________________
“જવાહરને હું ✩
પ્રબુદ્ધ જીવન
મારું રિપોર્ટ આપી ન શકા !”:
‘હવે હું કયાં જાઉં ?'
✩
પર ભીખ માંગે?” લોકો ગાંડાતૂર થઇ ગયા. આ રીતે રાયબરેલી અને પ્રતાપગઢ જિલ્લામાં ધાતીચંપલ પહેરી, ગામડે ગામડે કિસાન આંદોલનમાં પગપાળા નિકળ્યા હતા. એ દિવસેા યાદ આવતાં હૃદયમાં ઝણઝણાટી વ્યાપી રહે છે. પ્રભુ ફરી એક વાર એવી જ દેશભકિત અને સેવાભાવની ભાવના પેદા કરે. હોળીના પ્રસંગ
*ગ્રેસમાં હું જ તેમનો એક એવા સાથી હતા જેને તેઓ બધાની વચ્ચે દમદાટી આપતા અને મારી પણ બે-ચાર કડવીમીઠી સાંભળી લેતા. મૂળ હકીકત તા એ હતી કે અમે બધા ગાંધીપરિવારના જ અંગરૂપ હતા. પર ંતુ તેઓ વિલાયતમાં ભણેલા અને હું મૂળ ગામડિયો. અમારામાંથી જેઓ ખુશામત કરી, તેમની પાસે કામ કઢાવતા તેમનું કામ તો થઇ જતું, પરંતુ મારી જાણ મુજબ જવાહરલાલના મનમાં એવાઓ માટે ધૂળ જેટલી પણ કિંમત નહોતી. તેઓ એવા લોકોને નીચ માણસા કહેતા. પંડિતજીને એક બીજી આદત પણ હતી. અગર તમે એમના કોઇ સાથી અથવા મિત્ર માટે બૂરુ બોલા તે, તમે ગમે એટલા સાચા કેમ નહીં હા, છતાં તેઓ જાણીજોઈને કહેતા “તમારા કરતાં હું તેમને વધારે સારી રીતે જાણું છું. તમારે આવી નકામી વાતે નહીં કરવી જોઈએ.” મારી સાથે નાની મોટી દરેક બાબતની ચર્ચા થતી, કેમકે તેઓ મને ‘બેવકૂફ’ માનતા હતા, અને બેવકૂ ફો માટે ભાગે પ્રમાણિક હોય છે!
[ભારતના ભૂતપૂર્વ નાયબ સંરક્ષણપ્રધાન અને હાલના પુનવસવાટ ખાતાના પ્રધાન શ્રી મહાવીર ત્યાગી જવાહરલાલ નહેરુના સમસ્ત રાજકીય જીવનના સાથી છે. ભારતમાં પોતાની પ્રતિષ્ઠાનો— પદની-વિચાર કર્યા વગર જે ઠીક લાગેતે સ્પષ્ટ રીતે કહી દેનારી જે સેવાભાવી વ્યકિતઓ છે તેમાં શ્રી ત્યાગી અગ્રગણ્ય છે. પાતાના વહાલસોયા મિત્રના અવસાનથી પોતાને કેટલા આઘાત લાગ્યો છે તેનું હૃદયદ્રાવક વર્ણન કરતા લેખ તેમણે શ્રી અંબાલાલ મ. બિસ્કિટવાળા ઉપર મોકલ્યા હતા. એમાં જવાહરલાલ સાથેના મજાકભર્યા પ્રસંગાનાં સંસ્મરણા રજૂ થયાં છે. તેમણે કરેલા અનુવાદ તા. ૧૫-૭-૬૪ના ‘જન્મભૂમિ' માં પ્રગટ થયો હતેા. તે અહિંસાભાસ ઉષ્કૃત કરવામાં આવે છે. તંત્રી]
ઈશ્વર સર્વવ્યાપી છે એવી દરેકને શ્રદ્ધા છે, પરંતુ તેના અનુભવ કોઈકને જ થાય છે: મારા ૪૪ વર્ષ જૂના સાથી અને નેતાના મૃત્યુ સમયે મને જીવનમાં પહેલી વાર જ “સર્વવ્યાપી’નો વાસ્તવિક અર્થ શો છે તે સમજાયું. અગ્નિ-સંસ્કાર કર્યાને આજે ઘણા દિવસ થયા, અસ્થિ તેમ જ રાખ એકત્ર કરી ઘરે લાવ્યા. પરંતુ અંતરના ઊંડાણમાં તે હસતા, સૌજન્યભર્યો અને ઉત્સાહી ચહેરો, સીના ઉપર ગુલાબ લગાવી, એવા સમાયો છે કે સહેજે ભૂલાતો નથી. જયારે કોઇ સમસ્યા સામે આવે છે ત્યારે હ ંમેશની ટેવ મુજબ જવાહરલાલને ટેલિફોન કરવા કે ચિઠ્ઠી લખવા માંડું છું અને તરત જ જાગૃત મન કહે છે. પાગલ
જૈમ માના મન પર બાળક છવાઈ જાય છે તેમ જવાહરલાલ પણ તેમના સાથીઓના મન પર છવાઇ ગયા છે. દેહ તે વિલીન થઇ ગયો, પરંતુ તેમની પ્રતિમા તો અમારા દિલમાં ઘર કરી બેઠી છે અને જયાં સુધી હ્રદય જીવંત છે ત્યાં સુધી જવાહરલાલ અસર છે. પરંતુ તેમના મૃત્યુના સમાચારથી જેટલે આંચકો લાગ્યો તેનાથી કઈક વધુ ગ્લાનિ તેમના અગ્નિ-સંસ્કાર વિધિ પતાવી પાછા વળતાં થઇ. વળી સંગમમાં અસ્થિવિસર્જન કર્યા પછી તેથી પણ વધુ. જેમ જેમ દિવસ વીતતા જાય છે તેમ તેમ મારું દુ:ખ ઓછું થવાને બદલે વધતું જાય છે.
પાવર હાઉસ
મહાત્માજીએ આ નિસ્તેજ ભારતની સેવા માટે હજારો લાખો વ્યકિતઓને પ્રેરણા આપી આઝાદી મેળવી અને જેમ દિવાળીમાં ઝગમગતી દીપમાળા સજાવવામાં આવે છે, તેમ બાપુએ ભારતના ખૂણે ખૂણે પાતાના શિષ્યોને રખેવાળી સાંપી હતી. દિવાળીના વિદ્યુ ત્ ગાળાની જેમ અમે ચમકી રહ્યા હતા, ત્યાં જ જવાહરલાલના અવસાનથી અમે જયાંથી પ્રકાશ મેળવીએ છીએ, તે અમારું પાવર હાઉસ ધરાશાયી થઇ ગયું અને બધા બલ્બ ઓલવાઈ ગયા. પરંતુ આ બલ્બ ફ્યુઝ નહાતા થયા એટલે તરત શ્રી લાલબહાદુર શાસ્ત્રીને પ્રકાશપ્રાપ્તિનું સ્થાન બનાવી બલ્બ ચમકવા લાગ્યા. જો પ્રજાનો પૂરો સહકાર મળશે તો આશા છે કે અમારી ગયેલી તાકાત પુન: મેળવી, ખરા અંત:કરણથી ફરજ અદા કરીશું.
н
મને બરાબર યાદ છે. ખિલાફત આંદોલન દરમ્યાન જવાહરલાલ બિજનોર આવ્યા હતા. તે દિવસેામાં હું જિલ્લા કોંગ્રેસ કમિટિના મંત્રી હતા. કાર્યકરોની એક ટુક્ડી સાથે કૉંગ્રેસના મેમ્બર બનાવવા અને ટિળક સ્વરાજય ફંડ માટે ઉઘરાણું કરવા બજારમાં ગયા તે એક દુકાનની સામે જવાહરલાલે પેાતાનું પહેરણ ફેલાવી ભિખારીઓની જેમ ફાળા માગ્યો! લોકોએ રૂપિયાની ઝડી વર્ષાવી અને ચરણસ્પર્શ કરવા લાગ્યા. “માંતીલાલજીના છોકરો અમારી દુકાન
તા. ૧-૮-૨૪
જ્યારે હું નાયબ સંરક્ષણ પ્રધાન હતા, ત્યારે એક સમયે અમે કૉંગ્રેસ પાર્ટીના સભ્યો હોળી રમવા જવાહરલાલના ઘેર ગયા. હોળીના ઉત્સવ તો સ્નેહના ફુવારા ઉડાડવાના હોય છે. આ દિવસની કોઈ પણ ભૂલ માફ હોય છે. સૌ કોઈ જવાહરલાલને મેઢે લીલા, પીળા, લાલ રંગ લગાવી ભેટી રહ્યા હતા. પંડિત દંત પણ ત્યાં-ઊભા હતા. જ્યારે મારો વારો આવ્યો ત્યારે ગુલાલ લગાડી ભેટતી વખતે મેં જવાહરલાલને જોરથી ચુંબન કર્યું. પ્રાઈમ મિનિસ્ટરના ગાલાને ચુંબન કરવું શું કોઈ સહેલું કામ હતું? બધા ભાઠાં પડી ગયા, પણ જવાહરલાલ તેમની બચપણની ટેવ મુજબ રંગાયેલા ચહેરાને રૂમાલથી સાફ કરતાં બાલ્યા: “આ શું નાલાયકી છે? માં ગંદુ કરી નાખ્યું.” મે કહ્યું: “માફ કરજો, કાશ્મીરી ગાલ હિંદુસ્તાનભરમાં આ જ કામ માટે આવે છે!” સૌએ હોળી છે એમ કહીં મજાક ઉડાવી. એવા હતા એ લાલ લાલ ગાલ. તેઓ ખોટો ગુસ્સો તા કરતા, પરતુ ચૂમી કરનારાઓને તો ઘણા હેતથી પોતાની બાજુમાં બેસાડતા. ‘ચારેલી પેન
આજે હું એ જ પેનથી લખી રહ્યો છું, જે મે જવાહરલાલના ખીસ્સામાંથી ચારી હતી. તેમની નબળાઈ ઘણી વધી ગઈ હતી, તેથી કાગ્રેસ પાર્લામેન્ટરી પાર્ટીની બેઠક તેમના નિવાસસ્થાને બોલાવી હતી. તેમનો ચહેરો જોઇ સૌ કોઈ ઢીલા પડી ગયા હતા. મને એવું લાગ્યું કે અમને મૌન જોઇ તેમના દિલ પર ખરાબ અસર પડશે. આમ વિચારી હું ત્યાંથી ઊઠી, તેમની બાજુની ખુરસી પર બેઠો, તેઓ બેઠેલા દાસ્તાના ઉતરેલા ચહેરા જોઇ રહ્યા હતા, ત્યાં મેં હાથ લંબાવી તેમના ખીસ્સામાં જે સુંદર બૉલપેન હતી. તે તફડાવી મારા ખીસ્સામાં મૂકી દીધી. તેમણે હસતાં હસતાં કહ્યું: “આ શું?” મેં કહ્યું: “ખીસાકાતરુની વિદ્યાનો પ્રયોગ કરી રહ્યો છું.” તેમણે કહ્યું: “તમે આ વિદ્યામાં પણ યોગ્યતા મેળવવાના નથી. ખીસ્સું એવી રીતે કાપવું જોઇએ કે કોઈને ખબર પડે નહિ. તમે તો ધાડ પાડવાને યોગ્ય છે.”
મેં કહ્યું : પાર્ટીની સલાહ છે કે તમારે વધારે કામ કરવું નહિ. પરંતુ જયાં સુધી આલમ તમારા હાથમાં છે ત્યાં સુધી તમને આરામ