________________
(૧)
તા. ૧૯-૭૬૪
પ્રબુદ્ધ જીવન
પ૭
3 પ્ર કી ર્ણ યુનાઈટેડ સ્ટેટ્સના હબસીઓને સમાન નાગરિક દરજ્જો આપવા માટે પ્રેસિડેન્ટ જોનસનને અભિનંદન
૧૮૦ વર્ષ પહેલાં યુનાઈટેડ સ્ટેટ્સના ક્રાંતિકારીઓએ 'The Declaration of Independence-આઝાદીનું જાહેરનામું ઉદ્ઘોષિત કર્યું હતું. સો વર્ષ પહેલાં હબસીઓને ગુલામીમાંથી મુકત કરવામાં આવ્યા હતા. હવે તાજેતરમાં તા. ૨-૭-'૬૪ના રોજ પૂરી ગંભીરતાપૂર્વક લોકસભામાં હબસીઓને સમાન નાગરિક દરજ્જો અર્પણ કરવામાં આવ્યું છે. યુનાઈટેડ સ્ટેટ્સના ઈતિહાસમાં આ એક અતિ મહત્ત્વપૂર્ણ ઘટના બની છે.
આ એક પ્રસંગ છે જ્યારે યુનાઈટેડ સ્ટેટ્સના પ્રમુખ જનસને નવા સીવીલ રાઈટ્સ એકટ ઉપર પિતાને સહી-સિક્કો કર્યો છે. યુનાઈટેડ સ્ટેટ્સના ટૂંકા છતાં અત્યંત રસપ્રદ એવા ઈતિહાસમાં આ એક નવા સીમાચિહ્નના અવતરણના સાક્ષી બનવા માટે કૅગેસના, ધર્મના તેમ નાગરિક હક્કોની સમાનતાની લડત લડતા આગેવાનને આ અવસર ઉપર નિયંત્રવામાં આવ્યા હતા. અને જેવી રીતે સ્વાતંત્ર્યના સાર્વત્રિક વિકાસના ક્ષેત્રમાં આઝાદીના જાહેરનામાની અને હબસીઓને કરવામાં આવેલ મુકિતપ્રદાનની દૂરગામી અસરો પડી હતી તેવી રીતે પ્રસ્તુત કાનૂનના ઘડવૈયાઓ આશા રાખે છે કે, નવા સિવિલ રાઈટ્સ બીલનાં આગામી ભાવિ ઉપર અતિ મહત્ત્વભર્યા પરિણામ આવશે જ.
પ્રમુખ જનસને આ નવા કાનૂન ઉપર સહી-સિકકો કરતાં પહેલાં, રાષ્ટ્રજોગા ટેલિવિઝનપ્રવચન દ્વારા ખુલાસે કર્યો હતો કે આ નવા કાયદાના પરિણામે હવે પછીથી હબસીઓને સમાનતાને કોઈ પણ આકારમાં ઈન્કાર થઈ શકશે નહિ, એમના મૂળભૂત હક્કો ઉપર કદિ કોઈથી આક્રમણ થઈ શકશે નહિ અને સ્વાતંત્ર્યના આશીર્વાદ અને ફળેથી તેમને હવે કોઈ પણ અંશમાં વંચિત રાખી શકાશે નહિ. આમ કહીને તેમણે યુનાઈટેડ સ્ટેટ્સના સર્વ નાગરિકોને ન્યાયપ્રદાન તેમ જ આશાપ્રદાન કરવાના અને દેશમાં શાંતિની સ્થાપના કરવાના આ મહાન કાર્યમાં સહકાર આપવા અનુરોધ કર્યો હતે.
ઈતિહાસમાં અને પરંપરામાં કંઈ કાળથી વણાયેલા આવો અન્યાય- ભર્યો આચાર અને વર્તાવ તેમના કહેવા મુજબ હવે ચાલી શકશે નહિ. આ બીલને-કાયદાને-હેતુ તેમણે આ સાદા શબ્દોમાં સમાવ્યો હતે. “જેઓ ઈશ્વરની નજરમાં સમાન છે તેઓ હવેથી પોલીંગ બૂથ ચૂંટણીનાં મથકો–ઉપર, શાળાના શિક્ષણ વર્ગોમાં, ફેક્ટરી અને હૉટેલેમાં, રેસ્ટોરાંમાં, મુવી થિયેટરોમાં અને લોકોને સેવા આપતા જાહેર સ્થળોમાં સમાન બનશે.”
આ કાયદો મૂળ તે સ્વ. પ્રેસીડેન્ટ કેનેડીએ રજુ કર્યો હતો, પણ ‘freedom now'– ‘હમણાં ને હમણાં આઝાદી’ એ નારા નીચેને હબસી પ્રજાએ દેશવ્યાપી ભારે જોરદાર અહિંસક આંદોલન ઉપાડયું ન હોત તે પ્રેસીડેન્ટ કેનેડી પણ આવા કાનૂનને વિચાર કરી શક્યા હોત કે કેમ એ શંકાપડનું છે.
પ્રેસીડેન્ટ જૉનસનને આ કાનૂની જોગવાઈ કરવાની જવાબદારી વારસામાં મળી હતી અને તેને પોતે ખૂબ જ જોર આપ્યું હતું અને એ કાર્યને અસાધારણ નિષ્ઠાથી આગળ વધાર્યું હતું. તેમની આટલી બધી ખંત અને લાગવગ ન હોત તે જે શુદ્ધ નિરપવાદ આકારમાં આ ધારે પસાર કરવામાં આવ્યો છે તેમ થઈ શકયું હોત કે કેમ તે એક સવાલ છે. કોંગ્રેસે આ ધારો પસાર કર્યો કે ચાર કલાકની અંદર તેમણે તે ધારા ઉપર સહી સિક્કા કરવાને પ્રબંધ કર્યો અને તેને અમલી બનાવવા માટે તત્કાળ જરૂરી પગલાં ભર્યાં. તેમની આ પ્રશ્નને લગતી તમન્નાની આ અદ્ભુત સાબિતી છે.
ન ધ -
પ્રમુખ જોનસને પોતાના ટેલિવિઝન-પ્રવચનમાં કબૂલ કર્યું છે કે, આ હવે પછીને સમય આપણી પૂરી કસોટીને હશે. આ રીતે તેમણે એવી શકયતાની સૂચના કરી હતી કે, દક્ષિણનાં કેટલાંક રાજ્યો આ કાયદાની ઉપેક્ષા કરવાનો પ્રયત્ન કરશે અને તેથી
આ કાયદાને અમલી બનાવવાને આખે બેજો ફીડરલ ગવર્મેન્ટ ઉપર આવી પડશે. તેમણે એમ પણ જણાવેલું કે, આ ધારાને હેતુ પ્રજાના કોઈ પણ વર્ગને શિક્ષા કરવાને કે પ્રજાના ભાગલા પાડવાને નથી, પણ જે ભાગલા લાંબા વખતથી અસ્તિત્વમાં આવ્યા હતા, ચાલી રહ્યા હતા તેનો હંમેશને માટે અંત આણવાને છે.
પ્રેસીડેન્ટ જોનસનને આવા વીરતાભર્યા મહાપ્રસ્થાન માટે સારાયે જગતનાં અનેક અભિનંદન અને ધન્યવાદ ઘટે છે. આ તે આપણી કેવી ગતાનુગતિકતા! - શ્રી ધીરજલાલ ટોકરશી શાહ રચિત “વીરવચનામૃત'ને પ્રકાશન સમારંભ મુંબઈ ખાતે તા. ૮-૧૧-૬૨ ના રોજ ભાયખલા ખાતે આવેલા જૈન મંદિરના રંગમંડપમાં ઘણા મોટા પાયા ઉપર ઉજવવામાં આવ્યો હતો, જેની વિગતવાર નોંધ પ્રમાણભંગની પરાકાણ” એ મથાળા નીચે તા. ૧૬-૧૨-૬૨ ના પ્રબુદ્ધ જીવનમાં લેવામાં આવી હતી. આ સમારંભમાં આચાર્ય શ્રી વિજયધર્મસૂરિ, આચાર્ય શ્રી વિજયલક્ષ્મણસૂરિ, આચાર્યશ્રી વિજયૂઅમૃતસૂરિ, પંન્યાસ ધુરંધરવિજય ગણી તથા મુનિ ચંદ્રપ્રભસાગરજીએ તેમ જ શેઠ માણેકલાલ ચુનીલાલ, શ્રી કાંતિલાલ ઈશ્વરલાલ, શેઠ મેઘજી પેથરાજ શાહ, શ્રી ચંદુલાલ વર્ધમાન શાહ, શ્રી ફતેરચંદ ઝવેરભાઈ, શ્રી. મનસુખલાલ તારાચંદ, શ્રી જયંતીલાલ રતનચંદ, શ્રી પોપટલાલ રામચંદ, શ્રી પ્રાણજીવન હરગોવિંદ ગાંધી વગેરે આગેવાનોએ ભાગ લીધો હતો અને એક યા બીજા નિમિત્તે ‘વીર વચનામૃત” ઉપર અમાપ પ્રશસ્તીને વરસાદ વરસાવ્યો હતો. ત્યારબાદ ગયે વર્ષે તેની હિંદી આવૃત્તિને પ્રકાશન સમારંભ પણ ઘણા મોટા પાયા ઉપર ઉજવવામાં આવ્યો હતો. કોઈ અસાધારણ મહત્વની સાહિત્યરચનાનું સન્માન થાય એ જરૂર આનંદજનક લેખાવું જોઈએ. વળી
જે રીતે ‘વીર વચનામૃત'ને બિરદાવવામાં આવ્યું હતું તે મુજબ જૈન ધર્મ સાહિત્યના એક સીમાચિહ્ન તરીકે લેખી શકાય એવા કોઈ ગ્રન્થને બહુજનસમાજ તરફથી આવકારવામાં આવે ત્યારે તે ગ્રન્થ ધાર્મિક તેમ જ શાસ્રદષ્ટિએ એક સર્વગ્રાહી અને સર્વસ્વીકાર્ય કૃતિ હોવી જોઈએ એવું અનુમાન પણ આપણે સહજપણે કરીએ. પણ આ ગ્રન્થમાં અતર્ગત કરવામાં આવેલ મહાવીર ચરિત્ર જે જૈન ધર્મના અનુયાયીઓ માટે પ્રમાણભૂત હોવું એવી આપણે આશા રાખીએ તે સામે જે વાવંટોળ ઉભો થયો છે તે જોતાં ઉપરની કલ્પના બરોબર નહોતી એમ કહેવાની આપણને ફરજ પડે છે.
બન્યું એમ કે આ પુસ્તકનું પ્રકાશન થયા બાદ તે પુસ્તક વાંચવામાં આવ્યું અને તેમાંના મહાવીર ચરિત્રમાં અનેક વાંધાજનક – વિકૃત – વિધાને શ્રદ્ધાળુ વાંચનારાઓની અને તેમાં પણ સારા એવા જાણકારોની—નજરે ચડવા લાગ્યાં અને એ પુસ્તક સામે, ગણગણાટ - ઉહાપોહ – શરૂ થયો. હવે જો ઉપર જણાવેલ મહાનુભાવોએ–આચાર્યોએ કે વિદ્વાન આગેવાનોએ આ પુસ્તક તેનું સન્માન કરવા પહેલાં વાંચ્યું હોત તો જરૂર તેમાંના વાંધાજનક ઉલ્લેખો તરફ તેમનું ધ્યાન ખેંચાયું હોત અને તે સામે તેમણે જ ' વાંધો ઉઠાવ્યો હોત. પણ તે વખતે તે હકીકતમાં એમ બન્યું કે તે પુસ્તક વિગતથી વાંચ્યા સિવાય એક આચાર્ચે અન્ય આચાર્યને અને અન્ય આચાર્યો પછીના આચાર્યને એ પુસ્તકની મહત્તા હોવા વિષે અને શાસ્ત્રશુદ્ધ હોવા વિશે હવાલો જ આપ્યા કર્યો અને જ્યારે આચાર્ય મહારાજો અમુક પુસ્તકનું બહુમાન કઠવા માટે એકઠા થવાના