના જૈન ઉપાશ્રયામાં ઝુલાવવામાં આવે છે અને તે માટે છાણી બોલાવવામાં આવે છે અને લીધે . સારી એવી આવક થાય છે. આ આવક કોઈ કોઈ ઠેકાણે બધી દેવદ્રવ્યમાં જમે કરવામાં આવે છે, ઘણા ખરા ઠેકાણે અરધી આવક દેવદ્રવ્યના ખાતામાં અને અરધી આવક સાધારણ ખાતામાં જમે થાય છે. કોઈ કોઈ ઠેકાણે બધી આવક સાધારણ ખાતે જમે થાય છે. પ્રચલિત પરંપરા મુજબ દેવદ્રવ્યના ઉપયોગ માત્ર મંદિર અને મૂર્તિના પ્રશાભન તેમ જ નવનિર્માણ પાછળ જ થઈ શકે છે, જ્યારે સાધારણ ખાતાની આવકના ઉપયોગ જૈન સમાજની સુખવૃદ્ધિ અને દુ:ખ નિવૃત્તિ તેમ જ અજ્ઞાનનિવારણ જેવાં સામાજિક કાર્યો પાછળ થઈ શકે છે. સાધારણ લોકો પરંપરાથી કેળવાયેલી શ્રદ્ધાના કારણે દેવદ્રવ્યમાં જ ભરતી કરે છે અને સાધારણ ખાતામાં ખોટ જ હોય છે. આ સાધારણ ખાતાની ખોટ હળવી કરવા માટે સ્વપ્નાની આવકનો અરધો ભાગ સાધારણ ખાતામાં જમે કરવાની પ્રથા અનેક જૈન સંઘાએ સ્વીકારી છે.
તેને
આ વિવરણના સંદર્ભમાં આગળ આવતા શ્રી વિજયરામચંદ્રસૂરિની ઓળખાણ આપવાની જરૂર છે. ધર્માચાર્યો મોટા ભાગે સ્થિતિચુસ્ત અને પ્રત્યાઘાતી · વલણ ધરાવતા હોવાનું માલુમ પડે છે. આમાં પણ આ આચાર્યની કટ્ટરતા અને ધર્મઝનૂન અજોડ છે. હરિજનમંદિરપ્રવેશના તેઓ વિરોધી છે; દેવદ્રવ્યના સમર્થક અને તેના સામાજિક ઉપયોગના કટ્ટર વિરોધી છે; આધુનિક શિક્ષણના તેઓ એટલા જ વિરોધી છે; ગાંધીવિચારના તેમ જ ખાદીના વિરોધી છે; બાલદીક્ષાના પ્રખર હિમાયતી છે. યેનકેનપ્રકારેણ સાધુઓની સંખ્યા વધારવામાં તેઓ જીવનની સાર્થકતા માને છે. નવાં નવાં મંદિરો ઊભાં કરવાં, મોટા પાયા ઉપર ધાર્મિક અનુષ્ઠાનો યોજવા, પ્રતિષ્ઠાઓ, ઉપધાન, મહોત્સવૅા પાછળ લાખો રૂપિયા ખરચાવવા અને આજની આર્થિક ભીંસ, મધ્યમ વર્ગની મૂંઝવણ, પારિવનાની અકળામણ વિષે ઉપેક્ષા સેવવી—આ તેમની જીવનદ્રષ્ટિ છે. વળી તેઓ જ્યાં જાય છે ત્યાં તેમની વિવેકશૂન્ય વિચારહઠના કારણે સંઘસમુદાયમાં ધાણુંખરું ક્લેશા ઊભા થયા જ કરે છે. જૈન શ્વે. મુ. સમાજને વર્ષોથી છિન્નભિન્ન કરી રહેલ તિથિનો ઝઘડો મુખ્યપણે તેમને આભારી છે. બાંધછેાડમાં તેઓ માનતા નથી. ભૂતકાળની પરંપરાઓને તેઓ જડપણે વરેલા છે. વર્તમાનમાં તેઓ જીવતા જ નથી અને ભવિષ્યનું તેમને કોઈ ભાન નથી. આમ આચાર્યશ્રી કદાગ્રહવીર, અને કજીયા વીર તો છે જ, પણ સાથે સાથે એક અજોડ મુંડનવીર મહારાજ તરીકે પણ તેમણે ખ્યાતિ પ્રાપ્ત કરી છે. આ આચાર્યશ્રીએ મુંબઈમાં આવતાંવેંત સપનાની આવક અંગે જ્યાં ત્યાં ઝઘડા ઊભા કરવાની શરૂઆત
જીવન
૧૯
કરી દીધી છે. આ એ જ આચાર્ય છે કે જેમણે આજથી સાત આઠ વર્ષ પહેલાં પોતાના કત્તાના નિવાસ દરમિયાન જે લામાં અનેક
જૈન મંદિરો હતાં. ત્યાં જ એક નવું મંદિર ઊભું કરાવવા પાછળ જૈન સમાજના પાંચ પંદર લાખનું પાણી કરાવ્યું હતું અને જેમણે પોતાની વિચારહઠના કારણે ત્યાંના સંધમાં વીખવાદનાં બીજો રોપ્યાં હતાં. આ એ જ આચાર્ય છે કે જેમના ઉપાસકોએ આચાર્યશ્રીની
પ્રેરણાને આધીન બનીને શ્રી પ્રભુદાસ પટવારીના બાલદીક્ષા પ્રતિબંધક ખરડાને ટેકો આપવા માટે બોલાવેલી સભામાં તાફાન કર્યું હતું અને લકત્તાના પ્રખર વિચારક અને સમાજસુધારક શ્રી ભંવરમલ સીંધીને મરણતાલ માર માર્યો હતો. આ એ જ આચાર્ય છે કે જેમણે ગયા વર્ષના જૂન માસમાં અમદાવાદ ખાતે એક આખા કુટુંબને દીક્ષા આપી હતી જેમાં ૧૨ વર્ષના એક કિશોર અને ૧૦ વર્ષની એક બાળકીનો સમાવેશ થતો હતો. આ એ જ આચાર્ય છે કે જેમણે થાડાંક વર્ષો પહેલાં જૈન મંદિરમાં—શેઠ કસ્તુરભાઈ લાલભાઈએ અનુમત કરેલ—હરિજન પ્રવેશ સામે ‘મુંબઈ સમાચાર’ દ્વારા ઉંગ્ર ઝુંબેશ ચલાવી હતી. આ એ જ આચાર્ય છે કે જેમણે તિથિ અંગેના ઝઘડો શમાવવા માટેના શેઠ કસ્તુરભાઈ લાલભાઈના પ્રયત્નોને નિષ્ફળ બનાવ્યા છે અને તેમની ધીરજની પાર વિનાની સેાટી કરી છે. આ એ જ આચાર્ય છે કે જેમણે, નહેરુના અવસાનને હજુ દશ દિવસ થયા નહતા અને લોકોનાં ચિત્ત ઊંડી ગમગીનીથી ઘેરાયેલાં હતાં ત્યારે, પોતાના માનમાં માટુંગા ખાતે હાથી, ઘોડા, બૅન્ડવાજાની ધામધૂમથી ભરેલા ભારે શાનદાર સરઘરાને અનુમત કર્યું હતું અને અનૌચિત્યની પરાકાષ્ટાનું જૈન સમાજને નીચું જોવડાવતું પ્રદર્શન કર્યું હતું. આ આચાર્યશ્રીએ વિલેપારલેના જૈન શ્વે. મૂ. સંઘમાં, મુંબઈમાટુંગા ખાતે તેમની પધરામણી થવા સાથે કેવા ઝઘડો ઊભા કર્યો અને તત્કાળ તેનું કેવું થાગડથીગઢ સમાધાન કરવામાં આવ્યું તેની નીચેના પત્રમાં વિગતો આપવામાં આવી છે:
“વિલેપારલેમાં જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘના પ્રમુખ કેટલાક સમયથી શ્રીમાન રતિલાલ મણિલાલ નાણાવટી છે, અને તેમની દોરવણી નીચે આ સંઘનું કામકાજ એકરાગ અને ખૂબ જ સંપથી ચાલે છે, પરંતુ છેલ્લા ત્રણેક માસ દરમિયાન બનેલા પ્રસંગોએ સંઘની એકરૂપતાને ઘણી હાનિ પહેોંચાડી છે.
“દર વર્ષે વિલેપારલેમાં ચાતુર્માસ કરવા માટે સંઘની કાર્યવાહક સમિતિ કોઈ ને કોઈ આચાર્યશ્રીને અથવા સાધુને નિમંત્રણ આપે છે. વિલેપારલે પશ્ચિમમાં એક ભવ્ય જિનાલય તૈયાર થઈ રહ્યું છે, જેની પ્રતિષ્ઠા આવતી સાલ માહ માસમાં થવાની છે. સંઘના પ્રમુખશ્રીની એવી ઇચ્છા થઈ કે, આ વર્ષે મુંબઈ ખાતે માટુંગા આવી રહેલા આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરિને પ્રતિષ્ઠા કરવા માટે નિમંત્રણ આપવું અને ચાતુર્માસ માટે તેમના જ કોઈ શિષ્યને વિલેપારલેમાં મોકલવા વિનંતિ કરવી. જ્યારે આ બાબત સંઘની કાર્યવાહક સમિતિમાં રજૂ થઈ અને કાર્યવાહીના અમુક સભ્યોએ જણાવ્યું કે આ આચાર્ય મહારાજ જ્યાં જાય છે ત્યાં મતભેદો ઊભા થાય છે અને ક્લેશનું વાતાવરણ છવાય છે, ત્યારે પ્રમુખશ્રીએ જણાવ્યું કે વિલેપારલેમાં કશું જ નહિ બને એ બાબતની હું ખાતરી આપું છું. એટલે પ્રમુખની ઈચ્છાને માન આપીને નિમંત્રણ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો.
“એટલે પછી ગયા ચૈત્ર માસ દરમિયાન, મુંબઈ તરફ વિહાર કરી રહેલ આચાર્યશ્રીને અત્રેના સંઘના આગેવાનો સૂરત જઈને મળ્યા અને ઉપર જણાવેલી બંને બાબતાનું નિમંત્રણ આપવામાં આવ્યું અને આચાર્યશ્રીએ સ્વીકાર્યું, જેની જાહેરાત સૂરતથી આવ્યા બાદ દહેરાસરના નોટિસ બોર્ડ પર કરવામાં આવી હતી.
“ત્યાર બાદ આચાર્યશ્રીની માટુંગા પધરામણી થતાં સંઘના આગેવાનો નજીક આવી રહેલા ચાતુર્માસ માટે તેમના શિષ્યનું નક્કી કરવા આચાર્યશ્રીને મળ્યા, ત્યારે તેમણે પ્રશ્ન કર્યો કે, “તમારે ત્યાં પર્યુષણ પર્વ દરમિયાન સપનાં ઉતરે છે તેની આવક કયા ખાતામાં