SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧-૮-૨૪ ગુજરાત રાજ્યે પાંચમીથી અંગ્રેજી શીખવવા માંડવું જોઈએ એમ માગે છે તેમની વાત જો સ્વીકારાય તે ગુજરાતનાં બાળકોને આજના લાભ ગુમાવવા ઉપરાંત હાનિ જ થવાની છે. – અંગ્રેજીની સાત ન્યાતાના પરિચયમાં આપણે નોંધ્યું છે તેમ, તો કરવું શું? આ પ્રશ્ન પુછાય એ સ્વાભાવિક છે, અને એને લોકોને પ્રતિતીકર જવાબ મળે એ લોકોનો અધિકાર છે. એના જવાબ એકલી સરકાર નહીં આપી શકે. સમગ્ર લોકમત આ પ્રશ્નના સાચા ઉકેલ તરફ વળવા જોઈએ. એમ થતાં લાકો જોઈ શકશે કે, પેાતાનાં બાળકો માટે જે તક તેમને જોઈએ છે તે અંગ્રેજીના અભ્યાસથી નહિ, પણ રાજ્યવહીવટની ભાષાના ફેરફારથી જ આવી શકે તેમ છે; અને અંગ્રેજી પાંચમીથી દાખલ કરાવવા માટે જે ઝનૂન દાખવવામાં આવે છે તેને રાજ્યવહીવટની ભાષામાં ફેરફાર કરાવવાની દિશામાં જો વાળવામાં આવે તા એમને જે જોઈએ છે તે તેઓ વધુ સરળતાથી અને વહેલું મેળવી શકશે.. હિન્દીને પણ કેન્દ્રની વહીવટી ભાષા તરત કરશે, ભારતની ચૌદ ભાષાઓને એક સાથે કેન્દ્રની પરીક્ષાની ભાષા બનાવતાં જે વિલંબ થાય તે દરમિયાન હિંદી જો વહીવટની ભાષા ન બને તાતે વિલંબ કેટલાં અનિષ્ટોના સર્જક બની શકે છે તે આપણે અંગ્રેજીને સ્થાને હિંદીને ૧૫ વર્ષમાં લાવવાની બંધા રણની કલમનાં કડવાં પરિણામા પરથી હજુ પણ સમજવું બાકી છે ? વળી આપણી ચાલીસ કરોડની વસતિમાંથી ભાષાકીય દષ્ટિને જે ભારતના સૌથી મોટો જનસમુદાય છે તે ૧૮ કરોડ હિંદીભાષી લોકો અને એ ભાષા જેમને સુગમ છે એવા દક્ષિણે તર ભારતના અન્યભાષાભાષી લોકો મળી ભારતની લગભગ ૩૦ કરોડની વસતિને જાહેર પરીક્ષાઓ અને રાજ્યવહીવટમાં અંગ્રેજી ઉપરાંત હિંદીને પણ સ્થાન મળતાં જે અનુકૂળતા મળે છે,તેનો ઈન્કાર કરવામાં કયો ન્યાય છે? દક્ષિણના લોકોને હિંદી કરતાં અંગ્રેજી વધુ અનુકૂળ હોય તો તે માટે તેમને પૂરી જોગવાઈ છે જ. એ જ પ્રમાણે ખુદ હિંદીભાષી લાકોમાંથી પણ જેમને હિંદી કરતાં અંગ્રેજી વધુ અનુકૂળ હોય તે એનો લાભ લઈ શકે છે. પણ એક અથવા બીજું કારણ આગળ ધરી અંગ્રેજી પણ ચાલુ રહેવા છતાં હિંદી કેન્દ્રની વહીવટી ભાષા તરીકે વપરાય એને પણ જે વિરોધ કરે છે તે આપણા વિશાળ દેશમાં ભયંકર ઝંઝાવાતને નોતરી રહ્યા છે, અને એમની જીદને દેશની એકતાને રૂડે નામે સહી લેવી એમાં આપણા રાષ્ટ્રનેતાએની કાં તા કમજોરી છે; કાં તો આપણી ભાષાઓની વહીવટીભાષા થવાની ક્ષમતામાં એમને શ્રાદ્ધા છે. આ બંને બાબત દેશ માટે આપત્તિરૂપ છે. એની સામે પ્રજામત સંગઠિત ન થઈ શકે તો જે સ્વરાજ આવ્યું છે તે કેવળ અંગ્રેજી જાણનાર ચાલીસ લાખના હિત માટેનું જ બની રહેશે, અને આપણી વસતિના બાકીના ૩૯ કરોડ ૬૦ લાખની સ્થિતિ એ ચાલીસ લાખની વેઠ ઉઠાવી કદમબેસી કરતા દિલતાની રહેશે. આમ વહેલામાં વહેલી તકે વહીવટી ભાષાના પ્રશ્નનું નિરાકરણ થવું જોઈએ અને અંગ્રેજી પાંચમી કે આઠમીના ઝઘડામાં શકિત અને સમયની બરબાદી કરવાને બદલે પ્રથમ પગલા તરીકે આપણે ત્યાં ગુજરાત રાજ્યના વહીવટ સંપૂર્ણપણે ગુજરાતીમાં ચાલે એવી પરિસ્થિતિ સર્જાય અને કેન્દ્રમાં વહેલામાં વહેલી તકે હિંદી રાજ વહીવટની ભાષા બને અને બધી જાહેર પરીક્ષાઓ આપણી ચૌદેય ભાષાઓમાં લેવાય એવા ગુજરાત રાજ્ય તરફથી અને ગુજરાતની જનતા તરફથી સતત આગ્રહ સેવાવા જોઈએ, એટલું જ નહિ પણ, બીજાં રાજ્યોનો પણ આ બાબતમાં આપણે સાથ મેળવવા જોઈએ. અમદાવાદ આચાર્ય સંઘ અને અંગ્રેજી ગુજરાત રાજ્યે અંગ્રેજી અંગે જે નીતિ અપનાવેલી છે તે ૫ ગાંધીજી જેવા રાષ્ટ્રવિધાયકની દોરવણી અનુસાર હોવા ઉપરાંત આજે એ નીતિના જે કેટલાક આચાર્યે વિરોધ કરી રહ્યા છે તેમાંના ઘણાને એ નીતિ શૈક્ષણિક દ્રષ્ટિએ આપણે માટે અનિવાર્ય અને આવશ્યક લાગી હતી, એનાં ઢગલાબંધ પ્રમાણા આપી શકાય તેમ છે. મુંબઈ રાજ્ય આચાર્ય સંઘે તેમ જ જુદા જુદા જિલ્લા અને શહેરોના આચાર્ય સંઘાએ એ નીતિને વખતે વખત આવકારી બિરદાવેલી છે. બીજાં રાજ્યોમાં જ્યારે અંગ્રેજી ફરીથી દાખલ થવું” શરૂ થયું અને મુંબઈ રાજ્યમાં પણ એવા ફેરફાર માટે આંદોલન શરૂ થયાં ત્યારે તેના અમદાવાદ આચાર્ય સંઘે જે ઉગ્ર પ્રતિકાર કરેલા તેમાં આ પ્રશ્નની શૈક્ષણિક દ્રષ્ટિએ ઝીણવટથી સમાલાચના થયેલી હોઈ આ પ્રસંગે યાદ કરવા જેવા છે. એ નિવેદન આચાર્યસંઘે નીમેલી સમિતિના અગિયાર સભ્યો જેમાં શ્રી ઠાકોરભાઈ ઠાકોર પણ હતા, તેમની સહીથી મુંબઈ સરકારને પણ મોકલવામાં આવ્યું હતું. એ નિવેદન મૂળ અંગ્રેજીમાં હાઈ તેમાંના અંગ્રેજીને લગતા ભાગનું ભાષાંતર ન કરતાં મૂળ શબ્દોમાં જ આપવું ઉચિત લેખી ત્રે ઉતાર્યું છે: The Association would like to record its support to the bold step taken by our Government in abolishing English from the middle school stage. In this respect the Association records with satisfaction that before our State Government thought of removing English from the middle school stage, this Association had, among its proposals for our educational reorganization, suggested the removal of English from the middle school stage on purely educational grounds. English had come to occupy an unnatural place in our scheme of studies. It has been accepted by all that it can now no longer maintain that place, but under one plea or the other, efforts are being made to undo what has been achieved by our State Government so far, and bring back English. આમ મુંબઈ રાજ્યે અંગ્રેજીને આઠમાથી શીખવવાની નીતિ અખત્યાર કરી તે પહેલાંના અમદાવાદના આચાર્ય એ નીતિના શૈક્ષણિક દ્રષ્ટિએ હિમાયતી હતા. અમદાવાદ આચાર્ય સંઘનું એ નિવેદન અંગ્રેજીના ઊતરી ગયેલા ધારણ અંગેના ઊહાપાહની ચર્ચા કરતાં જે મુદ્દો ટાંકે છે તે નોંધપાત્ર છે. એ જણાવે છે કે: It must be admitted that the standard has been. conspicuous by its absence from our educational institutions for well nigh two decades and the standard of English goes on deteriorating more and more from year to year not because English has been abolished from the lower standards, but because of several other reasons. The aim of teaching English therefore needs to be redefined, and it must be once for all conceded that English should be taught only for comprehension. If that aim be accepted the present educational structure of our State can very well serve that end. એ જ પ્રમાણે હિંદી અંગે પણ એ નિવેદનમાં આચાર્યોના અભિપ્રાય વ્યક્ત થયો છે, અને એમ કરતાં પહેલાં સાત ધારણને પ્રાથમિક કક્ષા (primary stage) તરીકે એમાં આળખવામાં આવ્યાં છે. એટલે પ્રાથમિક ધારણની સાત શ્રેણીની વાત ઉપજાવી કાઢેલી નહિ જ કહી શકાય. એ નિવેદનમાં જણાવ્યું છે કે, Till the end of primary education i.e. for seven standards a sound general education should be given to the pupil without encumbering him with a foreign language and by equipping him with a fairly. good command over Hindi. અપૂર્ણ ઝીણાભાઈ રતનજી દેસાઇ
SR No.525949
Book TitlePrabuddha Jivan 1964 Year 25 Ank 17 to 24 and Year 26 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1964
Total Pages276
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy