________________
તા. ૧૬ ૭–૨૪
પ્રભુ જીવન
પંડિતજી ગયા, હવે આપણે
પંડિતજી આપણી વચ્ચે હતા તો કાંઇક બાળકો જેવા લોકોના હાલ હતા. જે રીતે બાપના ખભા ઉપર ચઢીને બાળક બાપનાં કાનમૂછ ખેંચે છે અને ખેલે છે તે પ્રકારના ખેલ આપણે તેમની સાથે સર્વ કરતા હતા. તેમના ચાલી જવાથી હવે લાગે છે કે તેઓ કેટલા મહાન હતા અને આપણે કેટલા નાના હતા. પીસ્તાલીસ કરોડ લોકો આજે જાણે કે અનાથ થઇ ગયા હોય એવી લાગણી અનુભવી રહ્યા છે. તેમની પછી આજે જેઓ જીવિત છે તે સર્વનું કર્તવ્ય છે કે જે કામ તેઓ છેડીને ગયા છે, તેને તેઓ પૂરાં કરે. પંડિતજી પ્રત્યે આપણી આ જ સર્વથી મોટી શ્રાદ્ધાાંજલિ હોઇ શકે. સ્વરાજય પહેલાં મને તેમની સાથે અલાહબાદમાં રહેવાના અને કામ કરવાના અવસર મળ્યો હતો. સ્વરાજ્ય મળ્યા બાદ એમ રહ્યું નહાતું.
તેમનું વસીયતનામું બહુ દર્દભર્યું છે, કરુણાભર્યું છે. તે એક-કવિતા જ છે. તેમાં તેમણે કિસાનોને યાદ કર્યા છે. તેઓ એમ કહીને ગયા કે મારી ભસ્મની એક મુઠ્ઠી ગંગામાં નાંખો અને બાકીની કિસાનાના ખેતરમાં વિખેરી નાખજો. ગ્રામ નિર્માણ મંડળ, ખાદી ગ્રામોદ્યોગ સમિતિ, સર્વોદય તેમ જ ભૂદાન-આન્દોલન, તથા એં પંચાયતો તેમ જ વિકાસ – પ્રખંડ એ સર્વ કિસાનોની સેવામાં લાગી રહ્યા છે. સર્વ સંસ્થાઓ, સર્વ આન્દોલન, કિસાનોની દર્દ જનક હાલત—આ બધું આપણે સર્વ સારી રીતે જાણીએ છીએ. કોઈ પણ રીતે ગરીબોને ઊંચે ઉઠાવવામાં આપણે મદદગાર બની શકીએ તો આપણે એમના માટે ઉપયોગી સિદ્ધ થઇ શકયાનો સંતોષ અનુભવી શકીએ. આખર તેમને ઉઠવાનું તો છે જ. જો આપણે તેમને થોડો ટેકો આપી શકીશું તો પંડિતજી પ્રતિ આપણી જે ભાવનાઓ છે તે આપણે અમુક હદ સુધી પૂરી કરી લેખાશે.
પાછળના દિવસેામાં હું બે કામેામાં રોકાયેલા હતા. એ બે કામ ગાંધીવાળા અને સર્વોદયવાળા માટે એક પડકાર સમાન છે. એક ભારત-પાકિસ્તાનના સંબંધને લગતું છે, અને બીજું નાગાલેન્ડને લગતું છે. આ બેમાં ભારત - પાકિસ્તાનનો પ્રશ્ન વધા૨ે જટિલ છે. દેશનું વિભાજન સરદાર પટેલ અને પંડિત નહેરુએ સ્વીકાર્યું હતું, અને ગાંધીજીએ તેને છેવટ સુધી વિરોધ કર્યો હતો. આપણા નેતાઓએ સમજાવ્યું હતું કે ઝગડો હંમેશને માટે શાન્ત થઇ જશે અને બન્ને દેશાના હિન્દુ – મુસલમાન આરામ તથા ઈજજતપૂર્વક રહી શકશે. પણ એ મોટી ભૂલ સાબિત થઇ છે અને ઝગડો તો વધતા જ ગયો છે. એ ઝગડો એ રીતે આજે ચાલી રહ્યો છે કે, તેથી લોકોનાં મગજ વધારે બગડી રહ્યાં છે. કોઈ પણ સમજદાર વ્યકિત સમજી શકે છે કે જો આ રવૈયો ચાલુ રહ્યો તા બન્ને દેશ બરબાદ થઇ જશે. બન્ને દેશ ભલે કદાચ ખતમ ન થાય, પણ વિકાસ તો અટકી જ પડવાનો. ગુલામીની માફક બન્ને દેશ ખાડામાં ડૂબેલા
રહેશે.
શેખસાહેબ જ્યારે જેલમાં હતા, તે દરમિયાન વિદ્યાબાજીએ તેમને છેાડવાનું કહેવા માટે મને પંડિતજી પાસે મોકલ્યા હતા. તેમના છૂટકારા બાદ દેશમાં ભારે રોષ ફેલાયા હતા. . છૂટકારા બાદ શેખ સાહેબ વિનોબાજીને મળવા ગયા; તેઓ રાજાજીને પણ મળવા ગયા. પછી તેઓ પાકિસ્તાન ગયા અને ત્યાં પણ તેમણે પેાતાની વાત ભારે હીંમતપૂર્વક કહી. પંડિતજીએ પ્રેસ કોન્ફરન્સમાં, લેાકસભામાં, કોંગ્રેસ કમિટીની બેઠકમાં તથા યંત્ર તંત્ર જે વિવેચન કર્યું તેથી વાતાવરણ કાંઇક બદલાયું અને એવી આશા બંધાઇ કે કદાચ કોઇ રસ્તો ખુલ્લા થાય. આ વિચારધારા મુજબ સે .પણ મારા માનઅપમાનના ખ્યાલ છેાડીને કાંઇક લખ્યું, કાંઇક કહ્યું. એ ઉપર પણ
૫
કેમ આગળ વધીશું?
દેશમાં અને વિશેષત: દિલ્હીમાં ભારે રોષ ફેલાયો. શેખસાહેબ, દિલ્હી આવ્યા તે પહેલાં હું ત્યાં પહોંચ્યા. એ વખતે દિલ્હીનું કોઇ અજબ વાતાવરણ હતું. એવું જ વાતાવરણ બાપુના ઉપવાસના સમયે ૧૯૪૭માં, પાકિસ્તાનને ૫૫ કરોડ રૂપિયા દેવાની બાબતમાં પેદા થયું હતું અને અન્તમાં તો તેમને પેાતાના એ રોષના ભાગ બનવું પડયું હતું, અને પોતાના પ્રાણ ગુમાવવા પડયા હતા. આ જ પ્રકારનું વાતાવરણ મને આ સમયે દિલ્હીમાં જોવા મળ્યું. હમેશાં કોઇ ને કોઇ મિત્ર મળતા હતા અને મને બરાબર સૂચવતા હતા કે, જે. પી. જરા સંભાળીને દિલ્હીમાં ફરજો !'
આચાર્ય તુલસી દિલ્હીમાં એક ‘અણુવ્રત વિહાર’ સ્થાપિત કરવા ઈચ્છે છે. તે માટે ઑલ ઈન્ડિયા રેડીઓના હાલમાં એક સભા રાખવામાં આવી હતી. મને પણ ત્યાં બોલાવવામાં આવ્યા હતા. મારા ભાષણમાં મે કહ્યું કે, “અહિંસાની શોધ માટે દિલ્હીમાં વિહારની સ્થાપના કરવા આપ ચાહા છે, પણ દિલ્હીના યા હાલ છે તે તરફ પણ આપ લોકોનું ધ્યાન જવું જોઇએ. દિલ્હીમાં લાલા લજપતરાયની સ્થાપેલી એક સોસાયટી છે, જેના અધ્યક્ષ લાલબહાદુર શાસ્ત્રી છે, અને મંત્રી સિંધના શ્રી સેવકરાયજી છે. આ સેવકરાયજી એક ભારે સજજન વ્યકિત છે. મારા મનમાં તેમના માટે ખૂબ આદર છે. તેમણે મને કહ્યું કે, એક નવયુવક ભારે જોશમાં બડબડતા કહી રહ્યો હતોકે જો કાશ્મીરમાં કોઇ ગરબડ કરવામાં આવશે તો પં. નહેરુ અને લાલબહાદુર શાસ્ત્રીને ગાળીથી હું મારી નાખીશ. આ સાંભળીને મારું મન ભરાઈ આવ્યું.” મેં આ બાબતની ચર્ચા એ સભામાં એ માટે કરી કે, એ વખતના ત્યાંના ભારે ખરાંબ વાતાવરણના ત્યાં એકઠા થયેલા મિત્રાને ખ્યાલ આવે. ઉપરની વાત સંભળાવીને મેં મારું સ્થાન લીધું કે તરત જ આખી સભામાં સન્નાટો છવાઈ ગયા, સ્તબ્ધતા વ્યાપી ગઈ. જયસુખલાલ હાથી અને મનુભાઈ શાહે એ વિષે પૂછપરછ કરી, પાર્લામેન્ટમાં પણ એ બાબત વિષે સવાલા પૂછવામાં આવ્યા. જો કે આજે એવું ઘેરૂ વાતાવરણ નથી, તો પણ આજનું વાતાવરણ સારુ તે નથી જ.
પાછળના દિવસોમાં આપણે ત્યાં જે સાંપ્રદાયિક તોફાનો થયાં હતાં, તેની ખબરો પણ! છાપાઓમાં એકતરફી પ્રગટ થતી રહી હતી અને સંસદ - સભ્યોને બરાબર અંધારામાં રાખવામાં આવ્યા હતા, એ માટે કે સાચી ખબર પ્રગટ થતાં પાકિસ્તાન એના પૂરા પ્રતિકૂળ ઉપયોગ કરે. મેં ખરી સ્થિતિની જાણકારી પહોંચાડવા માટે સંસદ્ સભ્યો ઉપર એક પત્ર લખ્યો. પણ હું જે કાંઇ કહું છું તે ઉપર લોકો ધ્યાન દેતા નથી, અને જે લોકોએ બરોબર વાંચ્યું નથી હોતું તેઓ તે વિષે જેમ તેમ વાત કરે છે. જરૂર, જેઓ સમજદાર છે, તેમણે મારા થનની ગંભીરતાના સ્વીકાર કર્યો છે.
શાસ્ત્રીજીની નેતા તરીકે પસંદગી કરવામાં આવી છે એ ખુશી થવા જેવી વાત છે. એમ તો એનાથી વધારે સીનીયર લોકો કેન્દ્રમાં છે, તે પણ શાસ્ત્રીજી પાતાની યોગ્યતા તેમ જ કર્મઠતાને લીધે સૌથી આગળ છે. સરવાળે આ દેશને જે ગુણેની જરૂર છે તે ગુણા તેમનામાં સૌથી વધારે છે. નહેરુજી પછી કોણ?આ પ્રશ્નનો જવાબ એમ ને એમ દુનિયાને મળી ગયા છે. એમ તો એવું કહેવાવાળા લોકો હતા કે નહેરુ પછી દેશમાં મોટા ઝગડા ઊભા થશે. પણ બધું કાંઇ પૂરી શાન્તિપૂર્વક પતી ગયું. આનું વિશેષ કોય. કાગ્રેસ પ્રમુખ શ્રી કામરાજના ફાળે જાય છે. લાલબહાદુર શાસ્ત્રીમાં સૌને સાથે રાખીને ચાલવાની શકિત છે. કેટલાય એવા સળગતા પ્રશ્નોને તેમણે ભારે કુશળતાથી હલ કર્યા છે. લાલબહાદુર એવી વ્યકિત છે કે જે એમ માને છે કે કાશ્મીરના સવાલ હલ થવા જ જોઇએ.