________________
''''
તા. ૧૬-૭-૯૪
પ્રભુ જીવન
ખાલદીક્ષા મધ રહી: કેપ્ટને અપાયલી બાંયધરી
૮-૭-૧૯૯૪ ના
__!$ 14 12 જન્મભૂમિ ’માં બાલદીક્ષા બંધ રહ્યાના જે સમાચાર પ્રગટ થયા છે તેની વિગતો નીચે પ્રમાણે છે:ઈ. સ. ૧૯૬૩ ના એપ્રિલ માસની ૮મી તારીખે વલસાડ નિવાસી શ્રી મગનલાલ મેાતીચંદ કોઠારીએ ગાર્ડિયન એન્ડ વાર્ડઝ ઍક્ટ નીચે શ્રી અમૃતલાલ મગનલાલ શાહ અને બહેન સુશીલા અમૃતલાલ શાહની ... સામે મુંબઈની હાઈકોર્ટને એક પીટીશન-અરજી— કરેલી જેના સાર નીચે મુજબ છે:
“હું અરજદાર બીજા પ્રતિવાદી બહેન સુશીલાનો પિતા છું. અને પહેલા પ્રતિવાદી શ્રી અમૃતલાલ મગનલાલ શાહ મારા જમાઈ છે. આ બન્ને પ્રતિવાદીઓને બે પુત્રીઓ છે, જેમાંથી મોટી પુત્રીનું નામ વર્ષા છે અને તેની ઉમ્મર ૧૨ વર્ષની (જન્મ ઈ. સ. ૧૯૫૧) છે અને બીજી નાની પુત્રીનું નામ જયી છે. અને તેની ઉમ્મર ૮ વર્ષની છે (જન્મ ઈ. સ. ૧૯૫૫) છે.
થોડા સમય પહેલાં બહેન સુશીલાને દીક્ષા લેવાનો વિચાર આવવાથી તેણે તેના પતિની રજા માંગી છે અને તેના પતિએ પેાતાની સાથે બન્ને પુત્રીઓને પણ દીક્ષા આપવામાં આવે એ શરતે તેમ કરવાની રજા આપી છે. આવી સરત મૂકવાનો આશય એ છે કે તેની કૌટુંબિક જવાબદારીમાંથી છૂટીને અન્યત્ર લગ્ન કરવાની ઈચ્છા છે અને બાળકો જો પોતાને વળગેલાં રહે તે એ ઈચ્છા બર લાવવામાં ઘણી મુશ્કેલીઓ ઉભી થવાનો સંભવ છે.
“આ રીતે જો વર્ષા અને જયશ્રીને દીક્ષા આપવામાં આવે તો અનેક કઠણાઈઓ અને તિતીક્ષાથી ભરેલું જીવનભરનું વ્રત તેમણે સ્વીકારવાનું રહે છે. આ દીક્ષાવ્રતના આચારિનયમો જેવા કે સદા પગપાળા અને ઉઘાડા પગે વિહાર કરવા, વાળ ચૂંટી કાઢવા, ભીક્ષાવૃત્તિ સ્વીકારવી વગેરે અનેક કઠણ નિયમે તેમને પાળવાના હોય છે અને જૈન સાધુ કે સાધ્વીનું જીવન કેટલું કષ્ટ અને યાતનાભર્યું હોય છે તેના આવી કુમળી ઉમ્મરનાં બાળકોને કોઈ ખ્યાલ હોતો નથી.
“વળી આવું જીવન અસહ્ય બને તો પણ તેઓ સંસારમ સહેલાઈથી પાછા ફરી શકતાં નથી. અને પાછા ક્રૂ તો આખી જીંદગી સુધી એક પ્રકારની બદનામી તેમના કપાળે ચોંટેલી રહે છે અને એમાં પણ દીક્ષા છેડનાર એક બાઈ હોય તો તેની સાથે સાધારણ રીતે લગ્ન કરવા કોઈ તૈયાર થતું નથી. દીક્ષા લેવા સાથે તેમના કુટુંબની મિલ્કતમાં જે કાંઈ તેમનો ભાગ હોય છે તે રદબાતલ થાય છે અને સંસારમાં પાછા ફરતાં ક્યાં જઈને ઉભા રહેવું અને પોતાની કેમ નિર્વાહ કરવા એ સવાલ થઈ પડે છે. તેથી આવી દીક્ષા તે બાળકીઓના હિતમાં નથી એમ હું જણાવું છું.
“તદુપરાંત જ્યારે મારી દીકરી સુશીલાએ પેાતાની બે પુત્રીઓ સાથે દીક્ષા લેવાના પોતાના ઈરાદા મને જણાવ્યા અને તે માટે મારી રજા માંગી ત્યારે મને અરજદારને તે સાંભળીને ઘણા સખ્ત આઘાત લાગ્યો અને મે તેને જણાવ્યું કે તારો દીક્ષા લેવાનો પાકો નિશ્ચય હોય તો ભલે લે, પણ આ બાર અને આઠ વર્ષની બાળકીઓને દીક્ષા આપવાની વાત હું કોઈ પણ રીતે સંમત કરી શકુંજ નહિ. વળી આમ નહિ થવા દેવા મે મારા જમાઈને પણ સમજાવવા બને તેટલા પ્રયત્ન કર્યો, પણ તે તે આ બાબતમાં એટલા જ મક્કમ માલૂમ પડયા.
“આ બધું જોતાં, જે બાપ અંગત સ્વાર્થને ખ્યાલમાં રાખીને પેાતાની આવી નાની ઉમ્મરની બાળકીઓને દીક્ષા આપવાને તૈયાર થયેલ છે તે તેમના વાલી તરીકે ચાલુ રહેવાને યોગ્ય નથી અને તેથી તે બન્ને બાળકીઓના વાલી તરીકે મને નીમવાની હું માંગણી કરું છું અને તેમની સર્વ પ્રકારની સારસંભાળ લેવાને હું તૈયાર છું અને તે બન્ને બાળકીઓને દીક્ષા અપાતી તત્કાળ અટકાવવાના હુકમ કરવા હું નામદાર કોર્ટને અરજ કરૂ છું, કારણ કે મને મળેલી માહિતી મુજબ ચાલુ એપ્રિલ માસની વીશમી તારીખે અમદાવાદ
a
૫૯
ખાતે શ્રી ચંદ્રોદયશ્રી મહારાજ પાસે એ ત્રણેને દીક્ષા આપવાનું નક્કી થઈ ચૂકયું છે.’
આ ઉપરથી જ્યાં સુધી આ બાબત અંગે. હુકમ કરવામાં ન આવે ત્યાં સુધી એ બન્ને બાળકીને દીક્ષા નહિ આપવાના ૧૯૬૩ના એપ્રિલની આઠમી તારીખે મુંબઈની હાઈકોર્ટે શ્રી અમૃતલાલ મગનલાલ શાહ તથા તેની પત્ની બહેન સુશિલાને હુકમ કર્યો હતો.
. આ પીટીશનની બાબત અંગે મુદતા પડતાં .પડતાં આખરે જાલાઈ માસની ૬ તારીખે નામદાર જજ શ્રી કે. કે. દેસાઈ સમક્ષ આ પીટીશનની સુનાવણી નીકળી. એ દરમિયાન અરજદાર, મગનલાલ મોતીચંદ કોઠારીએ, પ્રતિવાદી પતિ પત્નીએ, શેઠ રમણલાલ દલસુખભાઈ શ્રોફે તથા શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાએ પ્રસ્તુત પ્રશ્ન અંગે પોતપોતાનાં મંતવ્યો વ્યકત કરતી એફીડેવીટા – નિવેદન રજૂ કર્યાં હતાં. પ્રતિવાદી અમૃતલાલે પોતાના નિવેદનમાં ફરીથી લગ્ન કરવાના ઈરાદા હોવાનો ઈનકાર કર્યો હતો અને એ કારણે પોતે પોતાનાં બાળકોને દીક્ષા આપવા તૈયાર થયેલ છે એવા અરજદારે કરેલા આક્ષેપ ખોટો છે એમ જણાવ્યું હતું અને પોતાની આઠ વર્ષની દીકરી જયશ્રીને દીક્ષા અપાવવાનો તેને પેાતાને કોઈ વિચારજ નથી એમ સ્પષ્ટ કર્યું હતું. પ્રતિપક્ષ તરફ્થી વિશેષત: પોતાનાં નિવેદનોમાં પ્રસ્તુત બાલદીક્ષાનું સમર્થન કરતાં એ મતલબનું જણાવવામાં આવ્યું હતું કે, “આ રીતે દીક્ષા લેનારે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય તથા અપરિગ્રહએ પ્રકારના પાંચ મહાવ્રતોનું તીવ્રતમ અને અણીશુદ્ધ પાલન કરવાનું રહે છે. જૈન ધર્મશાસ્ત્ર પ્રમાણે આવી દીક્ષા આપવા માટે દીક્ષા લેનારની ઉમ્મર ઓછામાં ઓછી આઠ વર્ષની હોવી જોઇએ અને બીજી બાજુ એ દીક્ષા લેનાર વૃદ્ધ બની ગયેલ હાય અથવા તે સાધુજીવનનો આચાર પાળવા માટે તદ્ન અશકત બની ગયેલ હાય તે મર્યાદા ધ્યાનમાં લેવાની રહે. સાધારણ રીતે ૬૦ વર્ષ ઉપરની ઉંમરની વ્યકિતને દીક્ષા આપવામાં આવતી નથી. ૮થી ૧૬ વર્ષની ઉમ્મરનાંને દીક્ષા આપતાં પહેલાં તેમના માબાપની સંમતિની જરૂર રહે છે. પ્રતિપક્ષના અભિપ્રાય મુજબ આવી નાની ઉંમરે દીક્ષા લેનાર અનેક સાધુઓએ જૈનધર્મના મહાન આચાર્ય તરીકે નામ કાઢેલાં છે. વળી જૈન ધર્મશાસ્ત્રો મુજબ જૈન દીક્ષા લેવા માટે ૮ અને ૧૬ વચ્ચેની ઉમ્મર સૌથી વધારે યોગ્ય છે. આવા બાલદીક્ષિતોને મોટી ઉમ્મરના સાધુસાધ્વીઓ સાથે રહેવા—ફરવાનું હોય છે, અને તેઓ તેમની પૂરી સાર-સંભાળ રાખે છે. વળી નાની ઉમ્મરનાં સાધુસાધ્વીઓ જરૂર પડે તો કતાનના જોડા પહેરી શકે છે અને લાચ કરવાનું અસહ્ય લાગે તો હજામ પાસે માથાના વાળ દૂર કરાવી શકે છે. આ રીતે તેમના આચાર—પાલનમાં જરૂરી છૂટછાટો અને સગવડો આપવામાં આવે છે અને તેથી સાધુજીવનનું જે બિહામણુ ચિત્ર અરજદાર તરફથી દોરવામાં આવ્યું છે તે વધારેપડતું છે. દીક્ષા લઇને છેડનારાના દાખલા કવચિત બને છે અને એમ છતાં જેને દીક્ષા છેડવી હાય તે છોડી શકે છે અને સંસારમાં - સમાજમાં - તેને ગાઠવાઇ જવામાં કોઇ ખાસ મુશ્કેલી નડતી નથી.”
આના પ્રત્યુત્તર રૂપે શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાએ પેાતાની એફીડેવીટમાં એ મતલબનું જણાવ્યું હતું કે, “જૈન સાધુનું જીવન કેટલું કઠણ હાય છે તે સંબંધે જે કહેવામાં આવ્યું છે તે અક્ષરશ: સાચું છે. તેમાં જે છૂટછાટો આપવામાં આવે છે અથવા લેવામાં આવે છે તેને સાધુસાધ્વીની નબળાઇ તરીકે લેખવામાં આવે છે અને વ્રતપાલનની ક્ષતિ તરીકે ગણવામાં આવે છે. આની અંદર નાની કે મોટી ઉમ્મરના કોઇ ભેદ કરવામાં આવતા નથી. નાની ઉમ્મરના દીક્ષિતો અંગેના વિચાર માત્ર વ્રતની કઠિનતા પૂરતો જ કરવાના નથી, પણ જેનું તેમને દીક્ષા લેતી વખતે જરાપણ ભાન હોતું નથી એવું યૌવન પ્રાપ્ત થતાં સહજ એવા ચિત્તવિકારોના તેઓ ભાગ બને છે. વળી તેઓ આ દુનિયાની બહાર જઈને વરસતા નથી, પણ ભાગાપભાગનાં