________________
પ્રમુખ જીવન
૬૪
સાર્યાં સત્તાસૂત્રો તો કોઇક બીજાઓના હાથમાં જઈ પડયાં છે, અને એ જેમ ચલાવે તેમ ચલાવવાનું રાજા અને પ્રજાને માટે જાણે અનિવાર્ય બની ગયું છે!
ભાવવધારાને રોકવા માટે પ્રાદેશિક મુખ્ય પ્રધાનોની પરિષદ દિલ્હીમાં વડાપ્રધાન અને અન્ન-પુરવઠા પ્રધાનના સાન્નિધ્યમાં ત્રણ ત્રણ દિવસ માટે મળી ગઈ; એણે ઘણી ઘણી મથામણા કરવામાં કશી. મૂણા ન રાખી, પણ જો આ ભાવવધારો શા કારણે થઈ રહ્યો છે એનું સાચું કારણ શોધીને પ્રજાને એટલી પણ વાત પ્રતીતિકર રીતે સમજાવી શકાઈ હોત તા ગનીમત હતું. પણ એમાંથી એટલું પણ પારેણામ પેદા ન થયું! અત્યારે તે ભાવવધારાને રોકવાની સરકારી મેાવડીઓની બધી વાતા, આ ભવે પુણ્ય કરો, તેનું ફળ પરભવે મળશે, એવી અગમ્ય જ લાગે છે!
અત્યારના અસાધારણ ભાવવધારાને માટે અનાજની એકદમ ઓછી થઇ ગયેલી પેદાશ અને રાતોરાતમાં વધી ગયેલી વપરાશ કે પરદેશથી કરવામાં આવતી અન્તની આયાત ઉપર એકદમ મૂક વામાં આવેલ કાપને સાચી રીતે જવાબદાર ગણાવી શકાય એમ નથી. જે કાંઈ છે તે બિનઆવડત અને બદદાનતનું જ દુષ્પરિણામ છે અને આ બિનઆવડત અને બદદાનતના પાતાળ કૂવામાંથી કેવી રીતે બહાર આવી શકાશે એ જ સમજાતું નથી, અને જયાં સામાન્ય માનવી ખાન-પાનની ચીજેના રોજરોજ વધતાં જતા ખર્ચને પહોંચીવળવાની ઉપાધિમાંથી જ ઊંચા આવી શકતા ન હોય ત્યાં વચ્ચે કે આવાસની તો વાત જ શી કરવી? મકાનોની તંગી અને વસ્ત્રોની મોંઘવારીની વાત તો વળી એથીય આગળ વધી જાય એવી વિટંબનાથી ભરેલી છે. પણ જયાં અન્નનાં જ સાંસાં પડયાં હોય ત્યાં બીજાની વાત જ શી કરવી?
મને તે! સ્પષ્ટ લાગે છે કે અત્યારે દેશમાં અન્નના ભાવવધારાની જે કટોકટી ઊભી થઈ છે તે, બંગાળના પેલા ગોઝારા દુકાળની જેમ, કુદરતનિમિત નહીં પણ માનવનિર્મિત છે; અને એણે બાંધી આવકવાળા સામાન્ય માનવીના જીવનનિર્વાહ જોખમમાં મૂકી દીધા છે.
પણ આ વિષમ પરિસ્થિતિએ આથી ય વધારે જોખમમાં મૂકી દીધી છે આપણા દેશની અખંડતાની ભાવનાને પોતાના પ્રદેશનું હિત સાચવવાની ભાવના સૌ કોઈને હોય એ સમજી શકાય એવી બાબત છે: પણ હિતરક્ષાના અચળા નીચે જયારે, બીજા પ્રદેશના ભાગે પણ, નરી સ્વાર્થસાધના જ કામ કરવા લાગે, પછી. દેશની એકતા, એકરૂપતા કે અખંડિતતાની રાષ્ટ્રીય ભાવના કેવી રીતે ટકી રહે? એક પ્રદેશ પોતાના સ્વાર્થને ખાતર કેટ્લાના આશ્રય લઈને અમુક વસ્તુઓમાં નાકાબંધીના આશ્રાય લે, તેા પછી બીજો પ્રદેશ એ દોષમાંથી ઉગરી શકે ખરો? અને તે પછી
રાષ્ટ્રીય એકતાનું કોણ ધણીરણી ? તેથી, હું માનું છું કે, અત્યારના ભાવવધારામાં માનવીની કરામત જે કામ કરી રહી છે એનું સરવાળે બેવડું દુષ્પરિણામ આવ્યા વગર રહેવાનું નથી, એથી સામાન્ય માનવીના જીવનનિર્વાહ અને દેશની અખંડિતતાની ભાવના-એ બંને જોખમમાં મુકાઈ જવાનાં છે, મુકાઈ ગયાં છે.
અન્ન, વસ્ત્ર કે જીવનની પ્રાથમિક જરૂરિયાતની તેમ જ બીજી પણ વસ્તુઓની હેરફેર ઉપર કોઇ પણ જાતનાં આંતરિક નિયંત્રણા લાદવા એ દેશને ખંડ ખંડ કરવાના ભૂતકાળના ઈતિહાસને આમંત્રણ આપવા જેવી મોટી ભૂલ છે. ખૂબ ખૂબ અનિવાર્ય બની જાય ત્યારે એકાદ નિયંત્રણ અમુક સમય પૂરતું દાખલ કરવામાં આવે એ સમજી શકાય એવી વાત છે. પણ દેશની એકતાને માટે બિનસાંપ્રદાયિક રાજયશાસનની નીતિની જેટલી જરૂર છે, એના કરતાં જરાય ઓછી જરૂર પ્રદેશ-પ્રદેશો વચ્ચે બિનનિયંત્રણની નીતિની નથી. આવું મુકત વાતાવરણ જ દેશની એકતાનું જતન કરી શકવાનું છે—એ વાત આપણે જેટલા વહેલા સમજીએ તેટલું સારું.
ઝાઝું શું કહેવું? આ બધું કહીને હું શાસક પક્ષને એટલું જ કહેવા માગું છું કે સામાન્ય કે ગરીબ માનવીની મુસીબત વધે કે દેશની એકતા જોખમમાં મુકાય એવું એક પણ પગલું તમારા..--હાથે ન ભરાય એની પૂરી ખબરદારી રાખજો અને તમારા એકએક કામની સચ્ચાઈની કસોટી આ રીતે જ કરજો ! રતિલાલ દીપચંદ દેસાઈ પર્યુષણ વ્યાખ્યાનમાળા
આગામી પર્યુષણ વ્યાખ્યાનમાળા તા. ૩થી ૧૦ સપ્ટેમ્બર સુધીની યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. કાર્યક્રમ નક્કી થયે હવે પછી પ્રકટ કરવામાં આવશે.
તા. ૧-૮-૪
અગ્રેજીના પ્રશ્ન
( ગતાંકથી ચાલુ)
અંગ્રેજી માટે કેન્દ્ર આપેલી દોરવણી અંગ્રેજી માટેની આ હરીફાઈમાં ઉપલા થરના અધિકારીએ અને શ્રીમંતાની નાનકડી જમાત આમપ્રજાના હિતને નામે ઉત્તરોત્તર વધુ અંગ્રેજી માગતી થઈ છે. આ અંગે એક મેટો બનાવ ખાસ નોંધવા જેવા છે. પહેલાં સાત ધારણમાંથી લગભગ બધાં જ રાજ્ગ્યાએ અંગ્રેજી હટાવ્યા પછી એને ફરીથી દાખલ કરવાની રાજ્યો વચ્ચે જ્યારે ચડસાચડસી જામી, અને અંગ્રેજ અમલમાં અંગ્રેજી જે ધારણથી શીખવાતું હતું તેનાથી પણ નીચલા ધારણથી એની શરૂઆત કરવાનું કેટલાંક રાજ્યો વિચારવા મંડયાં ત્યારે કેન્દ્રિય શિક્ષણ મંત્રાલય પણ ચિંતામાં પડયું. આપણા દેશમાં વધુમાં વધુ અંગ્રેજીની જરૂર યુનિવર્સિટીમાં રહે છે એ હકીકતને આધારે તેણે યુનિવસિટી કક્ષાએ અંગ્રેજી શીખવતા અધ્યાપકોની એક શિબિર યોજી, આપણા દેશના બદલાયેલા સંજોગામાં યુનિવર્સિટીમાં દાખલ થવા ઈચ્છતા વિદ્યાર્થીએ અઠવાડિયાના ઓછામાં ઓછા કેટલા સયમ લેખે, કેટલાં વર્ષના અભ્યાસ કરેલા હોવા જોઈએ, અને એને અંતે એનું અંગ્રેજી શબ્દભંડોળ કેટલું હોવું જોઈએ તે અંગે બધી બાજુથી વિચાર કરી પોતાના નિષ્ણાત અભિપ્રાય આપવા એ શિબિરને તેણે સૂચવ્યું. આ અભ્યાસશિબિરે લાંબી વિચારણા બાદ એવી ભલામણ કરી કે, યુનિવર્સિટીમાં દાખલ થતાં પહેલાં અઠવાડિયાના ઓછામાં ઓછા છ સમય લેખે વિદ્યાથી એ અંગ્રેજીના છ વર્ષના અભ્યાસ કરેલા હોવા જોઈએ, અને ઓછામાં ઓછા બે હજાર શબ્દો જેટલું તેનું શબ્દભંડોળ હોવું જોઈએ. સેન્ટ્રલ એડવાઈઝરી બોર્ડે આ ભલામણનો એ જ સ્વરૂપમાં સ્વીકાર કરી . હાયર સેકન્ડરી માટેના અંગ્રેજીના અભ્યાસક્રમ તૈયાર કર્યો, અને તેને આધારે મુંબઈ રાજ્યે તેના વિદ્યાર્થીઓ માટે અઢી હજાર શબ્દભંડોળવાળા અઠવાડિયાના આઠ સમય લેખે સાતમી પછીના ચાર વર્ગ માટેના અભ્યાસક્રમ તૈયાર કરી અમલમાં મૂક્યો. પાછળથી આઠના નવ અને નવના બાર કરવામાં આવ્યા છે. આમ વર્ષ દરમ્યાન કામનાં ૩૦ અઠવાડિયાં લેખે ગણતાં સેન્ટ્રલ એડવાઈઝરી બાર્ડની ભલામણ અનુસાર વિદ્યાર્થીને ૧,૦૮૦ સમય મળે, જ્યારે આપણા રાજ્યમાં ૧,૪૪૦ સમય મળે છે. આ રીતે જોતાં આપણા રાજ્ય કેન્દ્રની ભલામણમાં જે નાના ફેરફાર કર્યો છે તે જે લાખો વિદ્યાર્થીઓ સાતમીથી આગળ ભણતા નથી તેમની સર્વાંગી કેળવણીની દ્રષ્ટિએ કેટલા બધા ઉચિત છે ! એક દલીલ એવી કરવામાં આવે છે કે સાત વર્ષમાં જે અભ્યાસ કરવાના હોય તે ચાર વર્ષમાં થઈ શકે નહિ. આ દલીલ પાછળ નથી કોઈ અનુભવ, નથી કોઈ શાસ્ત્રીય દ્રષ્ટિ. ભૂતકાળના અનુભવ જો કોઈ સાક્ષી પૂરતા હોય તો તે એમ બતાવે છે કે અગાઉ સાત ધારણ સુધી અંગ્રેજી ન ભણ્યા હોય એવા વિદ્યાર્થી એક વર્ષમાં અંગ્રેજીના ઘનિષ્ઠ અભ્યાસ કરી બીજા વિદ્યાર્થીઓની હરોળમાં આવી જતા અને અંગ્રેજીમાં તેમની સાથે સારી રીતે સ્પર્ધામાં ઊતરતા. બીજી એક દલીલ ૧૨ સમય વિરુદ્ધની છે. રોજ સરેરાશ બે સમય લેખે અંગ્રેજી ભણતા વિદ્યાર્થીઓ કંટાળીને થાકી જાય છે એવા એ ફરિયાદના સાર છે. અગાઉ અંગ્રેજી જ્યારે પાંચમીથી શીખવાનું ત્યારે અઠવાડિયાના ૩૬ માંથી ૧૨-૧૩ જેટલા સમય અંગ્રેજીને પાંચમીથી ૧૧ મી સુધી અપાતા હતા. શૈક્ષણિક દ્રષ્ટિએ એ ઘણું વાંધાભરેલું હતું, છતાં એ વખતે વિદ્યાર્થીના કંટાળાની કે થાકની વાત આ બધા લોકો કરતા નહિ!
ગુજરાતની નીતિ કેન્દ્ર નક્કી કરેલી નીતિ સાથે સુસંગત હ આમ આપણા રાજયે અંગ્રેજી અંગે અપનાવેલી નીતિ કેન્દ્રિય શિક્ષણમંત્રાલયે સૂચવેલી નીતિ સાથે સર્વાંશે સુસંગત છે. જેઓ