________________
તા. ૧૧-૭-૬૪
પ્રબુદ્ધ જીવન
અંગ્રેજીના પ્રશ્ન
(અમદાવાદ ખાતે તા. ૮-૩-’૬૪ના રોજ પૂજ્ય કાકાસાહેબ કાલેલકરના પ્રમુખપણા નીચે શિક્ષણમાં અંગ્રેજીનું સ્થાન માધ્યમિક શિક્ષણના ૮મા ધોરણથી રાખવાની નીતિમાં માનનારા કેળવણીકારોના સંમેલન પ્રસંગે, એ સંમેલનના .સંયોજકો શ્રી ઝીણાભાઈ ૨. દેસાઈ, શ્રી ડોલરરાય માંકડ, શ્રી રામલાલ પરીખ, શ્રી હરભાઈ ત્રિવેદી, શ્રી જયંત આચાર્ય, શ્રીમતી સુભદ્રાદેવી શ્રોફ તરફથી એક નિવેદન રજૂ કરવામાં આવ્યું હતું. એના નિવેદક શ્રી ઝીણાભાઈ ૨. દેસાઈ (સ્નેહરશ્મિ) છે. આ નિવેદનમાં અંગ્રેજીનું શિક્ષણ આઠમા ધોરણથી રાખવું કે પાંચમા ધારણથી રાખવું તે વિવાદાસ્પદ છતાં બહુ ચર્ચાઈ ગયેલા પ્રશ્નની કોઈ વિશેષ ચર્ચા નથી, પણ આપણને આઝાદી મળ્યા બાદ અંગ્રેજી અંગેનું પ્રાદેશિક શિક્ષણ ખાતાનું વલણ કેમ બદલાતું ગયું અને અંગ્રેજીના શિક્ષણને આજે પ્રજાનો અમુક ભાગ શા માટે વધારે મહત્ત્વ આપતો થયો છે તે પ્રશ્નની એક વિચારપ્રેરક આલોચના કરવામાં આવી છે અને તેથી આ નિવેદનને આટલી સેડી પણ પ્રસિદ્ધિ આપવાનું ઉચિત ધાર્યું છે. આને લગતી તંત્રીનોંધ હવે પછીના અંકમાં આપવામાં આવશે. પરમાનંદ ) સ્થાને આવે. બહુ સ્પષ્ટ રીતે સ્વરાજના ‘બ્લુ પ્રિન્ટ’રૂપે રાષ્ટ્રીય પુનર્ઘટનાના આ જાતના કાર્યક્રમ નક્કી થયો હતો, અને સ્વરાજ આવી રહ્યું છે એવાં એધાણ નજરે પડતાં એના અમલ કરવાનાં પગલાંએ લેવાવાં પણ શરૂ થયાં હતાં. વાત ખાસ નોંધવા જેવી છે કે રાજકીય ક્ષેત્રે પરસ્પર વિરોધી કૉંગ્રેસ અને મુસ્લિમ લીગ આદિ હિંદના બધા જ પક્ષા આ બાબતમાં સંમત હતા. ૧૯૪૬ના જુલાઈ માસમાં હિંદનાં કોંગ્રેસ અને મુસ્લિમ લીગ સહિતના બિનકોંગ્રેસીય પ્રાંતીય રાજ્યોના શિક્ષણપ્રધાના અને કેળવણીકારોની એક કેળવણી પરિષદ પૂનામાં મળી હતી; ત્યારે એ પરિષદે નીચેના ઠરાવ સર્વાનુમતે કર્યો હતો :
“આ પરિષદ સ્પષ્ટ રીતે જુએ છે કે હિંદની શિક્ષણપ્રથામાં અંગ્રેજીનું શિક્ષણ ઘણું વહેલું દાખલ થવાથી શિક્ષણને ઘણું સહન કરવું પડયું છે. × × × તેથી આ પરિષદ ભલામણ કરે છે કે દેશની બધી શાળાઓમાં સ્વભાષા દ્વારા સાત વર્ષ સુધીનું શિક્ષણ વિદ્યાર્થી ન મેળવી લે ત્યાં સુધી તેને અંગ્રેજી શીખવવામાં ન આવે એવા
નિયમ કરવા. ”
સ્વરાજની લડત વખતે અપાયેલાં વચન
આપ સૌનું હાર્દિક સ્વાગત કરતાં અમને ઘણા આનંદ થાય છે. અંગ્રેજી આઠમી કોણીથી શીખવાય એ યોગ્ય છે એવું માનનારાનું આ સંમેલન હોઈ, એ નીતિની યોગ્યતાની ચર્ચામાં ઊતરવાપણુ આ સંમેલન પૂરનું આપણે માટે રહેતું નથી. આ સંમેલન બોલા
વવાના વિચાર જે મિત્રાને આવ્યા તે સૌને એમ લાગે છે કે અંગ્રેજી અંગેના ગજગ્રાહ જ્યાં થવા જોઈએ ત્યાં ન થતાં એને ભળતા જ ક્ષેત્રમાં લઈ જવામાં આવ્યા છે. પાયાની વાત તો વહીવટની ભાષાની છે. જેનું રાજ તેની રાજભાષા એ સામાન્ય શિરસ્તો ચાલતો આવ્યો છે. માગલાનું રાજ હતું ત્યારે ફારસી રાજભાષા હતી, અંગ્રેજોનું રાજ થયું એટલે ફારસીને સ્થાને અંગ્રેજી આવી. હવે લોકોનું રાજ થયું છે એટલે રાજભાષા લાકોની ભાષા હોવી જોઈએ, પણ હજુ અંગ્રેજોના રાજની ભાષા જ ચાલે છે. એ રાજ મુઠ્ઠીભર પરદેશીઓ અને તેમના સાગરિત બનેલા આ દેશના છતાં બાલવેચાલવે ને બીજી બધી રીતે અંગ્રેજ જેવા પરદેશી બની ગયેલા આ દેશના વહીવટના કબજો લઈ બેઠેલા ગણ્યાગાંઠયા દેશીઓનું હતું. એને પરિણામે મળતા મોટા લાભા આ થોડા લોકો વહેંચી લેતા હતા. એ વહેંચણીમાં ગોરા માટો હિસ્સા પડાવી જતા તે એમના દેશી સાગરિતાને ખેંચતું. એમાંથી એ દેશીઓ પૈકી કેટલાકને ગેારાઓની એ લૂંટ સામે માથું ઊંચકવાની પ્રેરણા થઈ, અને એ પ્રેરણાને દેશભકિતના સ્વાંગ આપી. તેમણે 'બિરદાવવા માંડી. એમાંથી કેટલાક ખરેખર દેશભકત પણ બહાર આવ્યા, અને આપણી સ્વરાજની લડતમાં જુદા જુદા આશયથી પ્રેરાયેલા અને અંગ્રેજીની સારી તાલીમ પામેલા લોકો માખરે આવ્યા. એ બધા, એ લડત દરમ્યાન એક વાતમાં સંમત હતા કે આપણા દેશનો વહીવટ લોકોની ભાષામાંઅને નહિ કે અંગ્રેજીમાં-ચાલવા જોઈએ, આ વિચારની વ્યવહારુતા વડોદરાના સયાજીરાવ જેવા દક્ષ રાજવીએ પેાતાના રાજ્યમાં બધી કક્ષાએ ને બધાં ખાતાંમાં વહીવટની ભાષા તરીકે બાળબોધ લિપિમાં લખાતી ગુજરાતી ભાષાને સ્થાન આપી સિદ્ધ કરી આપી, એટલે સ્વરાજની લડત દરમ્યાન રાજપલટા માટે લડ઼તા સૌ કોઈએ લોકોને વચન આપ્યાં હતાં કે સ્વરાજમાં રાજવહીવટની ભાષા દરેક પ્રદેશમાં તે પ્રદેશની, અને કેન્દ્રમાં હિંદી રહેશે.
7 (
કોંગ્રેસ, મુસ્લિમ લીગ આદિમાં એકતા
આના અનુસંધાનમાં શાળા-પાઠશાળાઓમાં અંગ્રેજીનું જે સ્થાન એ રાજવહીવટની ભાષા હોવાથી હતું તે તે સ્વરૂપે કાયમ નહિ રહે એ પણ સ્વીકારાયું હતું. અંગ્રેજી અમલ દરમિયાન એ પહેલી ભાષા તરીકે શીખવાતી હતી, શાળાઓમાં તેમ જ વિદ્યાપીઠોમાં એ બાધભાષા હતી. વહીવટની ભાષા તરીકે એ હટી જતાં એનું સ્થાન ત્રીજી ભાષા તરીકેનું રહે એ પણ નક્કી થયું હતું. વિદ્યાર્થીની માતૃભાષા જે એના પ્રદેશની રાજભાષાનું સ્થાન લેવાની હતી તે વિદ્યાર્થીની પહેલી ભાષા બને, હિંદી જે કેન્દ્ર સરકારની રાજભાષા બનવાની હતી તેનું સ્થાન બીજું રહે, અને અંગ્રેજી આંતરરાષ્ટ્રીય * વ્યવહાર માટે તેમ જ જ્ઞાનના એક સાધન તરીકે ત્રીજી ભાષાના
૧
આ પછી ૧૯૪૭માં દેશ સ્વતંત્ર બન્યો ને એના ભાગલા પડયા. આપણા નવા સ્વાધીન રાષ્ટ્ર ભાષાનો પ્રશ્ન તરત જ હાથ ધર્યો. પહેલાં સાત ધારણમાં અંગ્રેજી ન હોવું જોઈએ એવા ૧૯૪૬માં સર્વાનુમતે સ્વીકારાયેલા નિર્ણય અમલમાં મૂકવા રાજ્યોએ પ્રવૃત્તિ આદરી, અને એના બીજા પગલા તરીકે યુનિવર્સિટીઓમાં અંગ્રેજીના પ્રશ્ન હાથ ધરાયો. એ માટે ૧૯૪૮માં હિંદની બધી યુનિવર્સિટીઓમાં વાઈસચાન્સેલરીની ડા. તારાચંદના પ્રમુખપદે મળેલી પરિષદે ક્રમે ક્રમે યુનિવર્સિટીઓમાંથી અંગ્રેજીને શિક્ષણના માધ્યમ તરીકે હટાવી ૧૯૪૮ પછીના પાંચ વર્ષોમાં માધ્યમ તરીકે અંગ્રેજીને સંપૂર્ણપણે બદલી પ્રાદેશિક ભાષાઓને એ સ્થાને મૂકવાની ભલામણ કરી. આ બંને મહત્ત્વના નિર્ણયને અમલમાં મૂકવા રાજ્ય સરકારોએ પગલાં પણ લેવા માંડયાં. સ્વ. બાલાસાહેબ ખેરની આગેવાની હેઠળ. મુંબઈ રાજ્યે પહેલાં સાત ધારણ પછી અંગ્રેજી શીખવવાની શરૂઆત કરવાના સિદ્ધાંત સ્વીકારી તેને અમલ શરૂ કર્યો. નવી યુનિવર્સિટીએ માટેના કાયદામાં શિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષા અને/અથવા હિંદીનો પ્રબંધ કરવા નવી સ્થપાનારી યુનિવર્સિટીઓને આદેશ અપાયો અને આમ બધું સુરેખ રીતે પાર પડતું જતું હોય એવાં ચિહ્નો આખા દેશમાં દેખાવા માંડયાં,
હિન્દી – હિન્દુસ્તાની ઝઘડો
પણ અણધારેલી રીતે સ્વરાજની સરકાર સામે એક નવી આપત્તિ આવી પડી, એ હતી. હિંદીને લગતી, અંગ્રેજીને સ્થાને રાજય સરકારોમાં વહીવટની ભાષા પ્રાદેશિક ભાષા બને અને કેન્દ્રમાં હિંદી બને એ સિદ્ધાંતનો સાર્વત્રિક સ્વીકાર થયેલા હતો, પણ એનો અમલ કરવાનો સમય આવતાં હિંદીહિંદુસ્તાનીના ઝઘડો ઉગ્ર બન્યો. આ ઝઘડાની શરૂઆત તા સ્વરાજ પહેલાંની થઈ હતી, પણ ગાંધીજીના વ્યકિતત્વને કારણે એણે ઝનૂનનું સ્વરૂપ લીધું ન હતું. દેવનાગરી અને ઉર્દૂ લિપિમાં