SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ પ્રભુ હોય પછી આપણે તે એમાં કશું વિચારવાનું જ હોય. નહિ એમ શ્રાવક આગેવાનોએ માની જ લીધું. આમ પ્રસ્તુત પુસ્તકને જોયા જાણ્યા સિવાય જ તેને લગતા સન્માનસમારંભના બે જલસા – એક મુંબઈ ખાતે અને બીજો ક્લકત્તા ખાતે ભારે શાનદાર રીતે ઉજવાયા અને પછી એ જ મહાશયાની આંખ ઉઘડી કે જે ખુસ્તકને ગમ સદશ લેખીને તેની તેમણે આટલી બધી પૂજાપ્રભાવના કરી તેના મૂળમાં જ આટલી બધી ખામીઓ છે. પરિણામે ઉપર જણાવ્યા મુજબ પ્રસ્તુત પુસ્તક સામે વિરોધ સંગòિત થતા જોઈને, ‘એક વાર મૂછ નીચી તો સાત વાર મૂછ નીચી' એવી વૅતસી વૃત્નિ ધારણ કરીને શ્રી મહાવીર વચનામૃત પ્રકાશન સમિતિના બે મંત્રી શ્રી ધીરજલાલ ટોકરશી શાહ (મૂળ લેખક) અને શ્રી મનસુખલાલ તારાચંદ મહેતા તરફથી તા. ૨૩-૫-૬૪ ના રોજ એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે અને તેમાં જણાવવામાં આવ્યું છે કે “આ ગ્રન્થમાં મહાવીર પ્રભુનું જે ચરિત્ર લખાયેલ છે તેથી શ્રદ્ધાપ્રધાન દષ્ટિવાળાના મનમાં અસંતોષ ઉભા થયો છે. એ માટે હવે પછી પ્રગટ કરવામાં આવનાર આવૃત્તિઓમાં તે ચરિત્રનું સંશાધન કરીને શાસ્ત્રીય પરંપરાને કોઈ પણ પ્રકારની બાધા ન પહોંચે અને શ્રી તીર્થંકરદેવનું તીર્થંકરત્વ યથાર્થ રીતે સચવાય એ રીતે રજૂ કરવાનું અમે સ્વીકાર્યું છે અને તે કાર્ય પન્યાસ પૂજ્ય શ્રી ધુરંધરવિજયજી મહારાજને સુપ્રત કરવામાં આવ્યું છે.” આના અનુસંધાનમાં બે સ્પષ્ટતા ઉમેરવાની જરૂર છે. 'વીરવચનામૃત ’ માં સંમીલિત કરવામાં આવેલ મહાવીર ચરિત્રના સંમાર્જનકાર્યની જવાબદારી જે મુનિને સુપ્રત કરવામાં આવી છે તે ઉપર જણાવેલ સન્માનસમારંભથી અલગ એવા કોઈ બહારના મુનિવર નથી, પણ ઉપર જણાવેલ મુંબઈ ખાતેના પ્રકાશનસમારંભ પ્રસંગે આ પુસ્તકની મંત્રાચ્ચાર તથા વાસક્ષેપના છાંટણાથી સૌથી પ્રથમ પ્રતિષ્ઠા કરનાર પંન્યાસ ધુરંધરવિજયજી ગણી છે. અને જેની સામે વાંધા ઉઠાવવામાં આવેલ છે તે મહાવીર ચરિત્રના લખનાર તે પહેલાના સુધારક કે સ્વતંત્ર વિચારક બાલદીક્ષાવિરોધી શ્રી ધીરજલાલ ટોકરશી શાહ નથી, પણ મુંબઈની જૈન સમાજના શ્રાદ્ધાળુ વર્ગના આગેવાન અને અદના સેવક । તથા સ્વાર્થ અને પરમાર્થના મહાન સમન્વયક ૨ તથા સ્વસન્માનઅયોજનકુશળ શ્રી ધીરજલાલ ટોકરશી શાહ છે. આ નોંધ લખવાનો એ આશય છે કે આપણે જૈના કોઈ વ્યકિત કે તેની કોઈ કૃતિની ગુણવત્તાની પૂરી તપાસ કર્યા સિવાય તેનું બહુમાન કરવામાં કેવા ગતાનુકગતિક છીએ અને એમ કરવા જતાં સુજ્ઞ વિવેકસંપન્ન વર્ગના આપણે કેવા ઉપહાસપાત્ર બનીએ છીએ તેના આપણને ઉપરની ઘટનાથી ખ્યાલ આવે અને પરિણામે આપણામાં કાંઈક શાણપણ અને ઊંડાણ કેળવાય. નહેરુ સ્મારકનિધિમાં એક લાખનું દાન નહેરુ સ્મારકનિધિની જાહેરાત થતાં અમદાવાદના આગે વાન કોંગ્રેસી અને અગ્રગણ્ય વ્યાપારી શેઠ શ્રી ગીરધરલાલ દામેદરદાસે પોતા તરફથી એક લાખ રૂપિયાની રકમ તે નિધિને અર્પણ કરવાની ઈચ્છા જાહેર કરી છે અને આ રકમ અમદાવાદ ખાતે બાલ— કલ્યાણના કોઈ કાર્યમાં વપરાય એવી પોતાની ઈચ્છા સૂચવી છે. આ જાહેરાતથી કોઈને પણ આનંદ થાય એ સ્વાભાવિક છે. એક અંગત મિત્ર તરીકે તેમના આ શુભ કાર્ય અંગે હું સવિશેષ આનંદ અને ગૌરવ અનુભવું છું અને તેમનું હાર્દિક અભિનંદન કરૂં છું. ભાવનગરમાં સ્થપાનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને એક લાખનું દાન આવા જ અભિનંદનના અધિકારી બને છે મહારાષ્ટ્ર વિધાનસભાના સભ્ય અને ભાવનગરના વતની શ્રી વાડીલાલ ચત્રભુજ ગાંધી કે જેમણે ભાવનગરમાં સ્થપાનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને એક જીવન તા. ૧૪-૭-૧૯૪ લાખની રકમનું પ્રદાન કરવાની તાજેતરમાં જાહેરાત કરી છે. તેમણે ભાવનગર ખાતે તેમનાં માતુશ્રીના નામ સાથે જોડ વામાં આવેલ શ્રીમતી નર્મદાબાઈ ચત્રભુજ ગાંધી મહિલા કોલેજના નવા મકાન માટે એક લાખ રૂપિયાનું દાન · કેટલાક સમય પહેલાં જાહેર કર્યું હતું અને તે દાનના પરિણામે તૈયાર કરવામાં આવેલા મકાનનું તા. ૧૮-૬-૬૪ના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. શ્રી વાડીભાઈની આ ઉદાર સખાવતોની નોંધ કરવામાં આવે છે ત્યારે જણાવવું જરૂરી છે કે તેમના હાથે નાની મોટી સખાવતાનાં અનેક કાર્યો આજ સુધીમાં થયાં છે અને જૈન સમાજની એક ઉદારચરિત વ્યકિત તરીકે તેમનું નામ બહુ જાણીતું છે. તેમની ઉદારતાના પરિણામે ભાવનગરમાં શ્રી નર્મદાબહેન પ્રાથમિક શાળા ચાલી રહી છે. પાલીતાણાના સિદ્ધક્ષેત્ર જૈન બાળાશ્રમને તેમણે ખૂબ જ મદદ કરી છે, એટલું જ નહિ પણ, તેમના પિતાના નામ સાથે જોડાયેલ શ્રી ચત્રભુજ મોતીલાલ હાઈસ્કૂલનું મકાન બાલાકામના અનુસંધાનમાં પણ તેમણે જ બંધાવી આપ્યું છે. પાલીતાણાના શ્રાવિકાકામને તેઓ ભુલ્યા નથી; અને ઘાટકોપર ખાતે વાડીલાલ ચત્રભુજ ગાંધી ગુરુકુળ હાઈસ્કૂલની સ્થાપના પણ તેમણે જ કરી છે. ઘાટકોપરમાં તેમણે એક હાસ્પિટલ બંધાવી આપ્યું છે. આ ઉપરાંત ધાર્મિક ક્ષેત્રે તેમણે અનેક કાર્યો કર્યાં છે અને તે દિશાએ દાનના પ્રવાહ વહેતા કર્યો છે. આવી ઉદારતાની પરંપરા જેમના જીવનમાં સર્જાઈ છે તેમને જેટલા ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે. વિધિની અનુકૂળતાને તેમણે આ રીતે ખરેખર સાર્થક કરી છે. શ્રી પાર્શ્વનાથ ઉમ્મેદ ડીગ્રી કોલેજ, ફાલના'ના લાભાથે એકઠું થયેલું સવાચાર લાખનું ભંડોળ આ કોલેજને માટે પૂરી સગવડવાળું મકાન ઊભું થાય અને તેનો વિકાસ થાય એ માટે સાંસ્કૃતિક સમારોહને લગતા કાર્યક્રમ તા. ૫-૭-૬૪ના રોજ યોજીને તેના સાવૅનીર તથા ટીકીટોના વેચાણ દ્વારા તેમ જ ભંડોળ એકઠું કરીને સંસ્થાના કાર્યવાહકોએ ત્રણ લાખ રૂપિયા એકઠા કરવા ધારેલા તેના બદલે સવા ચાર લાખ રૂપિયા તેઓ એકઠા કરી શકયા છે અને પાંચ લાખની રકમ સુધી પહોંચી જવા ધારે છે. આ માટે તે સંસ્થાના કાર્યવાહકોને ધન્યવાદ ઘટે છે. જાણીતા જૈન તીર્થ રાણકપુરની નજીકમાં આવેલું ફાલના રાજસ્થાનનું એક મુખ્ય સ્થળ અને શિક્ષણકેન્દ્ર છે. ઉપર જણાવેલ સંસ્થાની સ્વ. આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિએ વર્ષો પહેલાં સ્થાપના કરેલી તેના ઉત્તરોત્તર વિકાસ થઈ રહ્યો હતો અને ઉપર જણાવેલ ભંડોળના અવલંબનથી તેને નવી ચાલના મળવાની આશા રહે છે. પ્રસ્તુત સાંસ્કૃતિક સમારોહ બિરલા માતુશ્રી સભાગારમાં યોજવામાં આવ્યો હતા અને તે પ્રસંગે સુરદાસ નામની હિંદી નૃત્યનાટિકા પ્રસ્તુત કરવામાં આવી હતી. આને લગતા સંમેલનમાં મદ્રાસવાસી શ્રીમાન લાલચંદ ઢઢ્ઢા અધ્યક્ષસ્થાને બિરાજ્યા હતા અને મરાઠા મંદિરના માલિક શ્રી મહેતાબચંદજી ગાલચા અતિથિવિશેષ તરીકે પધાર્યા હતા. સ્વાગતાધ્યક્ષ શ્રી અભયરાજજી બલદાટા હતા. મુંબઈમાં વસતા જૈન મારવાડી 'સમાજે આ સમારંભમાં ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધા હતા. દેવદ્રવ્યના સામાજિક કાર્યોમાં ઉપયોગ કરવાનો અનુરોધ આ પ્રસંગે અતિથિવિશેષ તરીકે પધારેલા શ્રી મહેતાબચંદજી ગાલચાએ પ્રવચન કરતાં જૈન મંદિરોમાં એક્ઠા થતા દેવદ્રવ્યના આવા સામાજિક તેમ જ શૈક્ષણિક કાર્યમાં ઉપયોગ કરવા ઉપર ખૂબ ભાર મૂક્યો હતો અને તીરૂપત્તિના મંદિરના દાખલા રજૂ કર્યો હતો કે જે મંદિરના સંચિત તથા એકત્ર થતા દ્રવ્યમાંથી એક મોટી યુનિવર્સિટીનું તેમ જ અનેક શિક્ષણસંસ્થાઓનું સંચાલન થઈ રહ્યું છે. આવી જ રીતે ખ્રિસ્તી ચર્ચા અને મસજીદોની આવકમાંથી કેટલી માટી શૈક્ષણિક તેમ જ લેકરાહતની પ્રવૃત્તિઓ તેમ જ વૈદ્યકીય સંસ્થાએ ચાલી રહી છે તેને તેમણે ખ્યાલ આપ્યા હતા અને એ પ્રમાણે હવે જાના વિચાર અને જાની રૂઢિને છેડીને નિરથંક એકઠા થતા અથવા તો બિનજરૂરી મંદિરો ઉભા કરવા પાછળ અથવા તે! મંદિરોના બિનજરૂરી શોભા શણગાર પાછળ ખરચાતા દેવદ્રવ્યને લોકકલ્યાણના માર્ગે વાળવાનો તેમણે આગ્રહપૂર્વક અનુરોધ પરમાનંદ કર્યા હતા.
SR No.525949
Book TitlePrabuddha Jivan 1964 Year 25 Ank 17 to 24 and Year 26 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1964
Total Pages276
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy