________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૯-૭૬૪
ભારત
છે પાકિસ્તાનને મારી જાતે ત્રણ
એક ગરીબીનો મોરચે
હું સૌ કોઈને મળીને કહેતો રહ્યો છું કે, આપણી સામે ત્રણ મરચા છે: (૧) ચીન મેર, (૨) પાકિસ્તાનને મેર, (૩) ભાર તની ગરીબીને મોરચે. આપણામાં એ શકિત નથી કે આપણે એક સાથે ત્રણ મરચા ઉપર લડી શકીએ. આપણે કોઈ એક મરચા ઉપર લડી શકીએ તેમ છે અને તે છે ભારતની ગરીબીને મેર. બીજા બે મરચા ઉપર આપણે સંધિ કરવી જ જોઇએ. લાલબહાદુર શાસ્ત્રી : પણ આ રીતે વિચારવાવાળા. છે. આ શુભ ચિહન છે. પંડિતજીના અગ્નિસંસ્કારના અવસર ઉપર પાકિસ્તાનના વિદેશમંત્રી શ્રી ભુ મને સૂચવી રહ્યા હતા કે ગાડી કાંઈક પાટા ઉપર ચડતી હોય એમ લાગે છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબખાન દરેક માસની પહેલી તારીખે પિતાનું ભાષણ પ્રસારિત કરે છે. ગયા મહિનાની પહેલી તારીખે એમનું જે ભાષણ પ્રસારિત થયું છે. તે પણ આ દિશામાં આશા વ્યકત કરે છે. લાલબહાદુરજી મને કહી રહ્યા હતા કે, રાષ્ટ્રપતિ અયુબખાનનું ભાષણ મને બહુ સારું લાગ્યું છે. પ્રધાનમંત્રી સંમેલનમાં પણ તેઓ શ્રી અયુબખાન સાથે - આ વિષય અંગે વાતચિત કરવાના છે. સંભવ છે કે, કોઇ સારું પરિ"ણામ નિકળી આવે. કે આજથી કેટલાંક વર્ષ પહેલાં વિનોબાજી કાશમીર ગયા હતા
અને જેલમાં શેખસાહેબને મળ્યા હતા અને તેમની સામે સ્વતંત્ર કાશ્મીર તથા ત્રણે રાષ્ટ્રને મેળવીને સાદા આકારના એક રાષ્ટ્ર સંઘને "વિચાર રજૂ કર્યો હતો. જે આ રાષ્ટ્રસંઘમાં દાખલ થાય તેને સ્વતંત્ર ' રાષ્ટ્ર ગણવામાં આવે. માત્ર સુરક્ષા, આયાત - નિર્યાત, વૈદેશિક નીતિ 'જેવી બે ચાર બાબતેને નિર્ણય સર્વ સંમતિથી કરવામાં આવે. એ વખતે આ વાત અવ્યવહારુ લાગતી હતી, પણ આજે એ વ્યવહારુ લાગે છે. આ વખતે જ્યારે શેખ અબ્દુલ્લા વિનોબાજને મળવા ગયા ‘ત્યારે વિનોબાજીએ એ જ વાતનું પુનરૂચ્ચારણ કર્યું હતું. એ જ વાતને બીજી વાર વિનોબાજીએ આસામમાં પણ કહી હતી. શેખ સાહેબ
એમની આ વાત–આ યોજનાં-સાંભળીને આનંદથી ઉછળી પડયા, | કારણકે, એમાં તેમની ત્રણે શર્ત પૂરી થાય છે અને તેથી સૌને સંતોષ
થાય તેમ છે. પાકિસ્તાન તથા હિન્દુસ્તાન વચ્ચે મેળ પેદા થાય છે અને કાશ્મીરની જનતાને પણ ન્યાય મળે છે. ફરીથી એકબીજાને ત્યાં જવા આવવાના દરવાજા પણ ખુલી જાય છે. આ મુજબ એ દિવસેમાં કાશ્મીરની બાબતમાં અનેક યોજનાઓ આગળ કરવામાં આવી હતી, પણ પંડિતજીને ઝુકાવ વિનોબાજીના સુઝાવની તરફ અધિક ઢળતે લાગતું હતું. '
tીરના હિન્દુઓના દિલમાં એવો ભય હોઈ શકે છે કે તેઓ અલ્પસંખ્યક થઇ જવાથી પૂર્વ પાકિસ્તાનના હિન્દુઓ જેવી તેમની હાલત થઇ. ન જાય. તેને પણ રસ્તો નીકળી શકે છે. તેમને એટલે કે જમ્મુને સ્થાનિક સ્વરાજય આપી શકાય છે. તાજેતરમાં અયુબખાને પિતાના ભાષણમાં ભલેને ઉપર જણાવેલ. રાષ્ટ્રસંઘની કલ્પનાને બેકાર–અસ્વીકાર્ય–હોવાનું જણાવ્યું હોય, પણ એ જ અયુબખાને ચાર વર્ષ પહેલાં સંયુકત સુરક્ષાને વિચાર આગળ ધર્યો હતે. આજ તેઓ ડરે છે કે, પૂર્વ પાકિસ્તાનના લોકો રખેને અલગ ન થઇ જાય. તેમને ડર પણ વ્યાજબી છે. શેખસાહેબે તેને પણ રસ્તો કાઢવાની વાત સૂચવી છે. કૅન્ફીડેશનની જગ્યાએ, ‘એસેસીએશન ઓફ સાઉથ એશિયા’ ની પણ એક કલ્પના છે. આની અંદર ભારત, પાકિસ્તાન અને કાશ્મીર ઉપરાંત નેપાલ, ભૂતાન, સિકકીમ, લંકા, બર્મા, પણ સામેલ થઇ શકે છે. હું એમ માનું છું કે, ચીનને મુકાબલો - કરવા માટે આવા જ કોઈ રસ્તે જવું પડશે.
અનુવાદક: પરમાનંદ મૂળ હિંદી : જયપ્રકાશ નારાયણ . * . . . પૂરક તંત્રીને • ઉપરના લખાણમાં જમ્મુ - કાશ્મીરના પ્રશ્ન અંગે જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેને વધારે સ્પષ્ટતાથી સમજવા માટે કામીરના
ભારત સાથેના જોડાણ અંગે શ્રી જયપ્રકાશજીનું શું મંતવ્ય છે તે જરાક વિગતથી અહિ રજુ કરવાની મને જરૂર લાગે છે. આજથી સત્તર વર્ષ પહેલાં જયારે પાકિસ્તાની સૈન્ય કાશમીર ઉપર આક્રમણ કર્યું અને તે વખતના મહારાજા હરિસિહે શેખ અબ્દુલ્લાની અનુમતિપૂર્વક ભારત સાથેના કાશ્મીરના જોડાણખત ઉપર સહી કરી અને ભારતે કાશ્મીરને બચાવવા માટે કાશ્મીર તરફ સૈન્ય રવાના કર્યું ત્યારથી એ જોડાણ કાનૂની દષ્ટિએ અફર બન્યું છે એમાં કોઈ બેમત , છે જ નહિ. પણ એ કાનૂની જોડાણ થયું ત્યારે ભારતની વતી મહાઅમાત્ય નહેરુએ યુદ્ધનું વાતાવરણ શમી જતાં ગ્ય સમયે સમસ્ત કાશ્મીરની પ્રજાને ભારત સાથેના જોડાણ અંગે લેકમત લેવામાં આવશે અને તે મુજબ કાશ્મીરનું ભાવી નકકી કરવામાં આવશે એમ અવારનવાર જાહેર કર્યું હતું એ હકીકત છે. સંયુકત રાષ્ટ્રસંસ્થામાં પણ આ પ્રશ્ન આવતાં ‘પ્લેબસાઈટ’ - લેકમત - લેવાની ભલામણ કરતો ઠરાવ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ભારત હસ્તકને જમું " કાશ્મીરમાં બે વાર ચૂંટણી થઇ ગઇ અને કાશ્મીરનું બંધારણ પણ નક્કી ' ' થઇ ગયું, વળી કાશ્મીરને પાકિસ્તાન હસ્તકના ભાગ તેણે કદી ખાલી કર્યો જ નહિ અને પિતાના બચાવ માટે પાકિસ્તાને યુનાઈટેડ સ્ટેટસની મદદ લીધી વગેરે અનેક એવી ઘટનાઓ બની છે કે , જેને લઈને લોકમત લેવાને મુદો હવે બીલકુલ પ્રસ્તુત રહ્યો નથી અને કાશ્મીરનું ભારત સાથેનું જોડાણ અફર અને શંકાતીત છે એમ ભારત સરકારનું વલણ તેમજ સુદઢ માન્યતા છે, પણ ભારત સરકારના આ વલણ કે સુદૃઢ માન્યતાને પાકિસ્તાન તે હરગીજ નહિ, પણ અમેરિકા, બ્રીટન વગેરે પશ્ચિમના દેશે પણ સ્વીકારતા નથી એ ધ્યાનમાં લેવું ઘટે છે. આ જોતાં જ પાકિસ્તાન સાથે કાશ્મીર અંગે વાટાઘાટ કરવી હોય તો આ અફરપણાને મુદો છોડીને નહિ પણ. બાજુએ રાખીને જ વાઢઘાટ થઈ શકે એમ છે એમ જયપ્રકાશનું કહેવું છે. તેઓ એમ જણાવે છે કે, જો બન્ને પક્ષને સ્વીકાર્ય એવો ' કોઈ ઉકેલ આવે એ ખરેખર ઇષ્ટ હોય છે. કાશ્મીરના આત્મનિર્ણયના અધિકારને ઈનકાર કરવો અથવા તે એ હકનો અમલ થઈ ચૂકયો છે એમ કહેવું એ આ પ્રશ્ન અંગે સારો અને રચનાત્મક અભિગમ નથી, પણ એ હકકને પ્રશ્ન આજે ઊભું કરવામાં અમે તેને અમલી રૂપ આપવામાં કેટલાં જોખમ રહેલાં છે, તે કેટલું અવ્યવહારુ અને ગેરડાહાપણભર્યું છે તે દલીલપુર:સર રજૂ કરવું તે જ સાચે અભિગમ છે. આ અંગે જયપ્રકાશજીના અભિંપ્રાય મુજબ નીચેની બાબતે આગળ ધરી શકાય તેવી છે: (૧) પાકિસ્તાને આક્રમણ કર્યું છે એ ઈનકાર થઇ ન શકે એવી હકીકત છે અને તેણે આક્રાન્ત કરેલા કાશ્મીરના પ્રદેશને પાકિસ્તાન કોઈપણ સંયોગમાં ખાલી કરવાને તૈયાર નથી. (૨) લેકમત લેવા જતાં તેનાં ભારત તેમ જ પાકિસ્તાનમાં વસતી લઘુમતી કોમે ઉપર બહુ ગંભીર પ્રત્યાઘાત પડવાનો સંભવ છે. (૩) લોકમત નિર્ણયની પ્રક્રિયા જમ્મુ અને કાશમીરના રાજયમાં વિશેષ બેદિલી અને ભંગાણ પેદા કરે એવો સંભવ છે. (૪) વળી આ જ પ્રક્રિયાનું ભારતના સંરક્ષણકાર્ય ઉપર પણ ઘણું ગંભીર પરિણામ આવે એવો સંભવ છે. આ બધી બાબતોની શેખ. અબ્દુલ્લા સાથે અને તેની મારફત પાકિસ્તાનના પ્રમુખ અયુબખાન સાથે ચર્ચા કરવી અને રામાધાનને માર્ગ શોધવા પ્રયત્ન કરો એમ જયપ્રકાશજીનું કહેવું છે. શેખ અબ્દુલ્લાની પ્રમાણિકતામાં તેમને પૂરી શ્રદ્ધા છે અને શેખ અબ્દુલ્લાં કાશ્મીરની પ્રજાના આત્મનિર્ણય ઉપર જેટલો ભાર મૂકે છે તેટલે જ ભાર ભારતની બીનમજહબી નીતિ ઉપર અને ભારત-પાકિસ્તાન વચ્ચે મૈત્રીભર્યા સંબંધો ઊભા થવા ઉપર મૂકે છે એમ તેઓ શેખ અબ્દુલ્લા વિષે માને છે અને કાશમીર અંગેના ભારત અને પાકિસ્તાન વચ્ચેનાં સંઘર્ષને. ઉકેલ લાવવામાં શેખ અબ્દુલ્લાને જરૂરી ઉપયોગ કરવો એવી તેમની અપેક્ષા છે. ,
, , , પરમાનંદ