________________
પ્રબુદ્ધ જીવન
;
'તા,- ૧૬-૭૬૪
લખાતી ઉતરપ્રદેશની આમજનતાની ભાષા તે કેન્દ્રની વહીવટી : ભાષા અને આંતરપ્રાંતીય વ્યવહારની ભાષા બને એવી ગાંધીજીની સૂચના હતી. કેવળ દેવનાગરી લિપિવાળી અને સંસ્કૃતપ્રધાન સાહિત્યિક હિંદીને જ વહીવટની અને આંતરપ્રાંતીય વ્યવહારની ભાષા તરીકે સ્વીકારાવવાના મતવાળા મક્કમતાથી મેદાને પડયા, - અને બહુમતીને બળે જીતી ગયા. આનાથી ઉર્દૂ-ભાષી અને
દક્ષિણના દ્રવિડભાષી લોકોમાં ભારે ફફડાટ પેદા થશે. અંગ્રેજી શાહીવિાદને સ્થાને હિંદી શાહીવાદ આવી રહ્યો હોય એવી ભીતી તેમને લાગી, અને હિંદની વરતીના હિંદીભાષી ૪૨ ટકા લોકોનાં સ્થાપિત " હિતાવાળી હિંદી કરતાં સ્થાપિત હિત વિનાની પરદેશી અંગ્રેજી ભાષા સારી એવી છડેચેક વાત થવા માંડી ! રાજાજી જેવા મહાન લેકનેતાને એને સબળ સાથ મળે.. જૂની નોકરશાહીને તે આ વાત મનગમતી હતી. અને પરિણામે લોકોની ભાષામાં લેકોનું રાજ્ય એ સિદ્ધાંત ખોરંભે પડયો અને ૪૦ કરોડની વસ્તીમાંથી માત્ર ૩૮ લાખ એટલે કે કેવળ એક ટકાની વસ્તીને પરિચિત એવી એક પરદેશી ભાષા વહીવટની ભાષા તરીકે ચાલુ રહી. પરિણામે એ - સ્વરાજ કોનું રહ્યું નહિ. .
પ્રગતિના કાંટા અવળા ફર્યા આની અસર અભ્યાસક્રમ પર થઈ. અગાઉ અંગ્રેજી જે કારણે શીખાતું હતું તે કારણ વધુ દૃઢ બન્યું. એના અભ્યાસ પાછળ એ સંસ્કાર ને જ્ઞાનનું એક સમર્થ સાધન છે એવી દષ્ટિ હોવા કરતાં નેકરી, અર્થપ્રાપ્તિ અને સત્તા માટેનું એક સૌથી મોટું સાધન છે એ માન્યતા વધુ કારણભૂત હતી. હવે એ માન્યતા વધુ દઢમૂળ બની, અને એક પછી એક રાજ્ય સરકારો એને ભેગ બની અંગ્રેજી જે શ્રેણીઓમાંથી દૂર કર્યું હતું તે કોણીઓમાં ફરીથી દાખલ કરાવવાની હરીફાઈમાં પડી. પરિણામે અગાઉ જ્યાં ત્રીજી –ાથી શ્રેણીમાં અંગ્રેજી
ન હતું ત્યાં પણ તે દાખલ કરવાની સ્પર્ધા શરૂ થઈ. ઉત્તરપ્રદેશ , , શરૂઆતમાં અંગ્રેજીને નીચલાં ઘેરણામાંથી હટાવી માત્ર છેલ્લાં બે વર્ષ
માટે જ ફરજિયાત રાખ્યું હતું એટલે કે આપણે ત્યાંના ચાર વર્ષના અંગ્રેજી કરતાં પણ એક કદમ એ રાજ્ય આગળ હતું. આજે હવે ત્રીજીથી અંગ્રેજી શીખવવાની પેરવીમાં એ પડયું છે. એને વાદે ચઢી બીજું રાજ્ય બાળવર્ગથી શીખવવાના મનસૂબા કેમ ન સેવે? અને આ સ્પર્ધા અંતે તે બાળવર્ગથી અંગ્રેજીને જ માધ્યમની ભાષા બનાવીને અટકે ને? અને એમ થતાં ઘરની ભાષા પણ અંગ્રેજી જ બને!
આ શકય છે ખરું? અને એ બધું શા માટે? સ્વરક્ષણની માનવસહજ ' વૃત્તિ-અને નહિ કે અંગ્રેજી ભાષા માટે કોઈ પ્રેમ-આને માટે
જવાબદાર છે. આ આખી પ્રક્રિયામાં સૌથી મોટી કરુણ ઘટના , એ છે કે જે હેતુથી આમજનતામાં પિતાનાં બાળકો માટે અંગ્રેજીની
ભૂખ જાગી છે તેમને તે હેતુ બર આવે એમ નથી. જરા વિગતે ' જોવાથી આ મુદ્દો વધુ સ્પષ્ટ થશે. . . અંગ્રેજ અમલ દરમ્યાન અંગ્રેજી પ્રથમ ભાષા તરીકે શીખવાનું હતું. એ માધ્યમની ભાષાને સ્થાને હતું. સંસ્કૃત જેવો વિષય પણ અંગ્રેજી મારફત શીખવા-અરે! ગુજરાતી સાહિત્ય પણ કોલેજ કક્ષાએ ગુજરાતીના સાક્ષરો અંગ્રેજી મારફત શીખવતા!
આને પરિણામે અંગ્રેજી જાણનાર એ વખતના નાનકડા વર્ગમાં 'ઊંચનીચના ભેદેવાળી કઈ ન્યાત ન હતી. ગામડાની શાળામાં ભણેલો છોકરો શહેરની શાળામાં ભણવા જતા તે તેને અંગ્રેજીને કારણે કોઈ અગવડ અનુભવવી પડતી નહિ–બલકે શહેરની શાળાના છોકરા કરતાં એની પાસે ભાષાશુદ્ધિ વધુ સારી હતી. આને પરિણામે એ જમાનામાં પછાતમાં પછાત ગણાતા ગામડામાંથી આવેલે
ખેડૂતનો છોકરો આઈ. સી. એરા. થઈ શકો, અને એ રીતે અંગ્રેજી ભણેલા વર્ગમાં સૌને સમાન તક હતી, આને લઇને એ વખતે ગામડાના છોકરાઓ મોટી સંખ્યામા ઊંચી સરકારી નોકરીઓ, બેંકો, વેપારી પેઢીઓ તથા કારખાનાં આદિ વ્યવસાયી ક્ષેત્રોમાં, ઊંચામાં ઊંચા પદે સારી સંખ્યામાં પહોંચી શકતા. આજે પરિસ્થિતિ પલટાઈ ગઈ છે.
અંગ્રેજી જાણનારની સાત ન્યાત એ ચિત્ર કંઈક આવું છે. સ્વરાજ આવ્યા પછી વહીવટની ભાષા તરીકે અંગ્રેજી અનિશ્ચિત સમય માટે ચાલુ રહેશે એવી ભીતી લાગતાં જેમ ગુજરાત બાદ કરતાં અન્ય રાજ્યસરકારોએ અંગ્રેજી : અંગેની પ્રગતીશીલ નીતિ ફગાવી દઈ નીચલાં ધોરણાથી અંગ્રેજી શરૂ કરવા માંડયું તેમ પોતાના બાળકોને સામાન્ય શાળામાં મળતા અંગ્રેજીના શિક્ષણ કરતાં વધુ સારા અંગ્રેજીના ભણતરને લાભ આપવા સાધનસંપન્ન ધનાઢયો ને ઊંચી પાયરીઓના અધિકારીઓએ વધુ સારી શાળાઓ શોધવા માંડી. પરિણામે સ્વરાજ આવ્યા પછી ભારતમાં પબ્લિક સ્કૂલોની સંખ્યા ઘણી મોટી બની છે. આ શાળાઓ ઈટને હેરોની પબ્લિક સ્કૂલેને પણ ટપી જાય એવા અંગ્રેજીના શિક્ષણ અને અંગ્રેજી રહેણીકરણીની તાલીમ માટે એકબીજા સાથે હોડમાં ઊતરે છે. સામાન્ય માણસનું તે ગજું જ નહિ, પણ ઉપલા મધ્યમ વર્ગમાંથી પણ ઓછાને પરવડે એવી ખરચાળ આ પબ્લિક સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓનું અંગ્રેજી અંગ્રેજ અમલ દરમ્યાનની સારી શાળાના વિદ્યાર્થીઓના અંગ્રેજી કરતાં પણ સારું છે એમ કહી શકાય. આ છે આજના ભારતમાં અંગ્રેજી ભણતી ઊગતી પેઢીની સૈાથી ઊંચી જાત. એ પછી આવે છે વિદેશીઓ દ્વારા ચાલતી બાળવર્ગથી ઠેઠ સુધી અંગ્રેજી માધ્યમવાળી શાળામાં ભણતી બીજી જાત. ત્રીજી વાત છે પાંચમાં ધરણથી અંગ્રેજી માધ્યમ દ્વારા શીખનારની. ચેથી છે આઠમીથી અંગ્રેજી માધ્યમવાળાની. પાંચમી છે ત્રીજી કે તેથી પણ નીચલાં ધોરણથી અંગ્રેજીને માધ્યમ તરીકે નહિ પણ બીજી ભાષા તરીકે શીખનારની. છઠ્ઠી છે મહારાષ્ટ્રની જેમ પાંચમાથી અંગ્રેજીને ત્રીજી ભાષા તરીકે એટલે કે પહેલી માતૃભાષા, બીજી હિંદી અને ત્રીજી અંગ્રેજી-શીખનારની, અને સાતમી છે આઠમીથી અંગ્રેજીને ત્રીજી ભાષા તરીકે શીખવનાર ગુજરાતની. હવે જો ગુજરાત પાંચમીથી અંગ્રેજીને ત્રીજી ભાષા તરીકે શીખવવાનું નક્કી કરે તે સાતમી ન્યાતમાંથી તે છઠ્ઠીમાં આવશે, પણ એ ફેરફારથી પહેલી, બીજી કે ત્રીજી ન્યાતવાળા સાથે અંગ્રેજી ભાષા
પરનો કાબુની બાબતમાં તેને વિદ્યાર્થી કોઈ પણ સ્પર્ધામાં ફાવી : • શકશે ખરે? એટલે અગાઉ ભારતને અંગ્રેજી ભણતે કોઇ પણ
છોકરો આઇ. સી. એસ. થવાની શક્યતા પોતાને માટે જોઈ શકતાં હતો તે પરિસ્થિતિ આજની એની હાઇસ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ માટે રહેવા પામી નથી. એટલે એ બાળકો માટે નીચલી કક્ષાની–ટપાલી, બસકંડકટર, કારકુન કે એવી જ નેકરીઓ રહે છે, એમાંનાં થોડાક નસીબદાર ધંધાકીય તાલીમ લઈ ઠીક આર્થિક કમાણી કરી શકશેપણ બહુ મોટા વર્ગને તે હતાશા ને કડવાશ જ અનુભવવાની રહેશે.
છીનવાઈ ગયેલી સમાન તક રાજવહીવટ માતૃભાષા અને હિંદીમાં ચાલે તે આ પરિસ્થિતિ રહે નહિ. આ બંને ભાષા આમજનતા માટેની શાળાઓમાં પણ વિદ્યાર્થીઓ આજે સારી રીતે શીખે છે અને ગમે તે વધુ સારી શાળામાંથી આવેલા વિદ્યાર્થીને સાથે તે હોડમાં ઊતરી શકે છે.. કેવળ અંગ્રેજીને કારણે જ એ વિદ્યાર્થીને પાછળ પડવાપણું ઊભું થયું છે, અને એને માટે બંધારણે આપેલી સમાન તક છીનવાઈ ગઈ છે. પોતાનું આ માટે દુર્ભાગ્ય આજે બહુજનસમાજના ખ્યાલમાં નથી – સંભવ છે કે તેના ખ્યાલમાં એ આજે કદાચ આવી પણ ન શકે, અને અનુભવે જ્યારે એને સમજાશે ત્યારે બહુજનસમાજના પુણ્યપ્રકોપની જવાળાઓ હાહાકાર મચાવતી નવી ક્રાંતિ નહિ સજે તે નવાઈ લેખાશે. કાળનાં આ એધાણ ભલે સામાન્ય લોકો ન જોઈ શકે, ભલે પોતાના સંકુચિત સ્વાર્થથી વિવેકાન બનેલા થોડાંક શ્રીમંત ને ઊંચી નોકરીવાળાઓ ન કળી શકે, પણ રાજધુરા ઉપાડનાર આજના આપણા લોકનેતાઓ પણ જો એને ઓળખી ન શકે તો એનાથી વધુ મોટી કરુણતા આપણે માટે બીજી કઈ હોઈ શકે? અપૂર્ણ
ઝીણાભાઈ ર. દેસાઈ
માલિક: શ્રી મુંબઈ જૈન યુવક સંઘ: મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ,
મુંબઈ–૩, મુદ્રણસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ. .